Raghu nu antar dwand books and stories free download online pdf in Gujarati

રઘુનું અંતર દ્વંદ્વ

' રઘુનું અંતર દ્વંદ્વ '

રઘુ આજે રઘવાયો થયો હતો ધૂળ ના ઢેફાથી રમ્યા કરતો હતો મજૂરી કરતા કરતા થોડો પોરો ખાતા ધૂળના ઢેફા ઉપર જ બેસી ગયો .
એનું પૂરું ધ્યાન વારંવાર સંતોક તરફ જતું હતું . પોતાના ખાસ ભાઈબંધ વનરાજને આપેલું વચન એને વારંવાર સતાવી રહ્યું હતું . વનરાજ અને રઘુ એટલે બાળપણના જીગરજાન દોસ્ત .

રઘુ , વનરાજ ,સંતોક અને બીજા કેટલાય એમના સાથી મજૂરોના ખોરડા આજુબાજુમાં જ હતા . એક મોટી દસ માળની બિલ્ડીંગ બની રહી હતી .એમાં આ બધો મજૂર વર્ગ એકસાથે કામેં જતા .
રઘુને એના બાપદાદાની મિલ્કત હતી . પણ રઘુને તો એની જાત મહેનત વાલી હતી .એટલે પોતાનું ખાનદાની કામ છોડવાનો વિચાર સુધ્ધા ન કરતો .
થોડા મહિના પહેલા જ એના ભાઈબંધ વનરાજને કમળો થયો હતો અને એમાં ધ્યાન ન આપ્યું ખાસ આરામ કર્યો નહી અને પરેજી પણ નો પાળી અને દિવસ આખો મજૂરીનું કામ કરતો રયો તે વળી કમળામાંથી કમળી થઈ ગઈ.

એક રાતે વનરાજને જોરદાર પેટનો દુખાવો ઉપડ્યો . એ સમયે સંતોક દોડીને બાજુમાંથી રઘુને બોલાવવા ગઈ .
' જલ્દી આવોને રઘુભા એમને પેટમાં બવ જોરથી શૂળ ઉપડ્યું છે . '
સંતોકતો ગભરાયેલી પરસેવે રેબઝેબ ....કોને કહું ? પિયરમાં પણ કોઈ હતું નહીં અને વનરાજે પોતાના ઘરનાંની મરજી વિરુદ્ધ પ્રેમલગન કર્યા તા એટલે સાસરામાંથી કોઈ આવે એમ નો તું
રઘુ એ જ સમયે દોડીને આવ્યો ને બોલ્યો ' ભાભી હું જલ્દી કોક ડો. ને બોલાવી લાવું છું . તમે ચિંતયા ન કરતા '
વનરાજ હાથના ઇશારાથી રઘુને રોકાઈ જવાનું કહી રહ્યો હતો . એ સંતોકે જોઇ લીધું . એટલે તરત બોલી
' રઘુભા જુવો તો તમને બોલાવે છે ' તમે બેસો હું તમારા બા ને સાદ દવ છું
રઘુ વનરાજની પાસે બેઠો એ સમયે બહાર સુસવાટા ભેર પવન ચાલી રહયો હતો . પવનને કારણે મંદિરમાં રહેલો દીવો ઓલવાઈ નહીં એટલે સંતોકે કાંચનો ગોળો દિવા ને આડે મૂકી દીધો . અને બારી-બારણાં કરવા લાગી . વનરાજને નજીકના શહેરના દવાખાને લઈ જવો પડે તો એટલે ફટાફટ બધુ આટોપવા લાગી .

વનરાજ રઘુનો હાથ હાથમાં લેતા તૂટક તૂટક અવાજમાં બોલ્યો
' રઘુ મારે ડો.ની જરૂર નથી . મારો શ્વાસ રૂંધાઇ છે . હું ઘડીબે ઘડીનો મહેમાન સુ . પણ એક વાત કેવી સે .... મને સંતોકની અને એના પેટમાં ઉછરી રહેલ બાળકની ચિંતયા છે . તને કાઈ વાંધો ન હોયતો મારા આવનાર બાળકને તું બાપ બની હાચવીશ ને ? મારી સંતોકનું પણ ધ્યાન ...હજુ વાક્ય પૂરું થાય ત્યાંતો...શ્વાસ બંધ થઈ ગયો . એ સમયે રઘુની માઁ પણ આવી ગઈ તી .
રઘુ આંખમાં આંસુ સાથે હકારમાં માથું ધુણાવતો રહ્યો .અને એક આક્રંદ સાથે ચીસ પાડી ઉઠ્યો .
રઘુ અને વનરાજની ભાઈબંધી પણ એટલી પાક્કી કે જાણે પાણી પણ પૂછીને પીવે એવી ....

રસોડામાં હજુ બધું આટોપતી હતી ત્યાં તો રઘુનું આક્રંદ સાંભળતા જ સંતોક પાગલ બની દોડી આવી અને વનરાજના મોઢામાંથી લોહીના ટસીયા ફૂટેલા જોઈ વનરાજના શરીર પર આક્રંદ કરતી પથરાઈ પડી ...દીવા ની આડે મુકેલો કાંચનો ગોળો પણ ઉપરવાળાના આવા ન્યાયથી કડડ ભૂસ થઈ વેરણ છેરણ થઈ ગયો .

સંતોકના જીવનનો દીવો ઓલવાઈ ગયો હતો . લગન પછી ખાલી દોઢ વરસમાં જ સંતોક વિધવા થઈ ગઈ . પેટમાં રહેલી પોતાના વનરાજની નિશાની ...

સંતોક માટેતો થોડા સમયનું જે સુખ હતું એ દૂર વાદળોમાં જઈને બિરાજમાન થઈ ગયું હતું . ભીની ધૂળથી ચિતરાયેલો ઘાઘરો ,ધૂળના ઢેફાથી ખરડાયેલા હાથ અને ખરડાયેલું નસીબ ...પેટનો ખાડો પુરવા કામ કરવું પણ જરૂરી હતું. સાંજ પડેને ઘેર પહોંચ્યા પછી રઘુની માઁ બોલતી ' સંતોક હવે થોડો આરામ કરી લે જે હમણાં વાળુ ટાણે કંઈ બનાવતી નઈ હું તને ગરમાગરમ રોટલો ને દૂધ આપી જઈશ . રઘુની માઁ એક સગી માઁ જેવું ધ્યાન રાખતી હતી .

☘ ☘ ☘
વનરાજના ગયા પછી રઘુ અને એની માઁ સંતોકનું ઘણું ધ્યાન રાખતા . રઘુ પણ માઁ ના સંસ્કારોના પગલે ચાલતો હતો . છતાં પણ મનમાં એક વાત હંમેશા કોરી ખાતી હતી . એ હતો એનો રેવતી સાથેનો પ્રેમ ...
પોતાને રેવતી સાથે થયેલા પ્રેમની વાતની જાણ વનરાજને કરવાનો જ હતો પણ એ દરમ્યાન એ ખૂબ બીમાર રહ્યો . એટલે એ દરમ્યાન પોતાની આ ખુશીની વાત જાહેર કરવાનો સમય યોગ્ય ન લાગ્યો . અને અંતે એનો ખાસ થી ખાસ મિત્ર આ દુનિયામાંથી વિદાય થઈ ચૂક્યો હતો .

રઘુની માઁ ગામડાની હતી પણ સમજદાર ઘણી હતી . રઘુએ પોતાની માઁ ની આગળ પોતાની અંદર ચાલી રહેલા યુદ્ધની વાત માઁ સમક્ષ રજુ કરી . એક તરફ મિત્રને આપેલું વચન અને બીજી બાજુ પ્રેમ ....
રઘુની માઁ એ કહ્યું ' તારું મન ગોઠે એવુ કર ...બાકી ધાર્યું તો ધણીનું જ થાય દીકરા ....

સમય નીકળતો રહ્યો અને સંતોકે એક સરસ મજાના દીકરાને જન્મ દીધો . મજૂરવર્ગની બીજી બેનો અને રઘુની માઁ બધાએ સંતોકનું ખૂબ ધ્યાન રાખ્યું .

સંતોકને દોઢેક મહિનો વીત્યા પછી દરેક મજૂર બેનો અને રઘુની માઁ એ સંતોક આગળ વનરાજ અને રઘુ વચ્ચે થયેલા વચનની વાત કરી . રઘુની માઁ બોલી ' રઘુએ તારા ધણીને છેલ્લા શ્વાસે વચન આપ્યું છે . ને ખાસ તો ઇ લોકોની ભાઈબંધી એટલે વચન તો પૂરું કરવું જ રહ્યું .
સંતોક એકની બે ન થઈ અને બોલી ' આપણી નાતજાતમાં વળી આવું ક્યાંથી !!! કેવું કયો છો બા ? હું ને બીજા લગન કરું ?
કેટલીય માથાકૂટના અંતે સંતોક તૈયાર થઈ . અને રઘુની માઁ એ લગન ની તૈયારી શરૂ કરી દીધી .
☘ ☘ ☘
સંતોક દેખાવમાં ખૂબ સુંદર હતી એમાં પણ સુવાવડ પછી તો સુંદરતા ઔર નિખરી હતી .
રઘુની માઁ સંતોકને શણગારવા ઘરેણાં અને રંગબેરંગી ઘાઘરા , ઓઢણા બધુ તૈયાર કરતી રહી . રઘુના ઉદાસ ચહેરાને જોઈ એના હૃદયમાં પણ શૂળ ભોકાતી હતી . પણ કહેવાય છે ને મરતા માણસને આપેલું વચન અને એમાં પણ બાળગોઠિયા ખેર , ભગવાનને જે મંજુર હતું ઇ થયું .
રઘુએ પોતાની પુરી ગાથા રેવતી ને પણ સમજાવી . રેવતી પણ નસીબને દોષ દેતી અને રઘુને ફરજ પુરી કરવા આગળ કર્યો . અને પોતે આ ગામ છોડી નીકળી જશે . એવું કહીને રઘુથી છુટ્ટી પડી .

☘ ☘ ☘

રઘુ અને સંતોકના લગનની તડામાર તૈયારી ચાલી રહી હતી ચારે તરફ રઘુની વાહ વાહ ચાલી રહી હતી . ગામના વડીલો પણ ખાટલે બેસી રઘુની વાહવાહી કરતા રહ્યા . રઘુએ તો સાચા અરથમાં વચન પાળ્યું હો બાકી સંસ્કારી અને વચન.પાળનારો...

જોરશોરથી ઢોલ-ત્રાસા વાગી રહ્યા હતા. રઘુની માઁ સંતોકના બાળકને ખોળામાં લઈને બેઠી બેઠી મરક મરક હસી રહી હતી..

રઘુના મનમાં દબાયેલો પ્રેમનો સુર યથાવત એ જ સ્થાને ચુપચાપ બેસુરો થઈને પડ્યો હતો . રહી રહીને પોતાની જાતને જ દગો દીધાનો અફસોસ થઇ રહ્યો હતો . પ્રેમના તાર બેસુરા થઈને બેસુમાર હાલતમાં તૂટી ચુક્યા હતા .
માઁ ના ખોળામાં સુઈ રહેલ માસૂમ બાળક હસ્તા ચહેરે રઘુને જોઈ રહ્યું હતું . પોતાના જીગરી યારનું નાનકડું ફૂલ મરક મરક હસી રહ્યું હતું . એ જોઈ રઘુની આંખ આસુથી ભરાઈ ગઈ .

ફૂલ-હારથી સજેલા મંડપમાં લગ્નગીતો અને ફટાણા ગવાઈ રહ્યાં હતા . લગ્નવિધિ પણ ખૂબ સરસ રીતે શાંતિથી પતી ગઈ .
એક બાજુ જમણવારનો વાસણોનો અવાજ અને ક્યાંક હાસ્યના ફુવારા વચ્ચે લગ્નનું કામ પૂરું થવાની અણી પર હતું . અટલી ભીડમાં રઘુ અંદરને અંદર આંસુને પી રહ્યો હતો .
પોતાના માથે રહેલા ફૂલોથી સજેલા સાફાને ઉતારી ઠેકાણે મુકવા ગયો . ત્યાં દૂર ખૂણામાં જોયું તો સંતોક હસી હસીને બધાને ખાવાનું પીરસી રહી હતી . રઘુ તો આંખો પહોળી કરી જોઈ રહ્યો આ શું ?
સંતોક અહીંયા છે તો મંડપમાં મારી સાથે કોણ હતું ?
રઘુ દોડીને માઁ આગળ આવ્યો . ' માઁ આ બધું શુ છે ? ' , સંતોક તો ત્યાં ....
રઘુની માઁ એ કહ્યું ' જરા ઘુંઘટ ઊંચો કરીને તો જો કોણ છે ?
રઘુએ ઘુંઘટ ઊંચો કર્યો ત્યાંતો રેવતી !!!!!
મનની અંદર ચાલી રહેલું ' અંતર દ્વંદ્વ ' .... પોતાના મનને , આંખો ને વિશ્વાસ જ નો તો બેસતો ..

શુ થયું ? કોણે કર્યું ? ચંદ ક્ષણોમાં તો કેટલાય સવાલો રઘુને ઘેરી વળ્યાં . આંખોમાં ખુશી અને ચહેરા પર મીઠી ગભરાહટ ....

રઘુની પીઠ પર હળવેથી ધબ્બો મારતા સંતોક બોલી ' રઘુભા હવે મારી વાત હાંભળો ...
' એકદિવસ હું તમારે ઘેર આવી ત્યારે મેં તમારી અને બા બંનેની વાત સાંભળી લીધી હતી . અને ગમે એમ કરીને અમે બધી બાઇયું એ ભેગી થઈને રેવતીની ભાળ મેળવી લીધી અને બધુ ચૂપચાપ ગોઠવી દીધું . અને હા બા ને પણ અમે અમારી સાથે વાતોમાં ભેળવી દીધા અને તમને કોઈ વાતની ગંધ ન આવે એનું ધ્યાન રાખવા કહ્યું .


રઘુ કંઈ બોલવા જતો હતો પણ સંતોકે એને બોલે એ પેલા જ ચૂપ કરી દીધો . અને બોલી મારી બળતરા કરવા વાળી મારી માવડી બેઠી છે ને ...એમ કહી સંતોક રઘુની બા ને ગળે વળગી પડી .
રેવતી એ પણ બા ના ખોળામાંથી સંતોકના બાળકને તેડીને ગાલ પર ચૂમ્મીઓનો વરસાદ કરી દીધો .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED