મિંદળાવનો રંગ Bharat Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિંદળાવનો રંગ

મિંદળાવનો રંગ.

અંગ્રેજીમાં એક કહેવત છે, All cats are grey in dark. વાક્ય નો ગુજરાતીમાં અનુવાદ "બધી બિલાડીઓ અંધારામાં ભૂરી જ ભાસે છે. " આ અંગ્રેજી કહેવત, ગુજરાતી કહેવત - કાગડા બધે કાળા - ની સમાનાર્થી ગણી શકાય. આ ધર્મના "મિંદળા" પણ આવા જ છે.

એકદમ અસ્પષ્ટ અને અંધકારમય તથ્યોનો સગ્રહ એટલે ધર્મિકગ્રંથો. તેના ઉપર કોઈપણ જાતના પ્રકાશની અપેક્ષા નથી. " પ્રબુદ્ધ " (?) અને સર્વધર્મ સમાનની ભાવના ધરાવતાં લોકો નો મત છે કે, "દરેક ધર્મમાં એકજ વાત કહેલી છે. લોકો ખોટાં એકબીજાની કાપતી કરતાં ફરે છે. દરેક ધર્મનો સાર એકજ છે અને એ છે મુક્તિ કે મોક્ષ." આવું કહેવાવાળા લોકો પણ અનેક પૂર્વગ્રહોથી પીડાય છે. આવું એ જ લોકો કહે છે કે કહી શકે છે જે પોતે કોઈ એક જ ધર્મને માનતા હોય. પણ પોતાના ધર્મના ધર્મગ્રંથોની મહાનતા અન્ય ધર્મો કરતાં થોડી વધારે છે એવું જતવતા બચી શકતાં નથી. એ લોકો ક્યારેક કોઈ વિધર્મી સાથે ધાર્મિક ચર્ચામાં ઉતરે છે ત્યારે એવું દર્શાવે છે કે અમારા ધર્મની ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જ તમારી માન્યતાઓ છે. સાર બધાનો એકજ છે. બધા ધર્મો સમાન છે. પણ અમારા ગ્રંથોમાં આ વાત સરળ અને સચોટ રીતે પ્રસ્તુત છે. પૂર્વગ્રહો.

મારો પણ એ જ મત છે. દરેક ધર્મનો એક જ સાર છે. ભરમાવવાનો. ધર્મો માત્ર કોઈ ચોક્કસ સમૂહના હકોના રક્ષણ હેતુ અન્યોને ભ્રમિત કરવા માટેની એક સુગ્રથિત પ્રણાલી છે. જેની પડકમાં આવી જતા છૂટવું લગભગ અશક્ય છે. અહી "લગભગ" શબ્દનો ઉપયોગ એટલા માટે કરેલો છે કેમકે ધાર્મિક લોકો જેમણે હવે ધર્મનો ત્યાગ કર્યો છે તેઓ પણ ધર્મની અમુક બાબતોથી છૂટ્યા નથી એવું મારું નિરીક્ષણ છે. આ મારો અંગત મત ( પૂર્વાગ્રહ ) હોઈ શકે!

ધર્મની બાબતમાં શ્રદ્ધા એક એવું પરિબળ છે જે લોકોને ધર્મ સાથે જકડી રાખવા માટેના ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. શ્રદ્ધા શું છે? શ્રદ્ધા માણસનું એવું મૌલિક પાસું છે જે સંયોગો થી પોષિત છે. કોઈ બાબતમાં કોઈને શ્રદ્ધા ક્યારે બંધાય? જ્યારે એવી કોઈ ઘટના ઘટે કે જે સાંયોગિક હોય અને તેમને માટે આ ઘટના તેમના જીવનમાં આમૂલ પરિવર્તન લાવે છે અને એમની શ્રદ્ધા તેની સૌથી નજીકની ધાર્મિક માન્યતઓ સાથે ગાઢ થઈ જાય છે. અને પછી આ શ્રદ્ધા પૂર્વાગ્રહ નું સ્વરૂપ ધારણ કરી અંધશ્રદ્ધામાં પરિવર્તિત થાય છે. થાય જ છે.

આવી શ્રદ્ધા અને બાદમાં અંધશ્રદ્ધા લગભગ દરેક ધર્મમાં જોવા મળે છે. કોઈપણ ધર્મ આવી અંધશ્રદ્ધાઓથી મૂક્ત નથી. બધા ધર્મોને અલગ અલગ ભગવાન કે પરમાત્મા છે. અમુકમાં એક જ તો અમુકમાં અગણિત છે. અને બધાનો સાર એક જ છે કે મારે ( એટલે કે ધર્મએ ) અમુક ચોક્કસ સમુદાયના હક્કોનું રક્ષણ અન્યોને ભ્રમિત કરી કરવાનું છે. બસ આ બધા બિલડાઓ અંધકારમાં ભૂરાં જ દેખાય છે. અંધકારમાં જ છે અને અન્યોને ભ્રમિત અંધકારમાં ધકેલે છે.

ધર્મ લોકોમાં ડર નું એક કારણ તરીકે પણ જોવા મળે છે. ધર્મ લોકોને અલગ અલગ પ્રકારના ડર બતાવે છે. સ્વર્ગ કે નર્ક, બદનસીબી, ભાગ્ય, ગ્રહોના પ્રકોપ, મેલીવિદ્યા વગેરે.. આ ડર બતાવી લોકોને લુંટવાનો એક ધંધો બની ગયા છે આ ધર્મો. આવું લગભગ દરેક ધર્મમાં જોવા મળી જશે. અંધકારમય વાતાવરણમાં રાખી પ્રકાશનો જુઠ્ઠો ભાસ કરાવવાની કલા વિકસાવી છેતરવાની પદ્ધતિઓ છે. ડર ના વ્યાપારની દુકાનો પણ કહી શકાય. મારો હેતુ લોકોને જાગૃત થાય અને વૈજ્ઞાાનિક દૃષ્ટિકોણ કેળવે એવો છે.

ધર્મની બાબતમાં સૌથી મોટી અને પ્રાથમિક ભ્રમણા એ છે કે ઈશ્વર છે!

- મોનાર્ક