જેટલું સ્ત્રી શક્તિ ની વાતો લખું છું એટલું જ પુરુષ થયા પછી જે તકલીફ નો સામનો કરવો પડે છે એની વાત પણ કરું છુ.
પપ્પા માટે લખવું હર હમેંશા ગમે પછી કોઈ માટે લખવું ગમે તો એ પતિ છે. હા પતિ પરમેશ્વરમાં હું નથી માનતી કારણ કોઈ પણ વ્યક્તિને ભગવાનનો દરજ્જો ન જ આપી શકાય અને એ યોગ્ય પણ નથી એટલે પતિ પરમ ઈશ્વર નથી પણ પરમ સખા તો છે જ..
પણ આપણી આશા ઓ પતિ પાસે કંઈક અલગ જ હોય છે ખરું ને ? પતિ આપણાં માટે 24 કલાકમાંથી 12 કલાક મજૂરી કરતો હોય છતાં આપણે એમને એમ કહીએ કે તમારી પાસે મારી માટે સમય જ નથી, વિચાર્યું છે કે સમય નથી એનું કારણ શું છે ? ના.... જોયું પેલા ફલાણા ભાઈ એની વહુ માટે કેટલું કરે છે.. તમે હમેંશા કંપેરિઝન કરતાં રહ્યા આજુ બાજુના મિત્રો કે સગા સંબંધીઓના પતિ સાથે પણ ક્યારેય એ વિચાર્યું કે એ લોકો ખરેખર જે દ્રશ્ય સમાજ સામે ઉભું કરે છે એ સાચું છે? બની શકે તમારા વરને વારે વારે I love you કહેવાની ટેવ ન હોય પણ ક્યારેય એમનો પ્રેમ તમારા માટે ઓછો થયો? શું શબ્દ વ્યવહાર કરતાં જરૂરી છે ? બીજું હમેંશા એક પત્ની તરીકે પતિ પાસે આશા હોય કે જરાક એવી શરદી થાય કે નાનકડી ઉલટી તે બાજુમાં આવી ઉભો રહી પેમ્પર કરે પેમ્પરિંગ દરેક સ્ત્રીને ગમે પણ ઘણાં પતિઓની આદત અલગ હોય ખોટું પેમ્પરિંગ કે બકા , ડાર્લિંગ વગેરે વગેરે શબ્દો દિલમાંથી ન નીકળે ત્યાં સુધી ન બોલે તો તમે એમ ઈચ્છો છો કે પ્રેમની સાબિતી માટે આવા ખોખલા શબ્દોની આવશ્યકતા છે? પુરુષોની પ્રકૃતિ જ એવી ઘડવામાં આવી છે જ્યાં લાગણી વેડાને સ્થાન નથી તમારા મન ખાતર એ લાગણીઓ વાપરવાની કોશિષ કરશે પણ એ દિલ થી નહીં આવે.. લિસ્ટ લાંબુ છે પત્નીઓ નું પતિ પાસે વાર તહેવારે ગિફ્ટની આશા હોય ..અમારા એ તો મારા માટે ક્યારેય કશું ન લાવે. જન્મદિવસ હોય કે એનિવર્સરી ગિફ્ટ તો સ્ત્રી જ પામે પુરુષો એ આપવાનું જ...આશા રાખવાનું તો પુરુષોના ડેટા માં ફીડ જ નથી કરાયું એટલે એ લોકો નિરાશ પણ ઓછા થાય છે. તમારી નાનકડી જરૂરિયાત નું ધ્યાન જે પુરુષ રાખતો હોય એમની પાસે તમને કંઈ ગિફ્ટ જોઇએ બોલો... પોતે બે જોડી કપડાં કે શૂઝમાં ચલાવી તમને કબાટ ભરી કપડાં લઈ દેતો હોય છે. એમને આપતાં જ આવડે છે પણ આપણી માંગણીનું લિસ્ટ એવડું લાંબુ છે કે ઘણી વખત આપતાં આપતા એ પણ થાકી જાય છે.. મારી ઘણી વખતની આ કમ્પ્લેન હોય છે મારા પતિ પાસે અને મારી જેમ ઘણાં ની હોતી જ હશે કે તમે તો મારી કેર જ નથી કરતાં..(MMO) કારણ જે કેર કરે છે એ દેખાડતાં એમને આવડતું જ નથી ..તને પેલું સ્કૂટર નહીં ફાવે તો હું લઈ જાવ ..થી મને તો ભૂખ નથી કહી ઓછું ખાઈ તમને ભાવતાં પકવાન તમારા માટે રાખે.. માથું દુઃખે એટલે દાબી દઈ ને જ કેર થાય એવું નથી એ શા માટે દુખ્યું અને ન દુઃખે એ માટે હવે શું ધ્યાન રાખવું જોઈ એ વાત કરે એ પણ કેર છે.. આપણી દરેક સ્ત્રી એમ જ વિચારે અને જતાવે કે કુટુંબ માટે કે પતિ માટે કેટકેટલું કરીયે છીએ.. ઉઠીને ચા બનાવવા થી રાત્રે દૂધ મેળવવા સુધી લાંબુ લિસ્ટ તૈયાર રાખીયે. પણ ક્યારેય પતિ ના ઓફીસ કામ કે ધંધાના ઉતાર ચડાવ નો ગ્રાફ બનાવ્યો છે? ક્યારેય વિચાર્યું છે જમતાં જમતાં જો બોસ નો ફોન આવે તો ઊભા થઈ જવું પડે છે. ગમે એવી ઋતુ હોય કામ , નોકરી કે ધંધા માં બ્રેક નથી લઈ શકતાં. પત્નિ તરીકે તમે તમારા ઘરની બોસ છો પણ આ પતિઓ ને તો ત્યાં બોસ અંહી બોસ જેવું હોય છે. (#MMO)આ વસ્તુ હમેંશા મને ખૂંચે કે પત્નિ તરીકે આશા ઓ ઘણી રાખું પણ પતિમાં પતિ નહીં મિત્ર ની ઈચ્છા રાખું તો... મારે પણ મિત્ર બનવું પડે ને ?? આશા ઓ અને અપેક્ષાઓ થી પર થઈ વિચારવું પડે ને ?? ક્યારેક મારે એ હિંમત આપવી પડે ને કે નોકરી થી થાકો તો રેવા દેજો બેય જણ સાથે મળી ને કંઇ ક કરશું. પણ આપણી તો માંગણી વધતી જાય એટલે એમને તો આ માંગણી પૂરી કરવા દોડવું જ પડે. દરેક વખતે સ્ત્રી ને દયા ની નજરે જોવાની જરૂર નથી થોડી દયા દ્રષ્ટિ ની જરૂર એમને પણ છે. (#માતંગી)