દુશ્મન - 6 solly fitter દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

દુશ્મન - 6



પ્રકરણ – 6

હવે તો મને રડવું પણ નથી આવતું, વારેઘડીએ રડવાનું મન થાય છે પણ આંસુ સૂકાઈ ગયા હોય એવું લાગે છે! બાથરૂમના મિરરમાં મને પોતાને જોઈ હું વારંવાર ચોંકી જાઉં છું, શું થઈ ગયું છે મને? હું જ નથી જાણતો! આ બે મહિનામાં મારી પર શું વીતી છે, તમે જાણશો તો તમે પણ ચોંકી જશો! એકાદ- બે તમાચાની તો મને હવે નવાઈ જ નથી રહી! માર ખાવાની મને આદત પડી ચૂકી છે! પહેલાં ફક્ત સૂવાના રૂમમાં પેલા હરામીઓનો ત્રાસ હતો, જે પણ આવતું, એ ટપલી, તમાચો કે ધબ્બો મારીને ચાલ્યુ જતું પણ હવે થોડા દિવસથી ક્લાસરૂમમાં, પ્લેગ્રાઉન્ડ પર અને આખી સ્કૂલમાં બધી જ જગ્યાએ તે લોકો મને હેરાન કરવા લાગ્યાં, કોઈ જગ્યાએ શાંતિથી બેસવા જ નથી દેતાં, હું એટલો બધો મૂંઝાઈ ગયો છે કે મિસ મને કોઈ સવાલ પૂછે તો મને સમજ પણ નથી પડતી! ઈવન કે હવે તો મને એવી આદત પડી ગઈ છે કે મિસ કંઈ પૂછે એટલે હું હાથ લાંબો કરી દઉં છું! મને એવું જ લાગે કે મિસે મને બે-ત્રણ વાર પૂછ્યું હશે, પણ મને સંભળાયુ નહીં હોય કદાચ! એવું ઘણી વાર થતું અને મિસ ગુસ્સામાં ગમે ત્યાં સોટી મારી દેતાં એટલે હવે હું સામેથી જ હાથ લાંબો કરી દઉં છું કે મિસ ગમે ત્યાં મારે નહીં! હાથ લાંબો કરવાથી કોઈક વાર માર વધારે પડતો અને કોઈક વાર બિલકુલ પણ ન પડતો! મિસ પણ મને એ રીતે જોઈ રહેતાં, જાણે હું કોઈ બીજી દુનિયાથી આવ્યો હોઉં!

આજે પણ એવું જ થયું, મિસ ક્લાસમાં આવ્યાં, અમે બધા ગુડ મોર્નિંગ કહેવા ઊભાં થયાં, મિસે પણ જવાબમાં ગુડ મોર્નિંગ કહ્યું. થોડીવાર પછી મારૂં ધ્યાન ગયું તો મિસ મારી સામે ઊભા હતાં. ઓહ, હું જાગતી આંખે અહીં બેઠો ઘણે દૂર આઈ મીન મારા ઘરે આસ્થા સાથે રમતો હતો, હું સ્વપ્નમાં આસ્થા સાથે રમવામાં ખોવાઈ ગયો હતો. મિસને અચાનક સામે જોઈ મારો હાથ આપોઆપ સોટી ખાવા માટે લાંબો થઈ ગયો!

“આશિષ, વ્હેર આર યુ? આર યુ મિસીંગ સમવ્હેર? તું કઈ દુનિયામાં ખોવાયેલો રહે છે?” કંઈક વિચારમાં ખોવાયેલા રહી તેઓ ફરીથી બોલ્યાં, “પ્લીઝ કમ વીથ મી.”

મને લાગ્યું કે, મિસ પ્રિન્સીપાલ સરને મારી ફરિયાદ કરશે, સર પપ્પાને ફોન કરશે અને મને આ નરકમાંથી છૂટકારો મળશે! મિસ મારો હાથ પકડીને સરની ઓફિસમાં લઈ ગયાં. સર કંઈક કામમાં બીઝી હતા, એમણે મિસને બેસવાનો ઈશારો કર્યો, મિસ પાસેની ખુરશી ખેંચી એની પર બેઠાં, પછી મારા પર ધ્યાન પડતા તેઓ ઊઠીને બાજુની ખુરશી પર બેસી પોતાની ખુરશી પર મને બેસાડ્યો. ઘણા દિવસો પછી મને કંઈક સારૂં લાગ્યું! ભલે તેઓ મારી ફરીયાદ કરવા માટે અહીં આવ્યા હતાં પણ એમનું આ ઈમ્પોર્ટન્સ મારા માટે અનોખું હતું.

“સર, આશિષ બોડીથી તો કલાસમાં પ્રેઝન્ટ રહે છે, પરંતુ મગજથી એ કોઈ બીજી દુનિયામાં ફરતો હોય છે, એને જ્યારે પણ કંઈ પૂછું તો એ ચોંકીને માર ખાવા માટે હાથ લાંબો કરી દે છે!” હું ફરી વિચારોમાં ખોવાઈ ગયો હતો પરંતુ મિસે મારૂં નામ લીધું ત્યારે મારૂં ધ્યાન સરની સામે ગયું, સર ધ્યાનથી મને જોઈ રહ્યા હતા! મિસે વાત આગળ ચલાવી, “એ રીતે જાણે એની કંઈક ભૂલ થઈ હોય, ઈવન કે પહેલી વાર એનું નામ લઉં તો પણ એ ક્યારેક આવું કરે છે! એ કાયમ ગભરાયેલો રહે છે, સર. હું ઘણાં દિવસોથી એને નોટિસ કરૂં છું, આ છોકરો કંઈક પ્રોબ્લેમમાં છે. સર, હું વધુ તો નથી જાણતી બટ આઈ સ્વેર કે એ પોતાનું રમતિયાળ બાળપણ ગુમાવી ચૂક્યો છે! સર, આપ જ કહો છો કે આપણા ફાઉન્ડેશનનો મોટિવ બાળકોનાં આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે અને એમના બાળપણની માવજત કરી એમને બેટર ફ્યુચર આપવાનું છે. મારો ઓપિનિયન છે કે એને ટ્રીટમેન્ટ મળવી જોઈએ! આપ એના મા-બાપને આ વિશે ઈન્ફોર્મ કરો તો બેટર રહેશે, નહીં તો આ રીતનું એનું પ્રેઝંટ એના ફ્યુચરને ડાર્ક બનાવી દેશે!”

“આશિષ, શું થાય છે બેટા? તને અહીં કોઈ પ્રોબ્લેમ છે?” થોડી વાર મારી જેમ વિચારમાં ડૂબેલા રહ્યા પછી પ્રિન્સીપાલ સર ચેર પરથી ઉઠીને મારી પાસે ઊભા રહ્યા, આવો પ્રેમાળ અવાજ સાંભળવાની આદત હું વિસરી ચૂક્યો હતો. સરના મોઢેથી આ સાંભળીને કેટલાય દિવસો પછી મારી આંખમાંથી આંસુ નીકળી આવ્યાં! એમણે મારા વાંસામાં હાથ પસવાર્યો, “અરે ના બેટા, રડવાનું નહીં, તારે ઘરે જવું છે? ચાલ, ચૂપ થઈ જા, જો હું તારા પપ્પાને ફોન કરૂં છું, તું એમની સાથે વાત કર, એમને તારા પ્રોબ્લેમ જણાવ. પછી હું પણ એમની સાથે વાત કરીશ, ઓ.કે?” મેં ગરદન હલાવીને હા પાડી.

“ આશિષ, લે બેટા.. વાત કર. તારી વાત પૂરી થાય પછી ફોન ચાલુ રાખજે.”

“આશુ બેટા” ફોનમાં પપ્પાનો અવાજ રેલાયો, “કેમ છે મારું બેટું?” મારા ગળામાં ડૂમો બાઝી ગયો હતો, ઘણું કહેવું હતું પણ મારો અવાજ જ ન નીકળ્યો. ગળું સાફ કરી હું કંઈ કહું એ પહેલાં પપ્પા ફરીથી બોલ્યા, “અરે બેટું, હું પપ્પા બોલું છું! તને સ્કૂલમાં ગમે છે ને? મેં જોયા હતા તારા ક્લાસમેટ્સને, બહુ ડાહ્યા છે એ છોકરાઓ. તું કંઈ તોફાન તો નથી કરતો ને?”

યુ સી, આ છે મારા પપ્પા! મને કોઈ હેરાન કરે છે કે નહીં? એ પૂછવાને બદલે મારા તોફાન વિશે પૂછે છે! આખી સ્કૂલના છોકરા એમને ડાહ્યા લાગે છે અને હું એમને સૌથી વધુ તોફાની દેખાઉં છું! શું વાત કરું એમની સાથે? એમ કહું કે આશુના તોફાન મસ્તી ઉડી ગયા છે, અને એ એકદમ ડાહ્યો થઈ ગયો છે, તો એ માનશે? નો વે! દુનિયા આખી ઉંધી થઈ જાય તો પણ મારા પપ્પા મને ડાહ્યો નહીં માને! બોલો, લાગી શરત?

“આસ્થા?” સિરિયસલી હવે તો મને એમની સાથે કંઈ વાત કરવાનું મન જ ન થયું, તો મેં આસ્થાને ફોન પર બોલાવી.

“હા, તો ભણવાનું કેમ ચાલે છે? જમવાનું તો ઓ.કે. છે ને?” ઘણા બધા વગર કામના સવાલો પૂછીને પપ્પાએ મારી સાથે વાત કરવાની ઘણી ટ્રાય કરી પરંતુ હવે વાત કરે એ આશુ નહીં! મેં આસ્થાનું રટણ ચાલુ રાખ્યું, અંતે કંટાળી એમણે આસ્થાને ફોન પકડાવ્યો.

“આછુ ભાઈ..” મારી મીઠડી બહેનનો અવાજ સાંભળી દિલમાં ઠંડક ફેલાઈ ગઈ. પપ્પા, મમ્મી, સ્કૂલ, હોસ્ટેલની બધી તકલીફ થોડીવાર માટે ભૂલાઈ ગઈ.

“તું કેમ છે, મારી બબુડી?

“આછુ ભાઈ, આછુ ભાઈ. મમ્મીએ મને માયલું.” એ કાલુ-ઘેલું રડતા રડતા બોલી. હું ચોંકી ગયો. આસ્થા સાથે પણ મારા જેવું જ? એનો શું વાંક? શું કર્યું હશે એણે? મમ્મી અને પપ્પા બીજા કોઈ દુશ્મનને ઘરમાં લાવવાની તૈયારી તો નથી કરી રહ્યાં ને? લાવશે તો પણ મને શું ફરક પડશે? હા, પણ આસ્થાને ફરક પડશે. એની હાલત પણ મારા જેવી થશે તો? હું ખરેખર આખેઆખો ધ્રૂજી ઊઠ્યો. જેવી હાલત મારી થઈ છે, એવી હું આસ્થાની નહીં થવા દઉં, “આસ્થા, ગભરાતી નહીં બબુ, આછુભાઈ આવશે ને તો બધું બરાબર કરી નાંખશે.”

“આશુ, કેમ છે બેટા?” આસ્થાને બદલે મમ્મીનો અવાજ ફોનમાં આવ્યો.

“મમ્મી, આસ્થાને મારતા નહીં પ્લીઝ. આઈ રિક્વેસ્ટ યુ!” ફોન ટેબલ પર મૂકી હું ઓફિસની બહાર નીકળી ગયો. દરવાજા પાસે સર ઊભા હતા, એમને ‘ફોન ચાલુ છે સર’ કહી મેં સીધા ક્લાસ તરફ દોટ મૂકી. એક મિનિટના એ ‘વોક-વે’માં મને આસ્થાનું ફ્યુચર દેખાયું, સેમ ટુ સેમ મારા જેવું! દિવસે હોસ્ટેલની માથાભારે છોકરીઓથી ઘેરાયેલી આસ્થા ભેંકડો તાણી રડતી દેખાઈ, તો રાત્રે અંધારામાં બ્લેન્કેટમાં ભરાઈને ચૂપચાપ આંસુ સારતી આસ્થા પણ મને દેખાઈ! સાંજ સુધી મને બસ એવા જ દૃશ્યો દેખાતા રહ્યા. રૂમમાં પહોંચીને પણ આ વિચારોએ મારો પીછો ન છોડ્યો. મને ખરેખર મારી બહેનનું ટેન્શન માથા પર ચડી ગયું હતું. નિમેષ અને બીજા છોકરાઓની હેરાનગતિ પણ આસ્થા તરફથી મારૂં ધ્યાન ન હટાવી શકી. અંતે થાકી હારીને બધા સૂવા પડ્યા.

બધા છોકરાઓ ભરપૂર ઉંઘમાં હતા, કેટલાક તો મોટા માણસોની જેમ રીતસરના નસકોરાં બોલાવી રહ્યા હતા. એક ફક્ત હું જ જાગતો પડ્યો હતો, આસ્થાનાં ટેન્શને મને ઉંઘ પણ નહોતી આવી રહી. અચાનક મને એક સળવળાટ સંભળાયો. એક પડછાયો મારા બેડ પર ચડી મારી નજીક આવી રહ્યો હતો! એણે મારી નાઈટસૂટની પેન્ટ ખેંચીને ઉતારવાની ટ્રાય કરી. એના વાળથી મેં એ પડછાયાને ઓળખ્યો, એ નિમેષ હતો! સાલા પર એમ પણ મને ગુસ્સો તો ઘણો જ આવતો હતો, અને ઉપરથી આસ્થાનું ટેન્શન, વધુમાં એણે મારી પેન્ટ ખેંચી. એ મારા બે પગની બરાબર વચ્ચે બેસ્યો, મેં એક પગ અડધો વાળ્યો અને મારામાં હતી એટલી હિંમત એકઠી કરીને જોરથી કચકચાવીને એક લાત એના મોઢા પર મારી! ખન્નન્ન્.. ના અવાજ સાથે એનું માથું પાછળના સળિયા સાથે અથડાયું.

“આહ” બોલીને એ માથું પકડીને સળિયા સાથે જ બેસી પડ્યો. અગિયાર છોકરામાંથી ફક્ત એક છોકરો રાજેશ જરા અમથો સળવળ્યો, બાકી બધા એમ જ હજી સૂતા હતા! મારે કંઈક એવું કરવું હતું કે એ ફરી એક્ટીવ જ ન થાય! જો એ એક્ટીવ થયો તો મને બહુ મારશે, એ વાત તો પાક્કી હતી. એક મૂવીમાં જોયેલી હીરોએ વિલનને મારેલી કરાટેની ચોપ મને અચાનક જ યાદ આવી. એ હીરો પણ મારા જેવો ઠીંગણો જ હતો! એક ટ્રાય કરવામાં શું જાય છે? ઉતાવળે નજીક જઈ મેં સીધા હાથની આડી હથેળી એની ગરદનમાં મારી, ઠીંગણા હીરોએ મારી હતી એમ જ! કંઈ પણ બોલ્યા વગર જ એ બેડ પર આડો પડી ગયો. એનું માથું બેડની પાછળ લટકી પડ્યું અને એક હાથ પણ! સાલો મરી ગયો કે શું? હવે મને બીક લાગી. જો આ મરી ગયો હશે તો મારી આવી બનશે! ભાગી છૂટું?

એમ પણ સાંજથી ભાગી છૂટવાનો વિચાર કેટલીય વાર આવી ચૂક્યો હતો, પણ હિંમત થતી ન હતી. પણ હવે એ સિવાય છૂટકો જ ન હતો. હળવે રહી હું નીચે ઉતર્યો, બીજા બધા હજી ઘોડા વેચીને જ સૂતેલા હતા. બિલકુલ અવાજ કર્યા વિના હું બાથરૂમ ગયો, હાથ-મોં ધોયું, કપડા બદલ્યા. પેટીમાંથી થોડા કપડા બેગમાં નાંખ્યા અને હળવે રહીને દરવાજો ખોલ્યો. મારા બેડ પર ફરીથી જોયું તો નિમેષ હજી એમ જ પડ્યો હતો. ફરી એક વાર મારી રૂવાંટી ઊભી થઈ ગઈ. ભાગ્યા વિના છૂટકો ન હતો, પણ ક્યાં જવું? એ સવાલ હજી ઊભો હતો. બહાર જોયું, પેસેજ ખાલી હતો. મેઈનગેટ સુધી પહોંચવામાં મને કોઈ તકલીફ ન પડી. ગેટની સાથે બાંધેલી ખુરશી પર વોચમેન અંકલ નસકોરાં બોલાવતા પગ ફેલાવીને પડ્યા હતા. એમને પણ એક ચોપ મારીને ચાવી કઢાવી લેવાનો વિચાર આવ્યો, પણ આ તો મોટો માણસ હતો, ઉઠી ગયો તો મારો ભાગવાનો પ્લાન ફેલ કરી નાંખશે એ બીકથી માંડી વાળ્યું!

આ તો મેં સોચ્યું જ ન હતું કે વોચમેન અંકલ પાસે ચાવી કઈ રીતે કઢાવવી? શું કરવું એ ટેન્શનમાં મને પરસેવો થવા લાગ્યો હતો. દિવાલ બહુ ઊંચી હતી, બાકી કૂદવાનો વિચાર પણ આવ્યો જ હતો. વોચમેન અંકલ થોડા હાલ્યા અને પગ લાંબા કરી સામેની ખુરશી પર ફેલાવ્યા. મારી આંખ એમના લાંબા થતા પગને જોઈ ચમકી ગઈ! એ ખુરશી પર એમના પગની પાસે ચાવીનો ઝૂમખો ચમકતો પડ્યો હતો!

ક્રમશઃ..