મરુભૂમી ની મહોબ્બત - ૧૭ Shailesh Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

મરુભૂમી ની મહોબ્બત - ૧૭

ભાગ : 17

વિક્રમસિંહ રાઠોડ રાજકુમારી મુમલની મેડી તરફ ગયા અને અમે નિમ્બલા પહોંચ્યા.

મને પણ હવે કેટલીક બાબતો નો અંદાજ આવતો જતો હતો.હું વિચારી શકતો હતો કે આ વિસ્તારમાં ટેરિરિઝમ એકટીવીટી સ્ટાર્ટ થઈ એમાં કેવા કેવા પ્રકારના લોકોને ફાયદો થાય...!

મહેકના પિતા ને હું કયારેય મળ્યો નહોતો.

મે જેતપાલ અને મહેકના પિતા સોહનજી ના મૈત્રી સંબંધ વિશે ખાસ્સી વાતો સાભળી હતી. સોઢા રાજપૂત નખતસિહ મારા મિત્ર બન્યા હતા. એમણે મને જણાવ્યું હતું કે સોહનજી એ જેતપાલ ના ખભે બંદુક રાખી પોતાની હુકુમત વિસ્તારી હતી.રણવિસ્તાર ના આ ગામડામાં ગણીને ચાર પાચ લોકો જ ધનાઢ્ય હતાં એમાં એક સોહનજી નો સમાવેશ થતો.મહેકનો રાજકુમારી ની માફક ઉછેર થયો એની પાછળ પણ કદાચ આ જ કારણ હતું. અધુરામા પુરુ એ રાજકુમારી મારા ખોળામા નાખીને નિયતિ એ એનો ખેલ ભજવવો શરુ કર્યો હતો.

આ ગામ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ મા જીવતું હતું.આપણે જોઈ ગયા કે 1971 ના યુદ્ધ મા પાકિસ્તાન થી આવેલ સોઢા રાજપૂતો ને ગામલોકોએ ગામ ની બહાર એક વસાહત આપી હતી. ત્યારબાદ કોઈ કારણોસર તેઓને ગામલોકો સાથે અંગત અદાવત ઉભી થઇ.મહેકના પિતા સોહનજી અને નખતસિહ ના મોટાભાઈ રામસિંહ વચ્ચે જબરદસ્ત સંઘર્ષ ચાલી રહ્યો હતો. અવારનવાર ઞઘડાઓ પણ થતાં. એનું પરિણામ ગામ ના નિર્દોષ લોકોને ભોગવવું પડતું.

સોહનજી પાસે પૈસા અને પોલિટિક્સ નો પાવર હતો જયારે રામસિંહ પાસે પ્રચંડ આત્મબળ હતું.

સોહનજી હંમેશા ઠંડા દિમાગ થી કામ લેતાં.. એટલે જ એમણે પોતાના ભાઈ ને ગામ નો સરપંચ બનાવ્યો હતો પરંતુ, જયારે વિકાસ ની ગ્રાન્ટ આવે ત્યારે એનો ઉકેલ સોહનજી કરતાં. તેઓ સોઢા રાજપૂતો ને વિકાસ થી વંચિત રાખતાં..

સામે પક્ષ.. રામસિંહ તીવ્ર બુધ્ધિશાળી રાજપૂત હતો.એ ખુદ બાળમેર જઈને એમ એલ એ સુધી રજુઆત કરતો અને પોતાના ભાઈઓ માટે સહાય અપાવતો..ઉપરાંત, સોઢા રાજપૂતો ના યુવાનો નું એક મોટું ગ્રુપ બન્યું હતું. તેઓ હંમેશાં મૂછોના વળાંક રાખીને ગામમાં ચાલતાં...

સોહનજી ના માણસો તેમજ ગામલોકો સોઢાઓ થી ફફડતા. કયારેક સંઘર્ષ થતો. સામાન્ય બોલચાલ થતી એ વખતે સોહનજી નમતું જોખીને સમસ્યા નિપટાવી દેતો.

નખતસિહ પોતાના મોટા ભાઈ રામસિંહ સાથે આખીય સોઢા વસાહત ના સંચાલકો ગણાતા. આ ગામમા સોઢા રાજપૂતો ના ચાળીસ જેટલા ઘર હતાં. સૌનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો.નખતસિહ પાસે સૌથી વધારે ચાળીસ ગાયો હતી.રામસિંહ પાસે ત્રીશેક ગાયો હતી.બાકી ના રાજપૂતો બે ચાર ગાયોથી ગુજરાન ચલાવતા.

આ બધી થઈ ઉપરછલ્લી બાબતો....

પરંતુ, આ બધાય સંઘર્ષ વચ્ચે પણ એક રહસ્યમય પ્રેમકથા પાગરી રહી હતી. જેનો નાયક સોઢા રાજપૂતો ના કસ્બા નો યુવાન હતો અને નાયિકા સોહનજી ની મોટી દીકરી કંચન હતી... જેની મને ખુબ પાછળ થી ખબર પડી.

ખેર... હું અને હીના સોહનજી ની મેડીએ જઈ રહ્યા હતા.

જેસલમેરી પીળાં પથ્થરો વડે બનાવેલી એ વિશાળ હવેલી હતી.હવેલી ની ફરતે રજવાડી આકાર ની બોર્ડર બનાવવામાં આવી હતી. આગળ મુખ્ય દરવાજો... જેની અંદર આખી ટ્રક ઘુસી શકે એટલી પહોળાઈ...અંદર ખુલ્લો ,વિશાળ ચોક...જેની એક તરફ ઘાસચારા ભરવાનો વાડો... બીજી તરફ ગાયોનો તબેલો.... બાજુમાં એક ઉટ અને થોડી બકરીઓ પણ ચરતી હતી...સીધા જાઓ તો આગળ બે માળનું વિશાળ મકાન આવે... એની નીચે લગભગ ચાર પાચ કમરા હશે.. એમાં સોહનજી ના પરિવાર ની સ્ત્રીઓ રહેતી હતી. સોહનજી ના ત્રણ ભાઈ પણ સાથે જ રહેતા.... બાજુમાં એક સીડી ગોઠવેલી...એની ઉપર થઈ ને જવાનું.. એટલે ત્યાં મહેમાનખંડ આવે... સોહનજી પોતાના દરેક મહેમાનો ને ત્યાં જ બેસાડે.

મે અને હીના એ દરવાજા ની અંદર પ્રવેશ કર્યો.

બાજુમાં રહેલા ઘાસચારા ના વાડા તરફ હું એકટિશે જોઈ રહ્યો. અચાનક મારા હોઠ પર સ્મિત આવી ગયું. એક વાર હું અને મિતલ આ તરફ આવ્યા હતા. એ વખતે બીજી તરફ નો રસ્તો હતો. એ ઘાસચારા થી ભરેલા વાડાની બફારો મારતી ઓરડીમાં પસીનો છોડાવતી ગરમીમાં મે મહેક સાથે ઉષ્માભરી મુલાકાત કરી હતી.. એ વખતે મંડપ બહાર ની બાજુ હતો એટલે સોહજીની હવેલી જોવાની તક નહોતી મળી..

અચાનક મને મહેક દેખાઈ.

એ જ ઠસ્સો....એ જ રુઆબ... એ જ ભભકો...

તમે કયારેય રેગીસ્તાની ગામડામાં જાઓ તો એક દ્રશ્ય જોવાનું ચુકતા નહીં... કોઈ અલ્લડ કિશોરી ની મુગ્ધતા...!
કોઈ સાહિત્યકાર ની નજર જ એને મૂલવી શકે..! ગામઠી ભોળપણ એના ચહેરા પર તરવરતુ હોય... એની આખોમા વીજળી નો ચમકારો હોય અને જગત પ્રત્યે નું અપાર કુતૂહલ હોય... એ કુતુહલ મહેકની આખમા હતું.

એક પળ માટે એણે મારી સામે જોયું અને ઞાટકા સાથે નજર ફેરવી લીધી. એનો ગુસ્સામાં હતી એ હું બરાબર સમજતો હતો.

મારે એને કેમ સમજાવવું કે હું કેવી કશ્મકશ મા હતો.

કોઇ અપરાધી ની માફક મે મહેકની ઉલટતપાસ કરી હતી.

અધુરામા પુરૂ જેતપાલ ના ઘરમાથી મહેકના ફોટા મળતાં જ મારી બેચેની વધી ગઈ હતી. મને એ પણ ખબર હતી કે હવે પછીની મહેકની મુલાકાતમા મારી ઉપર પસ્તાળ પડવાની હતી.

મહેકે મારી સામે ગુસ્સે થઈને નજર ફેરવી લીધી પણ હું એની સામે થી નજર હટાવી શકયો નહીં.

કોઈપણ પુરુષ ને પસંદ પડે એવી એની ચુસ્ત કાયા મારું દિમાગ હલાવી રહી હતી. એણે કેફરી અને ટી શર્ટ પહેર્યા હતાં. કદાચ, આ આખાય ગામમાં આવા આધુનિક વસ્ત્રો પહેરવાનો અધિકાર માત્ર મહેકને જ હતો.બ્લેક ટી શર્ટ અને વ્હાઈટ કેફરી મા થી બહાર નીકળતાં એના અંગો ઉપાગો ને હું ફાટી નજરે તાકી રહ્યો હતો. ખબર નહિ પણ એને જોતાં જ મારી અંદર ઉન્માદ ની ભરતીઓ ઉમટતી...એ પ્રવાહમાં હું તણાતો...મારું અસ્તિત્વ વીસરી જતો...

