Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

નફરત સે બની એક કહાની પ્યાર કી - 25 (અંતિમ ભાગ)

6 મહિના પહેલા....

પાર્થ સમર ને છ મહિના પહેલા ની ઘટના જણાવતા કહે છે કે....."સમર હું જ્યારથી પાંખી ને પહેલી વાર જોઈ ત્યારથી જ પસંદ કરવા લાગ્યો હતો...અને આ પસંદ ધીમે ધીમે પ્રેમ માં પરિણમવા લાગી...હું હમેંશા એ પળ ની રાહ જોતો કે ક્યારે મારા દિલ ની વાત પાંખી ને કહું....અને તે દિવસ પણ પણ આવી ગયો જ્યારે પાંખી ને મારા દીલ ની વાત કહેવાની હતી....પાંખી ના જન્મદિવસ ના દિવસે બપોરે જ મને એના જન્મદિવસ ની જાણ થઈ...ત્યારે જ મેં વિચારી લીધું કે હું આજે એને મારા મન ની વાત કહી ને જ રહીશ...મને જાણ થઈ તરત જ મેં એના માટે રેસોર્ટ માં પાર્ટી નું આયોજન કરી નાખ્યું....હું ખૂબ જ ખુશ હતો તે દિવસે....તને લઈને ત્યાં રિસોર્ટ માં પહોંચ્યો....પણ તું અંદર ન આવ્યો...હું તરત જ અંદર ગયો અને બધું આયોજન જોયું....ખૂબ જ સરસ રીતે મારા નક્કી કર્યા પ્રમાણે જ બધુ ડેકોરેશન થયું હતું....બસ પાંખી ની જ રાહ હતી....ત્યાં જ પાંખી આવી મેં અગાઉ નક્કી કર્યા મુજબ પાંખી ના આવતાં જ એના માટે ખૂબ જ સુંદર મ્યુઝિક સાથે એની એન્ટ્રી થઈ..પાંખી તો ચોંકી જ ગઈ તે બધું જોઈને....પાંખી હજી આગળ કાંઈ વિચારે તે પહેલાં જ બધા એ એકીસાથે પાંખી ને બર્થ ડે વિશ કર્યું....પાંખી તો બધું જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ...ત્યાં જ અચાનક હું એની સામે ઘૂંટણિયે બેસી ગયો અને મારા પ્રેમ નો પ્રસ્તાવ મૂક્યો..... હું ખૂબ જ ડરેલો હતો...કહેવા સમયે કહી તો દીધું પણ આગળ પાંખી શું કહેશે એ કાંઈ જ વિચાર્યું નહતું....પણ મન માં એક આશા હતી કે તે મને ના નહીં કહે....મારી આવી હરકત થી પાંખી પહેલા તો ચોંકી જ ગઈ...કેમ કે એના માટે તે પળ ખૂબ જ અચરજ પમાડે તેવી હતી....તે શું કહે?શું ન કહે એ જ વિચાર માં પડી ગઈ.....પાંખી કાઈ કહે એ પહેલાં જ એની મિત્ર સાંચી ત્યાં થી ચાલી ગઈ....જેને પાંખી ના બર્થ ડે માટે ની આટલી તૈયારી કરી એ જ અચાનક આ રીતે ત્યાં થી ચાલી ગઈ....હું કઈ સમજી ન શક્યો....ત્યાં જ પાંખી એ મારા પ્રપોઝલ ને ઠુકરાવી દીધો અને મને એક હકીકત જણાવી...."

પાંખી એ કહ્યું કે..."પાર્થ સર હું તમારા પ્રેમ નો સ્વીકાર નહીં કરી શકું....કેમ કે હું પહેલા થી જ કોઈ બીજા ને મારુ દિલ દઈ ચૂકી છું.... અને તમેં મને કંઈ રીતે પ્રપોઝ કરી શકો છો તમે તો સાંચી ને પસંદ કરો છો ને....?"

"હું કઈ જ સમજી ન શક્યો....કે આ શું થઈ રહ્યુ છે....હું તો હમેંશા થી જ પાંખી ને પ્રેમ કરું છું તો આ સાંચી ક્યાં થી વચ્ચે આવી...."ત્યાં જ પાંખી એ મને જણાવ્યું કે..." સાંચી મને પ્રેમ કરે છે અને પાંખી અને સાંચી એ મારા મન ની વાત જાણવા પ્રયત્ન કર્યો ત્યારે એક ગેરસમજ ને કારણે તેઓ એ એવું માની લીધું કે હું પણ સાંચી ને પ્રેમ કરું છું.....અને આ જ કારણે મારા પાંખી ને પ્રપોઝ કરતા ની સાથે જ સાંચી ત્યાં થી ચાલી ગઈ....કહેવાય છે ને કે કિસ્મત ના ખેલ ખૂબ જ અઘરા હોય છે....તેને કોઈ નથી સમજી શકતું...એમ તે દિવસે એક સાથે 3 દિલ તૂટ્યા...."

ત્યાં જ સમર બોલ્યો...."ત્રણ દિલ નહીં ચાર દિલ......"

પાર્થ જાણે કાઈ સમજ્યો જ નહીં એમ સમર ને પૂછવા લાગ્યો...."શું ચાર દિલ??હું કઈ સમજ્યો નહીં...."

ત્યાં જ સમર એ પોતાની જિંદગી માં પાંખી ના આવ્યા પછી ની અને પાંખી ને પ્રેમ થયા સુધી ની તમામ ઘટના પાર્થ ને જણાવી.....પાર્થ તો આ બધું સાંભળીને ચોંકી જ ગયો....અને પછી સમર એ પાંખી ના જન્મદિવસ ના દિવસ ની વાત જણાવતા કહ્યું કે...."પાર્થ તે દિવસે હું ચાલ્યો નહતો ગયો....હું બસ પાંખી ને પ્રપોઝ કરવા માટે અને તેના બર્થ ડે નું ગિફ્ટ લેવા ગયો હતો.... જ્યારે મને ખબર પડી કે વિડી એ પાંખી નો bf કે મંગેતર નથી પણ ફિલ્મ નો હીરો છે ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગયો....અને મેં તરત જ મારા દિલ ની વાત પાંખી ને જણાવવા નું નક્કી કર્યું....આ માટે હું તેના માટે ગિફ્ટ લેવા ગયો હતો....અને હું ગિફ્ટ લઈ ને ત્યાં પહોંચ્યો ત્યારે જોયું કે તું પાંખી ને પ્રપોઝ કરે છે....મારા આંખ માંથી આંશુ નીકળવા લાગ્યા....હું ખુશ થાવ કે દુઃખી એ જ નહતું સમજાતું...હું તારા માટે ખુશ હતો કે તું પણ પાંખી ને પ્રેમ કરે છે....અને હું એટલું જ જોઈ શક્યો....આગળ પાંખી એ તને શું કહ્યું એ જોયા પહેલા જ હું ત્યાં થી ચાલ્યો ગયો....કેમ કે મને ડર હતો કે જો હું ત્યાં રહીશ તો કદાચ તમારા બંને વચ્ચે આવી જઈશ....અને આવું જ વિચારી હું ત્યારે જ મુંબઈ જવા નીકળી ગયો..... અને આ જ કારણે હું આ 6 મહિના બધા થી દુર રહ્યો...અને તારા થી પણ...કેમ કે મને ખબર હતી જો હું તારી સાથે વાત કરીશ તો તું મને મનાવીને પણ અહીં બોલાવી જ લઈશ...અને હું તારા થી દુર તો રહી શકું પણ મારા લીધે તારી ખુશી ને દુઃખ માં ન પલટાવી શકું....."

આટલું બોલતા જ સમર ના આંખ માં આંશુ આવી ગયા....પાર્થ ની આંખ માં તો ક્યારના આંશુ હતા જ...બને એક બીજા ને હગ કરી રડવા લાગ્યા.....ત્યાં જ પાર્થ બોલ્યો...."યાર સમર તું મારા કારણે તારા ઘર થી દુર, તારા મમ્મી થી દુર રહ્યો..... યાર એક વાર તો વાત કરવી હતી....પણ યાર એક વાત સમજાતી નથી....પાંખી એ આજ સુધી ન કહ્યું કે એ તને પ્રેમ કરે છે... આ જ સુધી આ વાત શેર જ નથી કરી..... હવે તો અમે સારા મિત્ર બની ગયા છીએ....તો પણ એને મને આજ સુધી એ ન જણાવ્યું કે એ તને પ્રેમ કરે છે..."

ત્યાં જ સમર એ કહ્યું...."મારા કારણે...કેમ કે મેં એની પુરી વાત સાંભળ્યા પહેલા જ એનું દિલ તોડી નાખ્યું...તો કઈ રીતે કહે કે એ મને પ્રેમ કરે છે....પણ હવે આજે જ હું બધી જ ગેરસમજ દૂર કરી તેને મારા દિલ ની વાત કહીને મારી બનાવી લઈશ.... પણ પાર્થ કાલે રાતે તારી સાથે કોણ છોકરી હતી??જેને તું હગ કરી ને ઉભો હતો??"

પાર્થ બોલ્યો...."ઓહ તે..સાંચી હતી.....તે દિવસે સાંચી પાર્ટી માંથી ખૂબ જ દુઃખી થઈ ને ચાલી ગઈ....ત્યારબાદ હું અને પાંખી એના ઘરે ગયા અને એને બધી જ હકીકત જણાવી....ત્યારબાદ મેં એને કહ્યું કે હું એને સારી મિત્ર માનું છું...તો એને પણ મને વચન આપ્યું કે તે હવે મને મિત્ર થી વધુ નહીં માને....પણ યાર આ છ મહિના માં હું સાંચી ની ખૂબ જ નજીક આવી ગયો....અને મને અહેસાસ થયો કે એ જ મારો સાચો પ્રેમ છે....અને કાલે જ્યારે હું પરેશાન હતો ત્યારે એને જ મને સંભાળ્યો....અને કાલે મારા થી ન રહી શકાયું અને મેં એને મારા દિલ ની વાત કહી....અને એ તો આમ પણ મને પ્રેમ કરતી જ હતી તો એને પણ મારા પ્રેમ નો સ્વીકાર કર્યો....અને એ જ કારણે અમે સાથે હતા....અરે સમર એ બધું મુક અને હવે પાંખી ને તારા દિલ ની વાત કેમ કહીશ અને એને કેમ મનાવીસ એ વિચાર...."પાર્થ એ સમર ને પૂછ્યું....

સમર થોડા વિચાર માં પડી ગયો.... અને પછી બોલ્યો...."હું પણ એ જ વિચારું છું કે હવે હું મારા દિલ ની વાત કઈ રીતે પાંખી ને કહું....પહેલા પણ હિંમત નહતી....અને હવે તો છ મહિના થી વાત પણ નથી કરી તો કેમ કહું કે હું એને પ્રેમ કરું છું....અને એ જો નહીં માને તો....."સમર ઉદાસ થતા બોલ્યો.....

ત્યાં જ પાર્થ એ કહ્યું....."મારી પાસે એક પ્લાન છે...."એમ કહી પાર્થ એ સમર ને બધું સમજાવી દીધું.....

પાંખી હજી સવિતા બેન પાસે જ બેઠી હોય છે.....એ જ સમયે ત્યાં પાર્થ દોડતો દોડતો આવે છે....અને હાંફળો ફાફળો કહે છે કે..."પાંખી સમર....સમર ને...."

આગળ જાણે બોલી જ નથી શકતો...પાંખી તો જલ્દી ઉભી જ થઈ જાય છે....અને ડરતા ડરતા કહે છે કે....."શું થયું સમર સર ને....પાર્થ કહો ને સમર સર ક્યાં છે....?સમર સર ને શું થયું....."

ત્યાં જ પાર્થ કહે છે કે...."સમર બહાર છે એનું એક્સિડન્ટ....."પાર્થ હજી કાઈ બોલે એ પહેલાં જ પાંખી બહાર દોડતી દોડતી જાય છે......પાંખી સમર નું નામ જોર થી બોલતી રોતી રોતી બહાર પહોંચે છે..... અને હોસ્પિટલ ના ગ્રાઉન્ડ માં સમર ને બધે શોધવા લાગે છે....ત્યાં જ એ જોવે છે કે સમર બેહોશ હાલત માં પડ્યો હોય છે....

પાંખી તો જલ્દી સમર પાસે જાય છે અને એને ઉઠાડવા ની કોશિશ કરતા કહે છે કે...."સમર સર ઉઠો...શું થયું તમને??ક્યાં ચાલ્યા ગયા હતા??હું તમારા વિના એક દમ એકલી થઈ ગઈ હતી....આ છ મહિના મારા માટે છ જન્મ જેટલા લાંબા હતા....આટલા સમય પછી આવ્યા અને આજે પણ આ રીતે.....શું થયું તમને સમર સર.....?પ્લીઝ ઉઠો....મારે તમને કેટલી બધી વાત કરવી છે....હું તમને કેટલો પ્રેમ કરું છું ખબર છે તમને....તમે તો મને મૂકી ને જ ચાલ્યા ગયા...તમને યાદ પણ નહીં આવી હોય ને મારી....હું તમારા વિના ખૂબ જ અધૂરી છું સમર સર....પ્લીઝ ઉઠો...."

ત્યાં જ સમર આંખો ખોલે છે.....અને કહે છે...."મિસ પાંખી હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું...."

એમ કહેતા સમર ઉભો થાય છે....પાંખી તો આ સાંભળીને ચોંકી જ જાય છે....અને એ સમર ના ઉભો થતા જ એને હગ કરી ને રડવા લાગે છે.....થોડી વાર માટે કોઈ જ કાંઈ જ નથી બોલતું.....થોડી વાર પછી પાંખી સમર થી દુર થતા કહે છે કે...."સમર સર આ બધું શું છે...??તમે તો બેભાન હતા....અને તમે ક્યારે આવ્યા...??"

આમ પાંખી સમર ને ઘણા પ્રશ્નો પૂછે છે.....ત્યાં જ સમર કહે છે કે....."અરે બસ મિસ પાંખી.... હજી તો પ્રેમ ની શરૂઆત થઈ ત્યાં જ તમે તો એક વાઈફ ની જેમ પ્રશ્નો પૂછવાના ચાલુ કરી દીધા...."પાંખી તો જાણે આટલું સાંભળી શરમાય જ ગઈ.....ત્યાં જ સવિતા બેન અને પાર્થ પણ ત્યાં આવી ગયા....અને પાર્થ એ આવીને પાંખી ને પોતાના પ્લાન વિશે અને સમર ના છ મહિના તે બધા થી દુર જવા વિશે જણાવ્યું....અને એ સાથે જ સમર પાંખી ની સામે ઘૂંટણિયે બેસી ને અને એક સુંદર રિંગ હાથ માં લઇ ને પાંખી ને કહ્યું કે....."મિસ પાંખી...i love u.... હું તમને ખૂબ જ પ્રેમ કરું છું....અને છેલ્લા છ મહિના થી એક પણ એવી પળ નથી ગઈ કે તમને યાદ ન કર્યા હોય....જેમ તમે મારા વિના અધૂરા હતા...હું પણ તમારા વિના અધુરો જ છું..... તમે મારી જિંદગી માં આવી ને મને જીવતા શીખવ્યું છે....અને આજે હું મારી જાત ને ખૂબ જ ખુશનસીબ માનું છું કે મને તમારા જેવી પ્રેમ કરવા વારી ગર્લ મળી...શું તમે મારી જીવનસાથી બનીને મારી સાથે આખી જિંદગી રહેશો??શું મિસ પાંખી તમે મારી સાથે લગ્ન કરી ને મારા સુખ દુઃખ માં સહભાગી બનશો??શું તમે આ સમર ની પાંખી બનીને આખી જિંદગી વિતાવશો??"

પાંખી તો જાણે આ પળ ની રાહ જોઇને જ બેઠી હતી....એને હવે એક પણ પળ નો વિલંબ કર્યા વિના સમર ને હા કહી દીધી....અને કહ્યું કે...."હા સમર સર હું આખી જિંદગી તમારી સાથે વિતાવવા માંગુ છુ.... અને આજ થી આ પાંખી સમર ની બની ગઈ છે...."સમર આ સાંભળી ને ખૂબ જ ખુશ થઈ ગયો....અને ત્યાં ઉભા પાર્થ અને સવિતા બેન પણ ખૂબ જ ખુશ થયા....

એક નફરત અને ગુસ્સા થી શરૂ થયેલી કહાની આજે પ્યાર માં બદલી ગઈ હતી....આજે એક નવી જ કહાની ની શરૂઆત થઈ ગઈ હતી.... બે પ્રેમ કરવા વારા વ્યક્તિ ના પ્રેમ ની જીત થઈ ગઈ હતી.....એક સુખદ અંત સાથે આ કહાની નો અંત આવી ગયો.....

પ્રિય વાચક મિત્રો...આજે મારી આ નોવેલ નો એક સુખદ અંત આવી ગયો....આટલા સમય મારી આ નોવેલ સાથે જોડાવવા બદલ ખુબ જ આભાર...તમારા સાથ અને સહકાર ને લીધે જ આજે હું અહી સુધી પહોંચી શકી.... તમારા બધા નો ખૂબ ખૂબ આભાર...આ નોવેલ ના સુખદ અંત સાથે હું તમારી સામે એક નવી શરૂઆત કરવા જઈ રહી છું.... એક એવી નોવેલ જેની શરૂઆત પણ એક અંત સાથે થવાની છે...મારી આ નોવેલ નો જેટલો પ્રેમ અને સહકાર આપ્યો એટલો જ બીજી નોવેલ ને પણ પ્રેમ અને સહકાર આપો એવી આશા રાખું છું.....

thank you all.....☺️☺️