ટ્રુથ બિહાઇન્ડ લવ - 20 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 20

ટ્રુથ બિહાઇન્ડ લવ પાર્ટ 20

શ્રૃતિ સવારનાં ઉઠીને ઝડપથી તૈયાર થઇને 9 વાગ્યામાં માર્કેટીંગ માટેની એક કંપની ઓફર અંગે મળવા માટે નીકળી ગઇ. સ્તુતિએ કહ્યું "મેડમ સવાર સવારમાં ક્યાં ? શ્રૃતિએ કહ્યું કોઇ મને જતા વખતે ટોકશો નહીં. ખૂબ જ અગત્યનાં કામે જઊં છું. કોઇ અપશુકન ના જોઇએ પ્લીઝ. હું ત્યાં મળીને સીધીજ ઓફીસે આવી જઇશ. કલાસમાં મારાથી એટેન્ડ નહીં થાય દી તું જઇ આવજે હું તારી પાસેથી સમજી લઇશ.

સ્તુતિ અને માં પાપા ચા-નાસ્તાનાં ટેબલ પર બેઠાં બેઠાં શ્રૃતિને જોઇ રહેલાં. અપ ટુ ડેટ થઇને નીકળી રહી હતી. સ્તુતિએ કહ્યું "નહીં ટોકુ બસ... તારી સરપ્રાઇઝ પણ આવીને આપજે.. તને ગ્રેટ સકસેસ માટે બેસ્ટ લક.

શ્રૃતિએ કહ્યું "પાપા માં આવીને વાત કરું ચું પ્લીઝ પેશન્સ રાખજો અને મારાં માટે પ્રે કરજો. પ્રણવભાઇ અને અનસુયાબેન કહ્યું. "જા અમારાં આશીર્વાદ છે તેં ધારી હશે એનાંથી વધારે સફળતા મળશે. મહાદેવ ફત્તેહ કરશે જ.

અને... શ્રૃતિ મીઠું હસીને બધાને બાય કહીને મરીન લાઇન્સ સ્થિત કોઇ કંપનીમાં મળવા માટે નીકળી ગઇ.

*************

વંદના... વંદના.. સ્તવનનો ફોન આવ્યો છે તારાં ઉપર ? છેલ્લાં બે દિવસથી એની સાથે વાત નથી થઇ. વિનોદભાઇ સવારની ચા પીતાં પીતાં સ્તવનની માતાં વંદના બ્હેનને પૂછ્યું.

"ના મારાં ઉપર પણ નથી આવ્યો. પરમદિવસે રાત્રે મારે વાત થઇ હતી ત્યારે કહેતો હતો કે એ બરાબર ભણવામાં પડ્યો છે... અહીં રહેવાનું ભણવાનું બધું સારું છે કોઇ રીતે ચિંતા નથી અને ઘરેથી આપેલાં નાસ્તા ખલાસ થઇ ગયાં છે બધુ યાદ કરતો હતો... એણે કીધેલું બે દિવસ હમણાં ઘણું કામ છે પછી ફોન કરીશ ચિંતા ના કરશો.

વિનોદભાઇએ કહ્યું "ચિંતા તો નથી જ નથી મને મારાં સ્તવન પર ખૂબ વિશ્વાસ છે એ ભણતો ભણતો પણ કંઇ ને કંઇ કરે એવો છે બહુ સ્વાવલંબી છે. ભગવાને આટલું આપ્યુ છે તોય ખૂબ ગણી ગણીને પૈસા વાપરે છે મને ખબર છે બ્રાહ્મણનાં ઘર વાણીયો જન્મયો છે.

વંદના બહેને કહ્યું "તમે પણ શું મારાં દિકરાને આમ વાણીયો વાણીયો કહો છો ? મારો દીકરો કેટલો સમજુ છે ખબર છે ? તમારો વધારાનો એક પૈસો વેડફતો નથી.

વિનોદભાઇએ હસતાં હસતાં કહ્યું "અરે વાણીયો કહીને હું એનાં વખાણ જ કરુ છું. બધુ પ્લાનીંગ સાથે કરે છે અને દૂર રહીને પણ આપણું કેટલું ધ્યાન રાખે છે. પણ હવે એની યાદ આવે છે આ વખતે વીક એન્ડમાં આવી જાય તો સારું મેં કીધુ છે ટ્રેઇનમાં નથી આવવાનું ફલાઇટ પકડીને આવી જજે બે દિવસતો આવવા જવામાં જ વેડફાઇ જશે.

સ્તવનમાં મા-પાપા એની વાતો કરી રહ્યાં હતાં અને વિનોદભાઇનાં મોબાઇલ પર રીંગ વાગી. એમણે સ્ક્રીન પર નંબર જોઇને આનંદથી બોલી ઉઠ્યા "જો આપણો દિકરો સો વર્ષનો થવાનો છે જો સ્તવનનો જ ફોન આવી ગયો.

"હાં દિકરા બોલ સો વર્ષનો થવાનો હું અને તારી મંમી તારી જ વાતો કરતાં હતાં. હમણાં હું એવું જે બોલ્યો કે હવે આ વીક એન્ડ તું આવી જાય તો સારું. હવે તારી યાદ આવે છે. આમ બોલતાં બોલતાં વિનોદભાઇ લાગણીભીના થઇ ગયાં.

"અરે પાપા એ કહેવા માટે તો ફોન કર્યો છે હું આ વીક એન્ડમાં આવુ જ છું. અને 3 દિવસ માટે આવું છું. મેં મારી ફલાઇટ પણ બુક કરાવી છે આવવા જવાની બસ પરમ દિવસે તો આપણાં ઘરેજ હોઇશ. અને માં ને કહે જો મારે પુરણ પોળી ખાવી છે એ જ બનાવે અને મારે લઇ જવા માટે નાસ્તા બનાવી રાખે... હા..હા..હા.. આવવાનો અને સાથે સામે મારી ફરમાઇશ કહી દીધી... અને પા.. ખાસ વાત તમારે પણ સોમવારની લીવ મૂકી દેવાની છે ત્રણ દિવસ સાથે જ રહેવાનું છે.

"અરે દીકરા તું આવતો ખરો... હું નહીં.. જઊં ઓફીસે ઓકે ? તારી માં ક્યારની આ બધી જ વાતો કરે છે.

વંદના બ્હેને કહે "તમે બાપ દીકરો જ વાતો કર્યા કરશો કે મને આપશો ફોન ? લાવો મને વાત કરવા દો અને વંદનાબહેન જાણે રીતસર ફોન ઝૂંટવી લીધો "એય સ્તવન તો તું આવીજા દીકરા... મને ખબર છે તારે ભણવાનું છે પણ હવે આ ઘર પણ ખાલી ખાલી લાગે છે. કંઇ રસોઇ કરવાની પણ મજા નથી આવતી... તું આવ તને બધી ભાવતી વાનગીઓ ખવરાવીશ ક્યારે આવે છે દીકરા ?

સ્તવને કહ્યું "માં પુરણ પોળી બનાવ જે ઘણો સમય થઇ ગયો છે માં હું પરમદિવસે જમવાનાં સમય પહેલાં તારી પાસે જ મને પણ ઘર બહુ યાદ આવ્યુ છે માં... એય માં લવ યું. વંદનાબેનની આંખો ભીની થઇ ગઇ "આવીજા દીકરા જલ્દી જલ્દી તું કહીશ એ બનાવીશ. તને જોયે જાણે, કેટલો સમય થઇ ગયો છે ચલ જલ્દી આવી જા મને વધારે ઇમોશનલ ના બનાવીશ.

સ્તવને કહ્યું "ઓકે માં પરમ દિવસે તમારી પાસે બાય મોમ બાય. ટેક કેર, લવ યુ કહીને ફોન મૂક્યો.

"તમે સાંભળો છો ? સ્તવન પરમ દિવસે આવી જશે આપણે આજે માર્કેટ જઇને એનાં ભાવતાં બધાં ફુટ લઇ આવશું. એને પુરણપોળી ખાવી છે હું એને બનાવીને પેટ ભરીને ખવરાવીશ. હજી હમણાં ગયો છે છતાં જાણે કેટલાંય સમયથી ગયો હોય એવું લાગે છે. બસ હવે જલ્દી આવી જાય. એનાં માટે બધાં નાસ્તાં બનાવી રાખીશ હજી બે દિવસ છે ને બધુ તૈયાર કરી દઇશ.

વિનોદભાઇએ કહ્યું "દીકરા આવવાનો છે એની ખુશી મને પણ છે હું સોમવારથી લીવ મૂકી દઇશ અને મારે એને એક સરસ સરપ્રાઇઝ આપવી છે આપણે બહાર નીકળીએ ત્યારે લઇ લઇશું.

ચાલ વંદના હું ઓફીસ માટે તૈયાર થઊં એમ કહીને સ્તવનનાં આવવાનાં સમાચારથી આનંદીત થઇ ગયાં હતાં. એમણે મનોબન કંઇક નક્કી કરી દીધું.

વિનોદભાઇ રેવન્યુમાં મોટાં ઓફીસર હતાં. એમની પ્રેસ્ટીજ ખૂબ સારી હતી. ઓફીસમાં ડીપાર્ટમેન્ટમાં એમનું ખૂબ માન હતું સીનીયર મોસ્ટ ઓફીસર હોવાં સાથે ખૂબ સારાં હ્યુમન બીઇંગ હતાં એવી બધાં સાથે સારો વ્યવહાર હતો. એકનો એક દીકરો હતો અને પોતાનું શાંતાક્રુઝમાં સોસાયટીમાં આગવું સ્વતંત્ર મકાન હતું. ખૂબ સારી બચત હતી એટલે આર્થિક રીતે ખૂબ જ સુખી હતાં.

વંદના બ્હેને કહ્યું "ઠીક છે તમે તૈયાર થાવ હું રસોઇનું પરવારીને નાસ્તો બનાવવાની તૈયારી કરું છું. સ્તવન આવે ત્યારે રસોડામાં નથી રહેવાની એની સાથે બેસીસ વાતો કરીશ એમ કહી રસોડામાં જ ધૂસ્યા.

****************

સ્તવને-મંમી પપ્પા સાથે વાત કરીને એ પણ ઘરે જવા માટે એક્ષાઇટેડ હતો એણે ગઇ કાલે જે આવવા જવાની ફલાઇટ બુક કરાવી દીધી હતી.... એનો રૂમ પાર્ટનર તો આજે રાત્રે જ સુરત થવાનો હતો એની બ્હેન કેનેડાથી આવી છે એટલે. સ્તવને વિચાર્યું. જોબ શરૂ થાય પ્હેલાં મંમી પપ્પા પાસે જઇ આવું મારી સ્તુતિને પણ મળી લઊં પછી શિડ્યુલ ટાઈટ થઇ જશે... પણ સ્તુતિને જણાવવુ નથી કે હું આવવાનો છું. ભલે મેં કીધુ હું તને મળવા આવીશ પણ ક્યારે આવીશ ક્યાં કીધુ છે એવી સરપ્રાઇઝ આપીશને કે.. અને મનોમન સ્તુતિનાં વિચારોમાં ગરકાવ થઇ ગયો.

"એય ફોન ઉપાડતાં કેટલી વાર કરે છે ? સ્તુતિએ સ્તવનને કહ્યું "અરે જાન તારો જ વિચારોમાં હતો અને તારી રીંગ આવી... શું ટેલીપથી છે ડાર્લીંગ.. બસ તારામાં હતો અને તેં યાદ કર્યો.

"વાહ મારાં મનનું કહેવું પડે બોલવામાં તો તને કોઇ ના પહોચે... તને ખબર છે રાત્રે તારો ફોન ના આવ્યો અને ફો પણ સ્વીચ ઓફ કેમ આમ ?

અરે સ્તુતિ મને મારાં પ્રોફેસરે નોટ્રસ લખવા માટે એટલું બધું આપેલુ કે ચોટલી બાંધીને એજ કરવા બેઠો હતો તારી સાથે વાત કરું તો મન બસ પછી બીજાં જ વિચારો કરે... પણ હવે વાત કરીને... એય લવ યુ ડાર્લીંગ

"એમ સ્તવન તું ખૂબ મીસ થાય છે. આખો દિવસ કલાસ અને ઓફીસમાં પુરો થાય છે. પણ ઠીક છે ધીમે ધીમે ઓફીસ સેટ થઇ રહી છે. લવ યુ ડાર્લીંગ.... તું ન્હાવા જાય એ પ્હેલાં ફોન કર્યો પછી તું કોલેજ ભાગી જવાનો. ચાલ સાંજે ફોન કરીશ પરવારીએ.. લવ યું ડાર્લીંગ... સ્તવને કહ્યું રાત્રે પેટ ભરીને વાત કરીશ.. બાય સ્વીટું અને ફોન મૂક્યો.

*************

મરીન લાઇન્સ એકદમ આધુનિક વિશાળ ઓફીસનાં કાચાનો ડોર ખોલીને એરકન્ડીશન ઓફીસમાં રિસેપ્સન પાસે જઇને શ્રૃતિએ કહ્યું. "હેલો મેમ ગુડમોર્નીંગ આઇ એમ શ્રૃતિ... રીસેપ્શનીસ્ટ એને જોઇ અને જોઇજ રહી... પછી......

વધુ આવતા અંકે.. પ્રકરણ-21

""""""""""""""""""""""""""""""