દિલ કહે છે - 12 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

દિલ કહે છે - 12

"વિશાલ આ કાહાની મારા જ કોઈ યતીત સાથે જોડાયેલી હોય તો તમે શું કરો???? "

"જયારે તને મારી કોઈ વાતથી ફરક નથી પડતો તો મને શું કામ પડે.....!!!! ઈશા તું મારા પર એટલો તો ભરોસો કરી શકે છે કે હું તે વિશ્વાસને લાઈક બની શકું."

" વિશાલ, વાત વિશ્વાસની નથી. જો મને તમારા પર વિશ્વાસ ન હોત તો હું તમારી સાથે લગ્ન કયારે પણ ન કરત. મે જે પણ તમને કાહાની બતાવી તે મારી મમ્મીની હતી. તે હાલ આ દુનિયામાં નથી. બસ આ વાતનું મને દુઃખ લાગે છે કે જે માં મને બચાવવા આટલું સાહસ કરી શકી હોય તે માં માટે હું કંઈ નથી કરી શકતી. વિશાલ મારે જાણવું છે કે તે કોણ હતા જેને મારા પુરા પરિવારને તબ્હા કરી દીધા."

" ઈશા હું તને રોકી તો ના શકું, પણ, તું જે વિચારે છે તે ખોટું છે. બદલાની આગમાં કોનું ભલું થયું તે તારુ થાય. ભુલી જા તે લોકોને જેને તારા પરિવાર સાથે ખોટું કર્યું. ઉપરવળો બેઠો છે તેનો હિસાબ લેવા માટે." વિશાલની વાત સાચી છે એ હું પણ માનું છું પણ આટલી જલ્દી હું કેવી રીતે ભુલી શકું તેમને. મારુ મન હજુ પણ વિચારોમાં જ ધુમતું હતું.

"વિશાલ, હું કાલથી હોસ્પિટલ જોઇન કરવા માગું છું. જો મારુ મન તેમા બીજી રહશે તો આ વાત જલદી ભુલાઇ જશે "

"હા, કેમ નહીં તને જે સારુ લાગે તે કર "

આમ તો મારે કોઈના જવાબની રાહ જોવાની નથી રહેતી કેમકે અહીં હું પોતાની મરજીની માલિક હતી. મે જોબ શરૂ કરી દીધી ને ધીમે ધીમે બધું જ વિચરાવા લાગયું હતું. સમય તેની કેડીએ ભાગતો હતો ને અમે અમારા રસ્તે. બધું બદલાવવા લાગયું હતું. વિશાલ પણ પોતાના કામમાં વ્યસ્ત થતો જતો ને હું મારા કામમાં. ક્યારેક સમય મળતો તો દરીયા કિનારે બેસી કલાકો વાતો કરી લેતા ને થોડીક મોજ મસ્તી પણ થતી. હું ખુશ હતી વિશાલ સાથે, તેના પરીવાર સાથે. પણ કંઈક ખૂટતું હતું જીવનમાં હજુ.

એક દિવસ અમે એમ જ દરીયા કિનારે બેઠા હતા ને મારા મોઠામાંથી નિકળી ગયું કે 'વિશાલ તને એવું નથી લાગતું કે, આપણે હવે જીવનમાં થોડું આગળ વધવું જોઈએ' મારુ આટલું કહેતા જ તેનો ચહેરાની જાણે રેખા જ બદલી ગઈ. આ્ઈથિગ મારે તેને એવું ના કેહવું જોઈએ હજુ તો સમય બેબી પ્લાનનો કયા હતો. હજું તો મેરેેજના છ મહિના થયા હતા. હજૂ તો હનિમુન પણ બાકી હતું. ને આટલું જલદી બેબી.આ બધા વિચાર મને પછી આવ્યા જયારે મે તેમને કહી દીધું.

" સોરી, આ તો મમ્મી રોજ કહે એટલે દિમાગમાં રહી ગયું. બાકી મને કોઈ જલદી નથી. હજુ તો તારી સાથે ફરવાનું બાકી છે . તો બતાવ તું મને કયારે ફરવા લઇ જવાનો છો.

"તું કહે ત્યારે"

" હંમેશા જ તું મારી રાહ જોઈને બેસ, કયારે પોતાના પણ મનનું કરતો હોત તો. "

" તો શું કોઈ બીજાની રાહ જોવૂં. જો તું કહે તો... "

" વિચારતો પણ નહીં હો...... "

" ખરેખર તને સમજી થોડી અધરી છે"

"સમજવા માટે દિલ જોઈએ. જે તમારી લોકો પાસે ના હોય"

" એવું કોણે કીધું તને.... "

"મારા મને...... "અમારી નોક જોક શરૂ થઈ ગઈ હતી. વાતો કયાં સુધી પુરી જ ન થઈ ને સાજનો સુરજ પણ ઠળવા લાગયો હતો. હજું અમારુ ફરવા જવાનું સ્થળ નક્કી નહોતું થયું. ઘરે જતા જ આ વાત મમ્મી પપ્પા સામે મુકી તો તેને અમને ઓસ્ટ્રેલિયા જવાનું કહયું ને અમે તૈયાર થઇ ગયા. ઓસ્ટ્રેલિયામાં વિશાલના ફુઈ રહે છે તો પહેલા અમારે તેના ઘરે જ જવાનું હતું ને ત્યાંથી પછી ફરવા.

અમારુ પેકિંગ શરૂ થઈ ગયું હતું. મને આમ તો બાળપણનથી જ ઓસ્ટ્રેલિયા જવાનું સપનું હતું જે વિશાલના કારણે પુરુ થશે. હું થોડી વધારે જ ગુડ લક છું. જેને વિશાલ મળ્યો. હા તે શરુયાતમાં થોડો અખડું ટાઈપનો હતો. પણ હવે તે બિલકુલ તેવો નહોતો રહયો. તે મારા કારણે ઘણો બદલ્યો હતો ને હું એમ જ હજું ત્યાંની ત્યાં જ છું. આમ તો મારે પણ થોડું બદલવું જોઈએ હવે. પણ વિશાલ ને હું આવી જ પસંદ છું. તે મને બદલવા થોડો દેઈ. મને નહોતી ખબર કે આટલા મોટા તુફાન પછી પણ હું જેવી હતી તેવી થઈ શકી પણ આ બધું વિશાલના કારણે જ બન્યું. થેન્કયું વિશાલ મારી જિંદગીમા આવવા બદલ. હું મનમાં જ વિચારી હસતી હતી ત્યાં જ વિશાલ મારી પાસે આવી મને ગળે લગાવી બોલ્યો" આ્ઈ લવ યુ બેબી."

"અરે, આટલો પ્રેમ કયાથી ઉભરાઈ છે" તે મારી આખોમાં નજર નાખી મને એમ જ જોતો રહયો ને હું તેને.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

ઈશાએ પોતાના પાસને તેની જિંદગીમાંથી કાઠી નાખ્યું પણ શું આ ખુશી તેની જિંદગીમાં હંમેશા બરકરાર રહી શકશે. શું તેઆમ જ હસતી રહશે કે હજુ પણ કોઈ તોફાન તેની ખુશી ને ખતમ કરી દેશે તે જાણવા વાચંતા રહો દિલ કહે છે.... (ક્રમશ:)