Adhuri Astha - 6 books and stories free download online pdf in Gujarati

અધુરી આસ્થા - ૬

અધુરી આસ્થા - ૬
ગયા અંકોમાં તમે વાંચ્યું નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ અને રઘુ અને પકીયાની અદ્રશ્ય શક્તિ દ્વારા ધોલાઈ થઈ ,
રાજેન્દ્રની મુલાકાત કોઈ પ્રેમાળ સ્ત્રી સાથે થાય છે અને તે એને પોતાની આંખોથી જોઈ પણ શક્યો.
હવે આગળ
સુરજ ઉગ્યા પહેલાંનું અજવાળું છે.રાજેન્દ્ર નીંદ્રામાંથી જાગ્યો છે. પરંતુ આશ્ર્ચર્ય દરરોજની જેમ આજે અંધારી સવાર નથી.તે બધી જ વસ્તુઓને જોઈ શકતો હતો. જીવનમાં પહેલીવાર તે જંગલની હરિયાળી,પશુ-પક્ષીઓ, ઝાડ, પહાડ વગેરે જોઈ રહ્યો છે.પહેલીવાર મોકો મળતા અનિમેષ રીતે નિહાળી રહ્યો. પુવૅ દિશામાંથી સુરજ ઉગ્યા પહેલાંના પ્રકાશથી પ્રફુલ્લિત થઇ ગયો.
ક્ષિતિજ જ્યાં જમીન અને આકાશ મળ્યા સુરજ ઉગી રહ્યો ત્યાં, સુરજને આડસ આપી રહેલી સ્ત્રીનું મનોરમ્ય દ્રશ્ય,જાણે સ્વયં પ્રકૃતિદેવીનાં સાક્ષાત હાજરાહજૂર દશૅન થઈ રહ્યા. સ્ત્રીનાં ઘુંટણ સુધીનાં કેશ અને ઓઢણી લહેરાતા પવનની તાલમેલમાં લહેરાઈ રહી છે. તેનાં શરીરની ક્રાંતિમય ઓરાંનાં ચળકાટથી રાજેન્દ્ર તે સોદયૅમૂર્તિ સ્ત્રીના પ્રભાવથી મંત્ર મુગ્ધ થઈ ગયો.રાજેન્દ્રને પોતે અંધ હોવાની અનુભુતી લેશમાત્ર પણ ન રહી, એ તો બસ આ અજવાળી ક્ષણો સાથે જોડાયેલો હતો.
હજૂ પણ તે ઝાડ નીચે જ બેઠેલો હતો. જ્યાં તેને રાત્રે જીવનની શ્રેષ્ઠતમ નિંદ્રા માણી હતી. પેલી સ્ત્રી પણ તેને અનિમેષ વાત્સલ્ય ભાવથી જોઈ રહી. જાણે તેની કથ્થાઈ રંગની આંખોનાં ઊંડાણ હજારો વાર્તાઓ કહી રહ્યા. આ વાતની અનુભૂતિ થતાં રાજેન્દ્ર પોતાની જાતને જરા પણ રોક્યા વગર દોડતો પેલી સ્ત્રી પાસે પહોંચી ગયો.એના પગની નજીક ઘુંટણ ભર બેસી ગયો. આમ કરતાં તેના ઘૂંટણે કાંટાઓ-કપચીઓ વાગતાં ઉહકારો નીકળી ગયો. આ આહ્લાદક અનુભવથી તેની આંખોમાં હષૉઆશ્રુઓની ધારાઓ વહેવા લાગી.
સ્ત્રીએ પોતાનો હાથ પ્રેમથી રાજેન્દ્રના ગાલ પર મૂકતા અને રાજેન્દ્રની આંખોમાંથી વહેતી અશ્રુધારાઓ તેના હાથને પણ પલાળી મુક્યો.રાજેદ્ર તેના વાત્સલ્ય વાળા સ્પર્શથી દૂર થવા માગતો નહોતો. તેના રદયમાં લાગણીઓનું ઘોડાપૂર આવી ગયું. પોતાનું મોં પેલી સ્ત્રીનાં બન્ને હાથોમાં સંતાળી રડવા લાગ્યો..
"કાકી એક વાત પુંછું?
"ભગવાને મને આવી દુઃખી અને પરાધીન જિંદગી કેમ આપી"
આસ્થા"દુનિયામાં હંમેશા હરકોઈ પોતાની અન્યો સાથેની સરખામણીઓ કરતાં દુઃખી જ રહેવાનાં અને પોતાનાં જીવની ભોતીક, માનસિક, અને બીજી ઘણી જરૂરિયાતો માટે સંધાય( બધા ) હંમેશ એકબીજા પર પરાધીન છે અને રહેવાનાં,
મોટેભાગના બધા જ માણસોનું બહારી જીવન અન્યોની સાથે સરખામણીનેં લીધે જ જીવી શકે છે.અને સમાજ પણ પોતાને વ્યવસ્થિત રાખવા આ વસ્તુને પ્રોત્સાહન આપે છે.જો તમારે સુખી થવું હોય તો તમારી આંતરિક જીવનને વ્યવસ્થિત કરતાં રહેવું.
તારાં પોતાની વાત કરીએ તો મને તારા પ્રત્યે પૂરતી સહાનુભૂતિ છે પરંતુ
અન્ય લોકોને આંખો છે તેઓ બહારની દુનિયાનેં જોઈ શકે છે, પરંતુ તને પોતાને આંખો નથી તેથી તું બહારની દુનિયાનેં જોઈ શકતો નથી તો આ અભીગમથી તો તું તારી જાતને હંમેશ અધૂરો જ સમજીશ અને તને તારી જીંદગી હંમેશા દુઃખ ભરેલી જ લાગવાની.
ભલે તું તારી અન્ય ઇન્દ્રિયોનો વધારે ઉપયોગ કરતો હોય. પરંતુ તું તારી આંતરીક જીવનમાં વ્યવસ્થા અને સ્પષ્ટતા નથી મેળવતો.એટલે જ તને પરાધીનતા સતાવે છે.
અત્યારે રાજેન્દ્રને વિશ્વાસ થઈ રહ્યો હતો કે આ કોઈ સપનું નથી. અત્યાર સુધી તેને ચિત્ર-વિચિત્ર ડરાવતા ઘૌઘાટયા સ્વપ્નો જ આવતા હતાં.
ત્યાં જ એક મોટો ધડાકાભેર અવાજ આવ્યો જાણે કોઈ જગ્યાએ માટો બોંબ ધડાકા થતાં હોય આસ્થા અને રાજેન્દ્રએ ધડાકાની દિશામાં જોયું તો પેલા ભુતિયા બંગલામાંથી મોટા મોટા અગન ગોળા ઘરની બહાર ફેંકાઈ રહ્યા હતા. બન્ને લોકો તે બાજુએ ધ્યાનથી જોતા તે અગનગોળાઓ એક એક કરીને આસ્થા અને રાજેન્દ્રની વધારેને વધારે નજીક આવી રહ્યા હતા.
આસ્થાએ રાજેન્દ્રને કીધું "હાલ જુવાનીયા તને તારા ગામમાં મેલી દઉં."
આટલું બોલતાં નજીકમાં એક ઘોડાગાડી પ્રગટ થઈ, આસ્થાએ રાજેન્દ્રનો હાથ પકડી ઘોડાગાડીમાં બેસાડ્યો તે પણ સાથે બેઠી.
રાજેન્દ્રએ આસ્થાની આંખોમાં વાત્સલ્ય જોતા પ્રશ્ન કર્યો
"કોણ છો તમે ?
મારૂં મન કહે છે કે તમે મારી જિંદગીમાં આશિર્વાદ બનીને આવ્યા છો. મારે તમને ક્યાંય જવા નથી દેવા.તમારે જ મારૂં જીવન બદલવાનું છે.આ માટે હું કોઈપણ ભોગ આપીશ.
સ્ત્રી" મારૂ નામ આસ્થા છે,
રહી વાત ભોગ આપવાની તો મેં કદાચ તારા માટે જ અને તરા લીધે જ આ દુનિયામાં રોકાયેલી આસ્થા છું.
દિકરા રહી વાત જીવન બદલવાની તો,આ માત્ર બદલાવની શરૂઆત છે.
જો તારી આસ્થા સંપૂર્ણ અને સમૅપિત હશે તો ભલે જીવનના રસ્તાઓ તમારી મરજી પ્રમાણે આરામદાયક અને સરળ નાં હોય. પણ મંજિલ તો તારી ધારણાઓ કરતાં પણ વધારે ભવ્ય અને વધારે સમૃદ્ધ હોવાની જ."
આટલું સાંભળતાં જ રાજેન્દ્રએ પોતાનું માથું આસ્થાના ખોળામાં મૂકી દીધું. આસ્થાએ કપાળમાં હાથ ફેરવતાં તેની આંખો બંધ થઈ ગઈ.
રાજેન્દ્ર જાગ્યો તે શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા હોસ્પિટલ ચોકમાં પડ્યો હતો. આજુબાજુ લોકોના અવાજ સંભળાતા હતા. પરંતુ અત્યારે એ જ આંખોનું અંધારું તેને વિટળાયેલુ હતું, એટલે કે પહેલાની જેમ કંઇ જોઇ શકતો ન હતો. તે ગભરાઈ ગયો તેને કોઈને રીક્વેસ્ટ કરી અને રિક્ષા બોલાવી બેસી ગયો.
રાજેન્દ્ર "પોપટ પરા મકાન નું નામ 'મંગલ ધામ'શ્રીનગર સોસાયટી" તેનાથી આટલું જ બોલાયું
રસ્તામાં તે સતત રાતનો, પ્રસંગ યાદ કરતો અને પોતાનાં કપડાંને સ્પૅશીને જોતા ગોઠણ માં જ્યાં કાટાઓ- કપચા વાગ્યાતા, ગુંડાઓ સાથે મારામારીમાં જે કપડાં ફાટ્યા હતા તે ફાટેલા જ હતાં પણ ગોઠણના ઉઝરડાં કે દુખાવો અને જખમો બધા જ ગાયબ હતાં.
મમ્મી "બેટા ક્યાં હતો તું આખો દિવસને આખી રાત અમને તો બહુ ચિંતા કરાવી મુકી. એક નેત્રહીન યુવાનની માં-બાપની ચિંતા તું કેમ સમજી નથી શકતો. અમે તારી ચિંતામાં અધમૂઆ થઈ ગયા."
રાજેન્દ્ર "મમ્મી પેલા બાબાને જમાડયા પછી રીવરફ્રન્ટ પર ગયો હતો ત્યાં બે લુખ્ખાઓ મને ઉપાડી ગયા હતા. પરંતુ એક કાકીએ મને બચાવ્યો. મેં આજે પ્રકૃતીની સુંદરતા પહેલીવાર મારી સગી આંખે જોઈ. એમ કહીને તેણે પોતાની આખી આપવીતી જણાવી દીધી.
મમ્મી "અરે ભગવાન તું રિવરફ્રન્ટ પર શું કામ ગાયો હતો. મુકતાબેન નો છોકરો કહેતો હતો કે ત્યાં તો આખાં ગામની કળતરો હોય છે"

મમ્મીઓ માટે દીકરાની બધી જ વાતો પથ્થર પર લકીરની જેમ સાચી જ હોય, અને પપ્પાઓ માટે પાણી પરની લકીરની જેમ કપોળ બકવાશ જ હોવાની

પપ્પા " તારી વાત મને ગળે ઉતરતી નથી કેટલી વાર કહ્યું છે. તું આવા બાવા-સાધુઓને જમાડવાનું છોડી દે તે મેલીવિદ્યા વાળા હોય છે તેણે જ તારા ઉપર મેલું કર્યું હશે સુધા આની નજર ઉતારી દે જોઈ પછી આપણે શહેરના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ પટેલ સાહેબ પાસે જઈએ.
રાજેન્દ્ર " ના પપ્પા હું જે કહું છું એ બધું જ સાચું છે. તમે મારો ભરોસો કેમ નથી કરતા".
પટેલ સાહેબ રાજેન્દ્રને કહે છે" હા બેટા, તે મને પૂરી વાત જણાવી તે મુજબ તો હોટેલમાંથી બહાર નીકળ્યો.ત્યારે કોઈ જુવાનિયા સાથે અથડાયો અને તે તારાં પર ગુસ્સે થયો પછી તું રિવરફ્રન્ટ પર ગયો ત્યાં તને ગુંડાઓ ઉપાડી ગયા એમ ને "
રાજેન્દ્ર" હા સાહેબ ત્યાં મારા ફોનની રિંગ વાગી પણ તે મારી રીંગટોન નહોતી.મેં ફોન ઉપાડ્યો ત્યારે ગુંડાઓએ મારા માથામાં કંઈક મારી બેહોશ કરીને મને ઉપાડી ગયા. ઓલા કાકીએ જ્યારે મને જગાડયો તેની પહેલા મેં તંદ્રામાં જ હતો કેમકે ગુંડાઓએ મને બહુ જ માર્યો હતો.તેઓ એ મારા જખ્મો અને ઉઝરડાં પણ મટાડી દીધાં હશે.
પટેલ સાહેબ" મતલબ કે તને પેલી સ્ત્રી દેખાણી એ પહેલા તું સૂતો હતો."
રાજેન્દ્રનાં પપ્પા "સાહેબ જુઓને મારા છોકરાને શું થયું છે? તે કેવી બક્વાસ કહી રહ્યો છે.
આઓ આપણે બહાર એકલા વાત કરીએ.
પહેલાના ડોક્ટરો અને દર્દીઓ બેદરકાર હતાં તેઓ મોટી બીમારીઓને પણ સામાન્ય કહી દિલાસો આપતા હતા. સમય બદલાતા અત્યારના દર્દીઓ અને ડોક્ટર નાની તકલીફને પણ ગંભીર બનાવી દેતા હોય છે.જેમકે બિનજરૂરી દવાઓ માંગવી અને વધારે પડતી દવાઓ પ્રિસક્રાઈબ કરવાની ફેશન છે.

જોઈએ રાજેન્દ્ર ના કેસમાં શું થાય છે?
આસ્થા અને અપહરણ રાજેન્દ્ર નું સપનું હતું કે સાચી ધટના ?
આસ્થા નામની સ્ત્રી નો કોઇ અસ્તિત્વ છે કે નથી?
રાજેન્દ્ર નાં જીવનમાં આસ્થા નાં કહ્યાં મુજબ શું બદલાવ આવશે ?
શું તે ફરી સગી આંખે દુનિયા જોઈ શકશે ?

બધું જ આવતા અંકોમાં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED