મૃત્યુ પછી નું જીવન - ૧૧ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછી નું જીવન - ૧૧

મૃત્યુ પછીનું જીવન—૧૧

આપણે પહેલાં જોયું , રાઘવ સુની સડકો પર નિરવ શાંતિની ક્ષણોને માણી રહ્યો છે , કોઈ ડર વિના ..એનાં દોસ્તોની યાદ આવતાં એ એમની ખાસ બેઠક એવી ચાયની ટપરી પર પહોંચી જાય છે , ત્યાં એને યાદ આવે છે કે હજું તો કાલે જ બધા દોસ્તો ત્યાં ભેગા થઈને ખુબ હસ્યાં હતાં ...ત્યારે ક્યાં એને અંદાજ હતો કે બીજે દિવસે એ આ સ્વરૂપે ફરી અહી આવશે ? અચાનક ગોમતી અને ઘરની યાદ આવતાં એ ઘર તરફ દોડે છે . હવે આગળ ...

ઘરનો મેઈન ગેટ બંધ છે અને વોચમેન હમેશાની જેમ થોડો ઊંઘતો અને થોડો જાગતો બેઠેલો છે , રાઘવ ચુપચાપ ઘરની ડેલીએ થી પ્રવેશ કરે છે , મેઈન ગેટમાંથી આર પાર પ્રવેશીને એ એની પ્રિય ગાડીઓ પડેલી જુએ છે ; એની ખાસ મેબેક એક્સેલેરો ,રેંજ રોવર , હજુ ગયાં વર્ષે જ લીધેલ રોલ્સ રોયસ ફેન્ટોમ ... ખાસ ડીઝાઈનર બોલાવીને લેન્ડસ્કેપીંગ કરાવેલ ગાર્ડન, સૌથી ફેવરીટ એનો રજવાડી ઝુલો ...બધાને અછડતો સ્પર્શ કરી ઘરમાં પ્રવેશે છે..અને ઘરમાં પ્રવેશતાની સાથે જ બાનું વિશાળ વોલસાઇઝનું ચિત્ર જુએ છે , જાજરમાન ચિત્ર અને એવી જ જાજરમાન બા ; એનાં લગ્નસમયનો ફોટો હતો ,જેમાં ઘરેણાઓથી લદાયેલી બા ખુબ જ સુંદર લાગી રહી હતી ; આ પેઇન્ટીન્ગ રાઘવે જયારે આખું ઘર નવેસરથી બનાવ્યું , ત્યારે આખી દિવાલ પર પેઈન્ટર પાસે પેઈન્ટ કરાવ્યું હતું .

બાનું આ પેઇન્ટીન્ગ રાઘવને ખુબ ખુબ ગમતું . લોકો ઘરની એન્ટ્રી પર લક્ષ્મીજીની કે ગણેશજીની પ્રતિમા મુકે . ઘણાં લોકો રાઘવને આ માટે પૂછતાં . તો રાઘવ જવાબ આપતો , મારી બા જ મારી લક્ષ્મી છે ...! રાઘવ કોઈ ભગવાનને માનતો નહીં , બસ બાનાં આ પેઇન્ટીન્ગને પગે લાગી નીકળતો ઘરની બહાર ...

રાઘવ ફરી યાદ કરતાં કરતાં રડી પડ્યો , મારી બા જ મારી લક્ષ્મી છે , જે બિચારી જીંદગીભર પૈસા પૈસા માટે તડપતી રહી ...! અને એ મરી તે પણ પૈસા નાં અભાવથી .. દર્દની એક ટીસ રાઘવના મનોશરીર માંથી પસાર થઇ ગઈ અને એનાં રૂહને છેક ભીતરથી કંપાવી ગઈ ...એનાં મનોચક્ષુ સામેથી બધુંય પસાર થતું ગયું ....

નાનકડી ખેતી વેચીને બાપુએ શહેરમાં નાનકડું ઘર લીધેલું , ઘર ચલાવવા નાના મોટાં ધંધા કરતા ; ક્યારેક પતંગ ,ક્યારેક ફટાકડાં ..ક્યારેક આ ધંધા ચાલતાં તો ક્યારેક બાનાં ગાંઠે બાંધેલાં રૂપિયા અને પહેરેલાં ઘરેણાં પણ લઈને ડૂબતાં . બા ક્યારેય કઈં જ ન બોલતી . ક્યારેક તો ઘરમાં ચૂલો ચલાવવા પણ કઈ ન રહેતું , બા મને કંઇક થોડું ખવડાવીને પોતે ભુખી જ સુઈ જતી ....

એ દિવસે પણ આવો જ કઇંક સીન હતો ..બીમાર બા તાવથી ધગધગતી હતી . રાઘવે બાપુ પાસે જઈને દવાનાં પૈસા માંગ્યાં . પૈસાનાં અભાવથી કંટાળી ગયેલાં બાપુએ રાઘવને ધક્કો મારીને કહ્યું , નથી પૈસા , જા . બહુ ચિંતા હોય તારી બાની , તો કમાઈ આવ જાતે અને લાવ દવા ...રાઘવને એ ધક્કો જાણે બાપુએ હમણાં માર્યો હોય એમ ફીલ થયો અને ફરી યાદ કરવાં લાગ્યો એ ઘટના ...

રાઘવ કરીયાણા ની દુકાન પર પૈસા માંગવા ગયો . ત્યાં એક સુટ- બુટમાં ઉભેલાં દાઢીવાળા સાહેબે કહ્યું , હું તને પૈસા આપીશ , પુરા સો રૂપિયા..પણ તારે મારું આ પેકેટ પેલી જૂની હવેલીની પાછળ આપવા જવું પડશે ..એ જૂની હવેલી પાસે કોઈ નહી જતું , પણ બા ને બચાવવાં રાઘવ ગયો , સો રૂપિયા લઈને આવ્યો , એની પહેલી કમાઈ ! પણ એ રાઘવને ખુશી નહી ,દર્દ જ આપી ગઈ .જ્યારે રાઘવ દવા લઈ ઘરે પહોચ્યો , ત્યારે બાનું પ્રાણવિહીન અને દર્દવિહીન શરીર પડ્યું હતું અને દર્દનો ઘૂઘવતો સાગર હ્રદયમાં મુકીને બા વહી ગઈ હતી ...

રાઘવને યાદ આવ્યું , એ દિવસે એની અંદર કઈક બદલાયું હતું , કે કહો ઘણું બધું બદલાયું હતું ..અને પછી જાણે એની જીંદગી જ બદલાઈ ગઈ ...હવે રાઘવને કોઈ વાતનો ડર નહોતો, નહોતી કોઈ રોકટોક ...સાચા-ખોટાની કે અંધારા –અજવાળાની, બા ની સાથે જ બધા સાચા–ખોટા પણ જતાં રહ્યાં હવે, બાપુ ક્યારેય કશું પૂછતાં નહી કે રોકતાં પણ નહીં. હવે એને પેલી હવેલી પાછળ જવાનો પણ ડર નહોતો, એ પથ્થર બની ગયો જાણે ...એને દુનિયાએ એક કઠોર સત્ય સમજાવી દીધું, પૈસા વિના અહી શ્વાસ પણ નથી મળવાનો અને પૈસા ડરવાથી નહી, પણ ડરાવવાથી મળે. રાઘવને પોતાનો સંકલ્પ યાદ આવ્યો કે, જે પૈસાનાં અભાવથી એણે એની બાને ગુમાવેલી, એ જ જગ્યાએ મોટો મહેલ બનાવીશ અને મારી બાનો વિશાળ ફોટો અહી આ જ જગ્યાએ મુકીશ , જ્યાં મારી બાએ આખરી શ્વાસ લીધેલાં ...

રાઘવને યાદ આવ્યું કે કઈ રીતે આ નાના ઘરને મહેલ બનાવવાં એણે આજુબાજુનાં ઘરો કળે - બળે ખરીદેલાં અને પછી બધું તોડી આ બંગલો બનાવેલો , રાઘવ સદન ...!

રાઘવ બાના વિશાળ પેઇન્ટીન્ગને તાકી રહ્યો , પ્રેમથી , દર્દથી... કાશ બાપુએ એ ધક્કો થોડો વહેલો માર્યો હોત , તો હું તને આ મહેલમાં રાજ કરાવત ...! તને આમ જ ઘરેણાઓથી મઢેલી રાખત .. પણ જો, તો અને કાશ ..હું બોલતો રહ્યો અને જીંદગી બાય બાય કરીને જતી યે રહી...

રાઘવ બાને ફ્રેઈમમાં જોતો રહ્યો અને દેવદૂતો રાઘવને ફ્રેઇમમાં જોઈ રહ્યાં ...

-અમીષા રાવલ