Mosam books and stories free download online pdf in Gujarati

મોસમ

સવાર ના ૬ વાગ્યાં હશે... એલારામ નો અવાજ સાભંળી રવી એ એલારામ બંધ કર્યું અને વળી પાછો સૂઈ ગયો...થોડી‌ વાર પછી‌ ઘર ની બેલ વાગી.... બેલ સતત‌ વાગતી રહી...એટલે ગુસ્સા માં આવી ને રવી એ બૂમ પાડી..

"મોસમ...મોસમ....જો તો કોણ સવાર માં આમ બેલ વગાડે છે..."


થોડી વાર સુધી‌ કોઇ અવાજ ન આવતાં.. રવીએ ફરી‌ થી બૂમ પાડી...
"મોસમ ?"

અને ઊઠી ને બહાર આવ્યો... ઘર માં નજર ફેરવી પણ કોઈ ન દેખાયું... એટલે દરવાજો ખોલવા ગયો...દરવાજો ખોલતા જ સામે સોસાઈટી નો કેરટેકર યાદવ ઊભો હતો...

"શું છે ...સવાર સવાર માં?" રવી થોડી ઊંઘમાં અને મોસમ ક્યાં ગ‌ઈ..? તે વિચારતો ગુસ્સામાં બોલ્યો...

"માલિક, અ...આ ચિઠ્ઠી .... મેમસાબ આપી ગયા‌ છે.. હમણાં જ આપ ને આપવાનું કીધુ હતું એટલે...."
આટલુ કહી ને યાદવ એ ચિઠ્ઠી રવી તરફ લંબાવી..

રવી એ‌ ચિઠ્ઠી હાથ માં લીધી..અને યાદવ તરફ જોયાં વગર દરવાજો બંધ કરી દીધો...

તે‌ અંદર આવી સોફા પર બેઠો અને ચિઠ્ઠી ને જોવાં લાઞ્યો...

"વ્હાલાં રવી,

તું વિચારતો હશે કે સવાર સવારમાં આ મોસમ ક્યાં જતી રહી અને આ વળી ચિઠ્ઠી નાં શું નાટક છે ... પણ જણાવી દવ આ કોઇ નાટક નથી... આપણા વચ્ચે હંમેશા કંઈક ખૂટતું હતું...સાથે પાંચ વર્ષો કાઢ્યા કંઈ રીતે એ જ સમજાતું નથી... તું હંમેશાં તારી દૂનિયામાં જીવ્યો અને મે તારી દૂનિયાને મારી બનાવવા નાં પ્રયત્નો માં ... હુ ભૂલી જ ગયેલી કે તને મારા પ્રમ માં પાડવાં હું પોતાના જ લાયક ન રહી.. હંમેશા તારી ખુશી ની ચિંતા કરી.. કે કંઈ રીતે તું પણ મને એટલો જ પ્રેમ કરતો થાય જેટલો હું તને કરતી આવી છુ... તું વિચારતો હશે હું પણ મોસમ તને ચાહું જ છું ...

હા, રવી તું મને ચાહે જ છે ... તો પણ આપણે દૂર છે ... તું મને એટલી જ ઓળખી શક્યો જેટલી મે તને પોતાને ઓળખવા દીઢી.. તું એ કોઈ દિવસ મને તારી રીતે જાણવાં નો પ્રયાસ કર્યો ?... રવી હું આજ સુધી એ આશા માં જીવતી રહી કે કોઈક દિવસ તું આવી ને કહીશ કે મોસમ તારાં વિના મારૂં જીવન અધૂરું છે પણ તું ન આવ્યો... આટલો સમય જીવી તો હવે શું કામ આવાં નાટકો કરું છુ એ તું વિચારતો હોઈશ... તો જણાવી દવ ... હું માતા બનવાની છું...અને તું પિતા... જ્યારે મને ગ‌ઈ કાલે આ વાત ની જાણ થ‌ઈ હું દોડી ને તારી ઓફિસ માં આવી હતી... ત્યાં મેં જે જોયું ....એ મારા થી ભૂલાતૂ‌ નથી.. તું અને કામ્યા... મારી નાનપણ ની સખી..તમે બે એક બીજા માં ખોવાયેલા હતાં એટલાં કે મારાં આવવાં ની પણ જાણ ન હતી તમને... ત્યારે મેં તારી આંખો માં એ પ્યાર જોયો જે હું પાંચ વષોથી મારાં માટે શોધતી હતી....

જો રવી, મને સમજતાં થોડી વાર લાગી પણ સમજી ગ‌ઈ કે તું મને ચાહે છે મારું સન્માન કરે છે કારણ કે હું તું એ જાતે સમાજ માં લિધેલી તારી જવાબદારી છું.... પરંતુ આ જે સંતાન આવશે એ તારાં માટે નાં મારાં અનહદ પ્રેમ નું પ્રતીક હશે.... જેનાં પર માત્ર ને માત્ર મારો અધિકાર હશે... અને મારાં માટે તું અને હું જુદા નથી...તો આજે હું મારાં એ પતિ ના અંશ ને સાથે લ‌ઈ જાવ છું જેને હું પ્રમ કરતી છું...

તું આજ થી મારી તમામ જવાબદારી ઓ માંથી આઝાદ થાય છે... છેલ્લે એટલુ ક‌હીશ ... તું એ જે રીતે આજ સુધી પ્રમ વગર નો જે પ્રમ આપ્યો એ માટે હું આભારી છું... હવે મારી ચિંતા કર્યાં વગર તું અને કામ્યા ખુશ રહો....

લિ. તમારી પત્ની
મોસમ

* * *


ત્રણ વાર ચાર વાર પત્ર વાંચીને ને રવી એકદમ રડી પડ્યો... એને દુ:ખ એ વાત નું હતું કે મોસમ ને સમજી જ ન શકયો..એને અને કામ્યા ને લાગતું કે મોસમ ને હકીકત ની જાણ થશે તો એ ગુસ્સે થશે રવી ને સમાજ માં બદનામ કરશે...પણ આ તો કીધાં વગર એક પણ સવાલ વગર જતી રહી...્

એક વર્ષ પછી...

"ચાલ રવી ઊભો થા.... નવ વાગ્યા... "...
"હા, બેબી...." રવી ઊભો થયો ... અને સીધો બાથરુમ માં જ‌ઈ ફે્શ્ થ‌ઈ બાહર આવ્યો...


"મોસમ નાં કોઇ ખબર?"


"નાં, પરંતુ ડિટે્કટીવ ની શોધ જારી છે એક દિવસ તો મોસમ ને શોધી જ લેશુ..."


"કામ્યા, એક વાર બસ માફી માંગવી છે કે એનાં પતિ તરીકે હું અને સખી તરીકે તું એને સમજી ન શક્યાં..." રવી એ નિરાશ થ‌ઇ કહ્યું


"હા,‌ રવી આજે આપણે સાથે છે એ મોસમ નાં કારણે... આપણાં પર એનો બહુ ઉપકાર છે"


"આપણા‌ માટે ઉપકાર એના માટે આ મારાં અને તારાં પ્રત્યેય નો પ્રમ... સાથે રહી‌ને ન સમજી શકયો એ દૂરી એ સમજાવ્યું કે સાચ્ચો પ્રેમ અને બલિદાન એટલે મોસમ"


બીજા રસપ્રદ વિકલ્પો