Featured Books
શ્રેણી
શેયર કરો

રેકી ચિકિત્સા - 13 - રેઈકી ની સફળતાનાં નવ સૂત્રો અને રેઈકી ની નિષ્ફળતાનાં 5 કારણો

રેઈકી ની સફળતાનાં નવ સૂત્રો

રેઈકી ઉપચારમાં સફળતાનાં નવ સૂત્રો છે. જો તેને સમજીને અમલમાં મૂકવામાં આવે તો રેઈકી ઉપચારમાં સફળ થવા ઉપરાંત તમે તમારા જીવનને પણ સાચા અર્થમાં સફળ બનાવી શકશો. આ સુત્રો છે:

1. સ્વાભિમાન/સ્વમાન
2. જાગૃતતા
3. સમગ્રતા (એકાગ્રતા માંથી મુક્તિ)
4. નીડરતા
5. દયા/ક્ષમા ભાવ
6. કાર્યશીલતા અને અનુશાસન
7. પ્રેમ
8. સમર્પણ
9. જ્ઞાન નો સાક્ષાત્કાર

રેઈકી ની નિષ્ફળતાનાં 5 કારણો

જે લોકોને રેઈકી થેરાપીમાં ઈચ્છિત પરિણામ મળતું નથી. પરિણામે સમયાંતરે આ થેરાપી માંથી વિશ્વાસ ડગી જાય છે તેવાં મુખ્ય પાંચ કારણો નીચે પ્રમાણે છે.
1. ઈચ્છિત પરિણામ સાથે જોડાણ
2. અભિગમ / માર્ગ
3. પ્રેક્ટિસ નો અભાવ
4. ધીરજનો અભાવ
5. તાત્કાલિક પરિણામ ની અપેક્ષા (મેજિક સ્ટીક મેન્ટાલીટી)


5. તાત્કાલિક પરિણામ ની અપેક્ષા (મેજિક સ્ટીક મેન્ટાલીટી)

કેટલાક લોકો રેઈકી આપ્યા પછી તરતજ બધી સમસ્યાઓ તાત્કાલિક દૂર થઇ જવાની અપેક્ષા રાખે છે અને ખરેખર એવું થતું નથી. રેકી જાદુઈ છડી નથી અને તે રીતે કામ કરતી નથી. કામ થવાનો રસ્તો ફક્ત પ્રેક્ટિસથી જ થાય છે. તે ફક્ત સમસ્યાઓને સમજીને ઉકેલવાનો રસ્તો બતાવશે. પરંતુ સમસ્યાઓનો ઉકેલ તો તમારે પોતેજ રેઈકીએ બતાવેલ રસ્તા ઉપર ચાલીને કરવાનો રહેશે.


4. ધીરજનો અભાવ

ઘણા લોકોની અયોગ્ય અપેક્ષાઓ હોય છે અને કેટલાક કારણોસર તેઓ માને છે કે રેઈકી એક જાદુઈ ગોળી છે જે ખાવાથી બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે. કમનસીબે આવી કોઈ ગોળી છે જ નહીં અને આ ગોળી શોધનારાઓ તે ગોળી શોધી શકશે નહીં કારણકે કે આવા ગોળી અસ્તિત્વમાં નથી અને તેઓને ક્યાંય મળશે નહીં.
રેઈકી સમય લે છે અને તેના માટે ધીરજ પૂર્વક ખૂબજ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. રેકી જીવનનો રસ્તો છે. થોડો ઘણો તફાવત પણ હોય તો દિવસે દિવસે તેની ઉપર ધ્યાન આપવાથી જોઈ શકાય છે. ભૂતકાળમાં ડોકિયું કરીએ અને મહિના અને વર્ષોના વ્યવહારમાં જોઈએ ત્યારે, દેખાતા ફેરફારો ખૂબ જ સ્પષ્ટ અને ગહન જણાય છે.

3. પ્રેક્ટિસ નો અભાવ

રેઈકીના રોજીંદા પ્રત્યેક સેશનની પ્રેક્ટિસથી રેઈકી ઊર્જા ચેનલ સાફ થાય છે. ભલે તમે થોડા સમય માટે રેઈકીની પ્રેક્ટિસ કરો ત્યારે સિમ્બોલ અવશ્ય દોરો. તેનાથી રેકી ઊર્જાનું ટ્યુનીંગ થઈને રેઈકી ઉર્જાને પ્રબળ બનાવે છે. રેગ્યુલર રેકી પ્રેક્ટિસ અને અઠવાડિયામાં એક કે બે દિવસની પ્રેક્ટિસનું રીઝલ્ટ ઓછું મળે છે.


2. અભિગમ / માર્ગ

રેકી એક યાત્રા છે અંતિમ પડાવ નથી. એ સંશોધનનો માર્ગ છે. નવા ક્ષેત્ર નવી બાબતો શોધવા માટે ખાસ હેતુસરની યાત્રા છે. તે વધારે પડતી ઉત્તેજના સાથે નહીં પરંતુ સમયની સાથે સુલેહ,સંપૂર્ણ સ્થિરતા, પરમ શાંતિ, સ્વસ્થતા અને એક સ્મિત સાથે આવશે.

