અધુરી આસ્થા - ૧૭ PUNIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરી આસ્થા - ૧૭

બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
સ્ટોરીનેં રેટિંગ આપવાથી તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો તમારી મનગમતી વાતૉઓ અને લેખકોની રચનાઓ તો છે જ પણ જાગૃતિનાં અભાવે સમય જતાં તમને બોરીંગ લાગવા માંડશે.

અધુરી આસ્થા - ૧૭
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે‌.દ્વારા માનવએ રઘુ પર કરેલાં હુમલામાં એક સ્ત્રી દ્વારા રઘુનો બચાવ થયો.એન્ટીકોની ચોરી કરી ભાગતા રઘુની માનવ સાથે સ્મશાનમાં લડાઈ.
હવે આગળ
જેવો રઘુ તૈયારી કરીને સેટ થયો ત્યાં જ તેનાં મો પર ધમ્મ કરતો શકિતશાળી માનવનો જોરદાર મુક્કો પડતાં રઘુ બે-ત્રણ મીટર દૂર જઈને પડ્યો.રઘુના હેલ્મેટ જેવા બનાવેલા જુગાડથી તેના દાંત સહી સલામત રહી ગયા. રઘુએ તાપણાં મારથી સળગતું લાકડું ઉપાડીને માનવ પર પ્રહાર કર્યો માનવ આગથી બચવાની કોશિશ કરતો હતો અને માનવના એક પ્રહારથી રઘુનાં હાથ માંનું લાકડું છીનવીને ફેંકી દીધું. બીજા હાથથી માનવ રઘુને મારવા જતો હતો ત્યાં રઘુએ પોતાનું માથું આગળ કરી દીધું અને માથે બાંધેલ એન્ટીક મૂર્તિમાં ધાતુ ખખડવાનો અવાજ આવ્યો.
રઘુ પોતાના બચાવની સ્થિતિમાં રહી લાગ મળતાં ઘા કરવાની નિતીથી જ લડતો હતો. તેણે તાપણામાંથી સળગતું લાકડું ઉપાડ્યું અને પાંચ-દશ મીટર દૂર જઇને ઊભો રહ્યો. પછી રનીગ લઈને નિશાન તાકી પૂરી તાકાત વાપરીને લાકડું માનવની છાતી પર માર્યું. લાકડું પુરી ઝડપથી માનવની છાતી પર વાગતાં માનવ થોડો દૂર ખસ્યો, તેની છાતીને આગની લપટોએ જકડી લીધી. માનવ બે સેકન્ડ સ્થિર રહ્યો જાણે તેની ચામડી પર આગની કોઈ બળતરા થતી જ નહોતી, ત્યારબાદ માનવ આસાનીથી ધૂળ ખંખેરે તે રીતે પોતાની છાતી પરથી આગ ખંખેરી દીધી.
માનવએ ઝડપથી રઘુ પાછળ દોટ મૂકી રઘુએ પણ પોતાનો જીવ બચાવવા દોડી ગયો. અંધાધૂધ દોડ્યો પણ લીધે નજીકની ચિતા અડોઅડ પહોંચી સમયસર અટકી ગયો.તેણે એકાદ ડગલું પણ આગળ મૂક્યું હોત તો તે ચિતામાં બળીને કોલશો જ બની ગયો હોત. જેવો માનવ તેનાં ખૂબ જ નજીક આવી ગયો રઘુ માટે એક બાજુ સળગતી ચિતા અને બીજી બાજુ માનવ બન્ને બાજુ જીવનું જોખમ.
જેવો માનવ પ્રહાર કરવા રઘુ પર તરાપ મારે છે તેવો જ રઘુ ત્યાંથી હટી જાય છે. માનવનાં પગ લાકડા પર પળતા તેનું બેલેન્સ બગડે છે અને તે પૂરેપૂરા વજન સાથે ચિતામાં હોમાઇ જાય છે. આ રઘુની ચાલાકી હતી તે આગળના અનુભવ નેં ફરીથી અજમાવી લેવા માંગતો હતો.
હાડપિંજરના હાડકા માનવનાં શરીર પર છરી-ચપ્પાની જેમ ઘુસી ગયા.માનવ ખૂબ જ જોર જોરથી રાડો પાડવા માંડ્યો. માનવ રઘુ તરફ ફર્યો ત્યારે હાડપિંજરના હાડકા તેના શરીરમાં ઘુસેલા જ હતા.માનવ જમીન પર ફસડાઇને પડી ગયો ફરીથી તેનાં બરાડાઓ વાતાવરણની ભયાનકતા વધારી ગયા.રઘુ આ બધું જોઈ રહ્યો. તેણે ભેગા કરેલા તાપણામાં લાકડા અને ખોપડી હતી અને આજુબાજુની જગ્યા માંથી બને એટલા હાડકાઓ ભેગા કર્યા.
રઘુ- "પિશાચ કહીં કે ના તો તું ગુજરાતી હૈ નાં હી ઇન્સાન. તું તો એક હૈવન હૈ, દરિંદા હૈ તું જો ઐસા હૈ તેરી ઔરત ભી ચુડૈલ યા પિશાચીન હોગી.મેરે પકીયા કા ક્યાં હોગા ક્યાં હોગા"
એમ અફસોસ સાથે રડતાં રડતાં રઘુ પુરેપુરા ઝનુન સાથે માનવ પર પ્રહાર કરવા માંડ્યો. તેણે પ્રહાર કરવામાં એક ઈંચ પણ જગ્યા બાકીનાં રાખી માનવના આખાં શરીરને છુંદી નાખ્યું. હવે તે સંઘર્ષ કરી કરીને થાકી ગયો હતો તેને પોતાનાં દોસ્ત પકીયાની ચિંતા થઈ રહી હતી.
****જીવનમાં સંઘર્ષનો અભિગમ બહુ જ મોટાં વાવાઝોડા જેવો હોય છે. પરંતુ વાવાઝોડું થોડા સમય માટે જ હોય છે. તે નિયત પરીસ્થીતીઓની સમાપ્તિ માટે અને તદ્દન નવી પરિસ્થિતિઓના નિર્માણ માટે જ હોય છે. જ્યારે સ્વીકારનો અભિગમ એ જ જીવન છે સંઘર્ષ ગમે એટલો વિકરાળ હોય છેલ્લે તો સ્વીકાર નાં અભીગમ માં જ પરિણામે છે.
રઘુ એ પૂરો વિચાર કરી પરિસ્થિતિઓનો સ્વીકાર ત્યારબાદ રઘુએ પોતાના શરીરમાં બધો જ ભંગાર કાઢી બહોત બહોત હુઆ કરીને તેણે એક એક એન્ટીક પીસ એક ચિતામાં ફેંકવા માંડયુ.
આ બાજુ ભુતિયા બંગલાની અંદર મેરી અને પકીયા નો સંઘર્ષ ચરમ પર હતો મેરી પકિયાને મારવા જઈ રહી હતી જેવું રઘુને એન્ટીક પીસ સળગતી આગમાં ફેંક્યુ.પેઈન્ટિંગનો નાશ થતા મેરી પણ સળગીને બળી મરી.
વિરામ

શું આસ્થાનું મળવું રાજેન્દ્રનું સપનું હતું કે સાચી ધટના ?આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે?
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? માનવ અને મેરીના ગોડફાધર સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાને ગજવી નાખતી ચિસો શું પકીયાની હતી?માનવ અને રઘુતો બચી ગયા પણ આગળ તેઓનો શું અંજામ થયો ?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.