International men's Day books and stories free download online pdf in Gujarati

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ

 
જો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોત તો.... ફેસબુકમાં કે સોશ્યલ મીડિયામાં બધે જ એ જ દેખાત.. પણ આજે તો આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ છે અને જે ઘણાં ને ખબર પણ નહીં હોય તો શું આ ભેદભાવ નથી.. ? આપણે એવો સમાજ રચવાનો છે જ્યાં સ્ત્રી હોય કે પુરુષ સરખો હિસ્સો ધરાવે પણ આપણે એવો સમાજ રચી રહ્યા છીએ જ્યાં પુરુષ ને ઉતરતો સાબિત કરી સ્ત્રી ની મહાનતા દર્શાવીએ છીએ. એટલે આવતાં અમુક દાયકા માં જે પરિસ્થતિ હશે તે અત્યાર કરતાં વિપરીત હશે અને તે પણ દુઃખદ જ હશે
 
 
સુંદર વાત થી શરૂ કરું... સોમવાર એટલે નીંદર આવે અને હું તો લેડી કુંભકર્ણ જ છું. 6.30 એ ઉઠી ફરી અર્ક ગયો 7.30 એ સુઈ ગઈ 9.30 એ ઉઠી છતાં નીંદર આવતી હતી એટલે મારા વરજી જે બિચારા ઓફીસ જવા તૈયાર થઈ ગયા હતાં એને બેઠા બેઠા જ કીધું કે હજી મને તો બહુ નીંદર આવે છે તો કે સુઈ જા ને જે ગમે એ કરાય ... કોઈ ફોર્સ ન હોય... સહજતા થી કહ્યું મને ગમ્યું પણ વિચારતા કરી દીધા કે અમે તો ગમે એ જ કરીએ છીએ પણ તમને નોકરી ન ગમે તો ? બોસ નું પ્રેસર સહન ન થાય તો ? તમને ઘરે આરામ કરવાની ઈચ્છા થાય તો ? જવાબ છે આપણી પાસે નથી કારણ નોકરી કે વ્યવસાય એ પુરુષ માટે ફરજીયાત છે એ ના કરે તો ઘર કેમ ચાલે ? આવો સવાલ તરતજ થવાનો ને... પણ સ્ત્રી તરીકે પુરુષને સમજવાની ક્યારેય કોશિષ કરી છે એમને ગમતી વસ્તુ એ કરી શકે એ માટે ની જગ્યા આપી છે ? ક્યારેય એમ કહ્યું છે છોડો ને બે ટંક ના રોટલા તો બંને સાથે મળી કમાઈ લેશું તમને ન ફાવતું હોય તો નોકરી ન કરો. ક્યારેય શેર બજાર માં હાર્યા કે કોઈ નાણાકીય મુશ્કેલી માં ફસાયા તો કહ્યું છે કે ચિંતા ન કરો થઈ જશે ઉલટાનું આપણે તો માથે ચડી ને ત્રાગા કરીયે અને ભૂલ સુધારવામાં સાથ દેવાની જગ્યા એ ભૂલ થાય જ કેમ ના લેકચર દઈએ... 
અઠવાડિયા માં એક વખત એમને મિત્રો સાથે ડિનર કે ડ્રિન્ક માટે આપણી પરમિશન ની જરૂરિયાત શા માટે? વર્ષે એક વખત એ લોકો પિયર ની જગ્યા એ કોઈ ટુર માં જાય તો ઉહાપોહ શા માટે? કોઈ કહેશે ઓફીસ માં થી તો વર્ષની ચાર ટુર કરે છે એ પાછા વિદેશમાં પણ શું એ ટુર એમની ગમતી હોય છે ? આપણે જેટલા સ્વતંત્રતા થી રહીએ છીએ શું આપણા વર કે આપડા ઘરના પુરુષો ને એ લાભ મળ્યો છે. ના જન્મતાજ પુરુષ હોવાનો ભાર ખભ્ભા પર નાખવામાં આવે છે તું ભાઈ છે નાની બેન ની જવાબદારી તારી જ હોય. લગ્ન પછી ઘર ચલાવવાની જવાબદારી તારી જ હોય સાથે પોતાની પત્ની ને ખુશ રાખવાની વધારાની જવાબદારી અને કેટલીય પત્નીઓ તો ખુશ રહેજ નહીં કારણ એમણે એ શબ્દ જ લગ્ન પછી કાઢી નાખ્યો હોય શબ્દકોશ માં થી. બિચારો પતિ ને કેમ પતાવી દેવો એ જ 24*7 વિચારે ..થોડો સમય પહેલાં સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચને એક ટ્વિટ કરેલ જે સ્ક્રીન શોટ પણ આ સાથે શેર કરું છું 
હા આજે કદાચ હું વિચિત્ર વાત કરતી હોઈશ એવું લાગશે પણ હમેંશા સ્ત્રી હોવાથી એમનાં દુઃખ અને તકલીફો ને જ વાચા આપી છે તો આજે એક દિવસ તો પુરુષો ના ચંપલ પહેરી ચાલી જોઉં કે કેટલા ડંખે છે. નાનપણથી સખત રહેવાનું અને દરેક પરિસ્થિતિનો સામનો કરવાનું શીખવાડીને આપણે જ એમને સંવેદનહીન બનાવી દીધા છે. જવાબદારીનો ભાર એટલો થોપી દીધો છે કે એમનું સાચું વ્યક્તિત્વ બહાર આવતું નથી... એમના દરેક પ્રકારના વર્તનના જવાબદાર આપણે જ છીએ.. આજે એક ફોટો શેર કરું છું જે મને મારા વર દ્વારા જ મોકલવામાં આવેલ... (#MMO)
આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ છે તો આપણે એક વસ્તુ ન કરી શકીએ કે આપણાં જીવનને જે ધબકતું રાખવા કાળી મજૂરી કરી રહયા છે એમને માત્ર એટલું જ કહીયે કે ચિંતા ન કરો આપણે સાથે છીએ પરિસ્થિતિ કોઈ પણ હોય નોકરી કે વ્યવસાય ની મુશ્કેલી હોય સામાજિક કે માનસિક મૂંઝવણ હોય આપણે સાથે હશું તો દરેક તકલીફ પર્વત નહીં રાયનો દાણો છે.. બસ પુરુષો ને માત્ર મોરલ સપોર્ટ જોઈએ બાકી તો એ ગમે તેવડી મુશ્કેલી નો સામનો કરી શકે...{#માતંગી}

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED