Superstar - 12 books and stories free download online pdf in Gujarati

સુપરસ્ટાર - 12

પોતાનો ઓર્ડર કરીને બેઠેલા શોભીતના ફોનમાં રિંગ વાગી હતી અને સામે અનુજાનો અવાજ સાંભળતા શોભિત તરત ત્યાંથી ઉભો થઈને ચાલી નીકળ્યો હતો.મિતાલીની રાહ જોતા-જોતા તેને આજે વર્ષો વીત્યા હોય એવું લાગતું હતું અને અત્યારે જઃ પોતાના કેસ માટે માર્ટિના ખૂનીના નામને સાંભળવા માટે શોભિત સરેઆમ ત્યાંથી ઉભો થઈને ભાગી નીકળ્યો હતો.મિતાલીના આવતા શું થશે તેની ચિંતા તેના મનમાં હતી પણ તેના માટે કેસ પણ એટલો જ મહત્વનો હતો.
પોતાની કારમાં બેસીને જતા શોભિત પાછો પોતાના અને મિતાલીના વિચારોમાં સરી પડ્યો હતો.....

કોઈ વાત વગર અચાનક જ તમે કોઈના વાતોમાં પડી જાવ,કોઈ અણધાર્યા સપનાઓને બાથ ભરીને અચાનક જ તમે જવાન થઇ જાવ,કોઈ ના કલ્પેલા અવસર સામે તમે બસ મૂંગા બનીને ઉભા રહી જાવ એવું જ આજે શોભિત સાથે બન્યું હતું.શોભિત કોઈ વાત વગર જ મિતાલીના વાતોમાં મશગુલ થવા લાગ્યો હતો,કોઈ જુદા જ સપનાઓ તેના પાર હાવી થવા લાગ્યા હતા.મિતાલીના આવ્યા પછી જાણે તેની દુનિયા જ બદલાઈ ગઈ હતી.સાથે સ્ટાર્ટ કરેલા ઓપેરશનને ખતમ કરતા કરતા તો શોભિત પુરેપુરો મિતાલીના જીવનમાં પરોઈ ગયો હતો.મિતાલીના હાવભાવને જોતા-જોતા તે ખુદના જ હાવભાવને ભૂલવા લાગ્યો હતો.કેટલી સુંદર લાગે છે યાર ?? બસ હવે આ વાત તેના મન સુધીથી નીકળીને પોતાના મોઢા સુધી આવી ગઈ હતી.તેના સાથે કામ કરતા લોકો પણ હવે તેના આ પાગલપન પર હસવા લાગ્યા હતા.એકબાજુ મિતાલી પોતાના કામને લઈને જેટલી સિરિયસ હતી તેનાથી વધારે શોભિત હવે મિતાલીને લઈને સિરિયસ થવા લાગ્યો હતો.
"મિતાલી..મારે તને એક વાત કહેવી છે..."શોભિત અચાનક જ ચાલુ ઓપેરશનમાં મિતાલી સામે આવીને ઊભો રહ્યો હતો.મિતાલી થોડીવાર માટે તેના સામે જોઈ રહી હતી.
"અત્યારે જરૂરી છે???"મિતાલીએ પોતાના આઇપેડ પર નજર નાખતા કહ્યું.સામે બને એટલા બધા જ ટીવી મોનિટર પર ચાંપતી નજર રાખતી મિતાલી પાસે શોભીતને આપવા માટે જરા પણ સમય નહોતો.
"હા...બહુ જ જરૂરી છે..."શોભીતે પણ આજે પોતાના મનમાં ચાલતી બધી વાત મિતાલીને કહી દેવાની થાની હતી.મિતાલીને પણ ખબર પડી ગઈ હતી કે શોભિત તેને પસંદ કરે છે,પણ મિતાલી માટે હંમેશા પોતાનો દેશ,પોતાની ડ્યૂટી આગળ રહી હતી,પણ આજે આ ઓપરેશન ખતમ થઇ જશે પછી શોભિત માટે મિતાલી બસ એક સપનું ના બની જાય એટલે આજે તેને બધી વાત કરી દેવી હતી.
"બોલી દે..ફટાફટ...."મિતાલીએ બને એટલા સ્વસ્થ થઈને કહ્યું.ત્યાં જ બહારથી કોઈના બૂમોના અવાજો પડઘાયા.મોનિટર રૂમમાં રહીને બધું મોનિટર કરતા કરતા ક્યાં અચાનક શોભિત અને મિતાલીની નજર ચુકી હતી ત્યાં જ સામેથી માહૌસર તહીન અને તેના માણસોએ પોતાના બહાર રહેલા કેમ્પ પાર ગોળીઓનો વરસાદ વરસાવી દીધો હતો.આંતકવાદી કોને કહેવાય તેની પહેચાન બહાર વરસતી ગોળીના અવાજથી મળી રહી હતી.શોભીતે તરત જ પોતાના પાસે પડેલી રાઇફલ લઈને રૂમના બીજીબાજુ બનેલા નાના ઓરડામાં દોટ મૂકી હતી અને ત્યાં જ તેના સામે ના જોયેલા,ના અનુભવેલા દર્શ્યોએ આકાર લીધો હતો.શોભીતે બારી-બહાર જોતા તેની આંખો ફાટી ગઈ હતી.પોતાના કેમ્પના બને એટલા બધા જવાનો ખતમ થઇ ગયા હતા.આતંકવાદીઓ દરેક વખતની જેમ પીઠ પાછળથી હુમલો કરીને બધું તહેસ-મહેસ કરી નાખ્યું હતું.કોઈને પણ ગંધ ના આવે એમ પોતાના કેમ્પમાં આવીને બધું ખતમ કરતા આંતકવાદીઓને રોકવા જરૂરી હતા.શોભિત તરત જ પોતાના પાસે પડેલા બધા હથિયારોને સમેટવા લાગ્યો હતો ખબર નહિ ક્યારે કોની જરૂર પડી જાય.
પોતાના નિશાન પર ભરોસો હોવા છતાં આજે શોભિત માટે કપરી પરિસ્થતિ થઇ હતી.તેના પાર મુકેલા વિશ્વાસને તે તોડવા નહોતો માંગતો.શોભીતે બને એટલા સ્વસ્થ થઈને પોતાના ડાબી આંખે બંદૂક રાખીને જે પહેલી ગોળી છોડી હતી તે સીધી સામે રહેલા આતંકવાદીઓના એક માણસને જઈને અડી હતી અને તે ત્યાં જ ઢેર થઇ ગયો હતો.
અચાનક જ ચારે તરફ સંન્નાટો પસરાઈ ગયો હતો.બધા વિચાર કરવા લાગ્યા હતા કે ગોળી ક્યાંથી આવી ?? ગોળી એટલી તેજીથી આવીને તેને વાગી હતી કે જાણે તે ગોળીમાં વર્ષોનો ગુસ્સો ના ભરાયો હોય.....મિતાલી થોડીવાર માટે શોભિત સામે જોઈ રહી.શોભિત હવે એક એક કરીને બધાને સાફ કરવા લાગ્યો હતો.તેના માટે હવે આ લાસ્ટ ઓપરેશન બરાબર હતું.શોભીતના સાથે હવે બીજા પણ તેના કેમ્પના લોકો જોડાઈ ગયા હતા.બધા એકસાથે મળીને બને એટલા તાકાતથી તેમનો સામનો કરી રહ્યા હતા.મિતાલીએ પણ મેસેજ મોકલીને બીજી આર્મીને બોલાવી લીધી હતી,હવે આંતકવાદીઓનું બચવું મુશ્કિલ હતું.એક કલાકને વિસ મિનિટ ચાલેલા એ ઓપેરશન પછી ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા અને બીજા ભાગી છૂટવામાં કાબિલ રહ્યા હતા.મહોસૌર તહિન પણ નાસી છૂટવામાં કાબેલ રહ્યો હતો.પોતાના મિશનને પોતાના ઓપરેશનને ફેઈલ થતા જોઈને મિતાલીના આંખોમાં આંસુ હતા.બધા કોઈના સાથે કઇંપણ બોલ્યા વગર પોતાના રૂમમાં કે પોતાની ટ્રીટમેન્ટ કરવા જવા લાગ્યા હતા અને ત્યાં જ એક અણધાર્યો ઓર્ડર મળતા જ બધા શોક થઇ ગયા હતા.મિતાલીને પોતાનાથી થયેલી ચુકથી આ ઓપેરશનમાંથી નીકાળી દેવામાં આવી હતી.મિતાલીના ઈરીસપનોસીબલ કામ સામે બધાએ વાંધા ઉઠાવ્યા હતા.આ સાંભળીને શોભિત એકદમ અચકાઈ ગયો હતો કેમકે તેને ખબર હતી કે બધું તેના લીધે જ થયું હતું કેમકે જો એ મિતાલીને બોલાવત ના તો આ બધું થયું જ ના હોત.
"શું વિચારે છે....??"શોભીતના વિચારો વચ્ચે મિતાલીએ ભંગ પડ્યો હતો.
"કઈ નહી....આઈ મ રિયલી સોરી બધું મારા લીધે થયું છે..જો હું તને બોલાવત જ નહિ તો તારી નજર..."શોભિત બોલતા અટકી ગયો.તે મિતાલીના સામે જોઈ પણ નહોતો શકતો.
"જવા દે બધું મારે કઈ યાદ નથી કરવું...ચલ મેં જા રહી હું બાય ભી નહિ કહેગા..."મિતાલીએ બને એટલા સ્વસ્થ થતા કહ્યું..
શોભિત તેના સામે જોઈ રહ્યો કેમકે તેને ખબર હતી કે બધો વાંક તેનો હતો છતાં સજા મિતાલીને મળી રહી છે.શોભીતે પોતાના પાસે પડેલા પેપર પપર કંઈક લખીને મિતાલીને આપ્યું.
"મારો લેંડલાઇન નંબર છે મને તારા ફોનનો ઇંતઝાર રહેશે.તને જયારે [પણ મારી જરૂર પડે તને જયારે પણ લાગે કે મારો તું મને માફ કરી શકીશ ત્યારે મને ફોન કરજે હું હંમેશા માટે તારી વેઈટ કરીશ"આટલું કહીને શોભિત ચાલવા લાગ્યો.મિતાલી બસ તેને જતા જોઈ રહી બસ જોઈ રહી.........

********************
"કોણ છે એ ???"કબીરે આવતાની સાથે જ અનુજા સામે જોઈને કહ્યું.
"કબીર શાંતિ થોડીવાર શાંતિ રાખ તું પાણી પી... મેં ઇન્સપેક્ટર શોભીતને બોલાવ્યા છે એ આવતા જ હશે તને બધી ખબર પડી જશે..."અનુજાએ કબીરને બેસાડતા કહ્યું.કબીર માટે આ પરિસ્થતિ બહુ જ નાજુક હતી.તેની માર્ટિનાનો સામે આવવાનો હતો.કબીર શું કરશે કઈ રીતે રિએકટ કરશે તેની સુદ્ધા તેને ખબર નહોતી.માર્ટિના પાર થયેલા બધા જુલમનો આજે તે બદલો લેશે એ નક્કી હતું.માર્ટિનાના ખૂનના પોતાના પાર લાગેલા બધા આરોપો ખોટા હતા એ બધા સામે સાબિત કરવા આજે કબીર તૈયાર હતો.અનુજા પાર કરેલો વિશ્વાસ આજે તેના માટે કારગર સાબિત થયો હતો.આશુતોષ પાર થયેલા હુમલાનો પણ બદલો લેવા તેના પાસે હવે સમય હતો બસ હવે ખાલી એકવાર માર્ટિના ગુનેગારનું નામ બધાની સામે આવી જાય..........

"મારા આવ્યા સુધીમાં બધા જ રિપોટ મારે જોઈએ..હા...આશુતોષ રિકવરી થઇ રહી છે... "શોભીતે કબીરના રૂમમાં જ આવતા જ પોતાના બધા માણસોને એલર્ટ કરી દીધા હતા.અનુજા પાસેથી નામ મળતા તરત જ બધી કાર્યવાહી ફાસ્ટ થાય અને ગુનેગાર સાચે જ ગુનેગાર છે એની ખબર પડે તેની બધી તૈયારીઓ શોભિત કરીને આવ્યો હતો અને હવે તેના પાસે આ કેસમાં વધારે ગુંચવાવું પણ જરૂરી નહોતું.માર્ટિનાને ન્યાય મળે એ જ બધા માટે જરૂરી હતું.માર્ટિનાની જિંદગીને તહસ-મહસ કરનાર એ ગુનેગારની લાઈફ તહસ-મહસ કરવા શોભિત આતુર હતો.

અનુજા સામે આવીને બેઠેલા કબીર અને શોભિત જાણે પોતાના બને કાન સરવા કરીને નામ સાંભળવા આતુર હતા.

"મારુ નામ સાંભળીને કબીર તને ઝાટકો લાગી શકે છે..."અનુજાએ નામ લેતા પહેલા જ કબીરને સ્પષ્ટતા કરતા કહ્યું.કબીર કંઈપણ સમજે તે પહેલા જ ફરી અનુજા બોલવા લાગી,
"પણ આ એ જ નામ છે જેણે તારી લાઈફને તારી માર્ટિનાને તહસ-મહસ કરી નાખી....આ એજ વ્યકતિ છે જેના લીધે તારી નામના રેતીની ધૂળ જોતી થઇ ગઈ હતી.આ એજ જ છે જેણે પોતાના અંગત અંહકાર માટે તારા સાથે તારો સહારો બનીને રહ્યો કબીર એ બીજું કોઈ નહિ પણ આશુતોષ છે.....હા જેણે તારી જિન્દગીને તારી માર્ટિનાને તહસ-મહસ કરી નાખી એ આ જ છે.................."
આટલું સાંભળતા જ કબીરની આંખો ફાટી ગઈ.બાજુમાં બેઠેલા શોભીતના કાન વધારે સરવા થઇ ગયા.ક્બીર હજુપણ બીજીવાર આ નામ સાંભળવા માંગતો હતો કેમકે તેને લાગતું હતું કે અનુજા ખોટું બોલી રહી છે...
"આ ના હોઈ શકે....."કબીરે તરત જ જવાબ આપતા કહ્યું.
"આ જ સત્ય છે કબીર અને મારી પાસે એના પૂરતા પુરાવા પણ છે........"અનુજાએ પોતાના પાસે પડેલા બધા પુરાવા બતાડતાં કહ્યું..

કબીર અને શોભિત બને આ પુરાવા સાંભળવા તૈયાર હતા,બંનેના માટે આ સમય આ પરિસિથતિ ના સમજાય એવી હતી.....

(કર્મશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED