ક્યારેક તો મળીશું - ભાગ ૧૫ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્યારેક તો મળીશું - ભાગ ૧૫

મૌસમ સાંજે મલ્હાર પાસે જાય છે. મલ્હાર કામમાં વ્યસ્ત હતો.

મૌસમ:- "સર તો તમારો જવાબ શું છે?"

મલ્હાર:- "જવાબ...કેવો જવાબ?"

મૌસમ:- "સર ગઈકાલે મેં તમને લેટર આપ્યો હતો ને?"

મલ્હારને યાદ આવ્યું કે ગઈકાલે થોડા લેટર આવ્યા હતા. મૌસમ કદાચ તેની જ વાત કરતી હશે.

મલ્હાર વિચારે છે કે "ગઈ કાલે બીજી કંપની ઈચ્છતી હતી કે પોતાના ફેશન ડીઝાઈન માટે શાહ ઈન્ડસ્ટ્રીઝ ફેશન શૉ રાખે એવો એક લેટર આવ્યો હતો. મૌસમને એટલો પણ ખ્યાલ ન આવ્યો કે આ લેટરનો તરત જ જવાબ આપી દેવો જોઈએ. અને ઉપરથી મને પૂછવા આવી છે. જ્યારે એ સારી રીતે જાણે છે કે હું આવું કરી જ ન શકું. એ તો શક્ય જ નથી."

મલ્હાર:- "મૌસમ તે એવું વિચારી પણ કેવી રીતે લીધું? આ વાત શક્ય નથી. મૌસમ શું થઈ ગયું છે તને. તું સારી રીતે જાણે છે કે મારો જવાબ ના જ છે પછી તે શું કરવા મને એ લેટર આપ્યો?"

મૌસમની આંખમાંથી તો આંસુ નીકળવા લાગ્યા.

મલ્હાર મૌસમની નજીક આવે છે. પોતાનો રૂમાલ આપે છે. મૌસમ રૂમાલથી પોતાના આંસુ સાફ કરે છે.

મલ્હાર:- "સૉરી મારાથી થોડું ગુસ્સામાં બોલાઈ ગયું. અને તારી આંખમાંથી આંસુ નીકળી પડ્યા. પણ મારો ઈરાદો તને હર્ટ કરવાનો જરાય નહોતો. કેમકે તારા આંસું થી હું પણ હર્ટ થયો. કારણ કે હું તને પસંદ કરું છું... હું તને ચાહવા લાગ્યો છું મૌસમ..."

મૌસમ તો મલ્હારને આશ્ચર્યથી જોઈ રહી.

મૌસમ:- "પણ મલ્હાર તે જ તો હમણાં કહ્યું કે તારો જવાબ ના છે."

મલ્હાર:- "ક્યારે તને ના કહ્યું અને તે મને ક્યારે પૂછ્યું?"

મૌસમ:- "મલ્હાર મે તમને લેટર આપ્યો હતો તે."

મલ્હાર:- "પણ મૌસમ હું બીજી કંપનીના ડિઝાઈનને પોતાની કંપનીમાં ફેશન શૉ કેવી રીતે કરવા દઉં?"

મૌસમને હવે ખ્યાલ આવ્યો કે મલ્હાર આ લેટરની વાત કરી રહ્યો હતો.

મૌસમ:- "મલ્હાર હું એ લેટરની વાત નથી કરતી. ગઈકાલે મે તને એક લવ લેટર આપ્યો હતો તેનો જવાબ લેવા આવી હતી."

આ સાંભળતા જ મલ્હારના ચહેરા પર ખુશી અને આશ્ચર્યના ભાવો લહેરાઈ ગયા અને મલ્હારે કહ્યું "What ? તે મને લવ લેટર લખ્યો. I can't believe this કે તે મને લેટર લખ્યો. અને હું બહું જ ખુશ છું કે તું પણ મને ચાહે છે."

મલ્હાર અને મૌસમ બંન્ને કેબિનમાંથી નીકળે છે. પણ મૌસમથી દરવાજો નથી ખૂલતો. મલ્હારે ટ્રાય કર્યું તો મલ્હારથી પણ ન ખૂલ્યો. બહાર વરસાદનું વાતાવરણ હોવાથી લાઈટ જતી રહી.

મલ્હાર:- "લાગે છે કે દરવાજો જામ થઈ ગયો છે અને ઉપરથી પાછી લાઈટ જતી રહી."

મલ્હાર ડ્રોઅરમાંથી મીણબત્તી કાઢે છે અને સળગાવે છે. મીણબત્તીના આછા અજવાળામાં મલ્હાર મૌસમને જોઈ રહ્યો. મૌસમ એક ખૂણામાં ચૂપચાપ ઉભી હતી. મૌસમ થોડી ગભરાયેલી હતી. મૌસમના શ્વાસના આવનજાવનની પ્રક્રિયા વધી ગઈ હતી.

મલ્હાર:- "Are you ok મૌસમ..."

મૌસમ:- "મલ્હાર પ્લીઝ ગમે તેમ કરીને દરવાજો ખોલ. મને બંધ રૂમમાં વધારે ગૂંગળામણ થાય છે."

"relax લાઈટને આવી જવા દે. ત્યાં સુધી મારી પાસે આવ...Come..." એમ કહી મલ્હાર મૌસમનો હાથ પકડી મૌસમને પોતાની નજીક હળવેકથી ખેંચી પોતાની બાહોમાં સમાવી લે છે અને મૌસમના માથામાં હળવેથી હાથ ફેરવે છે.

મૌસમ પણ મલ્હના ખભા પર માથું નમાવી દઈ આંખો બંધ કરી દે છે. મલ્હારનાં આલિંગન માં જઈ મૌસમના દિલને ઘણી રાહત થાય છે. મૌસમ આવી જ રીતે મલ્હારના આગોશમાં રહેવા માંગતી હતી. પોતે આ રીતે કોઈ યુવક સાથે પહેલી વાર ગળે વળગી હતી. મૌસમને આજ સુધી કોઈ પુરુષના પ્રેમનો અનુભવ નહોતો થયો. આજે પહેલી વાર મૌસમને મલ્હારના પ્રેમનો...મલ્હારના ઋજુ સ્પર્શનો અનુભવ થયો. લગભગ દસ મીનીટ સુધી મૌસમ મલ્હારને વળગી રહી. એટલામાં જ લાઈટ આવી.

મૌસમ મલ્હારથી અળગી થવા નહોતી માંગતી. મૌસમને તો ખ્યાલ પણ ન આવ્યો કે લાઈટ આવી
ગઈ.

મલ્હાર:- "અહીં જ રહેવાનો ઈરાદો છે કે શું?"

મૌસમ હળવેકથી મલ્હારથી અળગી થઈ. મલ્હારના સ્પર્શ માત્રથી મૌસમ લજામણીની જેમ શરમાઈ ગઈ હતી. મલ્હારથી અળગી થઈ ત્યારે મૌસમની પાંપણો ઝૂકેલી હતી. મલ્હાર તો મૌસની આ અદાથી ઘાયલ થઈ ગયો.

થોડી પળો પછી મલ્હારને ખ્યાલ આવ્યો કે દરવાજો ખોલવાનો છે. મલ્હાર ડ્રોઅરમાં બે ત્રણ સાધનો હતા તેનાથી દરવાજો ખોલવાની ટ્રાય કરી પણ દરવાજો ન ખૂલ્યો.

મલ્હાર મનમાં જ વિચારવા લાગ્યો કે દરવાજો જામ થયો છે કે કોઈકે બહારથી બંધ કરી દીધો.
મલ્હારની નજર મૌસમ પર જાય છે.

મલ્હાર મૌસમ તરફ આગળ વધે છે. મૌસમનુ દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. મલ્હાર મૌસમની એકદમ નજીક આવ્યો અને મૌસમના વાળમાંથી પીન કાઢી.

મલ્હારે પીનથી દરવાજો ખોલવાની ટ્રાય કરી અને દરવાજો ખૂલી ગયો.

બંન્ને ઑફિસની બહાર આવ્યા.

મલ્હાર:- "વરસાદ આવે છે. હું તને ઘરે મૂકી આવું."

મૌસમ:- "ના મલ્હાર હું જતી રહીશ."

મૌસમને તો ગમતું જ હતું કે મલ્હાર મૂકવા આવે તે.

મલ્હાર:- "નહીં હું તને મૂકવા આવીશ."

મૌસમ મલ્હાર સાથે કારમાં બેસી ગઈ.

મૌસમને હ્દય ને ઠંડક લાગી. પોતાની જવાબદારી કોઈ લે તેવું કોઈ વ્યક્તિ મૌસમ ઝંખતી હતી અને આજે મૌસમને તે વ્યક્તિ મળી ગઈ હતી. ઘરમાં તો મમ્મી અને સૌથી મોટી સંતાન હોવાથી મૌસમ ઘરની જવાબદારીમાં ખૂંપી ગઈ હતી. કોઈ પુરુષ પોતાની જવાબદારી લે...કોઈ પુરુષનો ટેકો મળે તો...આધાર મળે તો કેવું ફીલ થાય તે મૌસમે આજે અનુભવ્યું.
મૌસમ આ લાગણી છુપાવી ન શકી અને મૌસમની આંખમાંથી આંસુ સરી પડ્યા.

મલ્હાર:- "હવે શું થયું? હવે કેમ રડે છે?"

મૌસમ:- "મલ્હાર હું રડતી નથી. આ ખુશીના આંસુ છે."

મલ્હાર:- "આ ખુશીના અવસર પર એક ગીત વગાડીએ."

મલ્હારે Song ચાલું કર્યું.

तू मिले, दिल खिले, और जीने को क्या चाहिए
ना हो तू उदास, तेरे पास-पास मैं रहूँगा ज़िन्दगी भर
सारे संसार का प्यार, मैंने तुझी में पाया

चंदा तुझे देखने को निकला करता है
आईना भी दीदार को तरसा करता है
इतनी हसीं, कोई नहीं
हुस्न दोनों जहां का, एक तुझमें सिमट के आया
तू मिले, दिल खिले और जीने को क्या चाहिए

મૌસમ:- "આ ખુશીના અવસર પર એક એક કપ ચા થઈ જાય."

મલ્હાર:- "ઑકે પણ આસપાસ કોઈ કૉફી શૉપ નથી."

મૌસમ:- "હંમેશા કૉફી શૉપમાં ચા ન પીવાય. ચાની લારી પર જઈએ."

મલ્હાર:- "ચાની લારીએ. ના હું નહીં પીઉં. ચાની લારીની આસપાસ બધું કેવું હોય છે. સાફ સફાઈ પણ ન હોય. હું તો આવી જગ્યાએ જાઉં પણ નહીં."

મૌસમ:- "તને એવું લાગે છે. બધું ચોખ્ખું જ હોય છે. હું એક જગ્યાએ કહું ત્યાં ત્યાં કાર ઉભી રખાડજે."

થોડીવાર પછી મૌસમ કહે છે "ત્યાં સામે લારીઓ દેખાય છે ત્યાં સરસ ચા મળે છે."

કારમાંથી ઉતરી બંન્ને ધીમો ધીમો વરસાદ આવતો હોવાથી ઝડપથી ચાલે છે.

મૌસમ:- "ભાઈ બે ચા. અને હા કુલ્હડીમાં આપજો."

મલ્હાર:- "આટલે કૉફી નહીં મળે? હું તો કૉફીનો શોખીન છું."

મૌસમ:- "મલ્હાર તું આટલેની ચા પીઈશ ને તો તું કૉફી પણ ભૂલી જશે."

મલ્હાર:- "રિયલી? તો તો મારે પણ ચા જ પીવી પડશે."

ચા વાળો ભાઈ કુલ્હડીમાં ચા આપે છે.

મલ્હાર:- "આ શું છે?"

મૌસમ:- "કુલ્હડી છે...માટીના કપ..."

મલ્હારે ચાની ચૂસ્કી લેતા મૌસમ તરફ જોયું.

મૌસમ આંખો નચાવતા કહે છે "કેવી લાગી ચા."

મલ્હાર:- "ચા તો ખૂબ સારી છે."

મલ્હાર મૌસમને ઘરે મૂકી આવે છે.

સાંજે પ્રથમ પોતાના રૂમમાં આવ્યો. પ્રથમની નજર જેકેટમાં રહેલા લેટર પર પડી. પ્રથમ મનોમન બોલ્યો "આ લેટર તો ગઈકાલે મને એક વેઈટરે આપ્યો હતો." તેમાં શું લખ્યું છે તે તો ખોલીને જોયું જ નહિ. પ્રથમે લેટર ખોલ્યો. લેટર વાંચતા જ પ્રથમ ખુશ થઈ ગયો.

પ્રથમ શાવર લેવા વોશરૂમ તરફ ગયો. આ તરફ જશવંતભાઈ પ્રથમ પાસેથી ફાઈલ લેવા આવે છે. જશવંતભાઈ ની નજર લેટર પર પડે છે.
જશવંતભાઈ લેટર વાંચે છે. જશવંતભાઈ પણ ખુશ થાય છે.

પ્રથમ શાવર લઈને આવે છે.

પ્રથમ:- "પપ્પા તમે ક્યારે આવ્યા?"

જશવંતભાઈ:- "બસ હમણાં જ આવ્યો. તારા માટે તારી મમ્મી અને મેં એક યુવતી શોધી કાઢી છે."

આ સાંભળતા જ પ્રથમની ખુશી પર પાણી ફરી વળ્યુ.

પ્રથમ:- "પપ્પા આટલી જલ્દી?"

જશવંતભાઈ:- "માત્ર જોવા જવાનું છે. ક્યાંક એવું તો નથી ને કે તું બીજા કોઈને પસંદ કરે છે."

પ્રથમ તો અવઢવમાં મૂકાઈ ગયો.

જશવંતભાઈ:- "એ યુવતીનું નામ તને કહી દઉં. એ યુવતીનું નામ છે મૌસમ..."

પ્રથમ મૌસમનું નામ સાંભળીને ખુશ થઈ ગયો.

પ્રથમ:- "મૌસમ...આપણી ઑફિસમાં છે તે જ ને...મૌસમ પાઠક..."

જશવંતભાઈ:- "હા એ જ મૌસમ..."

પ્રથમ જશવંતભાઈ ને ગળે વળગીને કહે છે "I love you..."

મલ્હાર મૌસમને ઘરે મૂકી આવીને ઘરે પહોંચે છે.
પ્રથમ પણ પોતાના રૂમમાંથી બેઠક રૂમમાં આવે છે.
મલ્હાર અને પ્રથમ બંન્ને ખુશ હોય છે.

પ્રથમ:- "શું વાત છે? ઑફિસથી હજી તો હમણાં આવ્યો ને આટલો ખુશ..."

મલ્હાર:- "તું પણ તો આજે બહું ખુશ છે."

પ્રથમ:- "હા ખુશીની જ વાત છે."

મલ્હાર:- "આપણે બંન્ને એક સાથે આપણી ખુશીનું કારણ જણાવીએ. Ready?"

પ્રથમ:- "Ready?"

બંન્ને એકસાથે જ બોલી ઉઠ્યા "આજે મને મારો પ્રેમ મળી ગયો."

બંન્નેના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીના મિશ્રિત ભાવો હતા.

મલ્હાર:- "ઑકે હું ફ્રેશ થઈને આવું."

પ્રથમ પણ પોતાના રૂમમાં જઈ મૌસમ વિશે વિચારવા લાગ્યો.

રાઘવ ઉપરથી બધું જોયા કરતો હતો અને મનમાં બોલ્યો "લાગે છે કે યોજના સફળ ન થઈ. ભાઈ અને મૌસમ વચ્ચે શું વાત થઈ હશે...જે વાત થઈ હોય તે પણ મૌસમને હું આ ઘરમાં આસાનાથી તો નહીં જ આવવા દઉં."

મલ્હાર ફ્રેશ થઈ બેઠક રૂમમાં આવે છે. વત્સલાબહેન મલ્હારને જોતા મલ્હાર પાસે આવે છે.

વત્સલાબહેન:- "શું વાત છે? આજે તો બહું ફ્રેશ અને ખુશ દેખાય છે."

મલ્હાર:- "હા આજે ચા પીધી છે."

વત્સલાબહેન:- "સારું તો હવે હું તારા માટે કૉફી બનાવું છું."

મલ્હાર મૌસમની સાથે વિતાવેલી પળો મમળાવવા લાગ્યો અને મનોમન બોલ્યો "ચહેરા પર તાજગી તો હશે જ...કારણ કે ચાની સાથે સાથે મારા મન અને મગજ પર તારી ચાહતનો નશો પણ છવાયેલો છે. અને આ નશો તો ઉતરવાનો જ નથી."

મૌસમ રાતે ડાયરી લખવા બેસે છે.

"આલિંગન એટલે પ્રેમની એક સુખદ પળ...
આલિંગન એક અલગ પ્રેમની અનુભૂતિ છે...
જે દરેકને એક અલગ અહેસાસ કરાવે છે...
એક સ્ત્રી જ્યારે પોતાના મનગમતાંના આલિંગનમાં જાય છે ત્યારે શરમ,સંકોચ અને એક ડરનો અનુભવ કરે છે. પણ સ્ત્રી એકવાર પુરુષનાં આલિંગનમાં આવ્યા પછી ડર,શરમ અને સંકોચ દૂર થાય છે. બંન્ને એકબીજા જોડે દિલથી દિલની વાતની આપ લે કરે છે. આ મનગમતા વ્યક્તિ સાથે મારું પ્રથમ આલિંગન હતું. ફક્ત તારા એક આલિંગનમાં દનિયાભરની ખુશી મળી ગઈ. મને આજે એવો અહેસાસ થયો કે આ આલિંગનમાં બધું જ મળી ગયું. મારા માટે આ ક્ષણ જીંદગીની અમૂલ્ય ક્ષણ હતી. તારા ઉષ્મા સભર અને મજબુત આલિંગનમાં મને સલામતી અને સુરક્ષિત હોવાનો અહેસાસ થાય છે.

મલ્હારને લઈને મારા દિલમાં અગણિત અરમાનો...અગણિત ઈચ્છાઓ હતી. આજ સુધી હું એમજ વિચારતી હતી કે મારી જીંદગીમાં કંઈકની કમી છે...કંઈક તો ખૂંટે છે...પણ શું ખૂટતું હતું તે સમજાય ગયું. અને મલ્હારનું મારા જીવનમાં આવવાથી મને મારા મનગમતા સવાલનો જવાબ મળી ગયો. મલ્હારનો પ્રેમ આટલી જલ્દી મળી જશે એવું તો કલ્પનામાં પણ નહોતું વિચાર્યું.

આકાશમાંથી પડીને ધરતી પર વેરાઈ જતી વરસાદી પાણીની ઠંડી ઠંડી બુંદો...ઠંડો વ્હેતો માદક પવન અને પવનને કારણે વાતાવરણમાં મહેકતી ભીની માટીની સુગંધ...ગરમાગરમ ચા નો કપ અને સાથે તારા પ્રેમની ઉષ્મા..બસ મારા માટે આ જ છે જીંદગી..."

માહી થોડી ઉદાસ હોય છે. માહીનું દિલ બેચેન હતું. માહી વિચારે છે કે "રિચા પોતાના દિલની વાત રાઘવને કહે એ પહેલાં મારે રાઘવને મારા દિલમાં શું છે તે કહી દેવું જોઈએ.

હું નથી સમજી શકતી કે શું થયું છે અને શું થઈ રહ્યું છે. મારે રાઘવને કહેવું છે કે હું ઠીક નથી અને બીજી તરફ મારે મારા દિલની વાત તારાથી છૂપાવવી પણ છે. પ્લીઝ રાઘવ મારા મનની વાત સમજી જા. હું તને ચાહું છું પણ હું તને કહી શકતી નથી. શું એવું ન બને કે હું કંઈ પણ ન બોલું ને તું મારા મનની વાત સમજી જાય...શું એવું ન બને કે ક્યારેક તો આપણે એકબીજા વિશે વિચારીએ...શું એવું ન બને કે આપણે બંન્ને એકમેકના હાથ પરોવીને કોઈક સમી સાંજે બેસીને વાત કરતા હોઈશું આપણા બંન્નેની...ક્યારેક તો મળીશું ને એ સમી સાંજના સમયે...કે જ્યાં માત્ર હું અને તું મળીશું...જ્યાં તારા સાનિધ્યમાં મને મારા અસ્તિત્વનો અહેસાસ થાય...તારા આલિંગનમાં તારા હૂંફાળા સ્પર્શનો અનુભવ થાય...ક્યારેક તો મળીશું ને આપણે..."

