ક્યારેક તો મળીશું - ભાગ ૧૩ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્યારેક તો મળીશું - ભાગ ૧૩

મૌસમ ઘરે પહોંચી ગઈ... શાંતિથી ચા નાસ્તો કરે છે.

માહી રાહીને ચા આપે છે તે મૌસમ જુએ છે.

મૌસમ:- "શું થયું રાહીને...તાવ આવ્યો છે કે શું?"

ભારતીબહેન:- "એક કારની સ્હેજ ટક્કર વાગતાં પડી ગઈ છે."

મૌસમ રાહી પાસે જાય છે અને કહે છે "વધારે નથી વાગ્યું ને? ચાલ તો ડોક્ટર પાસે જઈ આવીએ."

રાહી:- "Didu chill...અને અમે ડોક્ટર પાસે જઈ આવ્યા છીએ...હું ઠીક છું તો તમે શાંતિથી ચા પી લો...Ok..?"

રાહીની તબિયત હવે સારી છે એવું લાગતા મૌસમને શાંતિ થાય છે.

રસોઈ બનાવીને બધા જમી લે છે.

બધા બેઠક રૂમમાં બેસી ટીવી જોય છે.

પંક્તિ:- "શું ક્યારની મોબાઈલ લઈને બેસી રહી છે...કોઈ સાથે ઓનલાઈન ચેટિગ કરે છે કે શું? બજારમાંથી આવી ત્યારની જોઉં છું..."

માહી:- "ના રે હું કંઈક લખવાનો પ્રયત્ન કરું છું..."

બે ત્રણ કલાકની મહેનત પછી માહીએ એક નાનકડી લવ સ્ટોરી લખી...સ્ટોરી લખવાની એપ્લિકેશન ડાઉન લોડ કરી લીધી અને પોતે લખેલી સ્ટોરી અપલોડ કરી. છેલ્લે માહીએ લખ્યું હતું

ખબર નથી
શું ખૂટે છે…
જરાક વિચાર્યું
તો યાદ આવ્યું કે..
હું ની સાથે તું ખૂટે છે…
જિંદગીમાં હવે બસ કાંઈક એવું ખાસ થઈ જાય..
તુમે મારા જ છો બસ એવો એહસાસ થઈ જાય…

રાતે ઊંઘવા ત્યારે માહીએ લખેલી સ્ટોરી પર ઘણાં કોમેન્ટ આવ્યા.

કોઈ VJS નામ પરથી માહીને કોઈએ મેસેજ મોકલ્યો.

"છેલ્લે છેલ્લે લખ્યું છે તે મને ખૂબ ગમ્યું. પણ જીંદગીમાં જે પ્રેમ ખૂંટે છે તે આટલી સહેલાઈથી નથી મળતું. પ્રેમ શોધવું એટલે ઝાંઝવાના નીરમાં મોતી શોધવું."

માહી:- "ઑહ Wow! પ્રેમ શોધવું એટલે ઝાંઝવાના નીરમાં મોતી શોધવું....સરસ લાઈન છે."

VJS:- "Thanks...તમે સરસ સ્ટોરી લખી છે. આગળના ભાગમાં શું થશે તે જાણવાની ઉત્કંઠા છે."

માહીને સૂઈ જવું હતું એટલે માહીએ thanks કહ્યું અને સૂઈ ગઈ.

મૌસમ મલ્હાર વિશે વિચારી રહી હતી. થોડીવાર પછી મૌસમ ડાયરી લખવા બેસે છે.

"હું છું ધરા અને તું છે ગગન
લાગી છે મને તને મળવાની લગન
જાણું છું મળશું ક્ષિતિજમાં
મધુર હશે આપણું મિલન..!
ધરા અને ગગન દૂર દૂર ક્ષિતિજે રૂપે મળી શકતા હોય તો આપણે પણ ક્ષિતિજની જેમ ક્યારેક તો મળીશું..."

બીજા દિવસે સવારે માહી,નિશા,પંક્તિ,રાહી,અંકિતા અને યોગીતા કેન્ટીનમાં નાસ્તો કરી રહ્યા હતા. ત્યાં જ રાઘવ, સોહમ,વીકી અને બીજા ફ્રેન્ડસ મસ્તી કરતા કરતા આવે છે.

