આર્યરિધ્ધી - ૩૨ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૩૨


રિધ્ધી ને થોડી વાર પછી હોશ આવ્યો ત્યારે તેણે જોયું કે પોતે પહેલાં જે ચેમ્બરમાં હતી ત્યાં હતી. એટલે રિધ્ધી ને લાગ્યું કે તેણે જે કઈ જોયું તે એક સપનું હતું.

રિધ્ધી એ ચેમ્બરને ખોલવાનો પ્રયત્ન કર્યો તો ચેમ્બર તરત ખુલી ગઈ. એટલે રિધ્ધી ઉભી થઇ ને લેબોરેટરીમાં આવી. પછી લેબોરેટરીના બધા ઇન્સ્ટ્રુમેન્ટ એક વખત ધ્યાનથી જોયા. રિધ્ધી પોતે આઇટી ની વિદ્યાર્થી હતી એટલે તેને એટલો ખ્યાલ આવી ગયો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ મેડિકલ રિસર્ચ માટે છે.

પછી રિધ્ધી તે રૂમમાં થી બહાર નીકળી ને લીફ્ટ માં ગઈ. એટલે લિફ્ટ નો દરવાજો રિધ્ધી કોઈ ફ્લોર પર જવાનું બટન દબાવે તે પહેલાં આપમેળે જ બંધ થઇ ગયો. એટલે રિધ્ધી ની નજર લિફ્ટમાં ઉપર ની બાજુએ ગઈ.

ત્યાં એક CCTV કેમેરો લાગેલો હતો. તે જોઈ ને રિધ્ધી ગભરાઈ ગઈ. તેણે લિફ્ટ ના બધા બટન દબાવી જોયા પણ કોઈ બટન કામ કરતું નહોતું. એટલે રિધ્ધી લીફ્ટ નો દરવાજો જોરજોરથી ખખડાવા લાગી પણ દરવાજો ખુલ્યો નહીં.

એટલે રિધ્ધી લિફ્ટ ના ખુણા માં બેસી ગઈ. શું કરવું તેની ખબર તેને પડતી ન હતી. થોડી વાર પછી લિફ્ટ નો દરવાજો જાતે જ ખુલી ગયો એટલે રિધ્ધી ઝડપથી દોડીને લિફ્ટ માં થી બહાર નીકળી ગઈ.

રિધ્ધી એક લોબી માં આવી ગઈ. રિધ્ધી ને એ લોબી જોઈને લાગ્યું કે તે પહેલાં આ જ લોબી માં આવી હતી. એટલે રિધ્ધી ખાતરી કરવા માટે લિફ્ટ થી થોડા અંતરે આવેલી કાચની બારી પાસે ગઈ.

રિધ્ધી બારીમાં જોયું તો તેનો અંદાજ સાચો પડયો. તે બારીમાંથી તે તેની મમ્મી મૈત્રી ને જોઈ શકતી હતી. રિધ્ધીને લાગ્યું કે તે સપનું જોઈ રહી છે એટલે તેણે પોતાના ગાલ પર ચીમટી કરી ત્યારે તેને દર્દ થયો એટલે તેને ખાતરી થઈ આ હકીકત છે સપનું નહીં.

એટલે રિધ્ધી બારીની પાસે આવેલો દરવાજો ખોલી ને રૂમ માં દાખલ થઈ. મૈત્રી એ દરવાજો ખુલવા નો અવાજ સાંભળી ને દરવાજા તરફ જોયું તેને વિશ્વાસ થયો નહીં કે દરવાજા પર તેની દીકરી રિધ્ધી ઊભી છે.

રિધ્ધી પાસે અત્યારે કહેવા માટે કોઈ શબ્દો નહોતા. રિધ્ધી દોડીને મૈત્રી પાસે ગઈ અને તેને ગળે લગાવી દીધી. રિધ્ધી અને મૈત્રી ની આંખોમાં આંસુ ભરાઈ ગયા હતા. બંને થોડા સમય સુધી એ જ સ્થિતિ માં રહ્યા.

રિધ્ધી રડતી હતી ત્યારે મૈત્રી તેની પીઠ પર હાથ ફેરવી ની તેને શાંત કરવા નો પ્રયત્ન કરતી હતી. થોડી વાર પછી રિધ્ધી શાંત થઈ એટલે મૈત્રીએ રિધ્ધી ને પૂછ્યું, બેટા, તું અહીં કેવી રીતે આવી ?

ત્યારે રિધ્ધી કઈ બોલે તે પહેલાં રાજવર્ધન રૂમ માં આવી ગયો અને બોલ્યો, હું રિધ્ધી ને અહીં લાવ્યો છું આંટી.

રાજવર્ધન ની વાત સાંભળી ને રિધ્ધી ઉભી થઇ ને રાજવર્ધન પાસે આવી ને તેને ગાલ પર એક તમાચો માર્યો પણ રાજવર્ધને કઈ કહ્યું નહીં એટલે રિધ્ધી બીજી વાર તમાચો માર્યો. એટલે ત્યાં જ મેગના આવી ગઈ અને બોલી, પ્લીઝ દીદી હવે કઈ ના કરશો.

ત્યારે મૈત્રી એ રિધ્ધી ને બોલાવી ને પોતાની પાસે બેસવા માટે કહ્યું. રિધ્ધી મૈત્રીના બેડ પર બેસી ગઈ પછી મૈત્રી એ રાજવર્ધન ને પોતાની પાસે બોલાવ્યો એટલે રાજવર્ધન તેનો ઈશારો સમજી ગયો.

રાજવર્ધન મૈત્રી પાસે આવી ને તેને ખભા પકડી ટેકો આપી ને બેઠા થવામાં મદદ કરી. રિધ્ધી આ જોઇને સમજી ગઈ મૈત્રી ખૂબ જ બીમાર છે. પછી મૈત્રી એ રાજવર્ધન ને પૂછ્યું કે તે રિધ્ધી કઈ રીતે લંડન સુધી લઈ ને આવ્યો ?

ત્યારે જવાબ માં રાજવર્ધને મૈત્રી ને રિધ્ધી ને બેહોશ કરી ત્યાર થી અત્યાર સુધી નું સંપૂર્ણ ઘટનાનું વિસ્તારથી વર્ણન કર્યું. રિધ્ધી એ રાજવર્ધન ની સંપૂર્ણ વાત ધ્યાનથી સાંભળી. પછી રિધ્ધી રાજવર્ધન ને સવાલ કર્યો, જો તું મને મારી ને મળાવવા માંગતો હતો તો આ બધું કરવા ની જરૂર હતી.

ત્યારે રાજવર્ધને જવાબ આપ્યો, તારા અને મારા મમ્મી પપ્પા ના ઈલાજ માટે. આટલું કહીને રાજવર્ધને મૈત્રી ના બેડ પાસેનો એક પડદો હટાવી દીધો. પછી જે દ્રશ્ય રિધ્ધી ને જોવા મળ્યું તે તેની કલ્પના પણ તેણે કરી ન હતી.

ત્યાં બીજા ત્રણ બેડ પર વિપુલ, વર્ધમાન અને આર્યા મોજુદ હતા. તે ત્રણેય ને ઓક્સિજન માસ્ક પહેરાવેલ હતા. રિધ્ધી તરત વિપુલ પાસે ગઇ પણ રાજવર્ધને તેને રોકી લીધી. રાજવર્ધને રિધ્ધી ને વિપુલ પાસે જવાની ના પાડી.

ત્યારે રિધ્ધી એ રાજવર્ધન ને તેનું કારણ પૂછ્યું ત્યારે રાજવર્ધન બોલ્યો, જો તું તેમની પાસે જઈશ તો તને પણ તે બીમારી નું ઇન્ફેક્શન થઈ જશે.

રિધ્ધી : પણ એ બધાને કઈ બીમારી થઈ છે ?
રાજવર્ધન : એ બીમારી વિશે અમે કઈ પણ જાણતા નથી. આ બીમારી વિશે ફક્ત મારા મોટા ભાઈ એકલા જ જાણે છે.

રિધ્ધી(પ્રશ્નાર્થ નજરે) : આર્યવર્ધન ?
રાજવર્ધન : હા.

રિધ્ધી : પણ મારા અંકલે આર્યવર્ધન ને મારા અને તેના મમ્મી પપ્પા ને મારતા જોયો હતો તે શું હતું ?
રાજવર્ધન : તારા માટે એ જાણવું જરૂરી છે કે પછી તારા મમ્મી પપ્પા જીવિત છે મહત્વ નું છે.

રિધ્ધી : મારા માટે મારા મમ્મી પપ્પા જીવે છે એટલું જ પૂરતું છે.
રાજવર્ધન : બસ પણ આ વધારે સમય સુધી જીવિત નહીં રહી શકે. તેમની બીમારી તેમને ખતમ કરી દેશે.

રિધ્ધી (ગુસ્સે થઈને) : તો તારે આ બધા ને અહીં રાખવા ને બદલે હોસ્પિટલમાં સારવાર કરવા માટે કેમ ખસેડી દેવા જોઈએ.
રાજવર્ધન : એ બીમારી નો કોઈપણ ઈલાજ શક્ય નથી.

આ સાંભળી ને રિધ્ધી વધારે ગુસ્સે થઈ ને તેને અપશબ્દો બોલવા લાગી પણ રાજવર્ધન શાંત રહ્યો. થોડા સમય પછી રાજવર્ધન પોતાના પર કાબુ રાખી શક્યો નહીં.

તે બોલ્યો, ઈલાજ એક જ છે તારું મૃત્યુ મૈત્રી અને વિપુલ નો ઈલાજ તારા મૃત્યુ પછી જ થશે. આ સાંભળી ને રિધ્ધી હેબતાઈ થઈ ગઈ. રાજવર્ધન બીજું કઈ બોલ્યો નહીં અને ત્યાં થી જવા લાગ્યો.

મેગના એ રાજવર્ધન ને રોકવા નો પ્રયત્ન કર્યો પણ તે મેગના ને એકબાજુ ધક્કો મારીને ત્યાં થી જતો રહ્યો. મેગના નીચે પડવા જતી હતી પણ ભૂમિ એ તેને પકડી લીધી.

રિધ્ધી જાણે કઈ પણ કરવાની પરિસ્થિતિ ન હતી. રાજવર્ધન ના કહેલા શબ્દો 'તારું મૃત્યુ તારા મમ્મી પપ્પા નો ઈલાજ' તેના કાનમાં ગુંજી રહ્યા હતા.
રિધ્ધી કઈ બોલી નહીં પણ તેની આંખો માં થી નીકળી રહેલા આંસુ તેની મનની સ્થિતિ નું વર્ણન કરી રહ્યા હતા. એટલે મેગના રિધ્ધી પાસે આવી ને તેને સાંત્વના આપવા લાગી.

મેગના પોતે પણ રિધ્ધી ને શાંત કરતા રડવા લાગી. મેગના ને મૈત્રી એ પહેલી વાર જ જોઈ હતી એટલે તે મેગના ને ઓળખતી ન હતી. પણ તે રિધ્ધી સાથે જે રીતે વર્તતી હતી તેના પર થી મૈત્રી ને મેગના પ્રત્યે પોતાના હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો.


મૈત્રી અને બીજા બધાને કઈ બીમારી થઈ હતી ? આર્યવર્ધન આ બીમારી વિશે શું જાણતો હતો ? રિધ્ધી મૃત્યુ પછી તેના મમ્મી પપ્પા નો ઈલાજ થશે એમ કહેવા પાછળ રાજવર્ધન નો શું અર્થ હતો ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...

વાંચકમિત્રો આ નોવેલ અંગે આપના કિંમતી અંગત પ્રતિભાવ 8238332583 નંબર પર Whatsapp મેસેજ કરી ને મને આપી શકો છો.