એણે કસીને બાધેલ વાળમાંથી ટપકતું પાણી પરસેવા સાથે મળીને એનાં શ્યામલ ગાલ ઉપર સ્ટેમ્પ થયેલા કાળાં તલ ઉપર પોતાની હાજરી પુરાવવા જતું હતું અને ગરમીના લીધે એ દ્રશ્ય વારંવાર સર્જાયું હતું.એનું ગળું એટલે વારંવાર ચુમવાનુ મન થાય એટલું સોહામણું... એની આખોમા રહેલું સંમોહન મૃત્યુ પર્યત ભૂલી ન શકાય એટલું મારકણુ હતું... એનાં રસભરેલ હોઠને નિહાળી પૃથ્વી પરનો કયો પુરુષ લાલાયિત ન થાય...? ખરેખર, મને જેતપાલ ની દયા આવતી હતી... એ બિચારા નો શું વાક...? આવી અનુપમ અપ્સરા ને જોઈને દેવતાઓ પણ ધરતી ઉપર ઉતરે જયારે જેતપાલ તો એક સામાન્ય માણસ હતો...

સોહનજી ના એક ભાઈ સાથે અમે સીડી ઉપર ચઢતાં હતાં ત્યારે પણ મહેક અવળી ફરીને ઉભી હતી પરંતુ, કદાચ ત્રાસી નજરે એ મને જોતી હતી. એની પાસે પોતાની ચમકીલી આખો ચોતરફ ઘુમાવવાની અજીબ કળા હતી.

એ વખતે મહેકને ઈર્ષા થાય એવું બીજું દ્રશ્ય પણ ઉભું થયુ હતું.

યોગાનુયોગ મે હીનાએ એક જ ટાઈપ ના કપડાં પહેર્યા હતાં. રેડ ટી શર્ટ અને બ્લૂ જીન્સ... ઉપરથી બ્રાઉન ગોગલ્સ... હીના સ્ટાઈલિશ લાગતી હતી અને હું હેન્ડસમ લાગતો હતો. અમે બેય એટ્રેકટીવ ફેસ ના માલિક છીએ એટલે કોઈપણ ને વહેમ જાય કે આ બેય વચ્ચે ચોક્કસ લફરું હશે...! પણ,મારે દુનિયા ને કેમ સમજાવવુ કે મારા અસ્તિત્વ ઉપર એક શ્યામલસુદરી નું શાસન ચાલે છે... એ જ મારી પ્રિયંકા ચોપરા હતી અને એ જ મારી આલિયા ભટ્ટ હતી...એના ચહેરા આગળ મને સદીનો સૌથી સુંદર ઐશ્વર્યા નો ચહેરો કોઈ વિસાત મા નહોતો લાગતો..એની ચંચળ અદાઓમા મને માધુરી ના દર્શન થતાં. એની સોફટનેશ અને સ્વીટનેશ આગળ મને દુનિયા ની ખુબસુરત અભિનેત્રીઓ ઝાંખી લાગતી..

" ઓહો... આવો...આવો...પધારો શા..." સોહનજી એ મેડીના મહેમાનખંડ મા અમારું સ્વાગત કર્યું.

હું પ્રાણીસંગ્રહાલય ના જનાવરને જોતો હોઉ એમ મારા માની લીધેલ કમબખ્ત સસરા સામે જોઈ રહ્યો. ખબર નહીં.. એ મારા વિશે શું ધારતો હશે..!

" આપણે પહેલા મળ્યાં છીએ ને..." સોહજીની યાદદાસ્ત પાવરફુલ હતી..

" જી..હા..ફોરેસ્ટ ઓફિસર અનિલ મારા બનેવી થાય...હુ અને મિતલ આપના ઘરનું ભોજન લઈ ચુક્યા છીએ..." મે વાણીમાં વિવેક વાપર્યો.. જાણે કે એની દીકરી ને જોવા આવ્યો હોઉ એવો વિવેક...!

હીના પળભર મારી સામે જોઈ રહી.

હીના એક ચાલાક યુવતી હતી. એની માઈક્રોસ્કોપ નજર હેઠળ થી કોઈ ચીજ બચી ન શકતી.એને એ વાત નું આચ્શર્ય થયુ હતું કે અચાનક મારી ભાષા આટલી સોફટ કેમ થઈ ગઈ.

" વોટ..." મે હીના ની સામે હાથ પહોળા કર્યા.

" અરે...બેસો ને....બેસો...બેસો..." સોહનજી એ અમારી અરસ્પર આપ લે પર બ્રેક મારી.

મને અંદર થી ફફડાટ હતો કે હીના જે રીતે ઈન્વેસ્ટીગેશન કરે છે એનાથી સોહનજી નારાજ ન થાય તો સારું.. ..કેમ કે હીના જયારે ઉલટતપાસ કરતી ત્યારે ભલભલા ખેરખાઓ હાથ જોડીને વિનંતી કરતાં...

હું બેઠો...હીના પણ બેઠી...સોહનજી સામે બેઠાં..

એવામાં મહેક પાણી ના ગ્લાસ ની ટ્રે લઈ ને ઉપર આવી.

મારા હદયના ધબકારા બુલડોઝર ની જેમ વધવા લાગ્યા.