નિશા:- "ખબર નહિ કેમ પણ મને આ રાઘવનું ગ્રુપ બિલકુલ પસંદ નથી."

પંક્તિએ પણ કહ્યું "મને પણ પસંદ નથી. રાઘવ Bad boy છે."

આ તરફ વીકીએ રાઘવને પૂછ્યું "માહીને જ કેમ ઈમ્પ્રેસ કરવા માંગે છે? માહી કરતા પણ પંક્તિ વધારે સુંદર અને સ્માર્ટ છે."

રાઘવ:- "માહી થોડી ઈમોશનલ ટાઈપ છે એટલે એ મારી પ્રેમજાળમાં તરત જ ફસાઈ જશે."

સોહમ:- "તને કેવી રીતના ખબર?"

"માહી ઈમોશનલ અને સેન્સિટિવ છે તેનું એક ઉદાહરણ આપું." એમ કહી રાઘવે માહી અને એના ફ્રેન્ડને સ્માઈલ આપી. રાઘવના સ્માઈલ આપતા જ બીજા લોકોએ મોઢું ફેરવી લીધું. પણ માહીએ સ્માઈલ આપી.

રાઘવ:- "કોઈએ સ્માઈલ ન આપી માત્ર માહીએ સ્માઈલ આપી. મતલબ કે એ મને પસંદ કરે છે. હવે ખબર પડી કે હું માહીને કેમ ઈમ્પ્રેસ કરવા માંગુ છું તે."

વીકી:- "You to good રાઘવ."

રાઘવ મનમાં વિચારે છે "હું માહીનું એવી રીતના દિલ તોડીશ કે આખી જિંદગી રડતી રહેશે અને બહેનને રડતી જોઈ મૌસમનું દિલ પણ તૂટી જશે."

નિશા:- "આ રાઘવને આટલો બધો ભાવ આપવાની જરૂર નથી. સમજી? આખી કૉલેજને ખબર છે કે એ કેવો છે."

માહી મનમાં બોલી "ભલે આખી કૉલેજને જે ખબર હોય તે પણ હું જાણું છું કે તે હકીકતમાં કેવો છે તે."

મલ્હાર મૌસમ વિશે વિચારતો હતો. મૌસમને હું પસંદ કરવા લાગ્યો છું. હું મારા મનની વાત મૌસમને કહી દઉં. હું તો કહી દઈશ પણ મારે એ તો જાણવું પડશે કે એના મનમાં શું છે. કદાચ મૌસમ બીજા કોઈને પસંદ કરતી હોય તો? ના ના એવું નહિ બને.
મારે જાણવું પડશે કે એના મનમાં શું છે. કૉલેજમાં એના ચાહવા વાળા ઘણાં હતા પણ મૌસમ સામે બોલવાની હિંમત જ નહોતા કરતા. અનિમેષને પણ મૌસમ ગમતી હતી. અનિમેષે મૌસમને પોતાના મનની વાત તો નથી જણાવી દીધી ને? મલ્હાર તારે મૌસમ સાથે વાત કરવી જ પડશે.

મલ્હાર બપોર પછી મૌસમને કેબિનમાં બોલાવે છે
અને કહે છે "પાંચ વાગ્યે આપણે એક પાર્ટી સાથે મીટીંગ કરવાની છે."

મૌસમ:- "ઑકે સર..."

મલ્હાર અને મૌસમ સાંજે મીટીંગમાં જવા નીકળે છે. થોડીવાર પછી મલ્હાર પર ફોન આવે છે. મલ્હાર ફોન પર વાત કરતો હતો એટલે મૌસમ દરિયા કિનારે ઉભી સાંજનું સૌંદર્ય જોઈ રહે છે.

મલ્હાર:- "મીટીંગ કેન્સલ થઈ. તો થોડે સુધી વોક કરવા જઈએ?"

મૌસમ:- "ઑકે..."

બંન્ને ચાલતા ચાલતા જાય છે. એક જગ્યા પર
કેટલાંક યુવકો અને યુવતીઓ બેઠા હતા. મલ્હાર ત્યાં જાય છે. મૌસમ પણ મલ્હાર સાથે જાય છે.

મલ્હાર એ યુવકને કહે છે "શું હું તમારું ગિટાર લઈ કંઈક ગાઈ શકું..."

બધા યુવક યુવતીઓએ સમંતિ આપી. મલ્હાર ગાવાનું શરૂ કરે છે.

ओ मेरे, दिल के चैन,
चैन आए मेरे दिल को दुआ कीजिये
अपना ही साया देख के तुम जाने जहाँ शरमा गए अभी तो ये पहली मंज़िल है,
तुम तो अभी से घबरा गए
मेरा क्या होगा, सोचो तो जरा
हाय ऐसे ना आँहें भरा कीजिये
ओ मेरे दिल के चैन ...

आपका अरमाँ आपका नाम,
मेरा तराना और नहीं इन झुकती पलको के सिवा, दिल का ठिकाना और नहीं
जंचता ही नहीं आँखो में कोई
दिल तुमको ही चाहे तो क्या कीजिये
ओ मेरे दिल के चैन ...

મલ્હાર song ગાતા ગાતા મલ્હાર અને મૌસમની નજર મળતી. યુવક યુવતીઓએ મલ્હારે ગાયેલું song ખૂબ ગમ્યું.

મલ્હાર અને મૌસમ જવા લાગ્યા. યુવક યુવતીઓએ Bye કહ્યું. મલ્હારે પણ Bye કહ્યું.

મલ્હાર:- "કેવું લાગ્યું Song?"

મૌસમ:- "સરસ ગાઓ છો તમે.."

મલ્હાર:- "ખાલી ખાલી વખાણ કરે છે કે સાચ્ચે જ."

મૌસમ:- "સર હું કંઈ સમજી નહિં."

મલ્હાર:- "હું તારો બોસ છું એટલે બની શકે કે બોસને ખુશ કરવા ખોટાં વખાણ કરતી હોય."

મૌસમથી હસાઈ જવાય છે. મલ્હાર મૌસમને હસતા જોઈ રહ્યો.

મૌસમ:- "સર તમે ખરેખર સરસ ગાઓ છો. કૉલેજમાં પણ તમે ગાયું હતું. કબીર સિંહ મુવીનું હતું."

મલ્હાર:- "ઑ હા...તને યાદ છે?"

મૌસમ:- "હા આટલું સરસ Song હતું અને એના શબ્દો...Wow..!"

મલ્હાર:- "I think તને પણ સંગીતનો શોખ છે."

મૌસમ:- "ગાવાનો તો નહિ પણ સાંભળવાનો શોખ છે. Song ના શબ્દો પણ કેટલાં સરસ રીતે ગોઠવેલા હોય છે. સંવેદનાને શબ્દો મળે ત્યારે એક ગીત રચાય છે. જે વ્યક્તિ ગીત ના શબ્દો લખતા હશે એની કલ્પના કેટલી ઉચ્ચ હશે."

મલ્હાર:- "લાગે છે કે તને કવિતા અને ગઝલમાં વધારે રસ છે."

મૌસમ:- "હા થોડો રસ છે. કવિતા,ગઝલ,શાયરી, નવલકથા જે મળે તે વાંચવાનો શોખ છે."

થોડે સુધી ચાલ્યા પછી મલ્હાર મૌસમને કહે છે "એક એક કપ કોફી થઈ જાય?"

મૌસમ:- "સારું..."

બંન્ને કોફી પીવા જાય છે.

મલ્હાર વિચારે છે આ ટાઈમ સારો છે મૌસમ સાથે વાત કરવાનો. વાતની શરૂઆત સુહાસી વિશે પૂછીને કરું.

મલ્હાર:- "ગઈકાલે સુહાસી જોડે ઘણાં સમયે મુલાકાત થઈ."

મૌસમ:- "હા મને પણ ઘણાં સમયે મળી."

મલ્હાર:- "તારી મુલાકાત તો સુહાસી સાથે થઈ ગઈ. પણ મારી મુલાકાત અનિમેષ જોડે થતી નથી એ પણ બિઝી અને હું પણ. તમારી તો મુલાકાત થઈ હશે નહિ?"

મૌસમ:- "ના છેલ્લે કૉલેજની કેન્ટીનમાં મળ્યા હતા."

મલ્હાર:- "ઑકે...કંઈક કહ્યું હતું અનિમેષે?"

મૌસમ:- "નહિ...કેમ?"

મલ્હાર:- "અરે ના બસ એમજ...કૉલેજ પછી મળ્યો હતો?"

મૌસમ:- "ના..."

મલ્હાર:- "ફોન તો કર્યો હશે નહિ?"

મૌસમ:- "ના ફોન પણ નથી કર્યો. હું પણ આ નોકરીના ચક્કરમાં બિઝી થઈ ગઈ હતી એટલે મે પણ ફોન નથી કર્યો."

મૌસમને વિચાર આવ્યો કે મલ્હાર મને અનિમેષ વિશે શું કરવા પૂછે છે? અને તારે પણ આવું કહેવાની શું જરૂર હતી કે હું પણ બિઝી હતી એટલે મે પણ ફોન ન કર્યો. એટલે જ માહી અને પંક્તિ તને વિઅર્ડ કહે છે. અનિમેષ જોડે પણ કોન્ટેક્ટમાં નથી. એટલે મલ્હાર તો એવું જ વિચારતો હશે કે હું કોઈ સાથે હળતી ભળતી નથી એટલે જ એ મને વિઅર્ડ કહેતો હશે."

વીકી એક યુવતી જોડે કોફી પીવા આવ્યો હતો.
વીકીએ મૌસમ અને મલ્હારને કોફી પીતા જોયા.

સાંજે માહી સ્ટોરીનો આગળનો ભાગ લખી રહી હતી. થોડીવાર પછી માહી પર એક મેસેજ આવ્યો.

VJS:- "તમે લેખક છો?"

માહી:- "ના હું લેખક નથી બસ એમ જ લખું છું."

VJS:- "તમે ખૂબ સરસ લખો છો."

માહી:- "Thank you..."

થોડીવારમાં માહી પર ફરી મેસેજ આવ્યો. માહીએ જોયું તો શાયરી મોકલી હતી.

VJS:- "ન જાણે કેમ મન ઉદાસ છે
લાગે છે કોઈ અધૂરી પ્યાસ છે
ઝાંઝવાના જળ જેવો,
તારી મોજુદગીનો અહેસાસ છે."

માહી:- "Wow! Superb! તમે તો ખૂબ જ સરસ લખો છો."

VJS:- "ખરેખર તો મને વાંચવાનો શોખ નથી. પણ તમારી સ્ટોરી વાંચીને એવું લાગ્યું કે આ શોખ કેળવવો જોઈએ."

માહી:- "આ સ્ટોરી વાંચવા તમને કોણે કહ્યું."

VJS:- "મારી કઝીન છે. એ વાંચતી હતી. મે પણ બે ત્રણ લીટી વાંચી. તમારી લખવાની રજૂઆત જ એવી હતી કે હું તમારી સ્ટોરી વાંચવા મજબૂર થઈ ગયો."

માહી:- "Thank you...મને આશા નહોતી કે બધાને મારી સ્ટોરી આટલી બધી ગમશે."

VJS:- "તમારી સ્ટોરી ખૂબ સરસ છે. Keep it up...માહી...nice name...real name છે?"

માહીએ વિચાર્યું કે આ રીતે કોઈ અજાણ્યા પર વિશ્વાસ ન કરાય. એટલે માહીએ કહ્યું કે "મારું સાચું નામ બીજુ છે. આ તો ઉપનામ છે."

માહીને પણ નામ પૂછવાનો વિચાર આવ્યો. પણ આવી રીતે કોઈ અજાણ્યા સાથે વાત કરવી યોગ્ય છે? પણ માહીને શાયરી એટલી બધી પસંદ આવી કે માહીને લાગ્યું કે આ વ્યક્તિ નું નામ તો પૂછવું જ જોઈએ.

માહી:- "તમારું નામ?"

VJS:- "ચલો આપણે એક કામ કરીએ તમે તમારું નામ ન જણાવતા હું મારું નામ નહિ જણાવું. અને આમ જ એકબીજાને શાયરી મોકલીશું."

માહીને આ વિચાર ગમી ગયો.

માહી:- "ઑકે..."

સવારે ઑફિસમાં મલ્હારે મૌસમને પોતાની કેબિનમાં બોલાવી. મલ્હારે મૌસમને કહ્યું "આજે સાંજે આપણે કોફી પીવા જઈ શકીએ?"

મૌસમ:- "આજે નહિ. પણ આવતીકાલે ચોક્કસ
જઈશું. આજે મારે ઘરે વહેલાં જવાનું છે."

