તમે જયારે કોઈને ખુદ કરતાં વધુ ચાહો એ જ જ્યારે તમને દગો કરે ત્યારે તમે તૂટી જાવ છો. ખુદને સાંભળી શકતા નથી. આવું જ કંઈક અંશે મારી સાથે થયું છે. ઘણા વાંચકોએ સવાલ પૂછ્યો હતો કે નવો ભાગ કેમ ખૂબ ટૂંકો હોય છે અને મોડો આવે છે તો તેનું આ કારણ છે.
આર્યવર્ધને પોતાનો સામાન વીરા અને અનુજ ને તેની કાર સુધી મૂકી જવા માટે કહ્યું. વીરા અને અનુજે થોડી વાર પછી આર્યવર્ધન ના બધા બેગ્સ તેની કાર માં ગોઠવી દીધા પણ ક્રિસ્ટલ ની બોડી ને આર્યવર્ધને બેગ માં થી બહાર કાઢી ને કારની પાછળ ની સીટ પર સુવડાવી દેવા માટે કહ્યું.
આર્યવર્ધન શું કહી રહ્યો છે તેના વિશે તેને ખુદને ભાન નથી એવું વીરા ને લાગ્યું. ભાઈ તમારું મગજ તો ઠેકાણે છે ને, વીરા બોલી, તમને ખબર છે કે તમે શું બોલો છો.
વીરા ની વાત સાંભળી આર્યવર્ધન તેની પાસે આવ્યો અને વીરા ના ગાલ પર હળવી ટપલી મારીને કહ્યું, હા, મારી ઢીંગલી મારૂં મગજ ઠેકાણે છે અને મને ખબર છે કે હું શું કહી રહ્યો છું.
એક બોડીને ધોળા દિવસે હોટેલ ના ચેકીંગ માં બહાર કાઢી ને પોલીસ થી બચાવી ને એરપોર્ટ સુધી પહોંચાડવી એ મુશ્કેલ કામ છે પણ અશક્ય નહીં, આર્યવર્ધને કહ્યું. અત્યારે બપોર છે એટલે અત્યારે આખા રસ્તા પર ટ્રાફિક ખૂબ જ વધારે હશે એટલે હું રાત્રે 7 વાગ્યા પછી નીકળીશ. ત્યાં સુધી તમે બંને આરામ કરો.
આ સાંભળી ને વીરા અને અનુજ આર્યવર્ધન ના રૂમ માં થી બહાર નીકળીને તેમના રૂમ તરફ ગયા. વીરા અને અનુજ ના ગયા પછી આર્યવર્ધને તેના રૂમનો દરવાજો બંધ કરીને લોક કર્યો અને રૂમની બધી બારીઓ બંધ કરી દીધી.
ત્યાર પછી આર્યવર્ધને ઓવરકોટ માંથી એક સિરિન્જ બહાર કાઢીને તેને ક્રિસ્ટલના શરીર માં ઇન્જેકટ કરી ને સિરિન્જમાં રહેલું પ્રવાહી ખાલી કરી દીધું ત્યાર બાદ તે સિરિન્જ ને ટોયલેટ માં નાખીને ફ્લશ કરી દીધું.
આર્યવર્ધન બેડ પાસે સ્ટુલ પર બેસીને તેના ફોન માં ઇમેઇલ ચેક કરવા લાગ્યો. પંદર મિનિટ પછી ક્રિસ્ટલ ની આંખો ખુલી એટલે આર્યવર્ધને તરત તેનો હાથ પકડીને તેને ઊભી કરી. ક્રિસ્ટલે ઊભી થઇ ને આર્યવર્ધન ને છાતી પર હળવો મુક્કો માર્યો.
એટલે આર્યવર્ધને ક્રિસ્ટલ નો હાથ પકડીને તેની પોતાની તરફ ખેંચી ને ગળે લગાવી લીધી. ક્રિસ્ટલે પણ પોતાના હાથ આર્યવર્ધન ની પીઠ જકડી લીધા. થોડી વાર પછી એકબીજા થી અલગ થયા બાદ આર્યવર્ધન બોલ્યો, સોરી ડિયર મેં તને ડરાવી દીધી એ માટે.
ક્રિસ્ટલ આર્યવર્ધન ની પાસે આવીને આર્યવર્ધનની ટાઈ ખેંચીને બોલી, માફી ન માંગીશ. તારા માટે જો સાચે જ મરવાનું થાય તો પણ પાછી નહીં પડું. આટલું બોલીને ક્રિસ્ટલે આર્યવર્ધન ને પોતાની તરફ ખેંચીને તેનું માથું પકડી ને તેના અધરો પર પોતાના અધરો મૂકી દીધા.
આર્યવર્ધને પોતાને ક્રિસ્ટલ થી છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ ક્રિસ્ટલ તેને છોડવા માટે તૈયાર નહોતી. એટલે આર્યવર્ધને વધુ પ્રયત્ન કર્યો નહીં. થોડી વાર સુધી એ જ સ્થિતિ માં રહ્યા પછી ક્રિસ્ટલે આર્યવર્ધન નું માથું છોડી દીધું.
એટલે આર્યવર્ધને ક્રિસ્ટલ થી થોડો દૂર જઈને પોતાના હોઠ સાફ કરતાં બોલ્યો, આજે જ સેન્ચ્યુરી કરવા નો ઈરાદો હતો. આ સાંભળી ને ક્રિસ્ટલ હસીને બોલી, એવું જ કંઈક સમજ લે. ઘણા સમયથી વસુલાત બાકી છે એટલે તેનો હિસાબ ભરપાઈ કરવો પડે ને.
આર્યવર્ધન આ સાંભળીને હસી પડ્યો. આ જોઈ ક્રિસ્ટલના ચહેરા પર ફરી થી હાસ્ય રેલાઈ ગયું. એટલે આર્યવર્ધને કહ્યું, હવે તારે નીકળી જવું પડશે. આ સાંભળીને ક્રિસ્ટલનું મોં પડી ગયું. તે બાલ્કની પાસે જઈને ઊભી રહી. થોડી વાર પછી તે ઉદાસ ચહેરો રાખીને બોલી, હું એકલી કેમ નીકળું ? જો નીકળવાનું થશે તો બંને સાથે જ નીકળીશું
આર્યવર્ધને બેડ પર બેઠા બેઠા એક પેકેટ ક્રિસ્ટલ તરફ નાંખતા કહ્યું, મારે હજી થોડાક કામ કરવાના બાકી છે. માટે હું રાત્રે ન્યુ યોર્ક જઇ રહ્યો છું અને ત્યાં થી એક મિટિંગ એટેન્ડ કર્યા બાદ મારે વોશિંગ્ટન ડીસી જવાનું છે.
આર્યવર્ધન ની વાત સાંભળી ને ક્રિસ્ટલ ત્યાં થી ચુપચાપ કઈ પણ બોલ્યા વગર આર્યવર્ધને બેડ પર મૂકેલું પેકેટ લઈને તેના રૂમ માં થી બહાર નીકળી ગઈ. ક્રિસ્ટલ લિફ્ટ માં જવા ને બદલે સીડીઓ નો ઉપયોગ કરી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ને હોટેલ ના પાછલા દરવાજા નો ઉપયોગ કરી ને બહાર નીકળી ગઈ.
આર્યવર્ધન ક્રિસ્ટલ ના ગયા પછી થોડી વાર માટે સુઈ ગયો. બીજી બાજુ ક્રિસ્ટલ એક ટેક્સી માં એરપોર્ટ જવા માટે નીકળી ગઈ. રસ્તા માં જ ક્રિસ્ટલે આર્યવર્ધને આપેલું પેકેટ ઓપન કર્યું તો તેમાંથી એક મોબાઈલ ફોન, ફ્લાઇટ ટીકીટ, પાસપોર્ટ અને એક લોકર કી નિકળી.
ક્રિસ્ટલે પાસપોર્ટ ખોલીને જોયો તે પાસપોર્ટ તેનો હતો અને ટીકીટ રાત્રે આઠ વાગ્યા અમદાવાદ થી લંડન ફ્લાઇટ ની હતી. ક્રિસ્ટલે એરપોર્ટ પરપહોંચી ગયા પછી મોબાઈલ સ્વીચઓન કરીને આખો ફોન ખાલી હતો. તેમાં કોઈ પણ ડેટા નહોતો. તેના ઈનબોક્સ માં ફક્ત એક મેસેજ હતો.
એટલે ક્રિસ્ટલે તે મેસેજ ઓપન કર્યો. તેમાં લખેલું હતું. "Go to London, Miss Call on this Number 98*********9". આ જોઈ ને ક્રિસ્ટલ થોડી વાર મુંઝાઈ ગઈ પણ પછી તેણે નકકી કરી લીધું કે જે થશે તે જોયું જશે. થોડી વાર ક્રિસ્ટલ વેઇટિંગ રૂમ માં પહોંચી ગઈ અને ફ્લાઇટ આવવાની રાહ જોતા જોતા ઊંઘી ગઈ.
શું આર્યવર્ધન ક્રિસ્ટલ ને પ્રેમ કરતો હતો ? શું અનુજે ક્રિસ્ટલ ને સાચેમાં ગોળી નહોતી મારી ? આર્યવર્ધને ક્રિસ્ટલ શા માટે લંડન મોકલી હતી ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...