બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
પણ સારી સારી વાતૉઓ અને રચનાઓ ઘણી બધી છે. પણ સમય જતાં તમને બોરીંગ લાગવા માંડે છે ખરું ને?
સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.તમારી મનગમતી જાગૃતિનાં અભાવ જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.
અધુરી આસ્થા - ૧૮
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે માનવએ રઘુ પર કરેલાં હુમલામાં એક સ્ત્રી દ્વારા રઘુનો બચાવ થયો.એન્ટીકોની ચોરી કરી ભાગતા રઘુની માનવ સાથે સ્મશાનમાં લડાઈ. પકીયા અને મેરી ચુડેલનાં સંઘર્ષમાં મેંરીનો અંત થઈ ગયો.
હવે આગળ
યુવતીનાં પેઈન્ટિંગનો નાશ થતા મેથીનું શરીર પણ સળગીને બળી હવામાં ઉડી ગયું. હવે પકીયો ડરમાંથી બહાર આવીને પોતાનાં હોશમાં આવ્યો તે પણ રઘુ વિશે એવી જ ચિંતા અને એવો જ વિચાર કરી રહ્યો હતો. આમ પકીયો રઘુની શોધખોળમાં લાગી ગયો.
આ બાજુ મેરીનાં બળી ગયેલા શરીરમાંથી સફેદ પ્રકાશનો પુંજ બહાર નીકળી ધીમે ધીમે આકાશમાં સફર કરવા માંડ્યો. આ પ્રકાશ પુંજ સ્મશાનનાં આકાશ ઉપર આવીને આંટા મારવાં માંડ્યો. આ બાજુ બંગલા માંથી આવેલા કાળા-જાંબલી રંગના પ્રકાશની શક્તિનાં ચમત્કારથી માનવનાં ચુથાઈ-છુંદાઈ ગયેલાં શરીરનું સમારકામ પૂરું થઈ જવા આવ્યું હતું. એકાદ મિનિટમાં જ માનવનું શૈતાની શરીર ફરીથી જેવું હતું એવું થઇ ગયું. માનવ હવે ફરીથી લડવા માટે તૈયાર હતો. માનવ જેવો ઊભો થયો તેની સામે તે પ્રકાશપુંજ મેરીની ઓરાંના સ્વરૂપમાં આવી ગયો મેરી તેના સામે બહુ પ્રેમથી જોઈ રહી હતી મેરીનુ રૂપ ખુબજ નિર્મળ-પવિત્ર લાગતું હતું ,તેના સ્મિતમાં એકદમ નિસ્કપટતા-સાંત્વના હતી.મેરીના ઓરાંએ માનવના ગાલે પર હાથ મૂકતાં માનવ રડવા લાગ્યો તેની આંખોમાં કરૂણતા ઉભરાઈને બહાર છલકાઈ આવી.
મેરી"માનવ છોડી દે ગાડીનો અને બીજી બધી વસ્તુઓનો મોહ આપણા માટે તો આખું સુયૅમંડળ પડ્યું છે."
માનવ "મેરી તું મને છોડીને જાય છે, આપણે તો બંગલામાં ઐશો- આરામ કરવાનાં છે."
મેરી"તું સમજતો કેમ નથી આપણું શરીરતો ક્યારનુંય મરી ગયું છે."
માનવ"હવે એ બક્વાસ તો બધી ખબર જ છે. સરજી નો આપણે કેટલો બધો આશરો છે. તું ભુલે છે બહારની દુનિયામાં કેટલીય બધી હૈરાનગતીઓ, બદનામીઓ અને બીજી મજબુરીઓથી ભરેલી હતી.
મેરી"આપણે કોઈ ભૌતિક શરીરની મજબૂરીઓતો હતી જ નહીં આતો અધુરી હવસની મજબુરીઓને લીધે જ આ બંગલા અને સરજીની માયાજાળમાં ફસાયેલા છિએ. મારી વાત માન તું પણ શરીરનો મોહ છોડી દે.હું જેમ મુક્ત થઈ તેમ તું પણ થઈ જા.
માનવ"તું તો બદલાઈ ગઈ મેરી યાદ કર હું તારા માટે જ આ બંગલામાં આવ્યો હતો.હવે તું મને એકલો છોડી ને જઈ રહી છે"
મેરી"તું મારા માટે કે હું તારા માટે આ બંગલામાં નોહતા આવ્યા આપણે પોતાની હવસનાં લીધે જ ભેગાં હતાં અને અહીં આવ્યા હતા. આપણી હવસથી જ્યાં સુધી મુક્ત ન થઈએ ત્યાં સુધી આ માયામાં જ ફસાયેલા રહેવાનાં."
માનવ"જો બહારની દુનિયામાં ઘણા ઘોસ્ટ હન્ટરો અને તાંત્રિકો છે. તેઓ પોતાના સારાં ખરાબ કામો કરાવવા હંમેશા આપણાં જેવાંને કેદ કરીને ગુલામ બનાવવા તૈયાર જ હોય છે. હું પણ ભુતોની દુનિયા વિશે જાણું છું
મેરી "રહેવા માટે બહાર આખું સુયૅમંડળ પડ્યું છે.અને તું તાંત્રિકોથી ડરે છે"
માનવ"મેરી તું મને છોડીને નાં જા, પ્લીઝ"
મેરી"હજી પણ હું તારામાં જ ફસાયેલી છું એટલે તને લેવા આવી.તું મારા સાથે નહીં ચાલે તો પણ બહારની દુનિયામાં હું તારી મુક્તિનાં પ્રયત્નો તો કરતી જ રહીશ."
મેરીની ઓરાં ફરીથી માનવનાં ચેહરા પર હાથ ફેરવી મધુર સ્મિત સાથે હવામાં પ્રકાશિત પુંજ બની ઉડી જાય છે.
આ ઘટનાંથી માનવ સમજી જાય છે કે આ બધી જ પરીસ્થીતીઓનો જવાબદાર રધુ જ છે તેણે ખુન્નસથી જમીન પર મુક્કાઓ માયૉ.આ મુક્કાઓને લીધે જમીન પર પડેલાં ચિતાનાં લાકડાંઓ અણીદાર આકારમાં તુટી ગયાં. માનવે આ બધા જ લાકડા ઉઠાવ્યા.બીજી બાજુએ પકીયો રઘુને શોધતો શોધતો સ્મશાનમાં આવી ગયો હતો.
રઘુ ઓડી કારને રીપેર કરવાનાં પ્રયત્નો કરી રહ્યો હતો.માનવ લપાતો લપાતો દબાતા પગલે રઘુની પાછળ આવી રહ્યો હતો.પકીયો આ બધો નજારો જોઇ રહ્યો હતો.તેણે પુરી તાકાત લગાવી ને રઘુ પાસે જવા દોટ મૂકીને મોટા મોટા અવાજે રાડો પાડી રહ્યો હતો.
પકીયો રઘુભાઈ રઘુભાઈ હટ જાવ હટ જાવ
વિરામ
શું આસ્થાનું મળવું રાજેન્દ્રનું સપનું હતું કે સાચી ધટના ?આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે?
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? માનવ અને મેરીના ગોડફાધર સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાને ગજવી નાખતી ચિસો શું પકીયાની હતી? પકીયો અને રઘુતો બચી ગયા પણ આગળ તેઓનું શું અંજામ થયો ?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.