વેમ્પાયર - 6 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેમ્પાયર - 6

સવાર પડી. બધાય તૈયાર થઈ અને બહાર આવ્યા. સવારનો નાસ્તો ટેબલ પર મુક્યો હતો. બધાય એ ચા-નાસ્તો પતાવ્યો. ત્યારે તેમને ખબર પડી કે, પીસાચો અહીં છે જ નહીં! તેઓ, આશ્ચર્યમાં પડી ગયા.


"આ પીસાચો ગયા કયાં?" નયન એ પ્રશ્ન કર્યો.


"અરે, મૂર્ખાઓ! એ પીસાચો છે. અને અત્યારે ધુપ છે. આ ધુપમાં તેઓ, બહાર થોડી નીકળે!" માનસી એ કહ્યું.



"તોહ, હવે શું કરશું? મતલબ વેતાલપુર જવું છે કે, નહીં?" રાજ એ પ્રશ્ન કર્યો.


"હવે, તેમના આવવાની રાહ તોહ ન જોઈ શકીએ ને? આપણને અત્યારે જ નીકળી જવું જોઈએ." નયન એ કહ્યું.



આમ, તેઓ ત્યાં થી વેતાલપુર જવા માટે નીકળી રહ્યા હતા. અને અચાનક આકાશમાં વાદળાઓ વરચે કંઈક લખેલું આવ્યું.

"આ શું? અહીં આકાશમાં કંઈક લખેલું છે. લખેલું છે કે, પાસે ની ગુફા તરફ આવો." નયન એ કહ્યું.


"પાસે ની ગુફા! અહીં આસપાસ કોઈ ગુફા છે ખરી?" રવિ એ કહ્યું.


"હા! અહીં પાસે જ એક ગુફા છે. પરંતુ, ત્યાં તોહ હંમેશાં જંગલી પ્રાણીઓનો ખતરો રહે છે. કદાચ, ત્યાં કાર લઈ ને પણ ન જઈ શકાય. પરંતુ, ખરેખર તમને લાગે છે કે, આ મેસેજ એ પીસાચો દ્વારા જ લખાયો હશે?" ખીમજીલાલ એ પ્રશ્ન કર્યો.


"મારા ખ્યાલ થી તોહ, ત્યાં જવું જ જોઈએ. બાકી, તમે નક્કી કરો કે જવું છે કે, નહીં?" માનસી એ પ્રશ્ન કર્યો.


"મારા ખ્યાલ થી પણ ત્યાં, જવું જ જોઈએ." રવિ એ કહ્યું.


"હા! તોહ, મારી પણ હા છે. આપણા માંથી લઘભગ બધાય ની હા જ છે. અને કદાચ, ત્યાં જવામાં પણ કંઈ ખોટું નથી." નયન એ કહ્યું.


આમ, બધાય ની સહેમતી સાથે તેઓ ગુફા તરફ નીકળ્યા. કાર પુરપાટ જઈ રહી હતી. પાંચએક મિનિટમાં ત્યાં પહોંચી પણ ગયા. જંગલ ઘનો હતો. ત્યાં અંદર કાર લઈ જવાનો રસ્તો પણ નહોતો. માટે, કાર ત્યાં સાઈડમાં રોકી. આમ, તેઓ જંગલમાં જવા નીકળ્યા. પંદર એક મિનિટ ચાલ્યા બાદ, એક ગુફા નજરે ચડી. ગુફા ની અંદર પ્રવેશ કર્યો. અને અંદર પ્રવેશતા જ બધાય ચોંકી ગયા.


"આ શું? ગુફા અને આવી? કઈ રીતે શક્ય છે?" નયન એ પ્રશ્ન કર્યો.

"શક્ય બનાવવું પડે." ત્યાં થી કોઈ અંજાન વ્યક્તિ એ જવાબ આપ્યો.


"કોણ? કોણ છે ત્યાં?"


"અરે, ડરો નહીં. અમે જ છીએ. આપણે મળ્યા હતા ને? ઝૂંપડી યાદ છે ને?"


"ઓહ, તોહ તમે છો! અમે તોહ, ડરી જ ગયા હતા."

આમ, તેઓ અંદર ની તરફ આગળ વધ્યા. ગુફા કોઈ ફાઈવ સ્ટાર હોટેલ થી કમ નહોતી લાગતી. પરંતુ, આ બધું એક ગુફામાં? અને આ બધું કર્યું કઈ રીતે હશે? અહીં સ્વિમિંગપુલ પણ હતું. આ બધું જોઈ અને બધા ચોંકી જ ગયા.


"એક વાત કહો. તમે ત્યાં થી જતા કેમ રહ્યા?" નયન એ પ્રશ્ન કર્યો.

"ધુપ! ધુપમાં અમે રહી શકતા નથી. તમને તોહ, ખબર જ હશે?"

"હા એ તોહ, ફિલ્મોમાં જોયું છે. પરંતુ, હકીકત માં એવું હશે? એ ખબર નહોતી. પરંતુ, તમારું કોઈ નામ તોહ, હશે ને?" રાજ એ કહ્યું.


"નામ? નામ તોહ, છે. મારું નામ જિમી છે. એન્ડ મારા સાથીઓ પણ અહીં જ છે. એમની સાથે તમારી મુલાકાત કરાવીશ.પરંતુ, અત્યારે તમેં લંચ કરી લ્યો. તૈયાર જ છે."


"પરંતુ, એ પ્લાન શું છે? એ અંગે કંઈક તોહ જણાવો!" માનસી એ કહ્યું.


"એ પ્લાન હું તમને જણાવીશ. પરંતુ, પહેલા તમે જમી લો." જિમી એ કહ્યું.

આમ, બધાય એ જમી લીધું. જિમી એ તેના મિત્રો ને બોલાવ્યા. અને ત્યારબાદ તેમના વિશે ઇન્ટ્રોડકશન્સ આપ્યા. એમા ત્રણ પુરુષો અને બે સ્ત્રીઓ હતી. એક જાડો સરખો વ્યક્તિ હતો. એ વ્યક્તિ નું નામ નિક હતું. બીજો થોડો લાંબો અને રંગે ભૂરો હતો. તેનું નામ સ્ટીવ હતું. અને ત્રીજો બટકો હતો. એનું નામ બ્રેન્ડન હતું. બે સ્ત્રીઓ માની એક સ્ત્રી જાડી અને બટકી હતી. અને તેનું નામ એલિયાના હતું. બીજી સ્ત્રી લાંબી હતી. એ સ્ત્રી નું નામ એમી હતું.


"તોહ, પ્લાન એ છે કે, અમને તમારો ઉપયોગ કરવાનો છે. એ પણ પીસાચોને લલચાવવા માટે. મતલબ એમ કે, તમને ત્યાં જંગલમાં મોકલશું. અમે, પણ ત્યાં જ લપાઈ રહેશું. અને હા, તેમણે તમારી ગંધ આવતા જ તેઓ ત્યાં પહોંચી જશે. પરંતુ, તેઓ ની સંખ્યા વધારે નથી. મતલબ કે, અહીંયા ઉપર ની તરફ વધારે નથી. નીચે પાતાળમાં તેઓની સંખ્યા, વધતી જ જાય છે. એનું કારણ છે મનુષ્ય. આપણે એ બધું રોકવું પડશે. તેઓ અહીં ઉપર આવતા બે વખત વિચાર કરે, એવું કંઈક કરવાનું છે. એન્ડ એ તમારા લીધે જ પોસીબલ છે. તેઓ, તમારું રક્ત પીવા માટે આવશે. અને ત્યારે જ અમે મળી અને તેમને મારી નાખીશું. આમ, તેમણે જાણ થઈ જશે કે, ત્યાં ઉપર અમે પહેલા થી જ તૈનાત છીએ. માટે, તેઓ અહીં ઉપર આવતા ડરશે. આજ છે આમરું પ્લાન. એન્ડ તમને કંઈ નઈ થાય. તમારી ગેરેન્ટી અમે લઈએ છીએ."


"પ્લાન તોહ, સારો છે. પરંતુ, જો તેઓ ડબલ સંખ્યામાં ઉપર આવ્યા તોહ? એન્ડ એમને તમારી ગંધ નહીં આવે?" નયન એ પ્રશ્ન કર્યો.


"તોહ, અમારા પાસે સાથીઓ ની કમી નથી. અને તેઓને અમારી ગંધ નહીં આવે. અમારી પાસે તેનો ઈલાજ છે જ."


"એન્ડ હા! આવા નામ કેમ છે તમારા? આ ભારત છે. આઈ મીન તમે સમજી જ ગયા હશો." રવિ એ કહ્યું.



"એમ તોહ, અમે પણ સિદ્ધાર્થ , જતીન અને એજ બધા હતા. વેમ્પાયર બે પ્રકારના હોય છે. એક સારા અને ખરાબ. અમે, ખરાબ પ્રજાતી ના જ હતા. પરંતુ, અમારે જ્યારે મનુષ્ય વસ્તીમાં વસવાટ કરવાનો સમય આવ્યો. ત્યારે સમજાયું કે, મનુષ્યો ખરાબ નથી. અમે, પણ મનુષ્ય જ હતા. અમને પણ વેમ્પાયર બનાવવામાં આવ્યા છે. પરંતુ, અમારું હૃદય પરિવર્તન થયું. એન્ડ અમે મનુષ્યો નો રક્ત પીધા વિના રહી શકીએ છીએ. પરંતુ, એ માટે પણ કેટલીક દવાઈઓ લેવી પડી. એન્ડ વેમ્પાયર ને મનુષ્યો જેવા નામ થોડી શોભે? વરુણ ને આલિયા ને! માટે જ આ થોડા અંગ્રેજી નામો રાખ્યા છે." જિમી એ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો.



શું થવાનું છે આગળ? શું સમગ્ર જીવસૃષ્ટિ બચી શકવાની છે? એ બધું જ જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