મેગના અને રિધ્ધી થોડી સુધી રડ્યા પછી મૈત્રી એ તે બંને ને શાંત કર્યા. ત્યાર બાદ કોઈ પણ થોડી વાર સુધી બોલ્યું નહીં એટલે મૈત્રી એ મેગના ને પીવાના પાણીની બોટલ લેવા માટે મોકલી.
મેગના ના ગયા પછી મૈત્રી એ રિધ્ધી ને પૂછ્યું, બેટા, આ મેગના કોણ છે ? અને તું એને કઈ રીતે ઓળખે છે ? ત્યારે જવાબ માં રિધ્ધી એ તેની આર્યવર્ધન સાથે બગીચામાં થયેલી મુલાકાત વિશે જણાવ્યું.
મૈત્રી મેગના ના માતાપિતા વિશે જાણી ને હેરાન થઈ ગઈ કેમકે વિપુલ કે નિમેશે પોતાની બહેન નિકિતા વિશે તેને કઈ પણ કહ્યું નહોતું. રિધ્ધી ની વાત સાંભળીને મૈત્રી એ નિસાસો નાંખ્યો. અને નિરાશાભરી એક નજર તેના બેડ પાસે રહેલા કાચની બીજી બાજુ કરી.
એ પારદર્શક કાચની બીજી બાજુ ત્રણ બેડ હતા. જેના વિપુલ, વર્ધમાન અને આર્યા હતા. તે ત્રણેય ને ઓક્સિજન માસ્ક પહેરાવેલા હતા. અને તે દરેક ના બેડ પાસે પલ્સ કાઉન્ટનું મશીન હતું જે તેમના શરીર ના હૃદય અને નાડી ધબકારા તેમજ બ્લડપ્રેશર માપતું હતું.
મૈત્રી ને નિકિતા અને આશિષ ના મૃત્યુ વિશે જાણીને દુઃખી થઈ પણ તેના કરતાં વધુ ખુશી મેગના ને જોઈને થઈ. જાણે કે તેને મેગના ના રૂપ માં બીજી દીકરી મળી ગઈ.
બીજી બાજુ રાજવર્ધન જ્યારે મૈત્રી ના રૂમ માંથી બહાર નીકળી ગયો ત્યારે મેગના એ ભૂમિ ને ઈશારો કર્યો એટલે ભૂમિ પણ તેની પાછળ પાછળ ગઈ. રાજવર્ધન સીધો મહેલની અગાશી પર ગયો.
ત્યાં અગાશી પર એક જગ્યાએ જઈને રાજવર્ધન ઉભો રહી ગયો. આ જગ્યા પર થી મહેલની આસપાસ દૂર સુધી ની જગ્યા દેખાતી હતી. તે દ્રશ્ય ખૂબ સુંદર હતું.
'કેટલું સુંદર નજારો છે ને. જે આ નજારો જોવે તે ખુશ થઇ જાય.'ભૂમિ રાજવર્ધન પાસે આવી ને બોલી, પણ તું કેમ રડે છે ?
ભૂમિ ની વાત સાંભળીને રાજવર્ધને પોતાના આંસુ લુછવા માટે હાથરૂમાલ ખિસ્સામાં થી બહાર કાઢે તે પહેલાં ભૂમિ એ પોતાનો નેપકીન રાજવર્ધન ને આપ્યો.
ભૂમિ ની આ હરકતથી રાજવર્ધન થોડો પરેશાન થયો પણ આ પરેશાની તેના આસું ને રોકી શકી નહીં. રાજવર્ધન ભૂમિ ને વળગી ને જોરજોરથી રડવા લાગ્યો. રાજવર્ધન ની હરકત થી ભૂમિ ચોંકી ગઈ.
પણ પરિસ્થિતિ ને વશ થઈ ને તે રાજવર્ધન ની પીઠ પર હાથ ફેરવવા લાગી. રાજવર્ધન થોડી વાર સુધી રડતો જ રહ્યો. ભૂમિ તેને વારંવાર શાંત થવા માટે કહી રહી હતી પણ રાજવર્ધન રડતાં જ બોલ્યો, ભૂમિ હું આવું કામ નાં કરી શકું . મારા ભાઈ ના પ્રેમને ના મારી શકું.
રાજવર્ધન આટલું માંડ બોલી શક્યો.ભૂમિ એ તેને શાંત થવા માટે કહ્યું પણ રાજવર્ધનના આંસુ વહી રહ્યા હતા. છેવટે ભૂમિ કઈક વિચારીને બે હાથથી રાજવર્ધન નું માથું પકડી ને તેના અધરો પર પોતાના અધરો મૂકી દીધા.
ભૂમિ ની આ હરકત થી રાજવર્ધન વિચલિત થઈ ગયો. તેણે પોતાને છોડાવવા નો પ્રયત્ન કર્યો પણ ભૂમિ એ તેને છોડ્યો નહી. થોડો સમય પસાર થયા પછી ભૂમિ એ રાજવર્ધન ને છોડી દીધો.
રાજવર્ધને ભૂમિ થી અલગ થઇને પાછળ ફર્યો ત્યારે તેણે જોયું તો મેગના તેની પાછળ જ ઊભી હતી. મેગના ને જોઈને ભૂમિ ત્યાં થી ચાલી ગઈ. રાજવર્ધન મેગના ની સામે જોયા વગર માથું નીચે રાખીને જવા લાગ્યો કેમકે ભૂમિ એ કરેલી હરકત ને કારણે રાજવર્ધન મેગના ની સામે જોઈ શકે તેમ નહોતો.
પણ મેગના એ રાજવર્ધન નો હાથ પકડી ને તેને રોકી લીધો અને તે રાજવર્ધન ને ગળે વળગી પડી. મેગના ની આંખો માંથી આંસુ વહી રહ્યા હતા. મેગના નું રડવાનું કારણ રાજવર્ધન નહીં પણ રિધ્ધી હતી.
*************************************
આર્યવર્ધન વીરા અને અનુજ ના ગયા પછી કોફીશોપ માં થી પોતાના રૂમ માં ગયો. રૂમ માં જઈને રિધ્ધી ની મમ્મી મૈત્રીને કોલ કર્યો પણ કોલ રિસીવ થયો નહીં એટલે તેણે કોલ ડિસકનેક્ટ કરી દીધો.
પછી આર્યવર્ધન તેના બેગ્સ પેક કરવા લાગ્યો. થોડી વાર પછી તેના રૂમ નો દરવાજો નોક થયો. એટલે આર્યવર્ધને દરવાજો ખોલી ને જોયું, તો વીરા અને અનુજ એક બેગ લઈને ઉભા હતા.
એટલે આર્યવર્ધને તેમને અંદર આવવા માટે કહ્યું. રૂમ માં આવ્યા પછી વીરા એ આર્યવર્ધન બધા બેગ્સ બહાર જોઈને વીરા ને ચિંતા થવા લાગી. આર્યવર્ધન વીરા નો ચિંતિત ચહેરો જોઈને બોલ્યો, 'વીરા, ફિકર ના કર હું લંડન જાવ છું નહીં કે હિમાલય માં."
આર્યવર્ધન ની વાત સાંભળી ને વીરા અને અનુજ બંને હસી પડ્યા. વીરા ને નોર્મલ જોઈ ને આર્યવર્ધને પૂછ્યું, 'કામ થઈ ગયું કે નહીં.'
અનુજ બોલ્યો, તમે જાતે જ જોઈ લો. આટલું કહીને અનુજે પોતાની સાથે લાવેલી બેગ ને બેડ પર મુકીને ખોલી. આર્યવર્ધને જોયું તો તે બેગ માં ક્રિસ્ટલનું શરીર હતું. એ જોઈને આર્યવર્ધન જોરજોરથી હસવા લાગ્યો.
થોડી વાર સુધી હસ્યાં પછી તેણે અનુજ સાથે હાથ મિલાવ્યા. વીરા તરફ એક નજર કરીને આર્યવર્ધને ક્રિસ્ટલના શરીર તરફ જોઇને કહ્યું, વીરા, અહીં ફોર્માંલડીહાઇડ તારી પાસે હોય તો આની બોડી માં ઇન્જેકટ કરી દે.
આર્યવર્ધન ની વાત સાંભળીને વીરા ને નવાઈ લાગી. એટલે એમ કરવાનું કારણ પૂછ્યું. એટલે આર્યવર્ધન ના ચહેરા પર હસી આવી ગઈ. તે બોલ્યો, તું ડોક્ટર હોવા છતાં પણ ના સમજી.
વીરા એ અનુજ તરફ જોયું તો અનુજ પણ હસતો હતો. થોડી વાર સુધી વીરા વિચારતી રહી પણ જયારે તેને ફોરમાલડીહાઇડ નો ઉપયોગ વિશે યાદ આવ્યું ત્યારે તેને પોતાના પર હસવું આવી ગયું.
પછી વીરા ઝડપથી દોડી ને તેના રૂમ માં ગઈ જ્યાં પહેલાં રાજવર્ધન અને મેગના રોકાયા હતા. વીરા અને અનુજ પોતે ડોક્ટર હોવાથી કોઈ જગ્યા જતાં ત્યારે બેઝિક મેડિસિન પોતાની સાથે જ લઇ જતાં પણ આ વખતે આર્યવર્ધને વીરા ને કોલ કરીને અમુક બીજા કેમિકલ્સ સાથે લાવવા નું કહ્યું હતું એટલે વીરા તે લઈને આવી હતી.
વીરા ફોરમાલડીહાઇડ ની બોટલ અને એક સિરિન્જ લઈને આર્યવર્ધન ના રૂમ માં પહોંચી ત્યારે તેણે જોયું તો આર્યવર્ધન પોતાની બેગ્સ પેકિંગ કરી ચુક્યો હતો એટલે તે કઈ પણ બોલ્યા વગર સીધું ફોરમાલડીહાઇડ ને સિરિન્જ માં લઈને ક્રિસ્ટલના શરીર માં ઇન્જેકટ કર્યું.
પછી વીરા એ આર્યવર્ધન ને પૂછ્યું, હવે આગળ શું કરવાનું છે ? આર્યવર્ધન બોલ્યો, એને પેક કરી દે. હું આ બોડી ને મારી સાથે લંડન લઈ જઈશ. આ સાંભળીને વીરા અને અનુજ દંગ રહી ગયા અને કઈ પણ બોલી શક્યા નહીં.
વધુ આગળ ના ભાગમાં...
ભૂમિ એ કરેલા વર્તનથી મેગના અને રાજવર્ધન ના સંબંધ કોઈ બદલાવ આવશે ? રિધ્ધી એ મેગના સાથે શું કર્યું જેના કારણે મેગના રડતી હતી ? આર્યવર્ધન શા માટે ક્રિસ્ટલના શરીર ને પોતાની સાથે લઈ જવાનું કહેતો હતો ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી....