આભારવિધિ:
હું મારો પોતાનો (નામ સાથે) આભાર માનું છું.
રેઈકી શક્તિનો આભાર માનું છું.
હું ડૉ. મિકાઓ ઉસુઈનો આભાર માનું છું.
હું મારા પાર્ટનર (નામ સાથે) નો આભાર માનું છું.
હું મારા ગુરૂઓનો આભાર માનું છું
પોતાની ઉપર અને અન્ય ઉપર રેઈકી ઉપચાર કરવાની સ્થિતિઓ:
1 આંખો 2 મસ્તકની બન્ને બાજુઓ (લમણાં) 3 કાન 4 મસ્તક આગળ પાછળ 5 બન્ને હાથ મસ્તકની પાછળ 6 એક હાથ ગાળાની આગળ, બીજો પાછળ
7 બન્ને હાથ ગાળાની આગળ 8 અનાહત ચક્ર (હૃદય ચક્ર) 9 મણિપુર ચક્ર 10 લીવર 11 ફેફસાંના ઉપરના ભાગ 12 પેન્ક્રીયાઝ અને સ્પ્લીન
13 સ્વાધિષ્ઠાન ચક્ર (નાભિ) 14 મૂલાધાર ચક્ર 15 ઘૂંટણો 16 પગની ઘૂંટી (એન્કલ્સ) 17 પગનાં તળિયાં 18 ખભા 19 બંન્ને હાથ ગાળાની પાછળ 20 અનાહત ચક્ર (પાછળ)
21 મણિપુર ચક્ર (પાછળ) 22 કિડનીઓ (મૂત્રપિંડ) 23 સ્વાધિષ્ઠાન ચક્ર (પાછળ) 24 મૂલાધાર ચક્ર (કરોડરજ્જુનો છેલ્લો મણકો)
વધુ ઉપચારની બીજી સ્થિતિઓ
25 બન્ને હાથ ગાલ ઉપર 26 સ્તન (છાતી) ઉપર 27 કોણીઓ ઉપર 28 ઘૂંટણની નીચે 29 કરોડરજ્જુ ના હાડકાં ઉપર (દબાણ) 30 કરોડરજ્જુનાં હાડકાં ઉપર (કપ્સ)
31 એડીઓ ઉપર 32 પગ, હાથના નખ ઉપર 33 બન્ને જાંઘો 34 સ્થાનિક અથવા ઘા ઉપર
સારવાર કરવાની પદ્ધતિઓ
સૌ પ્રથમ શાંત અને અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરો. ઘરમાં એક રૂમ અથવા જ્યાં ક્લાયન્ટને નિયમત સારવાર આપવાની છે એવી એક જગ્યા નક્કી કરો. નિયમિત રીતે સારવાર લેનાર ક્લાયન્ટને આ જગ્યા અનુકુળ થઇ જશે અને રેઈકી થી આ જગ્યાની એનર્જી સારી થઇ જશે.
અનુકૂળ કપડાં પહેરવાં જેથી સારવાર આપતી વખતે અનુકૂળતા રહે.
ચશ્મા, બૂટ, ટાઈ, બેલ્ટ, દાગીના વગેરે દૂર કરાવવું. ઇનરવેર ટાઈટ ના હોવાં જોઈએ.
સૌથી સારી રીત એ છે કે રેકી આપતાં પહેલાં અને પછી મીઠાના પાણીથી હાથ ધુઓ. મીઠાના પાણીથી હાથ, પગ અને મોઢું ધોઈ લેવું વધુ હિતાવહ છે. જેથી ક્લાયન્ટની નેગેટીવ એનર્જી તમારી અંદર આવે નહીં. સારવાર દરમિયાન પરફ્યુમ બન્ને હાથ ઉપર સ્પ્રે કરીને બંન્ને હાથ ઘસો. આમ કરવાથી પામ ચક્રો ખૂલી જાય છે અને રેકીનો પ્રવાહ ચાર ઘણો વધી જાય છે. નેગેટીવ એનર્જી શરીરમાં પ્રવેશતી નથી અને ફક્ત રેઈકીનો સંચાર જ થાય છે. (બોડી સ્પ્રેનો ઉપયોગ કરવો નહીં.)
હાથ હમેશાં ચોખ્ખા રાખો. સારવાર પહેલાં સાબુ થી હાથ ધુઓ. અને સારવાર પછી ઠંડા પાણીથી હાથ ધુઓ જેથી રેઈકી પ્રવાહ બંધ થઇ જશે. જો કોઈ અસામાન્ય સંજોગોમાં પાણી મળી શકે એમ ના હોય તો આ સ્થિતિમાં બે હાથ જોડો અને બંન્ને હાથનાં ટેરવાં 30 સેકંડ માટે દબાવી રાખો. આમ કરવાથી શક્તિનો સંચાર બંધ થઇ જશે.
શક્ય હોય તો ક્લાયન્ટ ને સુવાડી દો કે જેથી તેના શરીરમાં રેઈકી ખેંચવા માટે ગુરુત્વાકર્ષણ મદદરૂપ થાય.
તેના માથા નીચે ઓશીકું મુકો. બીજું ઓશીકું તેના ઘૂંટણ નીચે મુકો જેથી તેનું પીઠનું દબાણ ઓછું થાય. જો ક્લાયન્ટ ઠંડી લાગવાની ફરિયાદ કરે તો ચાદર અથવા ધાબળો તેને ઓઢાડો. યાદ રાખો કે ક્લાયન્ટની સુખ સગવડ એ સારવાર દરમિયાન રેઈકી માટે ખૂબજ અગત્યની વસ્તુ છે.
ક્લાયન્ટ ના પદ એકબીજા સાથે આંટી થી ભરાયા નથી તેની ખાત્રી કરો. પગની આંટીથી શક્તિના પ્રવાહનો શોર્ટ સર્કીટ થાય છે.
ક્લાયન્ટને જણાવો કે પહેલી કે બીજી સીટીંગ દરમિયાન કે પછી દર્દ કદાચ વધી પણ જાય. આમ બનવાનું કારણ અવયવ કે શરીરની અસમતુલાને કારણે અથવા જૂના હઠીલા (ક્રોનિક) રોગના મૂળ સુધી રેઈકી પહોંચવાથી રોગ ઉપરની સપાટી ઉપર આવે છે જે રોગના મૂળભૂત ઝેરને બહાર કાઢે છે તેથી દર્દ એકદમ વધી જાય છે. આ સમય દરમિયાન સારવારના સમયમાં વધારો કરવો.
તીવ્ર (Acute) રોગોમાં એક–બે સીટીંગ માં દર્દ વધી જઈને સારું લાગે પછી ત્રણ ચાર દિવસ સારવાર લેવીજ જોઈએ. રોગ જ્યાંથી આવ્યો હોય ત્યાંથી પાછો વળવો જ જોઈએ આ રેઈકીનો મૂળભૂત સિદ્ધાંત છે.
ક્લાયન્ટને સ્પર્શ કરવાથી રોગ વધતો હોય અથવા તેણે કોઈ મોટું ઓપરેશન કરાવ્યું હોય તો તે વિષે અને તેની તમામ મેડીકલ હિસ્ટ્રી લઇ લો.
તમે ક્લાયન્ટ સાથે શું કરવાના છો તે પણ જણાવો.
બધી આંગળીઓ છૂટી રાખવાથી શક્તિ વિખરાઈ જાય છે – ફેલાઈ જાય છે. આંગળીઓને સીધી અને કડક રાખવાને બદલે ગોળ વાળીને એટલે કે કપ બનાવીને શરીરના ભાગ ઉપર સહેજ આરામથી અને હળવાશથી મૂકો. કલ્પના કરો કે ક્લાયન્ટને પ્રેમથી હળવેથી સ્પર્શ આપી રહ્યાં છો.
એક સ્થિતિમાં 8 થી 10 મિનિટથી શરૂઆત કરો.
જેમ જેમ તમને રેઈકીની પ્રેકટીસ થતી જશે તેમ તેમ તમે તમારી શારીરિક સંવેદના રેઈકી માટે વધતી જશે. તમે તમારા હાથમાં વધ ઘટ થતા સંવેદનને લયબદ્ધ રીતે જાણી શકશો. રેઈકીનો પ્રવાહ વહેવડાવવાની તમારી શક્તિ પણ વધશે અને સારવાર માટે જરૂરી સમયમાં પણ ઘટાડો થશે. વધારે દર્દ વાળા ભાગો ઉપર વધુ સમય સારવાર આપવી જરૂરી છે. તમારા હાથ જ તમને તેની સ્પંદન ની રીત દ્વારા રેઈકી ક્યારે બંધ કરવી તે કહેશે. ઘણી વખત રેઈકીના ખેંચાણમાં શરીરના અમુક અવયવ માટે શક્તિનું વર્તુળ પૂરું કરે છે. દરેક અવયવ માટે રેઈકીની જરૂરિયાત પ્રમાણે સારવારનો સમયગાળો અલગ અલગ રહેશે.
ઓપરેશનના કારણે ક્લાયન્ટનું કોઈ અંગ ના કોય તો પણ એ અંગ છે એમ સમજીને એ અંગ ઉપર પણ રેઈકી આપવી. તેમ કરવાથી રેઈકી શરીરમાં સંતુલન પેદા કરે છે.
સારવાર દરમિયાન કોઈ જગ્યાએ સ્પર્શ કરવાથી ઠંડક નો અનુભવ થાય છે તો તે જગ્યાએ જ્યાં સુધી હૂંફ નો અનુભવ ના થાય ત્યાં સુધી રેઈકી આપતા રહો.
અવયવો એકબીજા સાથે જોડાયેલા છે. માટે રોગની સારવારમાં રોગના મૂળની સારવાર નહીં કરો ત્યાં સુધી રોગ સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય. દા.ત. ડાયાબિટીસના લીધે આંધળાપણું આવેલું હોય તો તમે પેન્ક્રીયાઝ (સ્વાદુપિંડ)ની સારવાર નહીં કરો ત્યાં સુધી આંખો સારી કરી શકશો. કારણ કે પેન્ક્રીયાઝ ઇન્સ્યુલીન ઉત્પન્ન કરે છે અને ઇન્સ્યુલીનના અભાવે ડાયાબિટીસ થાય છે અને આના કારણે ડાયાબિટીક આંધળાપણું આવે છે.
આકસ્મિક પ્રસંગોને બાદ કરતાં ટ્રીટમેન્ટ શરુ કરો ત્યારે શરીરના 24 પોઈન્ટ ઉપર એટલેકે ફૂલ બોડી ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. જો થોડી ટ્રીટમેન્ટ આપવાની હોય તો મણિપુર ચક્ર અને એડ્રીનલીન ગ્રંથી ને સારવાર આપો. આ શક્તિના પુનઃસ્થાપન માટે પણ જરૂરી છે અને વસ્તુઓને પુનર્જીવિત કરે છે.
કઈ લાગણીઓનો સંગ્રહ ક્યાં થાય છે...
દુભાયેલી લાગણી તથા માનસિક પીડાનો તાળો મેળવવો મુશ્કેલ છે પણ જો તેનાથી મુક્તિ મળે તો શારીરિક માંદગીમાંથી ખૂબ ઝડપથી બહાર આવી શકાય છે. દુભાયેલી લાગણીઓ તથા કુદરતી અવરોધો રેઈકી દ્વારા દૂર થઇ શકે છે.
નાક
હૃદયને લાગતું, આત્માની ઓળખ, સંવેદના અને સુગંધ, જાતિ પ્રતિવાદ
મોઢું
જીવન સંગ્રામની બાબતો, આપણે કેવી રીતે પોષણ લઈએ છીએ, નવા વિચારો ગ્રહણ કરવાની શક્તિ
કપાળ
બુદ્ધિમય વ્યક્તિત્વ, લાગણીઓનું અભિવાદન
ગળું
વિચારો અને લાગણીઓનો સમન્વય, અણગમતા વિચારોને લીધે અક્કડતા
હાથ અને બાવડા
હૃદય ચક્રનો ભાગ, પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરે છે
મણિપુર ચક્ર
અધિકારની બાબતો, લાગણીઓના અંકુશની બાબતો, ડહાપણનું કેન્દ્ર
પ્રજનન અવયવ
કુંડલીનીનું સ્થાન, જીવન સંગ્રામની બાબતો, જિંદગીનો દર
સાથળ
વ્યક્તિગત જોર, પોતાની જ આવડતમાં વિશ્વાસ, અપૂરતા જોરનો ભય, જાતીય બાબતોનો સંગ્રહ
પગ
આપણા પાયાની મજબૂતાઈ દર્શાવે છે, આપણી ધ્યેય સિદ્ધિ સાથે જોડાયેલું છે, પૂર્ણતાનો ભય
હાથ
આપવું અને લેવું, વાસ્તવિક્તા, ધ્યેય સિદ્ધિ, કાર્યનો ભય
ઉપરનો હાથ
ધ્યેયસિદ્ધિનું સાધન, લાઘુતાપણાનો ભય,
નીચેનો હાથ
કાર્યનું બળ, નીરુત્સાહનો ભય
ઘૂંટણ
મૃત્યુનો ભય, અહંકાર મૃત્યુનો ભય, પરિવર્તનનો નિયમ
ચહેરો
આપણા વ્યક્તિત્વના દંભને છતું કરે છે, આપણે દુનિયાનો સામનો કેવી રીતે કરીએ છીએ તે દર્શાવે છે.
ભ્રમર
આંતરિક પ્રેરણાનું સ્થાન, લાગણીઓનું અભિવાદન
કાન
આપણી શ્રાવણ શક્તિ
જડબું
તણાવ, લાગણીઓના આદાનપ્રદાન ના અવરોધોને દર્શાવે છે.
કોણી
હાથનો આગળનો ભાગ જયારે કાર્ય કરે ત્યારે તેણે બળ પૂરું પડે છે.
છાતી
સંબંધોની બાબતો, પ્રેમ અને લાગણીઓની બાબતો, શ્વાસોચ્છવાસ અને રુધિરાભિસરણ
પેડુ – ઉદર
લાગણીઓનું સ્થાન, આપણી ઊંડી લાગણીઓ, જવાબદારીઓનો ભય, સ્ત્રીઓ અહીં ઘણો સંગ્રહ કરે છે
પીઠ
અહીં આપણે આપણી સુષુપ્ત લાગણીઓ અને વધારાના તણાવ નો સંગ્રહ કરીએ છીએ
નીચેની પીઠ
સખત લાગણીઓને કારણે પુરુષો ઘણો સંગ્રહ કરે છે.
જાંઘ
કુંડલિની શક્તિનું સ્થાન
ઘૂંટી
સંતુલન ઊભું કરે છે
નીચલો પગ
ધ્યેય પ્રાપ્તિ તરફ દોરી જાય છે, કાર્યનો ભય.