મલ્હાર:- "ઑકે આવતીકાલે ચોક્કસ.."

મલ્હારની કેબિનમાંથી પસાર થતા રાઘવ આ વાત સાંભળી જાય છે.

સાંજે પ્રથમ મૌસમને કહે છે "મૌસમ તારે મારી સાથે આવવું પડશે. એક અર્જન્ટ મીટીંગ આવી પડી છે."

મૌસમ:- "પ્રથમ મારે આજે થોડું વહેલું ઘરે જવું પડશે."

પ્રથમ:- "બહુ વાર નહિ લાગે. મીટીંગ પૂરી થતા જ હું તને ઘરે મૂકવા આવીશ..."

પ્રથમ કોફી શૉપમાં મૌસમને લઈ જાય છે.

મૌસમ:- "પ્રથમ અહીં તો કોઈ મીટીંગમાં આવ્યું પણ નથી."

પ્રથમ:- "એ તો મારે તારી સાથે કોફી પીવી હતી એટલે મીટીંગનું બહાનું કરી લઈ આવ્યો."

પ્રથમ કોફીનો ઓર્ડર આપે છે.

રાઘવ,સોહમ અને વીકી રસ્તેથી પસાર થતા હતા ત્યારે પ્રથમ અને મૌસમને કોફી પીતા રાઘવ જોય છે.

રાઘવ,સોહમ અને વીકી કોફી શોપમાં એક ખૂણા વાળા ટેબલ પર બેસી જાય છે.

વીકી:- "તે દિવસે મલ્હારભાઈ સાથે કોફી પીતા જોઈ હતી અને આજે પ્રથમભાઈ સાથે કોફી પીવા આવી છે."

રાઘવ:- "તને કેવી રીતના ખબર?"

વીકી:- "તે દિવસે હું અહીં જ કોફી પીવા આવ્યો હતો."

રાઘવ મલ્હારને ફોન કરે છે "ભાઈ અમે 'રવિરાજ' કોફી શૉપમાં કોફી પીવા આવ્યા છીએ અને મારી પાસે રૂપિયા નથી. શું તમે અહીં રૂપિયા આપવા આવી શકો.

મલ્હાર:- "સારું હું હમણાં આવ્યો."

રાઘવ:- "એક મિનીટ એક મિનીટ ભાઈ હવે તમારે આવવાની જરૂર નથી."

મલ્હાર:- "કેમ?"

"અહીં પ્રથમભાઈ અને મૌસમ કોફી પી રહ્યા છે. હું એમની પાસેથી રૂપિયા લઈ લઈશ." એમ કહી રાઘવ ફોન ડિસ્કનેક્ટ કરે છે.

મલ્હાર કોફી શૉપમાં જાય છે. પ્રથમ અને મૌસમને વાત કરતા અને કોફી પીતા જોય છે. મલ્હારને ગુસ્સો આવે છે.

પ્રથમ મૌસમને ઘરે ઉતારે છે.

મૌસમ:- "પ્રથમ ચા પી ને જજો."

પ્રથમ:- "ના પછી કોઈક દિવસ... Bye..."

મૌસમ પોતાના ઘરનાં આંગણામાં રાઘવને સિગારેટ પીતા જોય છે.

મૌસમ ઝડપથી રાઘવ પાસે જાય છે અને રાઘવને પૂછે છે "તું અહીં શું કરે છે?"

એટલાંમાં જ માહી ઘરમાંથી બહાર બુક લઈને આવે છે.

રાઘવ:- "હું માહી પાસે નોટ્સ લેવા આવ્યો હતો."

માહી નોટ્સ આપે છે.

મૌસમ:- "નોટ્સ આપી દીધા ને હવે અંદર જા."

માહી:- "Didu..."

મૌસમ:- "મે કહ્યું ને કે અંદર જા."

માહી:- "સારું."

માહી રાઘવ સામે જોઈ કહે છે "Bye.."

રાઘવ:- "Bye..."

માહી ઘરમાં જતી રહે છે.

મૌસમ:- "મારી બહેન સીધી સાદી અને સંસ્કારી છોકરી છે. મારા પરિવારે અમને સારા સંસ્કાર આપ્યા છે અને મને સારી રીતના ખબર છે કે તું કેવો છે તે. તો મારી બહેનથી દૂર રહેજે. સમજ્યો?"

રાઘવ:- "શું કહ્યું? સંસ્કારી..."

રાઘવ હસે છે.

રાઘવ:- "એક તરફ મલ્હારભાઈ સાથે કોફી પીવા જાય છે અને બીજી તરફ પ્રથમભાઈ સાથે પણ કોફી પીવા...બંન્ને ભાઈઓ સાથે કોફી પીવા...Not bad મૌસમ...બંન્ને ભાઈઓને પોતાની આંગળી પર સારી રીતે નચાવે છે...આ ક્યાંના સંસ્કાર છે?"

મૌસમ રાઘવ પર હાથ ઉપાડે છે અને અટકી જાય છે.

મૌસમ:- "તને થપ્પડ મારીને મારે મારા હાથ નથી બગાડવા."

મૌસમ પોતાના ઘરમાં જતી રહે છે.

રાઘવ મનમાં વિચારે છે "નહિ મરાયેલી થપ્પડ તને બહુ ભારે પડશે મૌસમ..."

બીજા દિવસે મૌસમ ઑફિસે ગઈ. મૌસમને દરિયા કિનારે ફરવા ગયા હતા તે યાદ આવ્યું. મૌસમ મલ્હારને શોધી રહી હતી. કોઈ કામને બહાને મલ્હારની કેબિનમાં ગઈ પણ મલ્હાર પોતાની કેબિનમાં નહોતો. બપોર પછી મલ્હાર આવ્યો પણ મૌસમ તરફ નજર સુધ્ધાં ન કરી. મૌસમ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. સાંજે બધા જતા રહ્યા. ઑફિસમાં માત્ર મલ્હાર અને મૌસમ જ હતા.

મૌસમને યાદ આવ્યું કે મલ્હારને ગઈકાલની કોફી માટે ના પાડી હતી એટલે આજે જવાનું હતું. મૌસમ મલ્હારની કેબિનમાં ગઈ.

મૌસમ:- "સર લાગે છે કે આજે તમારું મૂડ ખરાબ છે. તો હું શું કહું છું કે કોફી માટે જઈએ?"

મલ્હારને કોફીનું નામ સાંભળતા જ ગુસ્સો આવી ગયો. ગઈકાલે પ્રથમ અને મૌસમ કોફી પી રહ્યા હતા તે યાદ આવી ગયું.

મલ્હાર મૌસમ તરફ આગળ વધવા લાગ્યો.

મૌસમ:- "સર શું થયું? Are you ok?"

મલ્હાર:- "ગઈકાલે પ્રથમ સાથે અને આજે મારી સાથે કોફી...Wow મૌસમ... શું ચાલી રહ્યું છે તારા અને પ્રથમ વચ્ચે."

મૌસમ:- "સર તમે સમજો છો એવું કંઈ જ નથી."

મલ્હાર:- "ઑહ રિયલી મૌસમ?"

"સર તમે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું અને પ્રથમ... હું અને પ્રથમ માત્ર મિત્રો છીએ.
આટલું કહેતા તો મૌસમની આંખમાં આંસું આવી ગયા.

મલ્હાર:- "ઑ પ્લીઝ રહેવા દે. મને ગઈકાલે શું કહ્યું હતું કે મારે ઘરે વહેલાં જવું છે અને પ્રથમ સાથે કોફી પીવા ગઈ. તું પ્રથમ સાથે કોફી પીવા ગઈ એનો પણ મને વાંધો નથી. પ્રથમ સાથે જ કોફી પીવી હતી તો તારે મને કહેવું તો જોઈએ. હું તને ના તો ન પાડતે.
પણ તારે આવા ખોટા બહાના બનાવવાની જરૂર નહોતી."

મૌસમ:- "મલ્હાર હું બહાનું બનાવીને નહોતી ગઈ. એ તો પ્રથમે...."

મલ્હાર:- "ઑ પ્લીઝ મૌસમ બસ. બહુ થઈ ગયું."

"હા હવે બહુ થઈ ગયું. ખરેખર વાંક તમારો નથી. તમારા જોવાના દષ્ટિકોણનો છે. તમારા વિચારોનો છે. તમે મારા અને પ્રથમ વિશે આવું વિચારો છો. How cheap..." આટલું કહી મૌસમ ઝડપથી ત્યાંથી નીકળી જાય છે.

ક્રમશઃ