"ઈશા, હું તને કેટલા દિવસથી જોવ છું તું જયારથી પણ રુચિકેશથી આવી છે ત્યારથી જ એકદમ બદલી ગ્ઈ હોય તેવું. જે પણ વાત હોય તે મને ખુલીને કહી દે ...... મારે પહેલાંની ઈશા જોઈએ જે હંમેશા જ હસ્તી હોય છે."
" વિશાલ, સમયની સાથે બધું જ બદલી જાય છે. હવે હું તે ઈશા નથી રહી જે ખાલી એકલા વિશે વિચારતી હતી. હવે મારે તમારા વિશે પણ વિચારવું પડે. ને રહી વાત મારી હસીની તો તે સાયદ કહી ખોવાઈ ગઈ હતી જે ફરી આવતા થોડોક સમય લાગી શકે."
"ઈશા, આ્ઈ રિયલી લવ યુ. હું તને આવી રીતે નથી જોઈ શકતો. જો તને મારી કોઈ વાતથી પ્રોબ્લેમ હોય તો કહી દે. હું તારા માટે બધી જ રીતે બદલવા તૈયાર છું."
"એવું કંઈ હોત તો હું તને પહેલાં જ કહી દેત. પણ, એવું કંઈ નથી વિશાલ. જો એવું કંઈ હોય તો હું તારાથી થોડી કંઈ ચુપાવું. આ તો બસ થોડાક થકાનના કારણે એવું લાગે છે."
" પાકુ ને તું મારાથી કંઈ નથી ચુપાવતી...??????"
" હા બાબા પાકું.... " સોરી વિશાલ મારે આ વાત
ચુપાવવી પડી. પણ હું શું કરુ હું મજબુર છું. મે તેને ખોટું તો કહી દીધું પણ જો હું મારા પરીવતૅનને નહીં બદલું તો તેને સમજતા વાર નહીં લાગે.
વિશાલના જતા જ ફરી મારા વિચારો શરૂ થઈ ગયાં. મન પર હજું ભાર લાગતો હતો. એમ થતું કે જેણે મારી જિંદગી તબાહ કરી દીધી તેને તેની સજા આપી આવું. પણ હવે શું મતલબ હતો તેનો. બધું ખતમ થઈ ગયું હતું. હવે બદલો લેવાથી પણ શું હાસિલ થશે. બદલાની આગમાં કયાક હું મારા પરિવારને ખોઈ ના દું. હજું તો જિંદગીની શરૂઆત થઇ છે.તેને આમ બદલાની આગમાં બાળી દેઈ તો પછી મારુ ખુશાલ જીવન હું કેવી રીતે જીવી શકી. હું હવે વધારે રડી નથી શકતી. જે થયું તે કાલ હતું ને મારી ખુશી મારુ આજ છે. મે મેમને વચન આપેલું છે કે હું તે ફરી યાદ કરીને કયારે પણ નહીં રડું, મતલબ હું નહીં જ રડું. ના મારા વિચારો રુકતા હતા ના મારા આશું. હું બસ વિચારે જ જતી હતી ને ત્યાં જ ફોનની રીંગ વાગી
"ખબર જ હતી ઈશા મને કે તું અત્યારે રડતી જ હશો. જો તું આમ જ રડતી બેસી રહીશ તો કેવી રીતે ચાલશે....!!!!
" વિશાલ, મને લાગે છે તમારા કાનમાં ભણકારા ગુજતા હોય તેવું. બાકી હું કોઇ એટલી બેહકુફ નથી કે આખો દિવસ રડી મારી આખો ખરાબ કરુ "
" ઈશા હું પણ ક્ઈ બેહકુફ નથી જો તારી રડતી આખો ના જોઈ શકું"
" ઓ..... તો તમે મને કેમેરાથી નજરમાં કેદ રાખી છે...??? "
" આમ તો તને સમજવા મારો અહેસાસ જ કાફી છે પણ અત્યારે મારી આંખો પણ તને જોઈ શકે છે "
"મતલબ...... "
" પાછળ ફરી ને જો તો ખ્યાલ આવે ને " મે પાછળ જોયું તે ત્યા જ ઊભો હતો. મે મારી આંખો ફટાફટ સાફ કરી ને તેની સામે હસવા લાગી જાણે કંઈ બન્યું જ ન હોય તેમ.
" ઈશા, તું બહારથી લોકોને એ બતાવી શકે કે તું ખુશ છે0 પણ હું જાણું છું કે તું ખુશ નથી. છોડ તે વાત ને ચલ ફટાફટ તૈયાર થઈ જા આપણે બહાર જવાનું છે."
"ના વિશાલ, મારુ મુડ નથી અત્યારે, પછી કયારેક....!!!!!! "
" ઠીક છે, તો પછી એ બતાવ તું રડતી કેમ હતી. "
" કંઈ નહીં એમ જ...... "
"એમજ...... ઈશા તને મારી કસમ જો તું કંઈ મારાથી ચુપાવે તો....... " ઓ નો જેનો ડર હતો તે જ થયું મને ખ્યાલ જ હતો કે વિશાલ આવું જ કંઈક કરશે.
"એવી કંઈ જ વાત નથી, બસ તે દાદાજીની વાત સાભળયાં પછી કંઈક અજીબ ફિલ થાય છે. તે સુનિતાનો ચહેરો મારી સાથે મેચ થતો હતો. કંઈક તે હું જ નહીં હોવ ને તેવું લાગે છે." મે વિશાલ થોડીક મિક્સ કાહાની સંભળાવી દીધી ને તે હસવા લાગયો.
" ઈશા, રીયલી તું તે વાતથી દુઃખી છો....!!! ખરેખર તું પાગલ છે. આમ તો તું કહે છે ને મને કોઈ વ્યક્તિ કમજોર ના બનાવી શકે, તો આ એક દાદાની વાત તને કમજોર બનાવી ગઈ. વાહ..... કમાલ છે દાદા. જે ઈશાને રડાવી આટલી મુશકેલ હતી તે ઈશાને રડતા શીખવી દીધું. પણ એક વાત સમજ ના આવી મને તું કોઈના પર ભરોસા કયારથી કરતા શીખી ગઈ..???"
"વિશાલ, એ કોઈ કહાની નહોતી એ મારી સાથે જોડાયેલ એક હકિકત હતી. "
" મતલબ.........!!!!!!"
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શું ઈશા પોતાના મનમાંથી આ વાત બહાર ફેંકી શકશે??? શું તે વિશાલને હકકિત બતાવી શકશે??? શું હશે તેની કહાની આગળના ભાગમાં તે જાણવા વાચંતા રહો દિલ કહે છે...... (ક્રમશઃ )