Adhuri Astha - 2 books and stories free download online pdf in Gujarati

અધુરી આસ્થા - ૨

શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ્યાં શહેરની સિમાડે એક મોટો હવેલી જેવો બંગલો આવેલો છે.તેને અડીને જ પાછળના ભાગમાં જંગલ છે, બંગલાની આગળ સાઈડે સ્મશાન છે. ઉપરાંત બંગલાની જમણી-ડાબી બંને સાઇડ અલગ અલગ ધર્મોના કબ્રસ્તાનો છે.
રાતના એક વાગ્યે બંગલાની સામે એક ઔડી કાર આવીને ઊભી રહી અંદરથી એક્સ્ટ્રા મેરીટલ અફેરને લીધે છૂપાઈને મળતા માનવ અને મેરી નામના યુવક-યુવતી બહાર આવી અને બંગલાના તરફ ચાલવા માંડે છે.મેરી કહે છે "આવી ડરામણી જગ્યાએ કેમ લાવ્યો"
માનવ "આવી ડરામણી જગ્યાનો અલગ જ સ્વેગ છે. જાનેમન, અહીંનો ચોકીદાર માત્ર 500 રૂપિયામાં જ માંની ગયો તેણે હોલની સાફ-સફાઈ પણ કરી રાખી છે. આપણને અહીં કોઈ ડિસ્ટર્બ નહીં કરે.આમેય હું બંધ પાર્ટીશન વાળી રેસ્ટોરન્ટની મુલાકાતોથી કંટાળી ગયો છું."
મેરી "કોઈ આવતા જતા જોઈ જશે તો"
માનવ" અરે કોઈને શંકા નહીં પડે. આ બંગલાની આસપાસ ૨-૫ કિમીના અંતરે કોઈ ફરકતું નથી હાં હાં હાં
આ બાજુ તે ઓની પાછળ બંધ કારના દરવાજાઓ એની મેળે બંધ-ખુલવા માંડે છે અને તેના કાચ પણ ઉપર-નીચે થવા માંડે છે. પરંતુ તેઓ ચૌકીનેં પાછળ જુએ છે.ત્યારે સુનસાન સન્નાટો જ હોય છે.મેરી "તે કંઈ સાંભળ્યું"
માનવ"ના રે ના તને તારા પતિનાં ભણકારા ડરાવે છે.મેરી "જાને હવે લુચ્ચા"
આ બાજુ તેઓ દરવાજાનાં તાળાંનેં હાથ લગાડે છે.ત્યાંજ નજીક નાં કબ્રસ્તાનમાંથી ચીબરી અને ઘુવડ અને બાજુંનાં જંગલમાંથી શિયાળના રોવાના અવાજોથી વાતાવરણ એકદમ ભયાનક બની જાય છે. તે સાથે જ મેરી "આ જગ્યા બરાબર નથી માનવ પ્લીઝ ચાલ જતાં રહીએ."
માનવ"એમ થોડા જતા રહેશું જાનેમન આ બધા તો આપણા મિલનની ખુશીમાં કિલકારીઓ કરી રહ્યા છે."
બંગલાની અંદર મોટા હોલમાં મસ્ત મોટા બેડ જેવો સોફો હોય છે. સોફાની સામે એક પેઇન્ટિંગ છે જેમાં એક યુવતીનાં ચિત્રની બંને બાજુએ હાથમા ભાલા લીધેલા રોમન સૈનિકોના બે એન્ટીક પુતળાઓ પડ્યા છે. જાણે યુવતીનો રક્ષણ કરવા માટે હોય
આ મોટો સોફો જોઈને માનવ કહે છે કે " છેલ્લા એક મહિનાથી ભૂખ્યો છું મેડમ‌ આજે આજ મારૂ ડાઈનીંગ ટેબલ અને તું મારી ડીનર ડીશ છો,ચલ પહેલાં સુપ થઈ જાય"
એમ કહીને માનવ મેરી ને બંને મજબૂત હાથોમાં ઉપાડી લઈ પોતાના હોઠ મેરીના હોઠનેં ચીપકાવી દે છે.એ સાથે માનવની છ ફુટની કાયાને મેરી નાના બાળકની જેમ વળગી પડે છે. પોતાના હાથ માનવની ગરદનને અને પગ માનવની કમરને વિંટાળી લે છે.આ રીતે ઘણી મિનિટો સુધી બન્નેની કીસ ચાલે છે.
શક્તિશાળી માનવે એજ અવસ્થામાં આગળ વધી મેરીના હુંફાળા અને મુલાયમ શરીરને સહેલાઈથી સોફા ઉપર સુવડાવી દીધી અને બન્ને કામનાં આવેગમાં એકબીજાંને માત્ર અંડરવેરમાં લાવી બન્ને એકબીજાના સુંવાળા અંગોને મદૅન અને ચુંબનોથી નવરાવી રહ્યા.
મેરી નિચે અને માનવ તેની ઉપર બંન્ને રતિક્રીડામાં મગ્ન છે. મેરીના બંને પગ હવામાં અધ્ધરર હોય છે ત્યારે જ તેના પગમાં કોઈક હોઈ કરતાં માટી ધારદાર વસ્તુ આવીને ઘુસી જવાથી તે ચીસ પાડી જાય છે."માનવ માનવ મારા‌ પગ"અને રડવા લાગે છે.
આ સાથે જ માનવ ગભરાઈ જાય છે. મેરી શું થયું મેરી
માનવ તેને પંપાળી ને સાથે લાવેલી પાણીની બોટલથી મેરીને ચહેરા પર પાણી છાંટે છે. અને તરત સોફા પરથી નીચે ઉતરી તેનાં પગ પાસે બેસી જાય છે.
આ દરમિયાન અચાનક માનવને લાગે છે કે તેનો શ્ર્વાસ રૂંધાઇ રહ્યો છે. તેની આંખોના ડોળા બહાર નીકળી રહ્યા છે જાણે તે હવામાં અધ્ધર લટકી ગયો નાં હોય તેના પગ હવામાં વિંઝાય રહ્યા છે પણ તેના પગને જમીન નથી મળતી.
મેરીની ચીસ સંભળાઈ છે "માનવ માનવ મારાં હાથ"

આ બધું રહસ્ય જાણવા માટે વાંચતા રહો આગળના ભાગ ટૂંકમાં સમયમાં જ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED