My wife books and stories free download online pdf in Gujarati

માય વાઈફ

આજે પણ રોજ ની જેમ જ મમ્મી ની કોઈક વાત ને લ‌ઈ ને આરતી રડતી હતી ... હું એને શાંત પાડવાની ટ્રાય કરી રહ્યો હતો... એક બાજુ‌ ઓફિસ નું કામ પેન્ડિગ પડ્યું હતું

"આરતી, હું ઓફિસ માં છુ.. પ્લીસ કન્ટ્રોલ યોર સેલ્ફ... રાત્રે આવી ને વાત કરું બાઇ"

"પણ, રાજ... સાંભળ.." આરતી ક‌ઈક કહેવા જતી હતી અને મેં કંટાડી ને કોલ કટ કરી દિધો...

સાત મહિના જ થયા હતાં અમારા લગ્ન ને.. પહેલાં જોવાનુ રાખેલુ પણ ફેમિલી ને ન ગમ્યું હોવાથી ત્યારે ના પાડેલી પછી અમારુ એક બે વાર મોલ માં અને લગ્ન પ્રસંગે મળવા નું થયેલુ એમાં વાતો ચાલુ થઈ અને ધીરે ધીરે પ્રેમ ની શરૂઆત થ‌ઈ .. એ પણ મને એટલો જ પ્રેમ કરતી જેટલો હું એને ... બંને ના ઘરે થી લગ્ન માટે ઊતાવળ હોવાથી મારાં માટે છોકરીઓ અને એના માટે છોકરાઓ જોવાઈ રહ્યાં હતાં.. આખરે એણે એના ઘરે અમારી બધી વાત કરી અને એનાં મોમ ડેડ માની ગયા મને ઘરે બોલાવ્યો અને મારા ઘરે વાત કરવા જણાવ્યું....

મને બીક હતી કે આગળ મારે ત્યાથી નાં હતી તો હવે માનશે કે કેમ.. પરંતુ મારા મોમ ડેડ થોડા જ સમય માં તૈયાર થ‌ઇ ગયા... અરે, મોમ એ તો એટલે સુધી કહ્યું કે તારી પસંદ એ અમારી ...વહુ નહિ દિકરી લાવીશું ...

અને ખરેખર એવું જ થયું ... આરતી ના ઘર માં આવવાની સાથે મોમ અને મારી બે બહેનો એને પાંચ મિનિટ એકલી નથી મૂકી.... સાચ્ચે જ મારી મોમ એ એને દિકરી ની જેમ રાખી.. મારી બહેનો અને એના વચ્ચે કોઇ ફર્ક ન હતો ...

પરંતુ ધીમે ધીમે આરતી મને કહેવા લાગી કે મારી પાસે એના માટે ટાઈમ ન હતો ... આપણ ને એકલા માં ટાઇમ નથી મળતો ... અને એ રડતી પણ ખરી...

પહેલા પહેલા હું સમજાવતો પછી મેં જોયુ કે મોમ એનુ જેટલુ કરે છે એટલો પ્રેમ એ સામે મોમ ને નથી આપી શકતી... એટલે એના બદલે મેં મારી ફેમિલી ને ટાઈમ આપવાનું ચાલુ કર્યું કે મોમ ને કશું ખોટું ન લાગે ... કારણ કે મોમ એ તો બધી રીતે એને અપનાવી હતી... અને એ વાત પર મને મોમ પર ગર્વ હતો...

એક દિવસ અમે મૂવી જોવા જવના હતાં તો મોમ ને એક બહેન પણ આવવા રેડી થયા ... કે મારા દિકરાઓ જોડે આજે હું જ‌ઈશ.. આરતી એ પણ ના નહતી પાળી ખૂશી થી એમને જોડે લીધા.. પણ ત્યાં એ મારી બાજુ માં બેસવા જતી જ હતી કે મોમ બેસી ગયા એણે આશા ભરી નજર થી મારી સામે પણ જોયેલું કે હું એને મારી બાજુ માં બેસાડું પણ મેં એને કહ્યું તુ મોમ ની અને સાલુ જે મારી બેન હતી એની વચ્ચે બેસી જા ... એ બેસી તો ગ‌ઈ પણ ઈન્ટરવલ માં બાહર આવી ને બહુ રડી ... મને સમજાતું જ ન હતું કે એમાં એટલી મોટી વાત શું થ‌ઈ ગ‌ઈ?

અને આજે વળી પાછુ એનું એ જ... હું હવે ખુબ કંટાળી ગયો છું એને સમજાવી ને... એટલે જાણી જોઈ ને રાત્રે ઘરે મોળો પહોંચ્યો... મોમ એ દરવાજો ખોલતા જ કહ્યું ..

"દિકરા મેં બધું કર્યું .. એને દિકરી બનાવવા પણ ખબર નહીં શું ખામી રહી ગ‌ઈ સવાર થી રુમમાં છે ખાધું પણ નથી..."

"મોમ હું સમજાવ છું એને તું ચિંતા ન કર... તારી કોઈ ભૂલ નથી"

અને હું રુમ માં ગયો રોજ ની જેમ જ એ પાણી લ‌ઈ આવી ... અને ખાવાનું ગરમ કરવા જતી હતી.. કે મેં એને પકડી મારી તરફ ફેરવી..

"શું રોજ ના નાટક માંડ્યા છે આ?" હજુ તો હું કંઈક આગળ બોલું એ પહેલાં મેં એની આંખો જોઈ ... સાવ કોરી... ન એ રડતી હતી ન સામે જવાબ આપતી હતી ... હું અંદર થી હચમચી ગયો એને જોઈ ને....

એણે ધીરે થી મારી આંખો માં જોયું...

"સોરી, રાજ... હવે તને કશું એવુ નહીં કહું જે તને તકલીફ પહોંચાડે" આટલું કહીને એ રસોડા તરફ ચાલી ગ‌ઈ...

સાથે જમ્યા ... બધા જોડે નોરમલ હતી હવે એ.. પણ મને કંઈક ખૂંચતું હતુ... હવે તો મારાં થી વધારે મોમ સાથે રહેતી એ બધા ખૂશ હતાં પણ મને ... આખી રાત ઊંધ ન આવતી કે એને શું થ‌ઈ ગયું...

આખરે મેં મારી એક ફ્રેન્ડ જે સ‌ઈકોલોજી થેરેપીસ્ટ હતી... એને બધી વાતો કરી ...

એણે પહેલાં આરતી ને ઘરે બોલાવી એનાં સેસન લીધા..પછી મને પણ સેસન લેવાં જણાવ્યું.. મારે મારી આરતી ને પહેલા જેવી જ કરવી હતી માટે હું પણ રેડી થ‌ઈ ગયો પહેલાં તો એણે અમારાં બંને ની બધી વાતો સાંભળી... પછી એણે એક દિવમ મને એકલાં ને સેસન માટે બોલાવ્યો ...

એણે કહ્યું " હું તને એક નાની સ્ટોરી કહું લાસ્ટ માં તારે મને હું જે પુંછું એનો જવાબ આપવા નો છે"

મેં કહ્યું "ઓ.કે"

"તો સાંભળ.. એક રાજકુમારી હતી .. એનુ નામ કેલિના હતું .. એનાં મોમ ડેડ હંમેશા એને જે કંઈ જોઈતું એ બધું લાવી આપતાં એનાં ડેડ તો એક મિનિટ માટે પણ કેલિના ને એકલી ન મુકતાં ..હંમેશા ચાર બોડીગાર્ડ એની સાથે રહેતાં એની પાસે બંધુ જ હતું... પરંતુ એ હંમેશા મહેલ ની બાહર જવા ના સપના જોતી.. એની આજુબાજુ બધા એનું ધ્યાન રાખતાં... પણ એની એક જ જીદ કે બાહર ની દુનિયા જોવી છે...એવી રીતે બાહર જવાના સપનાં જોતા જોતા એ મોટી થય ગ‌ઈ... એના માટે સ્વયંમવર યોજાયું.... એને આશા હતી કે એનો રાજકુમાર એને આ મહેલ માંથી લ‌ઈ જશે..પણ એનાં ડેડી એ સરત મૂકી કે જેને કેલિના પસંદ કરશે તે આ રાજ્યો નો રાજા બનશે અને પોતાની દિકરી અને પરિવાર સાથે અહીં જ રહેશે... સ્વયંવર ત્રણ દિવસ માટે યોજાયું હતું .. છેલ્લા દિવસે કેલિના એ પોતાના રાજકુમાર ની પસંદગી કરવાની હતી ... છેલ્લા દિવસ ની આગલી રાત્રે એક ચોર મહેલ માં ઘુસી ગયો અને ફરતો ફરતો રાજકુમારી ના કક્ષ માં ગયો .. એને જોઈ કેલિના ભાગવા જતી હતી કે એણે એને પકડી લીધી... અને કંઈક સુઘાડ્યુ જેથી કેલિના બેહોશ થ‌ઈ ગ‌ઈ.. જ્યારે એણે આંખો ખોલી એ એક નદી કિનારે જંગલ માં હતી.. એને મહેલ ની બાહાર બધું જોઈ ને ખુબ નવાઈ લાગી .. આખરે પેલા ચોર એ એને પાછું ઘરે જવા કહ્યું ... પણ તે ન ગય.... એને શોધવા આવેલ મોમ અને ડેડ ને પણ એણે પાછાં રવાના કર્યાં કે હવે મારે ત્યાં પાછું નથી આવવું"

