ટ્રુથ બિહાઇન્ડ લવ - 21 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 21

ટ્રુથ બિહાઇન્ડ લવ

પ્રકરણ-21

સ્તવને મુંબઇ જવાની બધીજ તૈયારી કરી લીધી હતી. આગલી સાંજે એનો રૂમ પાર્ટનર પણ સુરત જવા પ્લેઇનમાં નીકળી ગયો હતો. એને મૂકી પાછાં કરતાં સ્તુતિને આપવા એક કિંમતી ગીફ્ટ લીધી અને મનોમન આનંદ લેવાં લાગ્યો. અને હવે ક્યારે મારી મુંબઇની ફલાઇટનો સમય થાય અને હું મુંબઇની ધરતી પર પગ માંડું બસ એજ રાહમાં જાણે શ્વાસ લઇ રહેલો. મનમાંને મનમાં સ્તુતિને સરપ્રાઇઝ આપવા અંગે એક્ષાઇટેડ હતો અને માં પાપાને પણ મળવાનું ખૂબ મન હતું અંતે એની રાહનો અંત આવ્યો... ખૂબ વિરહ વેઠયો હવે સ્તુતિ પાસે જ... અને એણે બેંગ્લોરથી મુંબઇની ફલાઇટ પકડી....

***********

મરીનલાઇન્સની અંત્યંત આધુનિક વિશાળ વાતાનુકુલિત ઓફીસમાં મોટાં પારદર્શી સ્વચ્છ કાચનાં ડોરને ખોલીને શ્રુતિએ પ્રવેશ કર્યો. રિસેપ્સન અને વેઇટીંગ હોલ જ એટલો આકર્ષક હતો કે એ અંજાઇ ગઇ. એણે મુંબઇમાં ઘણાં મોલ-ઓફીસ-મોટાં આકર્ષક શો રૂમ જોયેલાં પરંતુ આ ઓફીસ કંઇક હટકે જ હતી. ઓફીસને જોઇને શ્રૃતિ એના માલિકનાં વિચાર અને પસંદગીનો માપદંડ ચકાસવા લાગી. મનમાં વિચાર કરતી કરતી એ રિસેપ્સનિસ્ટ પાસે પહોચીને પૂરી મેનર્સ સાથે કહ્યું "હેલ્લો મેમ. ગુડમોર્નીગ આઇ એમ શ્રૃતિ... શ્રૃતિ મહેતા...

રિસેપ્સનિસ્ટ શ્રૃતિની સામે જ જોઇ રહી અને જાણે એ માણી રહી હતી. આ ઓરગેનાઇઝેશનમાં નવું આગુંતક ફીટ બેસસે કે નહીં. સામાન્ય ઘરની દેખાતી છતાં ખુબ આત્મવિશ્વાસી અને સુંદર છોકરી છે.

શ્રૃતિ થોડીવાર જવાબની રાહ જોઇ રહી પછી રિસેપ્સનિસ્ટનું ધ્યાન ભંગ કરી કહ્યું "મેમ... માય એપોઇન્ટમેન્ટ.. અને સામેથી રિસેપ્સનિસ્ટ સ્વસ્થ થઇને બોલી હાય શ્રૃતિ... યપ, યોર એપોઇન્ટમેન્ટ વીથ મી ધર્મેશ. પ્લીઝ વેઇટ ફોર ટુ મીનીટસ આઇ વીલ ઇન્ફર્મ હીમ. બાય ધ વે આઇ એમ રશ્મીકા...

શ્રૃતિએ કહ્યું "હાય રશમીકા... ઓકે આઇ એમ વેઇટીંગ એમ કહીને એ સજાવેલા સોફા પર વેઇટ કરતી બેઠી અને થોડીકજ વારમાં રશ્મીકાએ કહ્યું " હેલ્લો, શ્રૃતિ.... ધર્મેશ સર વેઇટીંગ ફોર યુ. યુ.કેન ગો ઇન.. જસ્ટ ફર્સ્ટ લેફ્ટ પ્લીઝ અને શ્રૃતિ થેંક્યુ કહીને અંદર ગઇ.

શ્રૃતિ ફરીથી ધુમ્મસ જેવાં અપારદર્શીય કાચનો દરવાજો ખોલી અંદર ગઇ અને ફર્સ્ટ લેફટમાં ટર્ન લઇને આગળ વધી ત્યાં બીજો મોટો કાચનો ડોર હતો. જેમાં કંઇ અંદરનું જોઇ નહોતું શકાતું એણે નોક કરીને કહ્યું "મે આઇ કમીંગ સર ?

યસ પ્લીઝ કમ શ્રૃતિ... અને શ્રૃતિ ડોર ખોલીને અંદર ગઇ... ત્યાં વિશાળ ઓફીસમાં જે ખૂબ સુંદર અને આધુનીક રીતે ઇન્ટરીયર કરેલું ત્યાં મોટાં કાચનાં ટેબલ પાછળ રીવોલ્વીંગ ચેરમાં આશરે 40-45 વર્ષનો ધર્મેશ બેઠેલો હતો. લાંબો ચ્હેરો કાળી ધોળી દાઢી જે ખૂબ ચીવટથી ટ્રીમ અને શેપ કરેલી હતી વિશાળ આંખો અને દમામદાર વ્યક્તિત્વ હતું.

શ્રૃતિને નામ દઇને બોલાવીને એનો થોડો સંકોચ ઓછો કરી દીધો હતો સંવાદમાં ઉષ્મા ઝલકતી હતી. શ્રૃતિએ એમની સામે જોઇ કહ્યું " થેન્કયુ સર... આઇ એમ.. યપ આઇ નો શ્રૃતિ પ્લીઝ બી સીટેડ.

શ્રૃતિ એમનાં આવકારની ઉષ્મા જોઇને થોડી નિશ્ચિંત થઇ ગઇ હતી. એમનાં સંવાદ અને સ્વરમાં એક ચોક્કસ સંસ્કાર અને અનોખી માણસાઇની ઉષ્મા સ્પર્શી હતી. શ્રૃતિએ એની સાથેની ફાઇલ એમનાં તરફ સરકાવી.

ધર્મેશ કહ્યું "ઇટ્સ ઓકે.. ફર્સ્ટ.. વોટ ડુ યુ લાઇક ટુ હેવ ? ટી, કોફી, સોફ્ટડ્રિન્ક ? ઓર ફ્રેશ જ્યુશ ? પ્લીઝ બી રીલેક્ષ શ્રૃતિએ કહ્યું "નો સર થેંક્યુ... શ્રૃતિએ આદર સાથે કીધું.

ઓકે યંગ લેડી. લેટસ ઈન્ટ્રોડ્યૂસ મી એન્ડ માય કંપની આઇ એમ ધર્મેશ રાજગુરુ આઇ એમ ધ પ્રેસીડન્ટ ઓફ ધીસ કંપની. વી આર ડુઇંગી બીઝનેસ ઇન ટુર એન્ડ ટ્રાવેલ્સ મની એક્ષન્ચેન્જ એન્ડ વી હેવ ચેઇન ઓફ રેસ્ટોરાં ઇન મેની કંટ્રીસ વી નીડ સમ સીન્સીયર, બ્યુટીફુલ એન્ડ બ્રેવ કેન્ડીડેટસ ધે શુડ નો ઓલ લેગ્વેજીસ વીથ ફલ્યુઅન્ટ ઇગ્લીશ ફોર અવર માર્કેટીંગ પરપઝ.

શ્રૃતિ તને જોઇને અને તારો કોન્ફ્રીડન્ટ જોઇને મને તું આ પોસ્ટ માટે યોગ્ય લાગે છે પણ તને લેન્ગવેજ પર પૂરો કમાંડ હોવો જરૂરી છે. અને પ્હેલાં પંદર દિવસ ટ્રેઇનીંગ આપીને ટેસ્ટ લઇશું અને પછી તારી અમારી કંપનીમાં જોબ કન્ફર્મ કરીશું. આર યુ રેડી ?

શ્રૃતિએ કહ્યું "યપ સર આઇ એમ રેડી બટ... મારે કામ શું કરવાનું ? માર્કેટીંગ ઇન વીચ સેન્સ... કામની ડીટેઇલ અને શું પોર્ટફોલીયો હશે ? હું ડીજીટલ માર્કેટીંગનું ભણી રહી છું મેં TOI માં એડ વાંચીને એપ્લાય કરેલું છે... મને એ સમજાવો.

ધર્મેશે કહ્યું "ઓકે તમે તમારી ડીટેઇલમાં તમારી કવોલીફીકેશન અને ફેમીલી બેકગ્રાઉન્ડ લખેલું છે એ મેં તારાં મેઇલમાં બધી ડીટેલ્સ વાંચી છે. અહીંનાં પોર્ટફોલીયો પ્રમાણે પૂરતી નથી છતાં તમે મળ્યા પછી એવું લાગે છે કે તું કરી શકીશ. અને તું ઘરેથી કે ઓફીસથી પણ કામ કરી શકીશ. યુ આર ફ્રી કે તું અહીં ઓફીસ આવીને કરે કે ઘરેથી અમારે પર્ફોર્મન્સથી મતલબ છે. પણ..... પહેલાં ટ્રેઇનીંગ પછી સીલેકશન થાય પછીની વાત છે. પહેલાં બધું બરોબર સમજી લે પછી નક્કી કરીશું.

શ્રૃતિએ કહ્યું "ઓકે ડન સર" ધર્મેશે કહ્યું ઓકે વેરી ગુડ તને અને બીજા બધાં કેન્ડીડેટ્સને અમારાં મેનેજીંગ ડાયરેક્ટ મુંજાલ ધાવરી, વિક્રમ સકસેના, જાંબાન ડીસોઝાની ટીમ ટ્રેઇનીંગ આપશે. મુંજાલ ધાવરી મેનેજીંગ ડાયરેક્ટર છે અને વિક્રમ, જાંબાલ અમારાં કલાયન્ટસ સંભાળે છે.

અહીં ઓફીસમાં લગભગ 42 માણસોનો સ્ટાફ છે જે અલગ અલગ ડીપાર્ટમેન્ટ સંભાળે છે. હું રેસ્ટોરાં ચેઇન સંભાળું છું બાકીનું મુંજાલ જુએ છે ધીમે ધીમે તને અહીં બધી જ ખબર મળી જશે. બાકી રહેલું રશ્મીકા સમજાવી દેશે. અમારે કંપનીમાં અત્યારે તારાં જેવી 15 છોકરીઓ લેવાની છે અને મેલ કેન્ડીડેટ ગયા મહિને એપોઇન્ટ કરી દીધાં છે.

બાય ધ વે શ્રૃતિ તું વેઇટીંગમાં બેસ.. રશ્મીકા તને બાકીનું સમજાવશે અને ટ્રેઇનીંગ અને ટેસ્ટ પછી ફાઇનલ થશે. તારે જણાવી દેવાનું તું કેવી રીતે કામ કરીશ. એન્ડ મોર ઇમ્પોટન્ટ થીંગ કે અમે તમારાં માર્કેટીંગ પરફોમન્સ પર તમને સેલેરી અને કમીશન આપીશું બેઝીક 60K થી શરૂ થશે. આઇ હોપ યુ આર ઓકે વીથ અવર ઓફર.

શ્રૃતિ ક્યાંય સુધી સાંભળી રહેલી... પછી સેલેરી કમીશનની વાત આવી સાંભળીને બોલી ઉઠી... ઓકે આઇ એમ ઓકે વીથ યોર ઓફર આઇ વીલ ડીસ્કસ વીથ માય પેરેન્ટ્રસ એન લેટ યુ નો.

ધર્મેશ બેસ્ટ લક ક્હીને રશ્મીકા પાસે જવા કહ્યું અને શ્રૃતિએ થેંક્સ કહી હાથ મિલાવ્યા. ધર્મેશને હાથ મિલાવીને અનુભવ્યું કે કોઇ અંગતની ઉષ્મા હોય એવું લાગ્યું અને એ ઝડપથી બહાર નીકળી ગઇ.

રશ્મીકાએ શ્રૃતિને મળીને કંપની વિશે વધુ જાણકારી આપી. પછી કહ્યું "શ્રૃતિ સાચું કહું તો હું પણ હમણાંજ જોઇન્ટ થઇ છું મારાથી આગળ કોઇ મોનીકા હતી એ છોડીને અચાનક ગઇ પછી હું જોઊં છું. ધર્મેશ સર ખૂબ માયાળુ છે અને સેલેરી ખૂબ સારી આપે છે... હું તને કહી રહી છું એ પણ મારી એક ફરજનો ભાગ છે. કંપની ખૂબ મોટાં કામ કરે છે એવું હું જાણુ છું. અહીં ઓફીસમાં ધર્મેશ સર જ કાયમ હોય છે. મુજાલ સર... આવે ને જાય.. વિક્રમ અને જાંબાન સર તો કાયમ બહાર હોય. બાકી એકાન્ટસમાં ચાર જણાં છે બાકીનો સ્ટાફ દેશ વિદેશમાં એપોઇન્ટેડે છે.. મને આટલી જાણ છે. સેલેરી નિયમ અને સમયસર મળી જાય છે.

શ્રૃતિ બધુ ધ્યાનથી સાંભળી રહી... પછી બોલી કે અહીં વર્ક ફ્રોમ હોય પણ આપવામાં આવે છે ? મને ધર્મેશ સરે એવી ઓફર કરી છે મને એ વધુ ગમશે અને ન્યુઝપેપરની એડમાં પણ એવો ઉલ્લેખ હતો એટલેજ હું આવી છું.

રશ્મીકાએ કહ્યું "હાં સાચી વાત છે અહીં ઘણાં છોકરા છોકરી આવે ને જાય છે એ લોકો મુજાલ સરને રીપોર્ટ કરે છે અને બધાં જ.. ખૂબ વેલ ટુ ડુ અને ફેશનેબલ જોયાં છે. ઘણીવાર તો સીધાં મુંજાલસરને રીપોર્ટ કરે છે... મુંજાલ સરની મને સૂચના છે એમને મળવા આવનારને કોઇ પ્રશ્ન વિના સીધાં જ એમની ચેમ્બરમાં મોકલી દેવાં.

મુંજાલસરને જે મળવા આવે એ ધર્મેશ સરને નથી મળતાં એટલે બંન્ને સર એકબીજાનાં કામમાં માથું નથી મારતાં એવું લાગે.

શ્રૃતિએ કહ્યું "ઇટ્સ ઓકે હું મારાં પેરેન્ટસ સાથે ચર્ચા કરીને નિર્ણય લઇશ પછી ટ્રેઇનીંગ અને જોબ સ્વીકારીશ. થેંક્યુ રશ્મીકા... બાય.. કહીને શ્રૃતિ ઓફીસમાંથી બહાર નીકળી...

ઓફીસનાં બીજા ભાગમાં બેઠેલો મુંજાબ ધાવરી એનાં કોમ્યુટર સ્ક્રીનમાં સીસીટીવીથી શ્રૃતિ અને રશ્મીકાને જોઇને સાંભળી રહેલો...

વધુ આવતા અંકે પ્રકરણ-22