હું હજી પણ શાંત જ ઉભો હતો એકલો.....
મમ્મી : તને શું લાગે ?? હું પણ તારા પપ્પા અને દાદી જેવી છું...તો તે આવુ કર્યું...
મમ્મી ના અચાનક ગુસ્સે થઈને બોલવાથી સનમ ગભરાઈ ગઇ..પણ હું હજુ પણ ચૂપ જ ઉભો હતો..
મમ્મી : મને બધું સાચું સાચું કહી દે...મને એટલો તો વિશ્વાસ છે જ કે તું કોઈ છોકરી ની જિંદગી બરબાદ ના જ કરે..
me : તમારી વાત સાચી છે..મેં જે પણ કીધું હતું તમને બધાંને તે ખોટું હતું..પણ મમ્મી મારા પાસે બીજો રસ્તો જ નહોતો..પપ્પા ની તમને ખબર જ છે..અને પપ્પા ને મનાવી પણ લેતો હું તો પણ દાદી કોઈ દિવસે મારા પ્રેમ લગ્ન ના થવા દેતા..એટલે મને જેમ ઠીક લાગ્યું એમ કર્યું.
સાચુ સાંભળી ને મમ્મી ને રાહત થાય છે..
મમ્મી : તને ખબર પણ છે...તારા પપ્પા તારા વિશે કેવું વિચારે છે હાલ??
me : પણ તમને તો હતો જ ને વિશ્વાસ કે હું એવુ કઇ ના કરું..તમારા થી વિશેષ મારા માટે કઈ નથી..તમને મેં ના કહ્યું એના માટે sorry મમ્મી..બીજી વખત આવું નહી કરું...તમારાથી કાઈ છુપાવીશ નહિ..તમને બધું પહેલે જ કહી દઈશ.
બધા નાટક વચ્ચે સનમ વિચાર માં પડી ગઈ કે આ બધું શુ ચાલી રહ્યું છે પણ તે કઈ બોલી નહિ..
મમ્મી : જોઇલે સનમ...આ ને એક્ટિંગ કરતા બહુ સારી આવડે છે.અત્યારે પણ નાટક જ કરે કરે છે...
એમ કહીને તે હસવા લાગ્યા..અને મને માફ કરી દીધો....ખબર નહિ પપ્પા ને ખબર પડશે ત્યારે શું કરશે મારા સાથે..
મમ્મી : સનમ એક વાત કે મને જ્યારે હું આવી ત્યારે તું મારા છોકરા ના મોઢા પર હાથ રાખીને એને બોલતા કેમ રોકતી હતી...
મારા મમ્મી બનાવટી ગુસ્સો કરી સનમ ને બોલ્યા..
સનમ ને આવો સવાલ પૂછ્યો એટલે તે શું જવાબ આપવો એની મૂંઝવણ માં પડી ગઈ ...તેને આવી રીતે જોઈને મને હસવું આવી ગયુ..સનમ એનું માથું નીચે કરીને ગુનેગાર ની જેમ ઉભી રહી ગઈ..
મમ્મી : કાર્તિક આમ...તો જો કેટલી માસૂમ છોકરી છે.આવી છોકરી ને તું હેરાન કેવી રીતે કરી શકે છે આટલી??
એમ બોલી મારા મમ્મી સનમ પાસે ગયા અને એને બાજુ માં બેસાડી અને બોલ્યા...
મમ્મી : મને ખબર છે કે આ જ તને હેરાન કરતો હશે..અને જ્યારે તે હેરાન કરે ત્યારે એના મોઢા પર હાથ મુકવાથી કાંઈ ફરક નહિ પડે...એના માટે તારે જો આ રીત અપનાવવાની...
એમ કહીને હું ત્યાં જ બેઠો હતો એટલે મારો એક તરફનો કાન ખેંચ્યો..
મમ્મી : આ તે સનમ ને હેરાન કરી આવી રીતે કે તે તને બોલતો બંધ કરવા મજબૂર થઈ ગઈ...એના માટે..સનમ જોઈ લેજે આને કેવી રીતે સીધો કરવાનો છે...હવે જ્યારે પણ તને હેરાન કરે...કાન ખેંચજે આના...
એટલે સનમ પણ હસવા લાગી..
me : મમ્મી મૂકી દો મારો કાન...હવે સનમ ને સમજાઈ ગયું છે..
મમ્મી : હવે તું સીધો કરજે આને એવી આશા છે...અમે તો થાકી ગયા...આ તું જે જૂઠું બોલ્યો મારા પાસે એની સજા છે
me : સનમ મમ્મીને બોલ ને કે કાન મૂકે મારો
સનમ : આંટી હવે મૂકી દો આનો કાન નહિતર ત્યાંથી તૂટી જાશે...
સનમ ના કેવા પર કાન મુક્યો મારો...અને સનમ ના માથા પર હાથ મુક્યો
મમ્મી : હવે તારે મને આંટી ના કેવાનું હોય...મમ્મી જ કેવાનું..હું તારી મા જ છું એમ સમજી લેજે..
સનમ થોડીક ભાવુક થઈ ગઈ..
અને એમ કહીને તે ચાલ્યા ગયા..સનમ હવે મારા તરફ જોતી હતી..
me : શુ યાર..કેમ આવી રીતે જોય છે તું??
સનમ : તારા ઘરે તે લગ્ન માટે શું બહાનું આપ્યું કે મમ્મી ગુસ્સે થઈ ગયા..
me : ઓહો.....હજુ આપણા લગ્ન નથી થઈ ગયા તો તું મમ્મી કહીને બોલાવે છે..
એમ કહીને હું હસ્યો..
સનમ : વાત ને બદલવાની કોશિશ ના કર..
મને ખબર પડી ગઈ કે જો સનમ ને સાચી વાત બોલીશ એટલે તે ગુસ્સે તો થશે જ..એટલે હું ધીમેથી દરવાજા તરફ ગયો અને એને ખોલી નાખ્યો..અને ત્યાં ઉભો ઉભો બોલ્યો..
me : સનમ જો રાત થઈ ગઈ છે..પછી તું સવારે પણ મોડી જાગીશ....સુઈ જા ને જાન...
સનમ : આટલું મીઠુ નામ તું બોલ્યો કાર્તિક..વાહ...જાન..હજુ એક વાર બોલતા પહેલા મને બધું સાચું કહી દે...નહિતર આજે તને તો સુવા નહિ જ મળે..
me : એમા થયું એવું કે મેં એમને કીધું કે તું મારા બેબી ની મમ્મી બનવાની છો...એટલે જ તે બધા માન્યા. .તને નહિ ખબર મેં કેટલા લાફા ખાધા છે ....
સનમ હવે મને ગુસ્સા માં ઘુરી રહી હતી...એટલે મને લાગ્યું કે હવે મારે અહીંયા થી જવું જોઈએ..
me : મને લાગે છે કે મારે હવે થોડીક વાર માટે બહાર ચક્કર મારવા માટે જવું જોઈએ..
એમ બોલી હું બહારની તરફ ચાલવા લાગ્યો...અને પાછળ સનમ મને પકડીને મારો કાન ખેંચીને મારા મમ્મી ની સલાહ નું પાલન કરશે એ મને ખબર પડી ગઈ...
સનમ : ઉભો રે તું...
પણ એની પહેલા તો હું બહાર ની તરફ ચાલવા લાગ્યો...પછી ખબર પડી કે તે મારા પાછળ આવી રહી છે...એટલે હું ઉપરની તરફ ભાગવા લાગ્યો....સનમ પણ પાછળ જ આવતી હતી..લાગ્યું કે આજે આ આમ તો નહીં જ રોકાય..
સનમ : તને શરમ ના આવી યાર...તે કેવું બહાનું કાઢ્યું સાવ...
me : શુ ખોટું છે એમાં??? બેબી ભવિષ્ય માં તો આવશે જ ને....તો એમાં શરમ શેની...
સનમ : ખરેખર તું યાર બહુ બેશરમ માણસ છો...કોઈ આવા બહાના કાઢે..
તે હવે હવેલી વચ્ચે જ બોલવા લાગી...જાનકી સાંભળતી હતી..કારણ કે હું અજાણ્યા તેના રૂમ ની બહાર ઉભો રહી ગયો હતો...
પછી હું એને માનવવા માટે એની નજીક ગયો.અને એની કમર માં હાથ નાખી ને જાનકી ના રૂમ ની બહાર જ ઉભો રહી ગયો..
me : તો હવે તું મારા થી ગુસ્સે થવાની છો?તો અત્યારે જ કહી દે..
સનમ : મન તો થાય છે કે તારો કાન પકડી ને એવો ખેંચુ કે તું કોઈ દિવસ આવા પ્લાન ના બનાવી શકે..અને બનાવે તો પહેલા મને યાદ કરે..
me : તો ખેંચી લે...બંદા હાજીર હૈ...
એમ બોલી મેં મારો કાન એના નજીક કર્યો તો એને એમાં બાઈટ ભરી લીધી..
me : સનમ શુ કરે છે યાર...
સનમ : જા તને માફ કર્યો...બીજી વખત આવુ ના કરતો..તારા પપ્પા કેવું વિચારતા હશે....અને દાદી ની તો વાત જ ના પૂછતો...તે તો બહુ ગુસ્સે હશે...
me : હું બધું સરખું કરી દઈશ...તું ચિંતા ના કર...મેં જે કર્યું આપણા માટે કર્યું...અને હજુ પણ કરતો રહીશ..
સનમ : તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો...અને આપણે હવેલી માં કોઈ બીજા ના રૂમ પાસે ઉભા છીએ...
me : અત્યારે કોઈ ના જાગતું હોય....એટલે કોઈ સાંભળે પણ નહીં..સુવાનો ટાઈમ થઈ ગયો તો શું છે
સનમ : તો હવે ગુડ નાઈટ અને સ્વીટ ડ્રિમ જાન....
