Featured Books
શ્રેણી
શેયર કરો

નફરત સે બની એક કહાની પ્યાર કી - 23





આગળ ના પાર્ટ માં જોયું કે પાર્થ ની વાતો પર થી સમર ને જાણ થાય છે કે પાંખી ની જિંદગી માં કોઈ જ બીજો વ્યક્તિ નથી અને પાંખી સમર ને જ પ્રેમ કરે છે....આ બધું જાણી સમર પાંખી ને પાંખી ના જન્મદિવસ પર પ્રપોઝ કરવા માટે જાય છે....પણ અચાનક ત્યાં એવું કંઈક થાય છે જેના લીધે એના પગ તળેથી જાણે જમીન જ સરકી જાય છે.....અને એની આંખ માંથી આંશુ વહેવા લાગે છે હવે આગળ.........


6 મહિના પછી.........


"સમર સર ચાલો હવે ઘણું લેટ થઈ ગયું છે....સર પ્લીઝ ચાલો અહીં થી તમે ઘણું ડ્રિન્ક કરી લીધું છે.....સર પ્લીઝ....કાલે તમારે મિટિંગ માં પણ જવાનું છે.....ચાલો હવે...."નમન એ સમર ને રિકવેસ્ટ કરતા કહ્યું....

સમર એક કલાક થી ડ્રીંક કરતો હતો.....અને બાર માં થી બહાર જવાનું નામ જ નહતો લેતો....


અંતે નમન જબરદસ્તી સમર ને બાર માંથી હોટેલ માં લઇ ગયો.....સમર હોટેલ માં જઈ ને બેભાન અવસ્થા માં જ સુઈ ગયો....એને કોઈ જ ભાન જ નહતી કે તે અત્યારે ક્યાં છે....છેલ્લા છ મહિનાથી સમર મુંબઈ રહેવા આવી ગયો હતો.....અને આખો દિવસ ઓફિસ અને રાતે બાર આ એનો નિત્યક્રમ બની ગયો હતો.....


છેલ્લા છ મહિના થી સમર એક પણ વાર તેના ઘરે અમદાવાદ ગયો ન હતો કે નહતી કોઈ સાથે વાત કરી..... માત્ર અઠવાડિયામાં એક વાર સવિતાબેન સાથે વાત કરતો....કોઈ ને જાણ જ નહતી કે સમર અચાનક ક્યાં વયો ગયો હતો....સમર ની જાણે છ મહિના ની પહેલા ની ઘટના ને લીધે જિંદગી જ બદલાય ગઈ હતી....પણ માત્ર સમર ની જ જિંદગી નહતી બદલાઈ......બીજું કોઈ પણ હતું જેની જિંદગી પણ બદલાઈ ગઈ હતી...


"બા ઉઠો નાસ્તો તૈયાર છે.... અને તમારી પૂજા નો પણ સમય થઈ ગયો છે.... જલ્દી ઉઠો બા..... મારે પછી ઓફિસ પણ જવાનું છે.....અને ઘર નું બધું જ કામ થઈ ગયું છે.....બસ બધા નાસ્તો કરી લઈ પછી હું ઓફિસ જાવ......"

પાંખી નો અવાજ અને વાતો સાંભળતા જ એના બા ઉભા થઇ ગયા....અને પાંખી ને કહ્યું......."પાંખી દીકરા અહીં આવ તો.....આ ઘડિયાળ સામે જો હજી 7 વાગ્યા છે.....તું કેમ રોજ આટલી જલ્દી ઉઠી ને બધું કામ કરી લિયે છે??છેલ્લા છ મહિના થી તું એક દમ બદલી ગઈ છે પાંખી....ક્યાં તું 8 વાગે પણ નહતી ઉઠતી અને આજ કાલ 5 વાગ્યે ઉઠી ને બધું કામ પતાવી દે છે.....રાતે પણ ખૂબ જ મોડી સુવે છે.....હમેંશા હસતી કૂદતી પાંખી હવે કામ સિવાય વાત પણ નથી કરતી.....શું થયું હતું 6 મહિના પહેલા પાંખી જો તું આટલી બદલી ગઈ.....??"


"અરે બા કઈ જ નહીં તમે જલ્દી ઉઠો હમણાં પાર્થ આવશે મને લેવા....જલ્દી ઉભા થાઓ...."પાંખી દરરોજ ની જેમ વાત ટાળતા બોલી.....


પાંખી નો છેલ્લા છ મહિના થી આજ નિત્યક્રમ બની ગયો હતો....રોજ રાત્રે મોડું સૂવું અને સવારે જલ્દી ઉઠી ઘર નું બધું કામ પતાવી ઓફિસ જવું....આ છ મહિના માં પાંખી પૂરેપૂરી બદલાઈ ગઈ હતી...પાર્થ પાંખી ને ઓફિસ માટે લેવા આવ્યો....છેલ્લા છ મહિના થી પાર્થ જ પાંખી ને ઓફિસ માટે તેડવા મુકવા આવતો....પાંખી અને પાર્થ બને ઑફિસ માટે નીકળે છે....હજુ તો રસ્તા માં જ પહોંચ્યા હોય છે ત્યાં જ અચાનક પાર્થ ને એક કોલ આવે છે અને પાર્થ જોર થી રાડ પાડી ને કાર ને બ્રેક મારે છે....અને ખૂબ જ ડરી જાય છે.....


પાર્થ ની આવી હાલત જોઈ પાંખી પૂછે છે કે..."શું થયું"....પાર્થ થોડો ડરતા ડરતા કહે છે કે સવિતા આન્ટી ને એટેક આવ્યો છે અને તે હોસ્પિટલ માં છે....પાંખી તો ખૂબ જ ડરી જાય છે એની હાલત પણ ખરાબ થઈ જાય છે..... તે રડવા લાગે છે.... કેમ કે સમર ના ગયા પછી પાંખી એ સવિતા બેન નું ખૂબ જ ધ્યાન રાખ્યું હોય છે અને સવિતા બેન એ પણ પાંખી ને પોતાની દીકરી ની જેમ સાચવી હોય છે....


પાર્થ અને પાંખી જલ્દી હોસ્પિટલ પહોંચે છે.....સવિતા બેન icu માં હોય છે....ડોક્ટર એ બંને ને મળવા જવાની ના કહે છે....બંને બહાર જ ઉભા રહે છે....પાર્થ અને પાંખી ખૂબ જ ચિંતા માં પડી ગયા હોય છે....પાર્થ ને તો સમજાતું જ નથી કે હવે શું કરે....કેમ કે એક તો સવિતા બેન ની તબિયત ખૂબ જ નાજુક હોય છે અને સમર તેમની સાથે નથી હોતો...અને સમર એ તો છેલ્લા છ મહિના થી પાર્થ સાથે વાત પણ નથી કરી હોતી અને જો સમર ને આ વાત ની જાણ ન કરે તો પણ પ્રોબ્લેમ થઈ જાય....


પાર્થ વિચારો માં જ ખોવાયેલો હોય છે ત્યાં જ અચાનક એને યાદ આવે છે કે મુંબઈ ની સમર ઓફિસ ના નમ્બર એની પાસે છે....એ જલ્દી ઑફિસ માં કોલ કરે છે અને સમર સાથે એની વાત કરાવા માટે કહે છે પણ સમર ઓફિસ માં હોતો નથી.....એટલે એ ત્યાં ના સેક્રેટરી ને સમર ને મેસેજ પહોંચાડવાનું કહે છે...... ઓફિસ નો સેક્રેટરી સમર ના આવતા જ પાર્થ ના કોલ ની અને સવિતા બેન ની તબિયત ની જાણ કરે છે.....


સમર ના તો આ વાત સાંભળતા જ જાણે હોશ જ ઉડી જાય છે.....એ ત્યારે જ ઓફિસ નું બધું કામ મૂકી અમદાવાદ જવા માટે નીકળી જાય છે...... આખા રસ્તે સમર ખૂબ જ રડે છે.....કેમ કે એને છેલ્લાં છ મહિના થી સવિતા બેન નું મોઢું પણ નથી જોયું હોતું....સમર ને ખૂબ જ પછતાવો થવા લાગે છે કે એને આ રીતે પોતાના મમ્મી ને એકલા મૂકી ખૂબ જ મોટી ભૂલ કરી છે..... તેને સતત પોતાના પર જ ગુસ્સો આવવા લાગે છે....સવિતા બેન જ્યારે પણ કોલ કરતા સમર ને પાછા આવવા માટે સમજાવતા....અને કદાચ સમર ની ચિંતા માં જ આજે તે હોસ્પિટલમાં હતા.....આ બધું વિચારી સમર ખૂબ જ રડવા લાગે છે.....


રાત થવા આવી હોય છે....પાર્થ અને પાંખી હજી હોસ્પિટલમાં જ હોય છે.....હવે સવિતા બેન ની તબિયત માં સુધારો આવ્યો હોય છે.....જેના કારણે પાર્થ અને પાંખી ની થોડી ચિંતા હળવી બની હોય છે.....સવિતા બેન ની તબિયત સારી હોવા થી પાર્થ પાંખી ને ઘરે જવા માટે કહે છે.....પણ પાંખી ઘરે જવાની ના કહે છે.....પણ પાર્થ ના ખૂબ જ સમજાવા થી અંતે પાંખી ઘરે જવા માટે રાજી થાય છે.....પાર્થ પાંખી ને હોસ્પિટલ ના ગેટ સુધી મુકવા જાય છે....


આ જ સમયે સમર પણ હોસ્પિટલ માં પહોંચે છે....સમર આવી ને સીધો જ ડોક્ટર ને મળવા માટે જાય છે....ડોક્ટર સમર ને સવિતા બેન ના રિપોર્ટ બતાવે છે અને જણાવે છે કે એમની તબિયત માં ઘણો સુધારો આવી રહ્યો છે....આ જાણીને સમર ખુશ થાય છે.....અને સવિતા બેન ને મળવા જવાનું પૂછે છે.....પણ ડોક્ટર ના કહે છે.....એટલે સમર બહાર જ બેસે છે....ત્યાં જ એને પાર્થ ની યાદ આવે છે....તે પાર્થ ને આજુ બાજુ શોધે છે....પણ તે ક્યાંય બતાતો નથી....એટલે સમર એક નર્સે ને પાર્થ વિશે પૂછે છે....નર્સે કહે છે કે પાર્થ બહાર ગ્રાઉન્ડ માં ગયો છે.....આ સાંભળીને સમર પાર્થ ને surprise આપવા માટે ગ્રાઉન્ડ માં જાય છે.....સમર ખુશ થતો થતો ઘણા સમય પછી પોતાના મિત્ર ને મળવા ની ખુશી સાથે ગ્રાઉન્ડ માં પહોંચે છે......ત્યાં જ એ જોવે છે કે પાર્થ કોઈ છોકરી ને હગ કરી ને ઉભો હોય છે......અને એ જોઈ ને ફરી એક વાર સમર ની ખુશી દુઃખ માં પલટાઈ જાય છે....


વધુ આવતા અંકે.....


છ મહિના પહેલા એવું શું થયું જેના લીધે બધા ની જિંદગી જ બદલાઈ ગઈ....??


પાર્થ ને કોની સાથે જોઈ ને સમર ફરી દુઃખી થઈ ગયો....??


જાણવા માટે વાંચતા રહો......"નફરત સે બની એક કહાની પ્યાર કી".....દર મંગળવારે....