1, 2 અને 3 ડીગ્રીએ અંતિમ પડાવ નથી કે વધુ ચોક્કસપણે માસ્ટર / ગ્રાન્ડ માસ્ટર ડીગ્રી સાથે સમાપ્ત થતું નથી. હકીકતમાં તેનો ક્યારેય અંત નથી તે સતત યાત્રા છે. રેઈકી એ સ્વયંના વિકાસ માટેના અનુભવો અને મહત્વની બાબતો શીખવા માટેની પરિવર્તનશીલ અને શાંત યાત્રા છે. તે જીવનને વધુ સારી રીતે જીવવા માટેની પૂરેપૂરી ખાતરી આપે છે.
રેઈકીની યાત્રામાં શીખવા માટે અને અનુભવ કરવા માટે કૈક નવી બાબતો હોય છે જે શિખવા માટે તે પડાવ પર પહોંચો ત્યારે તમને ખબર પડે કે તેનો માર્ગ આગળના તબક્કે સ્પષ્ટ થાય છે. સમજદાર રેઈકી પ્રેકટીશ્નર રેઈકીને એક યાત્રા સમજે છે નહીં કે અંતિમ પડાવ.

1. ઈચ્છિત પરિણામ સાથે જોડાણ

ખાસ કરીને જ્યારે રેઈકીની પ્રેક્ટિસ માં નવા લોકો ચોક્કસ પરિસ્થિતિને આધીન પરિણામ ધ્યાનમાં રાખવાની જગ્યાએ પોતાને અનુકૂળ ચોક્કસ પરિણામની આશા રાખે છે.

ઉદાહરણ તરીકે, તમે રેઈકી એનર્જીને સમગ્ર પરિસ્થિતિ માટે ઊર્જા મોકલવાના બદલે ચોક્કસ હેતુસર જેમ કે કોઈ વ્યક્તિ માટે નોકરીમાં ચોક્કસ હોદ્દા માટેના ઈન્ટરવ્યું માટેના ઈરાદા પૂર્વક રેઈકી મોકલો છો. પરંતુ ઊર્જા મોકલવાથી જે સૈથી શ્રેષ્ઠ હોય તેજ પરિણામ મળે છે. કોઈ ચોક્કસ હેતુ માટે રેઈકી આપવાનો પ્રયાસ કરવાથી રેઈકીની અસર ઓછી થઇ જાય છે. આ હેતુને પકડી રાખવાથી મનમાં તણાવની લાગણી ઉત્પન્ન થાય છે તે બિનજરૂરી માનસિક તણાવ અને અવરોધ ઉભો કરશે.

જયારે રેઈકી મોકલતા હોવ ત્યારે કોઈ ચોક્કસ પરિણામ ની અપેક્ષા રાખશો નહીં. કોઈ પ્રતિકાર કરશો નહીં. ફક્ત તેને વહેવા દો. વિશ્વાસ રાખો કે રેઈકી સમજદાર છે અને જે શ્રેષ્ઠ હશે તે પરિણામ માટેજ કાર્ય કરશે. કદાચ નોકરીમાં ચોક્કસ હોદ્દા માટેના ઈન્ટરવ્યું માં તમે પાસ નથી થતા તો એના કરતાં વધારે સારી તક ચોક્કસથી મળશે. રસ્તો કદાચ જુદો હોઈ શકે. શક્યતાઓ અનંત છે. જરૂર છે માત્ર દરેક તબક્કે મળતી વિશાળ તકો માંથી યોગ્ય તક શોધવાની અને તેના માટે સાવધાન રહેવાની.

તેથી, અપેક્ષિત રેઈકીના પરિણામોને ચોંટીને રહેવાની જરૂર નથી. ચોક્કસ હેતુના બદલે, શાંતિના ફેલાવા માટે સહાનુભૂતિ અને નિખાલસતા માટે નો હેતુ રાખો. વિશ્વાસ રાખો કે જે પણ કઈ થશે તે સર્વ ને માટે શ્રેષ્ઠ હશે તેજ થશે.

*******સંપૂર્ણ*******

આ સાથે રેઈકી સીરીઝ અહીં પૂરી થાય છે. આ સીરીઝ માં રેઈકી નું બેઝીક જ્ઞાન આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. આશા છે કે આપ સર્વે વાચક મિત્રોને આ સીરીઝ પસંદ આવી હશે.

ટૂંક સમયમાં રેઈકી એડવાન્સ લેવલ સીરીઝ સાથે આપની સાથે ઉપસ્થિત થઈશ. રેઈકી એડવાન્જોસ સીરીઝ માં રેઈકી સિમ્બોલ્સ અને તેના ઉપયોગો, વિવિધ ટેકનીક્સ, ચક્ર બેલેન્સીંગ વગેરેની વિસ્તૃત જાણકારી આપવાનો નમ્ર પ્રયાસ કરીશ.

આપને આ સીરીઝ પસંદ આવી હોય તો લાઈક કરીને કોમેન્ટ્સ જરૂર આપશો.

ધન્યવાદ.

હરિ મોદી