Featured Books
શ્રેણી
શેયર કરો

રેકી ચિકિત્સા - 11 - જુદા જુદા ઉપચારોમાં રેઈકીનો ઉપયોગ

સારવાર આપતી વખતે રેઈકીના 24 પોઈન્ટ ઉપર ત્રણ ત્રણ મિનિટ રેઈકી આપવી જરૂરી છે. રોગીના શરીરમાં જે રોગ હોય તેને દૂર કરવા અને રોગને જડ મૂળથી દૂર કરવા માટે એ રોગને લગતા અસંતુલિત અવયવો ઉપર રેઈકી આપવી જરૂરી છે. નીચે પ્રમાણે જે તે ભાગ ઉપર રેઈકી આપવાથી તે પ્રમાણેના રોગો માટી શકે છે. રેઈકી પોતાની આંતરસૂઝ પ્રમાણે આપવી. (કૌંસમાં લખેલા આંકડા રેઈકીના પોઈન્ટ નંબર દર્શાવે છે.)

1. એક હાથ માથા ઉપર (4) અને બીજો હાથ અનાહત ચક્ર ઉપર (8)
• વિચારોના તણાવ કે ભાવનાઓનું દબાણ દૂર કરવા માટે.
• ક્રોધ, ગુસ્સો કે ચિંતા અને નિરાશા દૂર કરવા માટે.
• વધુ જાગૃતિ અને સજ્જનતા મેળવવા માટે.
• સફળતા અને આત્મવિશ્વાસ મેળવવા માટે.
• હિંમતવાન બનવા અને વ્યવહારને સુધારવા.
• ગાઢ ઊંઘ લાવવા અને જાગવા માટે.
• યાદ શક્તિ વધારવા, ભણવામાં હોશિયાર બનવા માટે.
• હૃદય રોગમાંથી મુક્તિ મેળવવા માટે.
• પૂરા શરીરના દર્દ તેમજ પીડાથી મુક્તિ મેળવવા માટે.
• આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિ મેળવવા માટે.

2. એક હાથ મણિપુર ચક્ર અને બીજો હાથ સ્વાધિષ્ઠાન ચક્ર પર (9, 13), માથાની આગળ પાછળ (4)
• તાવ દૂર કરવા અને ગરમી કે શરદીના પ્રભાવથી બચવા.

3. મસ્તક – અનાહત ચક્ર (4, 8) મણિપુર ચક્ર અને મૂલાધાર ચક્ર (9, 14)
• જીદ્દી સ્વભાવથી મુક્તિ પામવા.
• વારંવાર માંદા પડવું, અશક્તિ કે નબળાઈ દૂર કરવા.
• પરિસ્થિતિ સાથે ઝડપી સમાધાન ન કરી શકતા મનોભાવોથી મુક્તિ મેળવવા માટે.
• ઉતાવળિયો વિચાર કે નિર્ણય બદલવાની આદતને સુધારવા માટે.
• લઘુતાગ્રંથિ કે ગુરૂતાગ્રંથી (Inferiority or superiority Complex)માંથી મુક્તિ માટે.
• નસકોરાં બોલતાં બંધ કરવા માટે.

4. આજ્ઞાચક્ર, મણિપુર ચક્ર અને મૂલાધાર ચક્ર (4,9,14)
• કોઈ પણ પ્રકારની એલર્જી માટે.
• દવાની, રોગોની, ચંપલ, બૂટની, સુગંધની કે વાયરલ ઇન્ફેકશનથી થતી એલર્જી માટે.
• વાતાવરણના ફેરફાર કે કોઈ પણ ઘટનાની યાદથી થતી પીડા માટે.
• વ્યક્તિ, જાતિ, સમાજ કે દેશ તરફ થતી ઘૃણા કે નફરતથી મુક્તિ.
• પોતાના વિચારો, ભાવનાઓ કે કલ્પનાઓથી થતી એલર્જીને દૂર કરવા.

5. એક હાથ માથા ઉપર – એક હાથ મણિપુર ચક્ર ઉપર (4,9)
• પેટની કોઈ પણ પ્રકારની તકલીફ માટે.
• ઊલટી, ઝાડા, એસીડીટી, ગેસ, કબજિયાત વગેરે તકલીફમાંથી મુક્તિ માટે.
• ચામડીની તકલીફ દૂર કરવા તેમજ ખીલ દૂર કરવા માટે.
• જમવામાં ના ભાવતી વસ્તુઓમાં રુચિ પેદા કરવા તેમજ અનાવશ્યક અને નુકસાનકારક ચીજ વસ્તુઓને નહીં ખાવા માટે.
• સમજદારી વધારવા માટે અને જીવનની પરિસ્થિતિઓને સ્વીકારવા માટે.

6. એક હાથ વિશુદ્ધ ચક્ર ઉપર – બીજો મુલાધાર ઉપર (7,14)
• અશક્તિને દૂર કરી શક્તિની વૃદ્ધિ કરવા માટે.
• ચક્કર આવતાં મટાડવા માટે.
• સારી કે ખરાબ નજર લાગેલી દૂર કરવા.
• ભૂત, પ્રેત કે મંત્ર, તંત્ર ની અસર દૂર કરવા અથવા બચવા માટે.
• ગ્રહ, નક્ષત્ર ની ખરાબ અસર દૂર કરવા અથવા બચવા માટે.

7. એક હાથ માથા ઉપર – બીજો હાથ સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર (4,13)
• આત્મ સર્જન, પોતાનો વિકાસ – Self Development.
• કફ અને શરદીની તકલીફમાંથી મુક્તિ મેળવવા માટે.
• પેશાબ સંબંધી વિકાર કે શરીર પરના સોજા દૂર કરવા માટે.
• સ્ત્રી રોગોમાં થતી તકલીફ માંથી છૂટકારો મેળવવા માટે.
• નપુંસકતા કે વાંજીયાપણું દૂર કરવા તથા સંતાન પ્રાપ્તિ માટે.
• હોર્મોન્સ સંતુલિત કરવા માટે.
• પેટમાં અલ્સર કે એવી અન્ય પેટની તકલીફ દૂર કરવા માટે.

8. માથું – મૂલાધાર ચક્ર (4,14), અસરગ્રસ્ત ભાગ (Local)
• હાડકાંના સાંધાનું દર્દ, ગુપ્તાંગોની તકલીફ, ચેતના તેમજ સ્ફૂર્તિ માટે.
• જડતા અને સુસ્તીને દૂર કરવા માટે.
• શરીરના ભારેપણાનો અહેસાસ દૂર કરવા માટે.
• ભવિષ્ય માટેના અસ્થિર વિચારો દૂર કરીને જીવનમાં સ્થિરતા લાવવા માટે.

9. એક હાથ ગળા ઉપર બીજો સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર (7,13)
• શરદી, ખાંસી, તાવની તથા ગાળાની કોઈ પણ તકલીફ માટે.
• થાયરોઇડ અને કાકડાના સોજા માટે.

10. કિડની, સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂલાધાર ચક્ર (22,13,14)
• કિડનીની તકલીફ માટે.

11. આજ્ઞાચક્ર, હૃદય ચક્ર (4,8), ગળું (7), મણિપુર ચક્ર, - મૂલાધાર ચક્ર (9,14)
• કોઈપણ પ્રકારની ખરાબ આદતમાંથી મુક્તિ.
• ખાવા પીવાની આદતમાંથી મુક્તિ.
• સિગારેટ, તમાકુ, જર્દા, સોપારી, ગુટખા, દારૂ, ભાંગ વગેરેથી મુક્તિ.
• અપશબ્દો, અપ્રિય કે કડવી વાણી બોલવાની આદતમાંથી મુક્તિ.
• સારા વક્તા થવા અને સારૂ, પ્રભાવી, મીઠું સુંદર બોલવા.

12. એક હાથ ગળા ઉપર - બીજો મણિપુર ચક્ર (7,9)અને લોકલ (Local)
• શરીરનું વજન વધારવા કે ઘટાડવા માટે.
• શરીરને સુડોળ બનાવવા માટે.

13. એક હાથ આજ્ઞાચક્ર ઉપર – બીજો સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર (4,13)
• કોઈ પણ પ્રકારના વિચારો તેમજ ભાવનાઓના દબાણમાંથી મુક્તિ.
• નિરાશા, હતાશા તેમજ ડિપ્રેશનમાંથી મુક્તિ.

14. મણિપુર ચક્ર - મૂલાધાર ચક્ર (9,14), આજ્ઞાચક્ર – હૃદય ચક્ર (4,8)
• માથાનો દુઃખાવો અને માઈગ્રેન દૂર કરવા.

15. આજ્ઞાચક્ર – હૃદય ચક્ર (4,8), મણિપુર ચક્ર - સ્વાધિષ્ઠાન ચક્ર (9,13) અને ફેફસાંની આગળ પાછળ (11)
• અસ્થમા અને ફેફસાંની તકલીફ દૂર કરવા માટે.

16. મણિપુર ચક્ર - સ્વાધિષ્ઠાન ચક્ર (9,13) અને આજ્ઞાચક્ર – હૃદય ચક્ર (4,8)
• તકલીફ વગર ઉપવાસ કરવા માટે.
• વધું પડતું ખાઈ જવાથી થતી તકલીફ માટે.
• કોઈ પણ કારણથી ભૂખ, તરસ લાગવા પર, જમવાનો સમય અનિયમિત થવાનો હોય ત્યારે થોડો સમય આસાનીથી પસાર કરવા માટે.

17. મણિપુર ચક્ર – પેન્ક્રીયાઝ (9, 12), આજ્ઞાચક્ર – હૃદય ચક્ર (4,8)
• ડાયાબિટીસ અને તેને કારણે અન્ય અવયવોને થતી તકલીફ માટે.

18. આંખો, સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂલાધાર ચક્ર (1) (13) (17)
• આંખોની તકલીફ અને ચશ્મા માંથી મુક્તિ.

19. મણિપુર ચક્ર – સ્વાધિષ્ઠાન ચક્ર (9, 13), મૂલાધાર ચક્ર – Local (14, Local)
• પથરીની તકલીફ દૂર કરવા માટે.


20. કાન, મસ્તક, સ્વાધિષ્ઠાન ચક્ર (૩) (4) (13)
• કાનમાં થતી તકલીફથી મુક્તિ.

21. કરોડનો પહેલો અને છેલ્લો મણકો (19, 24) – બન્ને હાથની એક આંગળીથી આવશ્યકતા અનુસાર સહન થાય એટલું દબાણ આપી અને પછી બન્ને હાથને ધીરેથી રાખીને
• લંબાઈ વધારવા (24 વર્ષની ઉંમર સુધી).
• પીઠનું દર્દ દૂર કરવા માટે.
• કરોડરજ્જુના હાડકાંની તકલીફ દૂર કરવા માટે.
• સ્પોન્ડીલાયટીસ, ગરદન રહી જવી, ડોક પકડાઈ જવી વગેરે ગરદનના દર્દથી મુક્તિ મેળવવા માટે.
• વધુ પડતી વધતી જતી લંબાઈને રોકવા માટે.

22. બન્ને હાથ ગાલ ઉપર (Local), મણિપુર ચક્ર અને લીવર (9, 10)
• મોંઢામાં પડેલાં છાલાં, અલ્સર તેમજ ચાંદાથી મુક્તિ.
• જીભ, દાંતની તકલીફથી મુક્તિ.
• ખીલ અને મોં પરના ડાઘ દૂર કરવા.

23. આજ્ઞાચક્ર - સ્વાધિષ્ઠાન ચક્ર, Local (4, 13) (Local)
• સ્ત્રીઓને દાઢી, મૂછ પર ઉગતા વાળ દૂર કરવા.
• શરીર ઉપર અણગમતા વાળ દૂર કરવા માટે.
24. લમણાં (2), આજ્ઞાચક્ર – સ્વાધિષ્ઠાન ચક્ર (4, 13)
• ટાલ પર વાળ ઉગાડવા.
• ખરતા વાળને રોકવા.
• સફેદ વાળને કાળા કરવા.

25. સ્વાધિષ્ઠાન ચક્ર - મૂલાધાર ચક્ર (13,14), આજ્ઞાચક્ર – હૃદય ચક્ર (4, 8)
• ગર્ભાવસ્થા અને નોર્મલ ડીલીવરી માટે.
• કસુવાવડ રોકવા માટે.
• ગર્ભાવસ્થા દરમિયાન પોતાના તેમજ બાળકના સારા સ્વાસ્થ્ય માટે.

26. આજ્ઞાચક્ર - મણિપુર ચક્ર (4, 9), Local જ્યાં જીવ જંતુ કરડ્યું હોય ત્યાં (Local)
• ઝેરની અસર દૂર કરવા.
• કેમિકલ કે દવાની અસર, દવાનું ઝેર કે રિએકશન દૂર કરવા.
• Food Poisoning જેવી તકલીફ દૂર કરવા.
• જીવ જંતુ કરડવાથી ચડેલા ઝેરને દૂર કરવા.

27. સ્વાધિષ્ઠાન ચક્ર - મૂલાધાર ચક્ર (13, 14), મૂલાધાર ચક્રની પાછળ (24), Local
• સયટીકાની તકલીફ દૂર કરવા માટે.

28. મણિપુર ચક્ર (9), Local
• અલ્સર અને શરીર પર થયેલી ગાંઠો દૂર કરવા માટે.

29. આજ્ઞાચક્ર - મણિપુર ચક્ર (4, 9), લીવર - સ્પ્લીન (10, 12)
• કમળો અને લીવરની તકલીફ દૂર કરવા માટે.

30. આજ્ઞાચક્ર – હૃદય ચક્ર (4, 8), ખભા ઉપર (18)
• હાથ અને ખભાની તકલીફ દૂર કરવા માટે.

31. હૃદય ચક્ર - સ્વાધિષ્ઠાન ચક્ર (8, 23)
• બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા.

32.અસરગ્રસ્ત સ્થાન ઉપર (Local)
• મચકોડ અને નસની તકલીફ માંથી મુક્તિ માટે.

33. આજ્ઞાચક્ર (Local) – મણિપુર ચક્ર (Local) (4, 9)

• ફોડલા, ફોલ્લીથી, કાપકૂપ કે ચીરા પડવાથી, બળી જવાથી, વાગવાથી, દાઝવાથી, એસીડ અથવા જલદ કે ઝેરી પ્રવાહી લાગવાથી થતા દુઃખ દર્દની પીડાથી મુક્તિ.


34. Local, આજ્ઞાચક્ર અને મણિપુર ચક્રની વચ્ચે સ્તનો ઉપર (4, 8 હૃદયથી થોડું નીચે)
• કેન્સર દૂર કરવા.
• સ્તનોનું દર્દ દૂર કરવા.
• ફીબ્રોઈડ્સ કે કેન્સરથી થતી તકલીફો દૂર કરવા માટે.