અધુરી આસ્થા - 3 PUNIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

અધુરી આસ્થા - 3

આગળના ભાગમાં તમે વાંચ્યું કે એક કપલ શહેરબહાર આવેલા બંગલામાં એકાંત માણવા જાય છે. યુવતીનાં પગમાં કોઈ વસ્તુ વાગતા યુવાન તેનાં પગ પાસે બેસે છે. હવે આગળ
અધુરી આસ્થા-૩
અચાનક માનવનો શ્ર્વાસ રૂંધાવા લાગે છે.તેની આંખોના ડોળા બહાર નીકળી જાય છે તેના પગ હવામાં વિંઝાય રહ્યા છે.પણ તેના પગને જમીન નથી મળતી.જાણે તે હવામાં અધ્ધર લટકી ગયો હોય
મેરીની ચીસ સંભળાઈ છે "માનવ માનવ મારાં હાથ"
હોલનું દ્રશ્ય બહુ જ ડરામણું થઈ ગયું છે. મેરી સોફા પર ઊભી છે અને તેણે માત્ર એક હાથ વડે વજનદાર માનવને ગરદન વડે હવામાં લટકાવી રાખ્યો છે.જાણે મેરીના અંગો તેના કાબુમાં નથી.માનવ જેવો શક્તિશાળી માણસ પોતાને મેરીના પંજામાંથી છોડાવા મરણીયો થયો છે.
માનવ પોતાનું મૌત ભાળી ગયો હોય તેમ આજીજી કરી રહ્યો છે"મેરી મેરી તું આ શું કરી રહી છે. હું તારો પ્રેમી તારો ગુલામ છું પ્લીઝ મને છોડી દે તને જીસસ ના સમ"
મેરી પણ રડતાં રડતાં બોલી" ઓ માય લવ હું તને સપનામાં પણ નુકસાન પહોંચાડી શકું નહીં.મને ખબર નથી આ શું થઈ રહ્યું છે. મારો હાથ મારા કાબૂમાં નથી, ઓ જીસસ પ્લીઝ હેલ્પ માનવ માનવ માય લવ"
મેરી પોતાના બીજા હાથ વડે પહેલા હાથની પકડ ઢીલી કરી માનવને છોડાવા માગે છે. પરંતુ આ શું તેના બીજા હાથનો આકાર મોટો થઈ ગયો છે. તેની મુલાયમ હથેળી અને આંગળીઓ જંગલી જાનવરનાં હાથ જેવી મજબૂત અને તેના પર મોટા રાક્ષસી નખ આવી ગયા છે.
તેનો બીજો હાથ તો પહેલા હાથ કરતા પણ વધારે ક્રૂરતાથી માનવ પર તૂટી પડ્યો તે માનવની છાતી સોંસરવા જીવલેણ જખ્મો આપી છાતી અને સિકસ-પેક વાળ પેટના માંસના લોચે લોચા કાઢી રહ્યો હતો તેમાંથી લોહી ટપકી રહ્યું છે.
મેરી અથાગ પ્રયત્નૌ કરી રહી હતી પરંતુ તેના હાથ જાણે અત્યારે તેના પોતાના નહોતા તેની બુદ્ધિતો ચાલતી હતી પરંતુ તેની બુદ્ધિ પ્રમાણે તેના હાથ-પગ નહોતા ચાલતા. તેની આંખોમાંથી મોટા બોર બોર જેવા આંસુઓ અને તેની ચીસો સમી રહી નહોતી તેનું કાળજું જાણે હમણાં જ ફાટી જશે. આ સાથે જ મેરી બેભાન થઈ ગઈ.
મેરી બેભાન થતા બંન્ને લોકો નીચે પડી ગયા જ્યાં માનવના શરીરના માંસના લોચા અને લોહીની ચાદર પથરાઇ ગઇ હતી. તેમ છતાં ખુની હાથોની હેવાનિયત ચાલુ જ હતી તે સતત માનવના ધડને ચુથી રહ્યા હતા.
માનવ સતત મેરીને આજીજી કરી રહ્યો હતો એ મેરી મને છોડી દે પ્લીઝ મને છોડ આમ કરતાં કરતાં માનવનું દર્દનાક મૌત થઈ ગયું.
આ બાજું પેલા ચીત્ર પાસેનાં રોમન સૈનિકોનાં પુતળાઓનાં હાથોમાં રહેલાં ભાલાઓમાથી એક ગાયબ હોય છે.જે શરૂઆતમાં મેરીના પગમાં લાગેલી વસ્તુ તે આ ભાલો જ હતી.
મેરી તો બેભાન હતી તે એકાદ કલાકે ભાનમાં આવી ત્યારે રાત્રીના ત્રણ વાગવામા ૧૦-૧૫ મિનિટ બાકી હતી.તે માનવની ડેડ બોડીની નજીક પૌક મુકીને રડવા લાગી.
જ્યારે તેનાં આંસુઓ ખાલી થતાં પોતાના પતિ અને સંતાન નાં વિચારોમાં સરકી પડી
માનવ અને મેરી કોલેજ ટાઈમનાં પ્રેમીઓ હતા તે કોઈ દી કોલેજીયન મેરીથી આગળ વધી ના શકી,જો તેં એક પત્ની અને એક માતા તરીકે પોતાને સેટ કરી હોત તો આ ખુની બંગલાની માયાજાળમાં ફસાઈ નાં હોત.
માણસો નેરો માઈન્ડ કરતાં નેરો(નાની) આઇડેન્ટીટીનાં લીધે દુઃખી થાય છે.
બંગલાની જુનવાણી ઘડિયાળમાં ત્રણના ટકોરાએ તેની વિચારમાળા તોડી. " ઓ માય ગોડ ઈટ ૩ એ એમ અ "વિચીગ અવર" ગૌડ પ્લીઝ સેવ મી" એમ કરીને બંગલાના બહારના દરવાજા તરફ દોટ મૂકી.આ સાથે જ મેરી હવામાં અધ્ધર થઈ અને પેઇન્ટિંગની બાજુના બીજા સૈનિકનો હાથનો ભાલો કોઈ અદ્રશ્ય શક્તિ દ્વારા હવામાં ફેંકાઈ નેં મેરીના કપાળની આરપાર નીકળી ગયો. અને મેરીનો જીવ તેનું શરીર જમીનને અડતાં પહેલા જ છોડી ગયો.
મેરીનાં કપાળમાંથી નિકળતા લોહીના ખાબોચિયામાં પેઇન્ટિંગની છાયાં દેખાઈ રહી છે તેમાં કંઇક સળવળાટ થયો અને હોલમાં અંધકાર અને ફરી પાછો ખુની સન્નાટો ફેલાઈ ગયો.
વધુઆગળના ભાગમાં તમે વાંચ્યું કે એક કપલ શહેરબહાર આવેલા બંગલામાં એકાંત માણવા જાય છે. યુવતીનાં પગમાં કોઈ વસ્તુ વાગતા યુવાન તેનાં પગ પાસે બેસે છે. હવે આગળ

વધુ આવતા અંકે