મૌસમ ઊંઘવા જ જતી હતી કે મલ્હારનો ફોન આવે છે.

મલ્હાર:- "હું ઈચ્છું છું કે કાલે આપણે મળીએ."

મૌસમ:- "પણ મલ્હાર કાલે તો ઑફિસ ચાલું છે ને. અને આમ કામ છોડીને મળવાનું ઠીક નથી."

મલ્હાર:- "ઑકે તો બીજા દિવસે મળીએ. રજા છે."

મૌસમ:- "ઑકે..."

મલ્હાર:- "અને હા સાંભળ...મળવાનું થાય ત્યારે વાળ છુટ્ટા રાખજે."

બીજા દિવસે મલ્હારે મૌસમને બાગમાં મળવા માટે કહ્યું.

પંક્તિ પોતાના ક્લાસ રૂમ તરફ જતી હતી ત્યારે પંક્તિએ ક્લાસમાં બેઠેલા વીકી અને સોહમની વાત સાંભળી.

વીકી:- "મે તારો અને રાઘવના અપમાનનો નાનકડો બદલો લઈ લીધો પંક્તિના કપડાં ફાળીને."

સોહમ:- "પણ મલ્હારભાઈને ખબર ન પડવી જોઈએ. નહીં તો રાઘવ અને મારા પર ગુસ્સે થશે."

પંક્તિ મનોમન બોલી "ઑહ તો આ કામ સોહમ અને વીકીનું છે."

પંક્તિ બેઠક રૂમમાં આમથી તેમ આંટા મારી રહી હોય છે.

મૌસમ:- "શું થયું? તારે કંઈક કહેવું છે?"

પંક્તિ:- "didu જો ભૂલથી આપણે કોઈની ઈન્સલ્ટ કરી હોય તો આપણે શું કરવું જોઈએ. I think માફી માંગી લેવી જોઈએ."

મૌસમ:- "હા પંક્તિ જરૂરથી માફી માંગી લેવી જોઈએ. કારણ કે કોઈની ઈન્સલ્ટ કરવાનો હક્ક આપણને નથી. સમજી?"

પંક્તિ:- "Thank you didu..."

મલ્હાર મૌસમની રાહ જોતો બાંકડે બેઠો. થોડી જ વારમાં મૌસમને આવતા જોઈ.

મલ્હાર તો મૌસમને જોઈ જ રહ્યો. પવન આવતા મૌસમ વાળને સરખા કરતી કરતી આવી.

મૌસમ વાળ સરખા કરતી બાંકડા પર બેઠી.
બંન્ને વચ્ચે મૌન છવાયેલું રહ્યું. મલ્હારની નજર મૌસમ પર ગઈ. પણ પવનને કારણે મૌસમના વાળ વારંવાર ચહેરા પર આવી જતા.

पहली मुलाकात थी
हम दोनों ही थे बेबस
वो जुल्फें न संभाल पाए
और हम अपने दिल को...

ઘનઘોર ઘટા જેવી મૌસમની ઝૂલ્ફો થોડા વધારે પવનને કારણે મલ્હારના ચહેરા પર લહેરાઈ. મલ્હાર મૌસમની ઝૂલ્ફોમાંથી આવતી ખૂશ્બુને શ્વાસમાં ભરી રહ્યો.

મલ્હારે પોતાની આંગળીઓથી મૌસમના ચહેરા પર આવતી લટોને કાનની પાછળ સરકાવી દીધી. મલ્હારની નજર મૌસમના ચહેરા પર જ અટકી ગઈ.

કાજળથી લાંબી ખેંચેલી અણિયાળી આંખો શરમથી ઝૂકેલી હતી.

ક્રમશઃ