Svarth na sagao books and stories free download online pdf in Gujarati

સ્વાર્થના સગાઓ....

સવિતા બેનને કેન્સરની બીમારી એમ તો ઘણા સમય થી હતી .

અને તેઓ આયુર્વેદ થી લઈને ઘણી દવાઓ કરી ચુક્યા હતા.

ઘરમાં અને પરિવારમાં પતિ દીકરો વહુ અને દીકરી બધાજ તેમની સlર સંભાળ સારી રીતે રાખતા.

પરતું દરદ મટી ગયું હતું અને ફરી ઉથલો મારી ચુક્યું હતું.

હવે બધી દવા લગભગ બંધ કરી નેચરોપથી પર હતા.

કારણ ડોકટરો પણ કહી ચુક્યા હતા કે ખાસ ફરક નહી પડે.

જેટલા દિવસ છે શાંતિથી પસાર થાય તે જુઓ.

પતિ મનોજભાઈ સેવા કરતા પણ ફરક ન પડ્યો.

મનોજભાઈ હમણાજ કારખાનામાંથી નિવૃત થયા હતા.

વટવામાં સગાની ફેકટરી માં જ મેનેજરની સારી એવી નોકરી કરતા હતા.

૩૫ વરસથી શેઠની ફેક્ટરીની તમામ જવાબદારીઓ બહુજ પ્રમાણિક અને મહેનતથી નિભાવતા હતા.

શેઠ એટલેકે શાંતિભાઈ તેમના દુરના બહેન મીનાબેન ના પતિ એટલેકે બનેવી હતા.

મીનાબેન આમ તો તેમના માસીયાઈ બહેન થાય પણ સગા બેન ન હોઈ સગાથી પણ વિશેષ તેમનો ભાવ હતો.

મીનાબેન અને શાતિભાઈ તો મુંબઈ વિલેપાર્લે જ વરસો થી રહેતl હતા.

અમદાવાદ આવતા નહિ એટલે અમદાવાદનું કામ અને વટવાની ફેક્ટરી મનોજભાઈ ઉપર જ નિર્ભર હતી.

૩૫ વરસની નોકરી અને ૭૦ ની ઉમર વટાવી ચુકેલા મનોજભાઈ ગયા વરસે જ ફેકટરીમાંથી નિવૃત થયા હતા.

તેમની નાની મોટી બીમારી અને ખાસ તો પત્નીની કેન્સર જેવી બીમારી થી આજકાલ ઘરમાં જ સમય વિતાવતા હતા.

બાજુમાંજ ડોક્ટર અને દવાખાનું હોઈ હોસ્પિટલની અવરજવર અને પત્નીની દેખભાળ જ હવે તેમના મુખ્ય પ્રવૃત્તિ રહી હતી.

બાકી તો દેવદર્શન અને પુત્રવધુ ને થોડી ઘણી મદદ કરવી જેમ કે શાક લાવવું કે નાના પોત્ર ની સાથે રમવું

વગેરેમાં જ દિવસ વીતી જાય.

એક નો એક છોકરો સારી નોકરીએ લાગી ગયો હતો એટલે ઘર ખર્ચ ની તો ચિતા જ નહોતી.

દીકરી પરણાવી દીધી હતી તેના ઘરે સુખી હતી.પણ માતા ની દેખરેખ માટે શહેર માંજ ઘર હોઈ લગભગ

તેની ઘરમાં હાજરી રોજ જ હોય.


મનોજભાઈ વરસોથી પાલડીના શેઠના ફ્લેટમાં જ રહેતા હતા જે કપનીના નામનો હતો.

આમ તો તેમના દીકરાએ બોપલ માં નવો ફ્લેટ બુક કરાવેલ પણ તેનું કામ ચાલુ હતું એટલે પઝેશન મળ્યું નહોતું.

બીજા ૬/૮ મહિના નીકળી જાય તેમ હતું.

વળી ડોકટર ને દવાખાનું -હોસ્પિટલ વગેરે બધું જ પાસે પાલડીમાં હોઈ હાલ અહી જ્ર્ રહેવું તેમ નક્કી કર્યું અને શેઠ -બનેવી ને પણ ફોન કરી જાણ કરી દીધી.

આ તરફ કપની એ તેમને ઘર ખાલી કરવાની નોટીસ પણ આપી હતી.

જોકે બનેવી સાથે ફોન પર વાત થયેલ અને તેમણે તમામ પરિસ્થિતિ ની જાણ કરી હતી . એટલે તેઓ નિશ્ચિત હતા.


શાંતિભાઈ એ મીનાબેનને વરસ પછી પણ સંતlન ન થતા તેમનીજ ક્પની માં કામ કરતી તેમન સેક્રેટરી માધવી સાથે બીજા લગ્ન કરી લીધા હતl .

મીનાબેનને આ વાત ગમી નહિ પણ સ્વીકાર્યl વગર છુટકો જ નહોતો.

વળી આ ઉમરે ક્યાં જlય? પિયરમાં પણ કોઈ નહતું એટલે compromise કર્યા વગર છુટકો જ નહતો.

શાતીભાઈ ના બે પુત્રો અને એક પુત્રી માધવી સાથે થયા હતા.

મીના બેને એના ઉછેરની તમામ જવાબદરી સ્વીકારી સાથે જ રહ્યા.

ધર્મ અને છોકરાઓ એજ એમની જિંદગી બની ગઈ હતી.

પતિના બીજા લગ્નો અને તેનાથી થયેલ પુત્રો પછી સ્વાભાવિક રીતેજ તેમનું સ્થાન ઉતરી ગયું હતું બસ દિવસો પસાર કરવાના હત


જોત જોતામાં તો મીના બેન પણ ૭૦ વરસે નાની બીમારી પછી અવસાન પામ્યા હતા.

મનોજભાઈ ને આ બધી હકીકતની જાણ હતી. શાતીભાઈ પણ ધંધામાંથી નિવૃત થયા હતા.

બધો જ કારોબાર સંતાનો સભાળતા હતા.

પરતું તેઓ તેમના વૃદ્ધ થયેલા માતાપિતા ની દેખરેખ રાખતા નહોતા.

કે સાથે પણ રહેતા નહતા. પેસl નો પ્રભાવ બધો હતો.

૮૦ પર પહોચેં લા શાંતિભાઈ અને બીમાર માધવી બેન ની દેખરેખ માટે નોકરો હતા.

આ તરફ ડોક્ટરોએ સવિતા બેન હવે થોડા જ દિવસના જ મહેમાન છે એમ કહી રાખ્યું હતું.

અને તેમના છેલ્લા દિવસો આ જ ઘરમાં વીતી જાય તેમ તેઓ અને પરિવાર બને ઇચ્છતા હતા.

પણ કુદરતે કઈ જુદું જ લખ્યું હતું ભાગ્યમાં ...

બે નોટીસો શેઠના દીકરાઓએ એટલેકે નવા શેઠે મોકલી હતી.

જો કે મનોજભાઈએ શાતીભાઈ ને ફોન કરીને અને કંપની માં પણ પોતાની સ્થીતી ની જાણ કરી હતી.

પત્નીના છેલ્લા દિવસો અને બીમારી માટે

થો ડો સમય આપવાની વિનતી કરી હતી.

આજકાલના નવી પેઢીના છોકરાઓ માટે માનવતા કે સગા અને સંબધો કરતા પેસા અને મિલકત મોટા હતા.

વરસો પહેલા માંડ ૫૦,૦૦૦ રુપીયા માં ખરીદાયેલ આ ફ્લેટ આજે એક કરોડની કિંમત વટlવી ચુક્યો હતો.

શહેરના પોષ એરિયામાં હતો.

વળી વરસો થી શાતીભાઈ ના પરિવારમાં મિલકતના ભાગ પડી ચુક્યા હતા એટલે આ ફ્લેટ કોના ભાગ માં આવ્યો તે સ્પસ્ટ નહોતું.

કમ્પનીના નામે બોલતો હતો અને અમદાવાદની કંપની નો શાંતિભાઈ પાસે જ વહીવટ ચાલતો હતો.

અદરની વધુ ખબર કોઈને નહોતી.

આ તરફ નવરાત્રીનું પહેલું નોરતું આવ્યું સવારે મુંબઈથી જ પ્લેનમાં હીના ,

તેનો પતિ અને ઉમેશ શાંતિભાઈ ના સતાનો સીધા તેમના ભાડુતી માણસો સાથે પાલડી મામા ….મનોજભાઈ ના ઘરે પહોચ્યા. .

ઘર ખાલી હાલને હાલ કરવાની માથાકૂટ કરવ લાગ્યા.

સlમા પક્ષે અજીજીઓ થઈ …. આસપાસના ઘણા લોકો પણ પડોશીઓ પણ એકત્ર થઇ ગયા .

તેમને થોડી મહેતલ આપવાની વાત કરી. ભાડુ ભરવામાં આવે છે તેમ પણ જણાવ્યું. વિનંતીઓ ઘણી થઇ .

પણ મિલ્કતની લાલચ અને પેસlની લાલચ સંબધો અને માનવતા પ્રર જીતી ગઈ . .

વરસોની નોકરી અને વફાદારી ની કિમત પણ ન દેખાઈ.

હીના ને તેના પતિ અને ભાઈએ સાથેના ભાડુતી માણસોને સમાન બહાર ફેકી મકાનનો કબજો લેવાનું જણાવ્યું.

સવિતાબેનને તેમના ખાટલા સાથે જ ગભીર હાલતમાં બહાર ફેકી દીધા .

સlમાન પણ સાથે આવેલા આઠ દસ માણસોએ બહાર ફેક્યો .

મનોજ ભાઈ અને તેમના પરિવારની રોકકળ કે અજીજીઓ બહેરા કlને અથડાઈ.

લગભગ ગુંડાગીરી કહી શકાય એવી રીત રસમો અપનાવીને પોતાના એક સમયના વફાદાર મેનેજર અને સગાને

સlમાન સાથે અને બીમાર પત્ની સાથે ઘરની બહાર ફેકી દઈને એ લોકોએ ઘ્ર્રર નો રીતસરનો કબજો લઇ લીધો..

એ રાર્ત્રે પડોશીઓની મદદથી સવિતાબેનની તબિયત બગડતા પરિવારને તેમને તાત્કલિક હોસ્પીટલમાં ભરતી કરવા પડ્યા.

સમાન થોડો બોપલ ખસેડ્યો થોડો પડોશમાં રાખી પરિવાર હોસ્પીટલમાં જ રહ્યો.

છેલ્લા દિવસો ઘરમાંજ વિતાવવાની સવિતાબેનની અને પરિવારની ઈચ્છા પૂરી ન થઇ .

હોસ્પીટલમાં એકાદ અઠવાડિયા બાદ સવિતાબેને અતિમ શ્વાસ લીધા.

માનવતા અને સ્માંબ્ધો મરી પરવાર્યા હતા...પેસlની અને મિલ્કતની જીત થઇ...

કાયદા બતાવી કે વકીલની નોટીસ આપી ણે મનોજભાઈ અને પરિવાર આ જ ઘરમાં રહી શક્યો હોત.

ઘણા એ સલાહ પણ આપી હતી કે કોર્ટમાં જઈને સટે મેળવી લઈએ.

મનોજભાઈના મનમાં સવિતાબેનની સ્થિતિના કારણે આવો વિચાર પણ આવ્યો હતો.

પણ નવું ઘર લગભગ તૈયાર હતું ત્યારે સંબધો નો વિચાર કરી તેઓ એ કોર્ટમાં જવાનું માંડી વળ્યું.

વળી શેઠની ઉમર અને શાખ દીકરાઓ રાખશે તેમજ એમને વાત પણ થઈ છે પત્રો પણ લખ્યા છે.

પોતાની વરસોની નોકરીના કારણે અને વફદારીના કારણે થોડો સમય જરૂર મળશે એવી આશા પણ હતી.

જોકે નવી પેઢીના આજકાલના સંતાનો એ કોઈ શરમ ન રાખી અને સ્વાર્થને જ મહત્વ આપ્યું .....


સત્ય ઘટના આધારિત ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED