AFFECTION - 12 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

AFFECTION - 12









સેજલ મને કહીને જતી રહી અને પછી હું મારા પપ્પાની બાજુમાં જઈને બેઠો.ત્યાં દાદી બોલ્યા..

દાદી : તું તો ગયો તે ગયો...કેટલી વાર હોય..

જાનકી : કાર્તિક....સનમ ક્યારે બહાર આવશે??

દાદી : હા ...તે છોકરીને ભાન જ નથી કે બાહર વડીલ આવ્યા છે તો આશીર્વાદ લેવા આવી જાય...હજુ સૂતી પડી છે...

લક્ષ્મીફોઈ : સંસ્કાર વગરની છોકરીઓ જીવન માં દુઃખ સિવાય બીજું કાંઈ ના આપે..

દાદી : તમારી તે વાત થઈ હું સહમત છું..આ તો મારા છોકરા એ આવું કરી નાખ્યું..નહિતર...

ત્યાં જ મેં દાદી તરફ જોયું...તો તે મારા તરફ જ જોતા હતા...જાણે ઈશારા માં બોલતા હોય કે જોઈ લે દીકરા બે મિનિટ લાગશે મને બધું સાચું બોલતા.

હું અહીંયા ગમે તેમ કરીને મેનેજ કરતો હતો કે હમણે સનમ આવશે પણ એને તો વાર લગાડી..અને ત્યાં બીજી બાજુ સનમ ખબર નહિ શુ કરતી હતી..


થોડીક વારમાં વિરજીભાઈ પણ ઘરે આવી ગયા.બધા સાથે મળ્યા.પપ્પા ને એમ કે સનમ મારા છોકરાની માં બનવાની છે તે માં વાંક મારો છે એટલે તે લગ્ન ની વાત સામેથી નહોતા કરી શકતા...વિરજીભાઈ પણ હાલ મારા અને સનમ ની સગાઈ માટે વાત નહોતા કરી રહ્યા...

મને સનમ સાથે સગાઈ કરવાની ઉતાવળ હતી એમ બોલો તો પણ ચાલે....અને એમાં પણ ના તો સનમ અંદર થી બહાર આવી રહી હતી અને ના તો વિરજીભાઈ કે મારા પપ્પા માંથી કોઈ સગાઈ માટે નું ઉલ્લેખ કરી રહ્યા હતા..

અને અહીંયા દાદી અને લક્ષ્મીફોઈ વાતો માં જામી પડ્યા હતા..અને થોડીક વાર પછી સનમ કેસરી કલરની designer સાડી પહેરી ને એકદમ શુદ્ધ ભારતીય છોકરી બનીને હાથ માં ચા ની ટ્રે લઈને અને સેજલ પાછળ અમુક અમુક જાત ની મીઠાઈઓ અને નમકીન લઈને આવતી હતી..

સનમ ને આવા રૂપ માં તો મેં પહેલી વાર જોયેલી..હાથ માં stylish બ્રેસલેટ ની જગ્યા એ આજે બંગડીઓ હતી...કપાળ પર નાની બિંદી....કેસરી કલર ની સાડી માં એનો ગોરો વાન જબરદસ્ત જામતો હતો....અને એના વાળ ની લટો...આજે પણ એ જ ફરજ નિભાવીને એની કાજલઘેરી આંખો આડે પડતી હતી..

તે આવીને બધાને ચા આપતી હતી...ઘડીક વાર લાગ્યું કે જાણે હું લગ્ન માટે છોકરી જોવા આવ્યો હોવ...એ જ રીતે બધું વાતાવરણ ઉભું કર્યું હતું..

દાદી તો સનમ ને જોતા જ રહી ગયા..સનમ બધાને ચા દેતી હતી ત્યારે મારા મમ્મી એ એના પાસે થી ચા ની ટ્રે લઈને સેજલ ને આપી દીધી...અને કઈ બોલવા જાય એની પહેલા સનમ મારા મમ્મી ને પગે લાગવા જતી હતી ત્યાં જ મમ્મી બોલ્યા...

મમ્મી : તું બેસ મારી બાજુમાં....આ બધું કરવાની કંઈ જરૂરત નથી..કાર્તિક ની દાદી ને,કાર્તિકના પપ્પા ને કોઈને પગે લાગવાની જરૂરત નથી...

આ શબ્દો સાંભળીને મારા દિલને બહુ ટાઢક મળી...દાદી ને જરૂર નહીં સારું લાગ્યું હોય..પપ્પા તરફ જોયું તો એ પણ ખુશ જ દેખાતા હતા સનમ ને જોયા પછી...

મમ્મી : વિરજીભાઈ તમારી છોકરી ખરેખર બહુ જ સુંદર છે...મને તો ગમી ગઈ છે.હું તો બોલું છું કે કાલે લગ્ન કરતા હોય તો આજે જ કરી નાખો..
એમ બોલી ને ઘરમાં બધા હસવા લાગે છે...

સિવાય મારા દાદી, લક્ષ્મીફોઈ અને જાનકી...

પપ્પા : તો પછી આપણે વહેવાર ની વાત કરી લઈએ...કે
હજુ તો પપ્પા કાઈ બોલવા જાય એની પહેલા જ વિરજીભાઈ બોલ્યા...

વિરજીભાઈ : તમે ચિંતા ના કરો...મારી મિલકત બધી કાર્તિક ની જ છે લગ્ન પછી....આખું ગામ મારૂ જ છે..મોટાભાગના ખેતરો...આવડી મોટી હવેલી...આવું તો કેટકેટલુય છે..તમે બસ લગ્ન માટે એક વાર હા પાડી દો..

પપ્પા : મારો કહેવાનો મતલબ દહેજ થી નહોતો...હું એમ કહેવા માગું છું કે લગ્ન નો ખર્ચો આપણે બન્ને વહેંચી લઈશું..
એવી વાતો કર્યા કરતા હતા...

પણ મિલકત વાળી વાત સાંભળીને ફક્ત લક્ષ્મીફોઈનું મોઢું બગડ્યું...

મને તો શું પડી હતી આ લોકો ની હું તો સનમ સામે જોઈ રહ્યો હતો અને એ મારા મમ્મી સાથે વાતો કરી રહી હતી...છેલ્લે તે આજે ખરેખર ખુશ હતી એવું લાગતું હતું...

છેલ્લે અમારું સગપણ ગોઠવી નાખ્યું અને એકબીજા લોકો એ મોઢું મીઠું કરી લીધુ એકબીજાનું..


હજુ સગાઈ ક્યારે કરવી એ નક્કી નહોતું કર્યું..અને મારા પપ્પા હવે ઘરે જવાની વાત કહી એટલે વિરજીભાઈ બોલ્યા...

વિરજીભાઈ : તમે એવી રીતે ના જઇ શકો થોડાક દિવસ તો રોકાવું જ પડશે..સગાઈ નક્કી કરીને જ જજો..

અને એમના બહુ કહ્યા પછી બધા ત્યાં રોકવા માટે માન્યા...

મારા દાદી મિલકતની વાત સાંભળીને જોશ માં આવી ગયા હતા..એમને તો જાણે પાર્ટી જ બદલી નાખી...

સેજલ બધાને એમના રૂમ દેખાડી આવી...છેલ્લે હું કંટાળી મારા રૂમ માં આડો પડ્યો હતો...એકતો આખા દિવસની મુસાફરી અને એમાં પણ આટલી બધી વાતો..



ત્યાં મમ્મી પપ્પા એમના રૂમ માં મારા વિશે વાતો કરતા હતા..
પપ્પા : કેટલી સારી છોકરી છે....અરે હું તો કહું છું કે બહુ સારી છોકરી છે...કાર્તિકે એની સાથે બહુ ખરાબ કામ કર્યું....આટલી ઉંમર માં આને માં બનાવી દીધી...મને તે ને જોઈને ખુશી તો થતી કે તે મારી પુત્રવધુ બનશે...પણ બીજી જ ક્ષણે વિચાર આવતો કે આટલી ઉંમરે તે કેવી રીતે તેનો ઘરસંસાર પોતાના બાળક સાથે સાંભળશે....

મમ્મી : તમે એમ તો સ્વીકારો જ છો ને કે કાર્તિકે છોકરી સારી ગોતી છે???તો પછી શું કામ નકામી ચિંતા કરો છો...

પપ્પા : તું આને નક્કામી ચિંતા બોલે છે...તારો છોકરો કોઈ ફૂલ જેવી માસુમ છોકરી ને ગર્ભવતી બનાવી દીધી ....અને તું છતાં પણ તારા છોકરા ને કશું કહેતી નથી...તારા સંસ્કાર સાવ આવા નીકળશે તે મને નહોતી ખબર

મમ્મી : તમને ભલે મારો છોકરો નાલાયક લાગે...પણ મને ખબર છે મારા છોકરાની...તેને જે કર્યું તે બરાબર જ કર્યું હશે..અને રહી વાત સંસ્કાર ની તો એ તો સારા જ છે..
.
.
.


રાતે નિસર્ગ આવ્યો ક્યાંકથી તો તેને લક્ષ્મીફોઈ એ બધી વાતો કીધી કે કેવી રીતે સનમ નું સગપણ નક્કી થઈ ગયું અને વિરજીભાઈ કેવી રીતે મિલકત કાર્તિક ને આપવાની વાતો કરતા હતા...આ માં દીકરા ને વાતો કરતા જોઈને જાનકી ધીમું હસી રહી હતી...નિસર્ગ તેને જોઈ ગયો હસતા..

નિસર્ગ : તને શેનું હસવું આવે છે જાનકી??કંઈક તો શરમ કરી લે..જો કાર્તિક બધી મિલકત લઇ જશે તો તું પણ રખડી પડીશ અમારી જોડે...

જાનકી : તું મિલકત ને શુ કામ રડે છે??? તું તો સનમ ને પ્રેમ કરે છે ને તો તો તારે સનમ કાર્તિક ને લઈ જશે એની ચિંતા કરવી જોઈએ...

નિસર્ગ : સનમ કાર્તિક ને નથી લઇ જતી...કાર્તિક ને બહુ જલ્દી છે...હવે તે સનમ પાછળ છે કે પછી મિલકત પાછળ ખબર નહીં..

જાનકી : તું યાર ખરેખર ભોળો છો....અમુક વાર તક શક થતો હોય છે.મોમ કે આ ખરેખર મારો ભાઈ છે...

નિસર્ગ : જો કઇ કરી ના સકતી હોય તો plz તારું મોઢું બંધ રાખ...

લક્ષ્મીફોઈ : તેને મુક અને એ વિચાર કે હવે કેવી રીતે આપણે આ બધું થતું રોકીશું..નહિતર સનમ તો જતા જશે અને વધારા માં મિલકત બધી જશે...ઈજ્જત જશે..


છેલ્લે જાનકી ઉભી થઈ અને મંદ હસતી બહાર જતી રહી જાણે લક્ષ્મીફોઈ અને નિસર્ગ ની વાતો એને હસાવતી હતી.


અને રાતે હું જમીને મારા રૂમ માં બેઠો બેઠો વિચારી રહયો હતો કે સનમ આજે સગપણ ગોઠવાઈ ગયા પછી મને મળવા કેમ ના આવી...

ત્યાંજ સનમ આવી મારા રૂમ માં..અને મારી બાજુ માં બેઠી..


me : આ બધું કરવાની શુ જરૂર હતી સનમ...ખાલીખોટી કેટલી મહેનત કરી તે..

સનમ : શુ મહેનત??

me : તને ખબર જ છે હું શું કહેવા માગું છું.બધા હા જ પાડવાના હતા...પણ તું ચા લઈને આવી...મીઠાઈઓ અને બીજું બધું લઈ આવી. અને મોસ્ટ સ્પેશ્યલ તો આજે તે સાડી પહેરી..

સનમ : તું મને તારા પરિવાર ને લઈને મને લગ્ન માટે જોવા આવ્યો હોય એવું લાગવુ તો જોઈને...

me : એવું જ હતું તો પહેલે કહેવાય ને....હું બધાને કહેત કે મારે છોકરી જોડે એકાંત માં વાત કરવી છે...પછી આપણે બન્ને એકલા માં વાત કરવા જાત..હું તારી સામે જોઈ રહેત...તું શરમાયા રાખત...પછી હું તને પૂછત કે તમારે લગ્ન પછી કેટલા છોકરા છોકરીઓ જોઈએ છે....જો તું

સનમ : બસ કર તું....હવે ના બોલતો આગળ...

me : કેમ ....હું તો બોલીશ...જો તું મને એમ કહેત

હજુ તો બોલવા જ જાવ છું પણ સનમ વચ્ચે હવે ના બોલતો....કાર્તિક છેલ્લી વખત કહું છું હું હવે તું બોલીશ જ નહીં...એવું બોલી રહી હોય છે...અને તે મારા મોઢા પર પોતાનો હાથ રાખીને મને બોલતો બંધ કરાવવા માંગતી હતી..
અને અમારી મસ્તી ચાલુ હતી.


ત્યાં જ મારા રૂમ નો દરવાજો ખુલ્યો અને મારા મમ્મી અંદર આવ્યા...હું સનમ જોડે મસ્તી કરતો હતો અને મમ્મી અંદર આવીને મને જોઈ ગયા....સનમ મારા મોઢા પર હાથ રાખી મને બોલતો બંધ કરાવવા માંગતી હતી....અને બોલતી હતી


સનમ : કાર્તિક તને તો શરમ જ નથી.....લગ્ન પહેલા જ જામી પડ્યો છો...

સનમ નું અને મારુ બન્ને નું ધ્યાન નહતું...અને હોય પણ નહીં....હું અને સનમ જ્યારે જોડે ભેગા હોઈએ ત્યારે દુનિયા માં શુ ચાલે છે એ વાત પર ધ્યાન જ ના હોય..હોય પણ કેવી રીતે સનમ માટે હવે જે કાઈ હતું એ હું જ હતો...અને મારા માટે તે....

મમ્મી એ ત્રણ થી ચાર વખત ખાંસી ખાધી...કે મારું કે સનમ નું ધ્યાન એમના પર પડે....અને છેલ્લે ધ્યાન પડતા સનમ તરત ઉભી થઇ ગઇ અને હું ધીરે ધીરે ઉભો થયો...

સનમ : આંટી...સોરી...

મમ્મી : તું શું કામ સોરી બોલે છે??સોરી તો જે આપણા બંને સિવાય જે ત્રીજું માણસ છે એને બોલવું જોઈએ..

હું હજી પણ શાંત જ ઉભો હતો એકલો.....

મમ્મી : તને શું લાગે ?? હું પણ તારા પપ્પા અને દાદી જેવી છું...તો તે આવુ કર્યું...


આ મમ્મી મારા માટે થઈને પપ્પા સાથે ઝઘડ્યા...એટલે હવે મારા સાથે તો લડવા નથી આવ્યાને?? જોઈએ next part માં મારા મમ્મી ના શુ રિએક્શન છે...અને આ જાનકી ને કઈ વાત નું હસવું આવે છે??જોઈએ નિરાંતે..




💜JUST KEEP CALM AND SAY RAM💜


#keepsupport #staytuned #spreadlove
💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜

DM me on insta : @ cauz.iamkartik

COMMENT. SHARE. FOLLOW.