"હવે તારો સવાલ એ છે રાજ.. કે શું એણે સાચ્ચું કર્યું મહેલ માં ન જ‌ઈ ને?"

"એણે જે કર્યું એ એકદમ બરાબર કર્યું... ત્યાં મહેલ માં એની પાસે બધું હતું પણ જે એને અને આપણાં બધાં ને જોઈયે એ આઝાદી ન હતી... એણે બાહર ની દુનિયા જોઈ ને નકકી કર્યું કે એણે પાછી નથી જવું મતલબ એ મહેલ ની બાહર જીવવા માટે જ બનેલી હતી...." એક પણ મિનિટ નો વિચાર કર્યો વગર મેં જવાબ આપ્યો...

અને થેરેપીસ્ટ હસી પડી.....

"તારી વાઈફ જોડે પણ એવું જ થાય છે રાજ... એ તારી ઘરે પ્રથમ તારી વાઈફ બની ને આવી છે.. નહીં કે તારી મોમ ડેડ અને બહેનો ને ખુશ કરવા... એની પાસે પોતાની મોમ છે ડેડ છે બહેન છે... ખાલી હસબન્ડ ન હતો... તેથી જ એણે લગ્ન કર્યા... અને હવે એનો હસબન્ડ તું છે... તું પહેલા એને વાઈફ તો બનવા દે... પછી એ જાતે જ ઘર ની દિકરી પણ બની જશે... તું અને તારૂં ફેમિલી એને ઘર માં સેટ કરાવવાં ને દિકરી બનાવવાં માં જ લાગી પડ્યાં... એતો અહીં તારી વાઈફ બનવા આવી હતી... તું પહેલા એનો પતિ બન એને તારી પત્ની બનવા દે દિકરી બનતાં એને વાર નહીં લાગે... તારો સમય આપ ... તારો પ્રેમ આપ...."

"એ મને આટલું જ સમજાવવાની કોશિશ કરતી રહી યાર, અને હું એને સમજી ન શક્યો...એને મારાં મોમ કે ફેમિલી થી પ્રોબ્લેમ ન હતી.. એટલે એ કશું બોલતી નહોતી રડી પડતી બસ... "

"હા, એન્ડ લાસ્ટ ટાઈમ તું એ એને એકદમ જ ઈગનોર કરી એટલે એને તું સમજશે એવી આશા હતી એ ન રહી... એટલે એણે હવે દિકરી જ બનવા નું ચાલું કરી દિધું... તારી પત્ની બનવા ના સપના એણે ભુલાવી દિધા"

"હું બધું સરખું કરી દ‌ઈશ"


* * *


બે મહિના પછી...

"ચાલ સ્વીટી લેટ થાય છે"

"મોમ ડેડ ને પણ સાથે લ‌ઈ લ‌ઈયે ને ડિનર પર રાજ... એલોકો એકલા શું કરશે?" આરતી એ રુમ માંથી આવતાં કહ્યું

"મોમ ડેડ પણ જાય જ છે બહાર મૂવી જોવા .. અને જમવાનું આપણે લ‌ઈ આવીશું .. આ ડિનર... આપણું છે... આપણાં બે નું "


એટલાં માં આરતી ની સાસુ આવી અને આરતી ની પીઠ પર મમતા ભર્યો હાથ ફેરવતાં કહ્યું..

"હા, બેટા તું અમારી ચિંતા શેની કરે છે આટલી ...જાઓ બંને..મજા કરો..."

અને આરતી હસતી હસતી બાહાર નીકળી ગય...

......


બીજા રસપ્રદ વિકલ્પો