એમ બોલી તે પકડમાંથી છટકી ને એના રૂમ તરફ ભાગી ગઈ.....હું જાનકી ના રૂમ તરફ જોઈને બોલ્યો ,"ગામડાની છોકરીઓ ને ગુડ નાઈટ કિસ દેવાની પણ ખબર ના પડે...શુ જિંદગી છે..સાલુ આ કોનો રૂમ છે.....જેનો હોય એનો સુઈ જવા દે " એમ બોલીને હું પણ મારા રૂમ માં જઈને સુઈ ગયો..
જાનકી આ બધું સાંભળીને જાણે સળગી ગઈ હોય એમ ગુસ્સે થઈ રહી હતી સનમ પર...અને મને ખબર નહોતી કે આ જ કે આ જાનકી નો રૂમ છે...તે રાત માં સુવે ઓછું જાગે વધારે...
સવારે જ્યારે બધા ચા પિતા હતા ત્યારે વિરજીભાઈ ના દેખાયા..એટલે મેં સેજલ ને પૂછ્યું..તો એને કીધું કે તે બહાર બેઠા છે..
હું તેમના પાસે ગયો..
me : હવે તમને કઈ વાત નું દુઃખ છે??તો આટલા ઉદાસ બેઠા છો...
વિરજીભાઈ : ગામ ના મુખ્ય ગોર બાપાનું કોઈએ ખૂન કરી નાખ્યું અને લાશ મારા ખેતર માં જ ફેંકી...
me : મતલબ તમે બોલતા હતા તે સાચું જ હતું...તો પોલીસ કેસ કરી દો...
વિરજીભાઈ : દીકરા...અહીંયા પોલીસ ના આવે.....અહીંયા બધું જાતે જ નક્કી કરવું પડે અને લોકો મળીને જ સજા આપે..
મને ખબર પડી ગઈ કે જો મારુ કોઈ ખૂન કરી નાખે અહીંયા તો કોઈને સજા પણ નહીં થાય અને ગામલોકો તો મરી જશે તો પણ કાતિલ નહિ મળે.....મને મારા પરિવાર પર હવે ખતરો દેખાવા લાગ્યો....
મને પહેલે તો શક નિસર્ગ માથે થયો એટલે મેં જ જાતે ગોતવાનું નક્કી કર્યું...
નિસર્ગ ને જોઈ ને લાગતું કે ખૂન કરવાનું કલેજું તો છે જ નહીં બિચારામાં...તે તો ના જ હોય...પછી મેં નિસર્ગ પર શક કરવાનું માંડી વાળ્યું.
હજુ વિચારતો હતો પણ થયું કે એકવાર સગાઈ નક્કી થઈ જાય એટલે સૌથી પહેલે મારા પરિવાર ને ઘરે મોકલી દઈશ...
એટલે મેં વિરજીભાઈ ને બીજા મહારાજ બોલાવી મુહૂર્ત તાત્કાલિક જોવાનું કહેવડાવી દીધું...કારણ કે હવે મારે બધું જોઈ વિચારીને કરવાનું હતું એટલે પેલે મારા મમ્મી પપ્પા ને ઘરે મોકલી દવ..
અને વિરજીભાઈ એ મારા કહેવા પર તે સાંજે જ બીજા ગામમાંથી ગોર મહારાજ ને પુરી સુરક્ષા સાથે બોલાવ્યા.અને છેલ્લે જલ્દી જલ્દી માં આ જ અઠવાડિયામાં જ સગાઈ નક્કી કરી નાખી...મેં મારા ઘરવાળાઓ ને વાત કરી દીધી હતી તે લોકો કાલે સવારે નીકળી જવાના હતા અને હું એક બે દિવસ મારા કામ થી રોકાવાનો હતો..
ત્યાં હું રૂમ માં એકલો બેઠો હતો...ત્યારે મારા દાદી મારા રૂમ માં અચાનક આવ્યા..મને પહેલે તો અચરજ થઈ.
દાદી : દીકરા હું અહીંયા તારા સાથે જ રોકાવા માંગુ છું..
me : પણ દાદી તમારું શુ કામ છે હવે અહીંયા??ત્યાં જાવ અને મમ્મી ને કામ માં મદદ કરાવજો...યાદ તો છે ને..આ અઠવાડિયા માં જ સગાઈ છે...
દાદી : તારા પાછળ મેં અમુક કામ કર્યા કે જેથી મને ઘરમાં શુ ચાલે છે એની ખબર પડે...તને ખબર જ છે કે હું કેવી છું..એટલે મેં મારી રીતે શોધ ખોળ કરાવડાવી છે..
પછી હું ઉભો થયો અને દરવાજો સરખો બંધ કર્યો કે કોઈ કાઈ સાંભળી ના જાય..
me : હા તો બોલો...હું સાંભળું છુ...
શુ લાગે??દાદી શુ કહેવા માંગે છે??એમને શુ શોધખોળ કરાવી છે??કાર્તિક કાતિલને ગોતી શકશે??જોઈએ બધું...
💜JUST KEEP CALM AND SAY RAM💜
#keepsupport #staytuned #spreadlove
💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜
DM me on insta : @ cauz.iamkartik
COMMENT. SHARE. FOLLOW.