મળેલો પ્રેમ - 12 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મળેલો પ્રેમ - 12

રાહુલ ના કાકા એ રાહુલ તરફ જોયું. રાહુલ તેના કાકા તરફ જોઈ રહ્યો હતો.રાહુલ તેના કાકા તરફ આગળ વધ્યો.

"આ બધું શું છે રાહુલ?" રાહુલ ના કાકા એ પ્રશ્ન કર્યો.


"અંકલ! એમા એવું છે કે, હું એમ કહેતો હતો કે, એમાં એમ-" રાહુલ ના કાકા એ રાહુલ ને વરચે ટોકતાં કહયું કે, " આ શ્રુતિ ને તું ક્યાં ભગાડી જવાનો છે? આ સંસ્કાર આપેલા તને? અરે, એના બાપા ને કંઈ ખબર નથી. અને જાન ના પહેચાન! કોઈ ની પણ છોકરી ને આમ, ભગાડી જવાય? મને તો મારી પર શર્મ આવે છે."


" ના અંકલ! હું શ્રુતિ ને ભગાડી ને નથી લઈ જતો. અમે તોહ, ભુવડ જ જઈ રહ્યા છીએ. આના અધા ની પરવાનગી વગર હું લગ્ન નહીં કરું. પરંતુ, જો પરવાનગી નહીં આપે તોહ, આગળ વિચાર પણ નહીં કરું. બસ , પરવાનગી ખાલી કહેવાની છે. એમને એક વાર જાણ કરી દઉં. બાકી,ના પાડશે તો કોર્ટ મેરેજ કરી લઈશ."


"એ સારું! મારા સંસ્કાર ભુલ્યો નથી. બાકી , એમની રજા ન મળે? તોહ, પછી ભાગી ને લગ્ન કરી જ લેજે. અરે, પ્રેમ કર્યો છે. અને એવું તો નથી ને કે, શ્રુતિ તને પ્રેમ નથી કરતી? એય તને પ્રેમ કરતી હશે તોજ અહીં આવી છે."


"હા અંકલ! એ મને મારથીય વધારે પ્રેમ કરે છે. પરંતુ, એના પિતા માનવા તૈયાર જ નથી. ગામના સરપંચ જે છે."


"એ વાત છોડ. અને આ બસ નહીં બીજી બસ પકડ".


"કેમ? આ બસ કેમ નહીં?"


"આ વાત તે મને હમણાં કરી. એ પહેલા મેં તારા બાપા ને તું અહીં છે, એ વાત જણાવી દીધી હતી. અને તેઓ હવે અહીં જ આવવા માટે નીકળી પણ ગયા હશે. એ વાત અલગ છે કે, સમય ઘણો લાગશે. પરંતુ, બસ બદલવામાં જ ફાયદો છે. આગળ હું પોતે સંભાળી લઈશ."


"થેંક્યું અંકલ! તમે મને સમજ્યો એ બદલ આભાર".

"અરે, કેટલાક વર્ષ થી તું મારી સાથે જ રહ્યો છે. હવે, હું તને ન સમજુ તો કોણ સમજે? જા જીલે અપની જીંદગી".

આમ, રાહુલ ના કાકા ના કહેવા મુજબ રાહુલ એ બસ બદલી. આ તરફ રાહુલના પિતા ગામના , સરપંચ સાથે નીકળી ગયા હતા. બંને એક જ કારમાં બેઠા હતા. બંને આ અંગે વાત કરવા ઇરછતા હતા.


"આ તમારો રાહુલ? છે કોણ? મારી દીકરી ને ભગાડશે? તારી ઔકાત શું છે? અરે, દુકાળ સમયે બધી જ સંપત્તિ દાન કરી દીધી. હવે, ખેતીવાડી કરો છો. કહેવા માટે માત્ર નામ છે. આજકાલ દુનિયા નામથી નહીં પરંતુ, પૈસા થી ચાલે છે". સરપંચ એ કહ્યું.


"એજ તોહ! તમારા વિચારો આવા છે. મને તોહ લાગે છે કે, તું અંદર થી કેવો હોઈશ? ગામમાં કંઈ વિકાશ કર્યો છે? સરકાર ના પૈસા થી પોતાનું પેટ ભરે છે. અને એમાં પણ વિકાશ કરવા માટે આપેલા પૈસા ખાઈ જાય છે. અરે, તારી કરતા તોહ, આ ખેતીવાડી કરનાર સારા. ખાલી નામનો સરપંચ છે." રાહુલના પિતા એ જવાબ આપ્યો.



"એય! આ તારા શબ્દો તારી પાસે જ રાખ. અને હા! ત્યાં પહોંચવા દે. પછી, તારા પુત્ર નું શું હાલ કરું છું? એ તું જોતો રહેજે. ક્યાં તારો પુત્ર? લફંગો! અને ક્યાં મારી હોશિયાર પુત્રી? બંને ની જોડી શોભે જ નહીં."


" તારી દીકરી? તારી દીકરી એ જ મારા પુત્ર ને ફસાવ્યો છે. અરે, લગ્નમાય પાછળ-પાછળ ફરતી હતી. આવું તે કંઈ હોય? તારી છોકરી એ જ મારા પુત્ર ને ફસાવ્યો છે."



"અરે, જા! જા! મોટો આવ્યો દાની. તારા પુત્રમાં એવું છે શું? મારી પુત્રી ને તારા પુત્ર એ ફસાવ્યો છે. બાકી મારી પુત્રી એવી છે જ નહીં. તારા ઘરમાં તો એ નહીં જ આવે."


"આવાય કોણ દેશે? મારા પુત્ર ને હું જ ના પાડીશ. આ ઘમંડી ની પુત્રી મારા ઘરમાં? શક્ય જ નથી."


આ તરફ બંને ની લડાઈઓ. અને આ તરફ શ્રુતિ અને રાહુલનો પ્રેમ. પરિવાર લગ્ન માટે માનવાનું નથી. પરવાનગી તોહ દુરની વાત , શ્રુતિ ના પિતા રાહુલ ને મારવાની ધમકી આપી રહ્યા છે. હવે, આગળ આ પ્રેમકથામાં શું થવાનું છે? એ જાણવા માટે વાંચતા રહો.