HONEY BEE books and stories free download online pdf in Gujarati

મધમાખી


મધમાખી..... દિનેશ પરમાર' નજર'
---------------------------------------
તમારા પગમહીં જ્યારે પડ્યો છું,
હું સમજ્યો એમ-આકાશે ચડયો છું
જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર હું પોતાને નડયો છું.
ઊછળતું દૂર ઘોડાપુર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.
મને 'શયદા' મળી રહેશે વિસામો,
પ્રભુનુંનામ લઈ પંથે પડ્યો છું.
- - શયદા
---------------------------------------------------

પાટડી ખાતે જૈનાબાદ જવાના રોડ પર છેવાડે, રાજેશ્વરી અને ઉમિયાવિજય સોસાયટીને અડીને આવેલી માણેકરત્ન સોસાયટીમાં રહેતો શૈલેષ રાજા , અમદાવાદ નોકરી જવા બાઇક લઇને નીકળ્યો ત્યારે તેની પત્ની રમા બહાર આવી ને રોજ ની જેમજ બોલી" સાચવીને જજો."
બાઇક ને કીક મારતા જ શૈલેષે , "જયશ્રી કૃષ્ણ" કહેતા ની સાથે બાઇક મારી મૂકી.
પાટડી ચાર રસ્તા પાસે મામલતદાર કચેરી સામે ના "શિવમ પાન હાઉસ" પરથી રોજ ની જેમ તેના એકસો વીસ સેવર્ધન કીમામ ના તૈયાર રાખેલા મસાલા પાઉચ માં મૂકી, સામે બાંકડે બેઠેલા, સુરેશભાઈ અને મુકેશ ભાઈ તરફ હાથ હલાવી બાઇક વિરમગામ તરફ મારી મૂકી


**********************

ખારાંઘોડા ખાતે હિન્દુસ્થાન સોલ્ટ માં નોકરી કરતા રામજીભાઈ બે વર્ષ અગાઉ નિવૃત થયા હતા. પત્ની સવિતાબેન, પાટડીમાં જીનીંગ ફેકટરીમાં નોકરી કરતા હતા. તે બે વર્ષ અગાઉ અચાનક તાવ આવતા બેજ દિવસમાં ઉકલી ગયા હતા. રામજી ભાઈ એ પણ નિવૃત્તિ બાદ ઝાઝુ ના ખેંચી શક્યા ને વરસ દા'ડા માં તે પણ ઈશ્વર ને ધામ પહોંચી ગયા.
શૈલેશ, રામજીભાઈ ને સવિતાબેન નો એકનોએક દિકરો હતો. આથી તે ઓ જીવતા' તા ત્યારેજ શૈલેષના લગ્ન, માલવણ ના હરજી ભાઈ ની દીકરી રમા સાથે કરાવી દીધા હતા.
શૈલેષ ને અમદાવાદ ખાતે, રામજી ભાઈએ, તેમના મિત્ર ની કુરિયરની કંપની માં લગાડી દીધો હતો.
પોતાનું માલિકી નું મકાન હતું. ને રામજી ભાઈ ત્થા સવિતાબેનને જે સારીએવી રકમ મળી હતી તે શૈલેષે યોગ્ય રીતે રોકી હતી. તેમાંથી જ ઘર વ્યવસ્થિત ચાલતું હતું. શૈલેષ સમય પસાર કરવા શોખથી નોકરી કરતો હતો. તેને સોનું પહેરવાનો જબરજસ્ત શોખ હતો. તે કાયમ ગળામાં સોનાની રૂદ્રાક્શ ની માળા, હાથમાં સોનાની લકી, બંને હાથમાં વીંટીઓ પેહરી રાખતો.


