થાર મરૂસ્થળ (ભાગ-૧૧) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ (ભાગ-૧૧)

તમારું જીવન ગ્રહો જોઈને બદલાતું નથી તમારી મહેનતથી બદલાઈ છે.

લી. કલ્પેશ દિયોરા

કોઈને નિંદર નોહતી આવી રહી.બધા જ એકબીજાની સામે જોઇ રહિયા હતા.બધાના ચહેરા પર મૃત્યુનો ભય હતો.હવે એક જ લક્ષ હતું કે ગમે તેમ કરી આ રેગીસ્તાનમાંથી બહાર નીકળવું.

**********************

અચાનક સિસકારા મારતી રેતીના અવાજ આવા લાગીયા.થોડે દુર આંધી આવી હોઈ એવું લાગી રહ્યું હતું.ઝીણી ઝીણી રેતી બધાની ઉપર વરસાદની જેમ પડી રહી હતી.થોડીવારમાં જ રેતીની આંધી કબ્રસ્તાન પાસે આવી ગઈ.આંધીનું જોર એટલું હતું કે બધા જ એકબીજાના હાથ પકડીને બેસી ગયા હતા.

આજુબાજુ કોઈને કઈ દેખાય રહ્યું ન હતું.રેતીની આંધી સાથે ઉડતું ઉડતું એક હાડપિંજર કવિતા પર પડ્યું.કવિતા એ મોટેથી રાડ નાખી.જીગરે પકડેલ કવિતાનો હાથ છૂટી ગયો.અંધારું એટલું હતું કે શું થયું તે કોઈને ખબર ન પડી.પણ કવિતા સૌથી પહેલા બેઠી હતી એટલે પાછળથી કિશને પકડી લીધી નહીં તો રેતીની આંધી સાથે તે પણ ચાલી જાત.

ઘણીવાર પછી રેગીસ્તાનની રેતીની આંધી શાંત પડી.
પણ બધાની મુશ્કેલીમાં વધારો થયો હતો.ખાવાનું હતું
તે બધું જ રેગીસ્તાનની આંધી સાથે વહી ગયું હતું.હવે કોઈ પાસે કઈ પણ વસ્તું ખાવાની હતી નહીં.

જીગર મને ડર લાગી રહયો છે.તને ખબર છે ને જીગર મારુ એક સપનું છે ,કે હું તારા બાળકની માં બનું અને
તેની સાથે પ્રેમની વાતો કરવા માગું છું.પણ આ રેગીસ્તાનની આજની રાત જોઈને મને લાગે છે કે મારુ એ સપનું પૂરું નહિ થાય.

નહીં કવિતા તું એવા શા માટે વિચાર કરે છો.આપણે ગમે તેમ કરીને કોઈને કોઈ ગામ શોધી લઈશું.

મહેશ આપડા તો હજુ લગ્ન પણ થયા નથી.મારા પપ્પાની ઈચ્છા હતી કે તે મારા લગ્ન ધામધૂમથી કરવા માંગતા હતા,પણ હવે આજની પરિસ્થિતિ જોઈ મને
લાગે છે કે આપણે રેગીસ્તાનમાંથી બહાર નહિ નીકળી શકીએ.

નહીં સોનલ આપણે ગમે તેમ કરીને કોઈને કોઈ ગામ શોધી લેશું.આગળ કોઈ તો ગામ આવશે જ ને.ક્યાં સુધી ગામ નહીં આવે.તું ચિંતા ન કર આપણે લગ્ન ધામધૂમથી જ કરીશું.

મિલન મેં તને ઘરેથી જ કહ્યું હતું કે તું રેગીસ્તાનમાં
કોઈ સારો જાણકાર હોઈ તો જ આપડે જવું છે નહીં તો નહીં ત્યારે તો તું એમ કહી રહયો હતો કે આપણી પાસે રેગીસ્તાનો એક સારો જાણકાર છે.તો આ મૃત્યું ના મો માં પગ કેમ આપડે મૂકી દીધા.

માધવી આપડી પાસે જાણકાર સારો જ હતો.અહીં આવવાના હતા તે પહેલાં જ નક્કી કરી રાખ્યું હતું કે આપડી સાથે આ માણસ આવશે પણ અચાનક તેની તબિયત લથડી અને તેણે તેના છોકરાને મેકલ્યો.જે થયું તે પણ હવે અફસોસ કરવાનો સમય નથી આપણે કોઈ ગામ શોધવું પડશે.

કિશન હું આજ રેગીસ્તાનમાં મારુ મુત્યું હું જોઈ રહી છું.તારી સાથે હું એક એક ક્ષણનો આનંદ લેવા માંગુ છું.હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી તને મન ભરી પ્રેમ કરવા માગું છું.અવની કિશનને બથ ભીડી રડવા લાગી.

નહીં અવની હું તને ગમે તેવી પરિસ્થિતિમાં અહીંથી બહાર નિકાળીશ.જ્યાં સુધી મારામાં જીવ છે ત્યાં સુધી હું તને કહી નહિ થવા દવ.હું તને ખૂબ પ્રેમ કરું છું,આઈ લવ યુ અવની.આઇ લવ યુ ટુ કિશન.

સવાર પડવાને થોડીજવાર હતી સૂર્ય હજુ બહાર નીકળી રહયો હતો.બધાને જલ્દી આ કબ્રસ્તાનમાંથી
બહાર નીકળવું હતું.

જીગર મને એવું લાગે છે,કે આપડે હવે આ બે જ ઊંટને અહીંથી આગળ લઈ જઈ શકીશું.બાકીના ત્રણ ઊંટ તો કાલ રાત્રીના એકવાર ઉભા પણ થયા નથી.

હા,મિલન આપડે રેગીસ્તાનની રેતીમાં જ ચાલીશું.જે થાકે તે ઊંટ પર બેસી જાશે.અત્યારે કવિતા અને સોનલની પરિસ્થિતિ સારી નથી તો તે ઊંટ પર બેસી જશે.હવે આપડે મોડું નથી કરવું અહીંથી જલ્દી નીકળી કોઈને કોઈ ગામ શોધવું પડશે.નહીં તો આજની રાત પણ અહીં રેગીસ્તાનમાં જ વિતાવવી પડશે.

જીગર તું આવું ન બોલ કોઈને કોઈ ગામ તો મળી
જાશે.આપણે થોડું ઝડપી ચાલવું પડશે.સોનલ અને કવિતા ઊંટ પર બેસી ગઇ.બાકી બધા રેગીસ્તાનની રેતી પર ચાલી રહ્યા હતા.

હજુ નવેમ્બર મહિનાની સવારમાં થોડી થોડી ઠંડી પડી રહી હતી.પણ જેવો સૂર્ય નીકળી તરત જ રેતી ગરમ તાપમાં ઉકળવા લાગતી.એ તાપમાં ચાલવું પણ મુશ્કેલ હતું.

સોનલ ચારેય બાજુ કોઈ ગામ દેખાય રહ્યું છે,કે નહીં?
નહીં મિલન મને તો ચારેય બાજુ રેતી સિવાય કઇ દેખાય રહ્યું નથી.પણ આગળ કઈ હોઈ એવું મને લાગી રહ્યું છે.ડમરી ઓ ઉડી રહી છે.

મિલને ઊંટ પર ચડીને તપાસ કરી.તો રેતીની આંધી આવી રહી હતી.જલ્દી એકબીજાના હાથ પકડી લ્યો.
ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એકબીજાનો હાથ છોડશો નહિં.નહિ તો રેતીની આંધી તમને તેની સાથે લઈ જશે.થોડીજવારમાં બધા એક ઊંટની પાછળ એકબીજાના હાથ પકડીને ઉભા રહી ગયા.

*************ક્રમશ**************


રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)