મૃત્યુ પછીનું જીવન - ૧૨ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછીનું જીવન - ૧૨

મૃત્યુ પછીનું જીવન—૧૨

આપણે જોયું કે મેઈન ગેટમાંથી આરપાર પ્રવેશી રાઘવ એની ફેવરીટ ગાડીઓ , ગાર્ડન , રજવાડી ઝુલાને સ્પર્શ કરી બાના વોલ સાઈઝના પેઈન્ટીન્ગ પાસે જઇને ઊભો રહે છે અને યાદ કરે છે બા એને છોડી ગઈ એ દિવસ, જયારે એની હેરાફેરીની શરૂઆત થઇ હતી ...

બાનાં પેઈન્ટીન્ગને સ્પર્શ કરીને રાઘવ હોલમાં પ્રવેશ્યો, ઘરનાં મેઈન ગેટમાંથી આરપાર પસાર થઈને . રાઘવને મજા આવતી હતી આ રીતે એન્ટ્રી કરવાની . રાઘવ અંદર પ્રવેશ્યો અને હોલમાં લગાવેલી મોટી સ્વીસ કલોકમાં ચારનાં ટકોરા પડ્યા....અને હોલની શાંતિને હલબલાવી ગયાં .આજે આ હોલ પણ થાકી ગયો હતો , એક પછી એક થતી અણધારી ઘટનાઓની ભરમારથી. જરાં ઝબકું ખાઈને સૂતેલો હોલ સમયનાં અણધાર્યા ચીત્કારથી ડરીને જાગી ગયો.

એટલામાં રાઘવે જોયું ,અંધારામાં ધાબળા જેવો કોઈ આકાર ઉપરનાં દાદર પરથી નીચે આવી રહ્યો હતો. ભયનું એક લખલખું રાઘવના મનોમય શરીરમાંથી પસાર થઇ ગયું . ‘ અરે આત્માને પણ ડરાવી દે એવું આ શું છે? મારા જેવો કોઈ બીજો કોઈ આત્મા ભટકે છે કે શું? કે પછી કંઈ બીજું છે?’ અંધારામાં કશું સાફ દેખાતું નહોતું . આકાર એની નજીક જ આવતો હતો . ‘ શું હું એને દેખાઈ રહ્યો છું ? આ એક દિવસમાં શું નું શું થઇ રહ્યું છે ? ’ રાઘવ થોડો પાછળ હટી ગયો. મારું ફેમીલી તો સુરક્ષિત છે ને ? મારા ફેમિલીને કોઈ નુકસાન કરવાં તો નથી આવ્યુંને ? રાઘવને ધ્રાસકો પડ્યો. ફેમિલી યાદ આવતાં રાઘવ ડરનો સામનો કરવાં એ આકારની એકદમ સામે આવી ગયો. એટલામાં પેલો ધાબળો અંધારામાં ઠોકાયો .અને ઉફ , જેવો કંઈ અવાજ આવ્યો . ... ‘ઓહ ગોડ.. મતલબ કે જનાબ જીવંત માનવ છે , અમારી કોમનાં નથી લાગતાં ...’

ઠોકર લાગતાં જ ઉહ્કાર કરીને એ ધાબળાએ મોબાઈલની લાઈટ ચાલું કરી , જેનાથી સ્પષ્ટ દેખાયું કે કોઈ માણસ ધાબળો ઓઢીને ખુંધો થઈને આવી રહ્યો હતો . પણ એ કોણ છે ? આટલી રાતે શું કરવાં આવ્યો છે ? કોઈને મારવા કે પછી કંઈ ચોરી કરવાં ? રાઘવ એકદમ સજાગ થઇ ગયો. કોણ મારા ઘરની પાછળ પડ્યું છે ? મારો જીવ લઈને પણ શાંતિ નથી ?

રાઘવ એને જોતો રહ્યો . અને એ ધાબળાવાળો માણસ રાઘવની આરપાર થઈને આગળ વધી ગયો , ખુણાનાં ઓફિસરુમ તરફ ..રાઘવ એની પાછળ પાછળ ગયો. રાઘવે પોતાનાં ઘરમાં જ એક રુમ એવો બનાવ્યો હતો, જેમાં એનાં જરૂરી કાગળો રાખતો . પેલાં ધાબળાવાળાએ હળવેથી ઓફિસરુમની ચાવી કાઢી અને દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો. પ્રવેશતાની સાથે એણે એ માણસે એક પછી એક ટેબલ નીચેનાં બધાં ડ્રોઅર ખોલ્યાં, જે રાઘવના કોન્ફીડેન્શીયલ ડ્રોઅર હતાં, જેમાં રાઘવના ખુબ જ અગત્યનાં કાગળ રહેતાં . અને રાઘવે કોઈને જ નહી અડવાની ખાસ સુચના આપી હતી. એ માણસે ડ્રોઅરમાંથી કાગળો કાઢ્યાં , મોબાઈલની લાઈટ નાંખી એક પછી એક વાંચ્યા ,એમાંથી થોડાં કાગળ પોતાનાં ધાબળાની અંદર છુપાવી દીધાં. પછી બાકીના કાગળો ડ્રોઅરમાં મૂકી ફરી બઘુ પહેલાની જેમ બંધ કરવા લાગ્યો . રાઘવને એ અંશ જેવો લાગ્યો . અંશ આમ આટલી રાતે ચોરી છુપીથી કાગળો કેમ લઇ રહ્યો છે?/ એને આમ અંધારામાં મારી ઓફીસ માંથી કાગળો ચોરવાની જરૂર કેમ પડી ?

એ ધાબળાવાળો બધું જ વ્યવસ્થિત ગોઠવીને ઓફીસ લોક કરીને ચાલવા માંડ્યો. અને એકદમ ઉતાવળથી એ દાદર ચઢીને ઉપરનાં રુમ તરફ ભાગ્યો...રાઘવ પણ એની પાછળ ભાગ્યો ,એને ઓળખવા...પણ આ શું ? જાણે ફરી એની ગતિ કોઈએ રોકી લીધી હોય એવું લાગ્યું . પણ આજુ બાજુમાં કોઈ જ દેખાયું નહીં , પણ ધીરે ધીરે પ્રકાશ પૂંજ સ્પષ્ટ દેખાવા લાગ્યાં .

“ ઓહો, તો તમે બે છો મને પકડવાવાળા ...! યાર, તમે બંને હંમેશા ખોટા સમયે ટપકી પડો છો. અને મને અટકાવી દ્યો છો. મને જવા દો એની પાછળ .”

“રાઘવ, તને ભાગતાં આવડે છે અને અમને પકડતાં આવડે છે. પણ આમારાથી ભાગીને ક્યાં જવાનો ? ’’ બંને દેવદૂતો હસવા લાગ્યાં.

“અરે, તમે લોકો સમજો , મારે માટે ખુબ જ જરૂરી છે આનો પીછો કરવાનો .મારે જાણવું છે ; એ કોણ છે, જે મારા ફેમિલીનો છુપો દુશ્મન છે ...તમે મને હમણાં નહીં અટકાવો, પ્લીઝ . ”

“ રાઘવ , તું તારું હિત સમજ . તારા ફેમિલીને હવે એમનાં કર્મો કરવાં દે. અને તું એમની માયામાંથી મુક્ત થઇ તારા વિકાસ માટે આગળ વધ. ક્યાંક એવું ન થાય કે તારો આગળ વધવાનો રસ્તો જ બંધ થઇ જાય .”

-અમીષા રાવલ

એ ધાબળાવાળો માણસ કોણ છે ? શું દેવદૂતો ફરી રાઘવને જવા દેશે ? શું રાઘવ એ છુપા દુશ્મનને જાણી શકશે ? શું એનાં ફેમિલી પર કોઈ અજ્ઞાત ખતરો તોળાઈ રહ્યો છે ? આ બધા સવાલોના જવાબ મેળવવાં આગળ વાંચતા રહો અને તમારા રેટીંગ આપતાં રહો . તમારા પોઝીટીવ રિસ્પોન્સ બદલ ખુબ ખુબ આભાર .