*******************


શૈલેષ વિરમગામ રેલવે સ્ટેશનપાસે ના પાર્કીંગ માં બાઇક મુકી રોજ અમદાવાદ જવા ટ્રેન પકડતો. એજ રીતે આજે પણ તેણે ઓખા - ઓર્નાકુલમ પકડી…………..
હવે તમને શૈલેષની એક આડ વાત કહી દઉં. શૈલેષનો સારા સારા કપડાં પહેરવા, સારામાનું સ્પ્રે છાંટવું ત્થા કિમતી દાગીના પહેરવાંનો શોખ જોઈ ઘણી જરૂરિયાતમંદ છોકરીઓ ત્થા સ્ત્રીઓ તેની તરફ આકર્ષિત થતી. જેનો લાભ તે સમય અને સંજોગો પ્રમાણે અવશ્ય લઈ લેતો.
આવીજ રીતે લગભગ એકાદ મહિના પહેલા, એક સુંદર સ્ત્રી કુરિયર કરાવા આવી ત્યારે આડકતરી નજરે શૈલેષ તરફ જોઈ , શૈલેષના ઓફીસ એટેન્ડટ સાથે હસી હસીને વાતો કરતા જોઈ, આથી તેના ગયા પછી એટેન્ડટ ને પુછી લીધું, "કોણ છે આ?"
એટએન્ડએ કહ્યું, "મારા કોઈ નજીક ના નથી, પણ પેહલા મારી સોસાયટીમાં રહેતા હતા."
"જા સરસ મજાની ચા લઈ આવ" કહીને શૈલેષે પચાસની નોટ તેને આપી.
ચા લઈ પાછાં આવી બાકી ના પૈસા શૈલેષને પરત આપતા શૈલેષ બોલ્યો”રાખને હવે "
ચા ની ચૂસ્કી લેતા શૈલેષ બોલ્યો," ક્યાં રહે છે?"
એટએન્ડને ખબર પડી ગઈ કે, સાહેબ ને રસ પડ્યો છે એટલે ગોળ ગોળ જવાબ ને બદલે સીધું જ પુછી લીધું '"સાહેબ જવું છે તેમનાં ઘરે, હું સાથે છું એટલે ગભરાવા ની જરૂર નથી "
" તે એકલા રહે છે? "
" ના રે ના, પણ તેમનો ઘરવાળો દારૂ - સટટાં નો શોખીન છે એટલે તે દિવસે બહાર જ્યાં ને ત્યાં ખરાબ દોસ્તો સાથે રખડ્યાં કરે છે. રાત્રે દસ પેહલા ક્યારેય ઘરે પરત આવતો નથી."
"આપણે બપોરે જઈ એ તો?" શૈલેષે પ્રશ્નાર્થ ભાવે કહ્યું.
" કઇ વાંધો નઈ" એટએન્ડટ બોલ્યો.

*******************

પછીતો શૈલેષભાઈ ની દોસ્તી જામી, લગભગ ત્રણેક વાર બપોરે એ બેન કે જેમનું નામ મધુબેન હતુ .તેમના ઘરે જઈ પૈસાની મદદ કરી જલસા પાણી કરી આવ્યા હતા.
આજ બપોરે પણ શૈલેષને ચટપટી ઉપડતા મધુ ને ફોન કરીને પોંહચી ગયા. મધુ પણ તેના આવતાં ની સાથે તેને પંપાળીને વ્હાલ કરવા લાગી. થોડીવાર થઈ ત્યાં બારણું ખખડ્યું. શૈલેષ અર્ધઅનાવૃત્ત અવસ્થામાં ગભરાઈ જઈ ઊભો થઈ સરખો થવા લાગ્યો.
દરવાજો મધુએ ખોલ્યો તો સામે દરવાજામાં પોલીસ ઉભી હતી.
દરવાજાને હડસેલી અંદર આવી પોલીસે, "તમે આ બેનના ઘરવાળા છો? બપોરે દરવાજા બંધ કરીને શું કરતાં હતાં?"
શૈલેષ ગભરાઈને ગેંગેફૅફે થઈ ગયો.
"તમે બંને પોલીસ સ્ટેશને ચાલો"
શૈલેષ ગભરતાં બોલ્યો, "એ સાહેબ જવા દો ને... પ્લીઝ..
જે હોય તે અહીં માંડવાળ કરો ને?"
મધુ પણ જાણે ભળેલી હોય તેમ ખૂણામાં ઉભી ઉભી હોઠમાં હસતી હતી.
પોલીસે તેની પાસેથી દાદાગીરી કરીને, વીંટીઓ, લક્કી, ને માળા પડાવી લીધા , ને" ફરી આ તરફ ફરકતો ના "એમ કહીને કાઢી મૂક્યો. જતા જતા તેને એહસાસ થયો કે બારણાં પાછળ મધુ ને પોલીસ જાણે હસી રહ્યા છે.
તે કુરિયર ઓફિસે પહોંચ્યો. પણ તેનો મૂડ ઉડી ગયો હતો. બપોરે જ અટેન્ડટને કામ સોંપી, વિરમગામ જવા તેણે બે વાગ્યાની કચ્છ એક્સપ્રેસ પકડી.
સવા ત્રણે વિરમગામથી બાઈક લઈ પાટડી જવા રવાના થયો. તેનો મૂડ નહતો. ઘરે રમા પૂછસે "તમારા દાગીના?" તો શું જવાબ આપીશ? ના વિચારો માં ને વિચારો માં ફૂલકી ક્યારે આવ્યું ખબર જ ના પડી,
વિરમગામ- માંડલ રોડ પર ફૂલકી થી પાટડી તરફ જવા ડાબે હાથે વળી આગળ જતાં, ઘાસપુર ના એકાંતી વગડાઉ રોડ પરથી સ્હેજ આગળ જતાંની સાથે જ ઊડેલી મધમાખીઓના ઝુંડ માંથી એક મધમાખી આવીને શૈલેષને ગળે ડંખી.
શૈલેષને મધમાખીના ડંખ નું રીએકશન આવ્યું. તેને આખા શરીરે ખંજવાળ ઊપડી. ઢીમચા ઉપસવા લાગ્યા. તેણે બાઇક એક બાજુ કરી ના કરી, તેનો શ્વાસ રૂન્ધાવા લાગ્યો. તે બેહોશ થઈ ઢળી પડ્યો.
જોકે તેનું નસીબ સારું હતું કે પાછળ જ અમદાવાદ થી કામ પતાવી પરત ફરતા, સુરેશ ભાવસાર, મુકેશ દેસાઇ ને રશ્મિકાંત પરીખ નું ધ્યાન જતાં ગાડી ઉભી રાખી ને તાત્કાલિક પાટડી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
ડોક્ટર અશોક રાઠોડે તાત્કાલિક એવીલ અને ડેકક્ષોના નું ઈંજેક્સન આપી સારવાર શરુ કરી દીધી. શૈલેષ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેની બેડ પાસે રમા, પાડોશીઓ, સુરેશ ભાવસાર, મુકેશ દેસાઇ ને રશ્મિકાંત પરીખ ઉભા હતા.
રમા નીઆંખો ભરાયેલી હતી તે રડમસ થઈ શૈલેષ ને જોઈ રહી હતી.
ડૉક્ટ૨ અશોક, શૈલેષ ને ભાન આવતા બોલ્યા, "હવે ચિંતા નું કોઈ કારણ નથી"
લોકો ધીરે ધીરે વિખરાવા લાગ્યા. શૈલેષે જોયું હવે તેના ઘર પાસે રહેતી પાડોશી બેહનો, ને રમા ઉભા હતા.આંખ બંધ કરી પડી રહેલા શૈલેષે તેમની વાતો સંભાળીને તેના કાન ચમક્યા.
મધુ પાડોશી બેહનોને કેહતી હતી કે, "અરે તમને લોકોને શું વાત કરું ! તેમને મધમાખી કરડી ને તે બેહોશ થઈ ગયા, તેનો લાભ લઈ કોઈ લેભાગુ એ તેમના દાગીના ઉતારીને ચોરી લીધા, પણ તેનો કઈ વાંધો નહીં, તેમનો જીવ બચી ગયો ને!! , દાગીના તો કાલે નવા બનસે."
શૈલેષ બંધ આંખે પશ્ચયાતાપ અનુભવતો મનમાં બબડયો, "હવે મધમાખી ના માર્ગે જવુંજ નથી ને,"
________________________________________________
દિનેશ પરમાર 'નજર'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED