Reiki Therapy books and stories free download online pdf in Gujarati

રેઈકી ચિકિત્સા

1. પ્રાથમિક જાણકારી

આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ જે 5000 વર્ષ પુરાણી છે તેમાં પ્રાણ ઊર્જાનો ઉલ્લેખ કરેલ છે. જે સમગ્ર જીવનનો આધાર છે. પ્રાણ ઊર્જા આપણને જીવન આપે છે. ચીનમાં પણ પ્રાણ ઊર્જાનો ચી તરીકે ઉલ્લેખ કરેલો છે. આ બધા જીવિત તથા નિર્જીવ પદાર્થોમાં પ્રાણ ઊર્જા રહેલી છે. રશિયામાં તેને બાયોપ્લાઝમિક ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે.

માનવ ઇતિહાસ દરમિયાન સતત રીતે ચિકિત્સા પદ્ધતિઓમાં કોઈ ને કોઈ રીતે સર્વવ્યાપી એવી ઊર્જાનો આધાર લેવામાં આવ્યો છે. રેઈકી પણ એજ ઊર્જા છે જે વિશ્વમાં જીવન પેદા કરે છે અને તેને પોષે છે. હજારો વર્ષ પહેલાં ભારતમાં લોકોને ચૈતન્ય ઊર્જા અને પદાર્થ વિષે ઊંડી સમજ હતી અને તે સમજનો ઉપયોગ તેઓ શરીરને સાજું કરવામાં, આત્મા અને શરીરના ચૈતન્યને સંતુલિત અને એકાત્મતાની ભાવના તરફ લઇ જવામાં કરતા હતા.

આ વિદ્યાને ગૂઢ વિદ્યા તરીકે સાચવી રાખવામાં આવતી. તેમજ પ્રાચીન સંસ્કૃતિમાં આ વિદ્યા સમગ્રપણે ઘણા ઓછા લોકોને પ્રાપ્ત હતી. ખાસ કરીને સાધુઓ અને ગુરુઓ જેઓ પોતાના શિષ્યને મૌખિક પરંપરાથી સોંપતા હતા. કાળ ક્રમે લોભી અને લાલચુ ગુરૂઓ ના કારણે અથવા યોગ્ય શિષ્ય ન મળવાને કારણે આ વિદ્યા લુપ્ત થતી ગઈ અને જૂના સંસ્કૃત સૂત્રોમાં સચવાયેલી રહી ગઈ. જો ડૉ. મિકાઓ ઉસુઈએ આ વિદ્યાને શોધીને તેનો ઉકેલ ના મેળવ્યો હોતતો કદાચ આ વિદ્યાથી આપણે સૌ અજ્ઞાત જ રહ્યા હોત.

ડૉ. મિકાઓ ઉસુઈ જાપાનમાં એક યુનિવર્સિટીના હેડ હતા. એક વખત તેમના કેટલાક વિદ્યાર્થીઓએ તેમને પ્રશ્ન કર્યો કે ધાર્મિક ગ્રંથોમાં મિરેકલ હિલીંગ ટચ નો ઉલ્લેખ કર્યો છે તે શું છે? તેઓ તે પ્રશ્ન નો જવાબ આપી શક્ય નહીં. તેમણે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી આ મિરેકલ ટચ શું છે તે શોધવાનું તેમના જીવનનું લક્ષ્ય બનાવ્યું. અમેરિકા, જાપાન, ચીન, ભારત વગેરે દેશોમાં ફરી ખૂબ ઊંડો અભ્યાસ કર્યો અને અંતે તેમને જોઈતો જવાબ તિબેટ માં કમલ સૂત્ર નામના ગ્રંથમાંથી મળ્યો. તેમાં જણાવ્યા પ્રમાણે સતત અભ્યાસ અને પ્રયત્નો કર્યા અને અંતે પોતાને તથા બીજાઓને સાજા કરવા ઊર્જા વાન બન્યા.

કુદરતી ઉપચારની ઉસુઈ પદ્ધતિ

· તણાવ મુક્તિ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય

· પરોક્ષ ઉપચાર

· વ્યવસાયિક અભ્યાસ

· તન, મન અને આત્માના ઉત્થાન માટે

રેઈકી શું છે?

રેઈકી જાપાનીઝ ભાષાનો એક શબ્દ છે. રેઇ નો અર્થ થાય છે સર્વવ્યાપી અને કી નો અર્થ થાય છે જીવન ઊર્જા. આપણે બધા આ જીવન ઊર્જા લઈને જ જન્મ્યા છીએ અને તેજ ઊર્જા થી જીવન જીવી રહ્યા છીએ. દુનિયામાં આ પવિત્ર અને સર્વોચ્ચ ઊર્જા છે.

રેઈકી શું નથી?

રેઈકી કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રેઈકીને તંત્ર, મંત્ર, મેલી વિદ્યા, રાક્ષસી વિદ્યા, હિપ્નોટીઝમ કે મનોવિજ્ઞાન સાથે કોઈ સંબંધ નથી.

રેઈકી કોણ શીખી શકે?

રેઈકી કઠીન સાધના નથી કે જેના માટે માનસિક, શારીરિક કે કોઈ અગત્યની તૈયારી કરવી પડે. તેના માટે જરૂર છે ફક્ત દ્રઢ નિશ્ચય, શ્રદ્ધા અને વિશ્વાસની. કોઈ પણ ઉંમરની વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ, ઓછું કે વધારે ભણેલી વ્યક્તિ રેઈકી શીખી શકે છે.

પરંપરાગત રેઈકીનો અભ્યાસક્રમ પાંચ ડીગ્રીનો હોય છે. પ્રથમ ત્રણ ડીગ્રી શીખવા માટે દર ૨૧ દિવસે બે દિવસના સેમીનારમાં હાજરી આપી રેઈકીની સારવાર પદ્ધતિઓ શીખવાની હોય છે. ત્યારબાદ ૨૧ દિવસ સુધી પોતાની ઉપર પ્રેક્ટીસ કરવાની હોય છે. ૨૧ દિવસ નું મહત્વ છે. શરીરનાં સાત ચક્રો પૈકી એક ચક્ર દર ત્રણ દિવસે કાર્યરત થાય છે માટે પ્રેક્ટીસ માટે ૨૧ દિવસ આપવામાં આવે છે. ત્રણ ડીગ્રી શીખ્યા પછી સતત પ્રેક્ટીસથી કોઈ પણ રોગ ઉપર કામ કરી રોગ દૂર કરીશકાય છે.

સામાન્ય રીતે, ચોથી અને પંચમી ડીગ્રી કોઈને રેઈકી શીખવવી હોય તોજ શીખવામાં આવે છે.

રેઈકી શીખવાથી થતા લાભ

રેઈકી એક લાભકારક ઊર્જા છે. એમાં કોઈ પણ પ્રકારનું નુકશાન કે આડઅસર થતી નથી.

રેઈકીમાં તમારા હાથ સિવાય બીજા કોઈ સાધનની જરૂર પડતી નથી તેથી એકદમ સરળ અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે.

રેઈકી શરીર ની ગ્રંથીઓ, અવયવો, સ્નાયુઓ અને અસ્થિઓના સર્જનની પ્રક્રિયાને ગતિ આપે છે, ઊર્જા આપે છે અને સતેજ બનાવે છે તેથી શરીરનું સંતુલન જળવાઈ રહે છે.

રેઈકી દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે અસર કરે છે. સારવાર લેનાર વ્યક્તિને જરૂરના આધારે રેઈકી ઊર્જા અસર અવશ્ય થાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED