soulmate books and stories free download online pdf in Gujarati

સોલમેટ

"What if you meet your soul-mate after you meet your life partner....???"

એક વાર બે વાર .. ઘણી વાર‌ ફોન માં એક ફોટા માં દેખાતો આ પ્રશ્ર હું વાંચતી રહી.... આનો શું મતલબ મારાં મગજ એ સવાલ કર્યો.... અને દિલે તરત જવાબ આપ્યો....

"આનો મતલબ એ જ કે તો શું થાય જો તમે તમારાં જીવનસાથી ને મળ્યાં પછી તમારાં આત્માથી જોડાયેલાં વ્યક્તિ એટલે કે તમારાં સોલમેટ ને મળો???
શું થઈ શકે... લગ્ન બાદ સોલમેટ ને મળો તો પણ શું?‌ ભાગ્યે જ કોઈ એવું હશે જે‌ હિંમત કરી ને લગ્ન તોડી પોતાનાં સોલમેટ સાથે જીવન વિતાવે.... "

"કાવ્યા... મારી ચા રેડી છે ને?" અંદર થી ધીરજ નો અવાજ આવતાં મારી વિચારો ની શૃંખલા તુટી હું તરત ઊભી થઈ અને રસોડાં માં જતાં ધીરજ ને બૂમ પાડી....

"તમે આવો એટલે તૈયાર..."

એ પાછળ થી આવી ને અચાનક મને ભેટી પડ્યાં... હું જરા ખુશ થઈ અને જરા શરમાય ગઈ... અને કેમ ખુશ નાં થવ... લગ્ન ને પાંચ વર્ષ વિતી ગયાં હતાં.... અરેન્જ મેરેજ ભલે હોય પરંતુ અમે લગ્ન પહેલાં સાથે ફરેલાં... એક બીજાને ઓળખવાની એ કોશિશ ... દરેક વાત કહેવા ની એ આદત લગ્ન નાં છ જ મહિનામાં બધું જ જાણે ફેરવાય ગયું... એ એમનાં કામ માં વ્યસ્ત થઈ ગયાં અને હું એનાં પરિવાર ને સાચવવામાં...

એમ બહુ મોટું ફેમિલી ન હતું એમનું.... બસ મમ્મીજી અને એક નાની અને એક મોટી બહેન.... મોટી બહેન તો પરણી ગઈ હતી... અને નાની હજી બારમાં માં હતી.... અમારાં બંનેની ફેમિલી એ અમને એકબીજા માટે પસંદ કરેલા... પહેલાં બધું સપનાં જેવું લાગતું ધીરજ મારું ધ્યાન રાખતાં... મને સમય આપતાં... પરંતુ હવે જાણે કામ‌ અને એમનો પરિવાર ‌....

ના, ખોટું ન વિચારતાં.. મને એમનાં પરિવાર સામે કોઈ વાંધો નથી... પરંતુ જે સમય અમારો હોવો જોઈએ એ તો મને આપી જ શકે ને?... મારાં સાસુ પણ હંમેશાં કહે છે હવે બાળક લાવી દો.... પાંચ વર્ષ થઈ ગયાં... મેં ધીરજ ને બાળક માટે કહ્યું તો એણે ચોખ્ખી નાં પાડી દીધી હમણાં કંઈ નહીં... મને હતું કદાચ બાળક નાં આવવાં થી અમારાં જીવન માં પ્યાર ફરી આવે...આજે ઘણાં દિવસે ધીરજ‌ આમ મારી પાસે આવ્યાં હતાં.... હું એમની તરફ ફરી.... એમણે મારી આંખોમાં જોતાં કહ્યું...

"તું તારી જવાબદારી ઓ કેટલી સહજતાથી ઉઠાવે છે અને મારાં થી તને સમય નથી અપાતો... પરંતુ આવતી કાલે આપણી એનીવર્સરી છે તો હું તને મુંબઈ ની બેસ્ટ હોટેલ તાજ માં ડિનર માટે લઈ જઈશ... બસ હું અને તું...."

એમની વાત સાંભળી હું રોમાંચિત થઈ ઊઠી કદાચ હવે અમને વાત કરવાનો એક બીજાની નજીક આવવાનો સમય મળશે....

* * * * * *

હું મસ્ત રેડ એન્ડ બ્લેક સાડી પહેરીને રેડી થઈ.... મારે આજે એટલું સુંદર દેખાવું હતું કે ધીરજ મને જોય તો જોતાં જ રહી જાય...

કલાક થી હું ધીરજ ની રાહ જોવ છું હજી આવ્યાં નથી... એમનો ફોન પણ બંધ આવે છે..... મારો મુડ ખરાબ થઈ રહ્યોં હતો... સહનશક્તિ ધટતી જતી હતી.... એક સાંજ જ માંગી હતી ને એ પણ... હજી હું આગળ કશું વિચારું ધીરજ નો ફોન આવ્યો..... મેં એક સારી ગૃહિણી ની જેમ પોતાનો ગુસ્સો શાંત કરતાં ફોન ઉપાડ્યો...

"કેટલે પહોંચ્યા ? હું કયારથી રાહ જોવ છું" મેં બને એટલી શાંતિ થી પૂછ્યું

"તું તાજ પર પહોંચ કેબ કરીને... હું ત્યાં જ આવ છું....મને અહીં થી નીકળતાં હજી વાર લાગશે...." ધીરજ એ કહ્યું

"પણ..." હું હજી કશું કહું કે પુંછું એટલી વારમાં તો સામેથી ફોન મૂકાઇ ગયેલો...

* * * * *

હું કેબ કરી ને તાજ પર પહોંચી... અંદર એકલું જવું થોડું ઓકવર્ડ લાગ્યું એટલે હું ચાલીને ગેટવે ઓફ ઈન્ડિયા પર પહોંચી અને એક જગ્યાએ ઊભી રહીને સંમુદર ને નીહાળવા લાગી...

જેમ જેમ લહેરો આવતી મારાં વિચારો ચાલતા ....

"શું આજ માગ્યું હતું? આવું લગ્ન જીવન?? હું એને સાચ્ચે જ ચાહું છું કે એ માત્ર મારો વહેમ છે.... કે આટલાં વર્ષો એની સાથે રહી તો એની આદત?? પ્રેમ‌ આવો હોય???" અને હૃદય જવાબ આપતું.....

"પ્રેમ તો પહેલાં વરસાદ જેવો હોય... દરેક લોકો એની રાહ‌ જોય પરંતુ જ્યારે એ વરશે એનાથી જ દુર ભાગી ને બચવાની જગ્યા શોધે....આ દરિયા જેવો દરેક ને ખબર હોય કે ઊંડો છે પરંતુ એની અંદર શું અને કેટલું છુપાયેલું છે એ કોઈ નથી જાણી શક્યું....‌પ્રેમ થાય તો જીવન જીવવાનું મન થાય.... આઝાદી નો‌ અનુભવ થાય"

હૃદય ની વાત સાંભળી મગજે તરત દલીલ કરી...
"આ બંધુ વાર્તાઓ અને પિક્ચરો માં થાય... આ રીયલ લાઈફ છે આમાં જે મળે... જેની સાથે રહો એને જ પ્રેમ કરતાં થઈ જવું પડે.... નહીં તો વગર પ્રેમે એની સાથે જ જીવન વિતાવવું પડે...."

મગજ ની દલીલ સામે હૃદય હાર થોડી માને એણે સામે જવાબ આપ્યો....

"જે એ રીતે જીવે છે એ‌ પ્રેમ‌ નહીં બંધન કહેવાય.... પ્રેમ તો આઝાદી આપે.... આકાશ માં ઉડતાં શીખવે....."

હજી આગળ કોઈ દલીલ થાય એ પહેલાં એક છોકરો લગભગ પાંચ વર્ષ નો મારી સાથે અઠડાયો... મેં એની તરફ જોયું અને સ્માઇલ આપી....એ મારી પાછળ છુપાય ગયો અને ધીરેથી કહ્યું...

"આન્ટી મને બચાવો... આ મને કિડ્નેપ કરવાં માંગે છે" એણે આંગળી થી સામેથી આવતાં એક વ્યક્તિ તરફ ઈશારો કરતાં કહ્યું.... મેં એ તરફ જોયું એક માણસ લગભગ ૩૦ વર્ષ નો દેખાવે શરીફ લાગતો બ્લેક એન્ડ બ્લુ કલર નાં ફોર્મલ કપડાં માં ભાગતો અમારી તરફ આવી રહ્યોં હતો.... એનાં હાથમાં એક ગન પણ હતી.. એ જોય ને મેં પેલા બાળક ને પોતાની પાછળ છુપાવી દિધો એટલી વારમાં પેલો માણસ અમારી સાવ નજીક આવી ગયો હતો...

"રૂદ્ર બાહાર નીકળ... " એણે મારી તરફ જોયાં વિના પેલાં છોકરાં ને ધમકાવતા કહ્યું.... એ છોકરો વધુ મારી પાછળ સંતાઈ ગયો... મારાં થી ના રહેવાયું એટલે હું આગળ આવી અને ગુસ્સામાં કહેવા લાગી...

"શરમ નથી આવતી આવું કામ કરતાં.... " ઉપર થી નીચે એની તરફ જોઈ ને ઉમેર્યું "લાગે તો સારાં ઘરનો છે... બોલ કોણે તને આને કિ્ડનેપ કરવાં મોકલ્યો... બોલ નહીં તો હમણાં પોલિસ ને કોલ કરું છું.... બોલ જોય" મેં આંખો નચાવતાં કહ્યું.... એ મારી તરફ પહેલાં કન્ફયુઝ અને પછી પ્યારભરી નજરો થી જોય રહ્યોં.... ને પછી હસવા લાગ્યો ... અને કહ્યું...

"હું અને કિડ્નેપર...?? આ મારો જ દિકરો છે મેડમ.... એ ત્યાં હોટેલ ની પાર્ટી માં કંટાળો આવતાં અહીં ભાગી આવ્યો હતો હું એને લેવાં માટે આવ્યો છું...."

"બંદુક લઈ ને કોઈ પોતાનાં દિકરાને લેવાં આવે??" મેં એનાં હાથમાં રહેલી બંદુક તરફ ઈશારો કરતાં કહ્યું....

"ઓહ... આ તો રમકડાં ની છે... જોવ.... એ ત્યાં થી કોઈ છોકરાં ની લઈને ભાગતો હતો તો મેં એનાં હાથમાંથી લઈ લીધેલી...." એણે મને બંદુક બતાવતાં કહ્યું

"ઓહ... પણ આ તો એમ કહે છે કે તમે એને કિડ્નેપ કરવાં માંગો છો" મેં પેલાં છોકરાં તરફ જોયું અને એને પ્યાર થી પૂછ્યું...."આ તારાં ડેડી છે બેટા....??"

એ છોકરાં એ પેલાં માણસ સામે જોયું એ તેની સામે આંખો કાઢતો હતો... એટલે મેં એને સમજાવતાં કહ્યું..

"ડરવાની જરૂર નથી બેટા... સાચ્ચું બોલ...."

એણે ધીમે થી જવાબ આપ્યો... "સોરી આન્ટી, એ મારાં ડેડી જ છે... બટ મારે ત્યાં પાર્ટી માં નથી જવું.. અહીં રમવું છે..." એની વાત સાંભળી મને જરા અફસોસ થયો કે મારે પહેલાં એ માણસ ની વાત પણ જાણવી જોઈતી હતી...

"આઈ એમ રીયલી વેરી સોરી..... " મેં માફી માંગતા કહ્યું

"ઈટ્સ ઓકે " એ આગળ કંઈ કહે એ પહેલાં એલોકોનો ડ્રાઈવર પાછળ કાર લઈને આવી પહોંચ્યો.... એ માણસે ડ્રાઈવર સાથે પેલાં છોકરાં ને મોકલી આપ્યો અને પછી મારાં તરફ ફરતાં કહ્યું...

"હાય આઈ એમ સમીર ... સમીર અનુવાલ્યા...."

"યુ‌ મીન‌.. યુ‌ આર ધ સમીર‌ અનુવાલ્યા... સ્ટોક માર્કેટ કિંગ....??"‌‌ હું એની સામે જોતી જ‌ રહી ગઈ ‌આટલો મોટો બિઝનેસ‌ટાઈકુન.... જે આખું મુંબઈ ખરીદવાં ની ઔકાત રાખે તેને હું કિડ્નેપર કહેતી હતી... આઈ એમ સો સો સ્ટુપીડ... અને એ માણસ માં જરાય ઘમંડ નહતો મારી સામે કેટલી સરળતાથી વાત કરતો હતો....

"યસ.... પણ તમે મને સમીર જ કહી શકો... બાઈ ધ વે... સોરી રૂદ્ર તરફ થી બહુ મસ્તી કરે છે..." એણે એક સામાન્ય પિતાની જેમ માફી માંગી..

"ઓહ પ્લિસ‌.. સોરી તો મારે કહેવું જોઈએ... આટલાં મોટાં બિઝનેસટાઈકુન ને હું કિડ્નેપર સમજી ગઈ.... આઈ એમ રીયલી વેરી સોરી.... " મેં માફી માંગતા કહ્યું

"ઓહ ઈટ્સ ફાઈન... તમારું નામ??" એણે મારી આંખો માં જોતાં પૂછ્યું...

"કાવ્યા દેસાઈ... " મેં સ્માઈલ આપતાં કહ્યું..

"નાઈસ‌ નેમ, બાઈ ધ વે ... તમે એકલાં??" એણે મારી સામે જોતાં પૂછ્યું અને ત્યારે મને થયું કે હું સાચ્ચે જ એકલી છું જીવનસાથી હોવા છતાં એકલી છું...ફરી થી બીજા વિચારો આવે એ પહેલાં મેં એમની સામે સ્માઈલ આપતાં કહ્યું..

"એક્ચુલી હું મારાં હસબન્ડ નો વેટ કરું છું... અમે તાજ માં ડિનર માટે જવાનાં છે... એ જરા મીટીંગ માં છે તો આવતાં લેટ થશે મેય બી...."

"ઓહ... હવે તો અંધારું થવા લાગ્યું છે ... કમ વીથ મી.. આજે મારી વાઈફની બર્થ-ડે પાર્ટી પણ તાજ માં જ છે... જોઈ્ન અસ... અહીં એકલાં ઊભી રહેવા કરતાં તો સારું ને..." એણે એકદમ સહજતાથી કહ્યું....

આટલો મોટો માણસ એક મિનીટ ની મુલાકાત ને લીધે મને એની વાઈફની બર્થ-ડે પાર્ટીમાં ઇન્વાઇટ કરતો હતો... એ યા તો બહુ સારો હતો.. યા બહું હોશિયાર... મને વિચાર આવી‌ ગયો....

"યુ આર સચ અ જેન્ટલમેન... થેકસ, બટ હું એમને ઓળખતી નથી ... તમને પણ હમણાં મળી ... સારું નહીં લાગે.. યુ કેરી ઓન... એન્જોય.. આઈ એમ ફાઈન હીયર..." મેં પણ બને એટલાં માન થી નાં પાડતાં કહ્યું...

"ઓકે ધેન હું તમારાં હસબન્ડ આવે ત્યાં સુધી તમને કંપની આપું.... એ તો ચાલશે ને??" એમણે કહ્યું... અને મારાં થી એમની સામે વિચિત્ર નજર થી જોવાય ગયું... અને કેમ ના જોવાય .. બે મિનિટ ની મુલાકાત માં માણસ આટલો ફ્રેન્ડલી થાય તો બે જ કારણ હોય... એ સાચ્ચે મદદ કરવાં માંગતો હોય નહીં તો એકલી લેડીઝ જોઈ ને ટાઇમપાસ કરતો હોય... મારી નજરો ને જોતાં એણે સફાઈ આપતાં કહ્યું..

"ઓહ..ઓહ... ડોન્ટ ગેટ મી રોન્ગ ઓકે... તમે જ મને હમણાં જેન્ટલમેન કહ્યું ને તો એક લેડીઝ ને આમ એકલી મૂકી જાવ એ જેન્ટલમેન કેવો??"

"પરંતુ તમારી વાઈફ ની પાર્ટી..?" મેં પૂછયું

"ઓહ... અમારી હાઈફાઈ પાર્ટીઓમાં અમે એકબીજા સાથે ઓછા અને ફ્રેન્ડ સર્કલ સાથે વધારે સમય વિતાવીયે છે... અને એમ પણ મને એ પાર્ટીઓ થી થોડો વખત આઝાદી જોઈએ છે... આઈ ફીલ ગુડ હીયર..." એણે સ્વાભાવિકતા થી કહ્યું અને ઊંડો શ્ર્વાસ લીધો... અને મારી તરફ જોતાં પૂછ્યું....
"તમારાં હસબન્ડ શું કરે છે??"

"એ વકીલ છે..."

"ઓહ... ગુડ..." એણે કહ્યું અને દરિયા તરફ જોવા લાગ્યો... મારે ન જોવું હતું પરંતુ મારી નજર એના ઉપર થી હટતી ન હતી... કેટલો સિમ્પલ હતો એ... સાદગી થી ભરપુર...
હું આગળ કંઈ વાત કરું એ પહેલાં મારાં ફોનની રીંગ વાગી...
ધીરજનો કોલ હતો મેં ઉપાડ્યો..

હું : "હેલ્લો... ક્યાં છો તમે...?"

ધીરજ : "આઈ એમ સો સોરી બેબી‌... અચાનક એક ક્લાઈન્ટ આવી ગયાં છે ... એવું કર તું અંદર જઈને ઓર્ડર કરતી થા... હું જેમ બને એમ જલ્દી આવવાની ટ્રાઈ કરું છું .. લવ યુ...."

હું : "હેપ્પી એનિવર્સરી... હવે નેકસટ યર આવજો હા... " હું બોલી અને ફોન કટ કરી ને બંધ કરી દિધો... મારે એની પાસે આશા રાખવી જ નહતી જોઈતી... હું ગાંડા જેવી દોડી આવી... આઈ હેટ માય સેલ્ફ... અને હવે મને ભુખ પણ લાગી છે...

"ઓહ... હી ડિટ્ચ યુ..." સમીર એ‌ મારી તરફ જોતાં પૂછ્યું... અને ઉમેર્યું.. "ઓલ હસબન્ડ આર સેમ... એણે તમને ડિટ્ચ કર્યા અને હું મારી વાઈફ ને કરી રહ્યોં છું.. ફર્ક બસ એટલો જ કે એનાં નહીં આવવાથી યુ ફીલ સેડ‌.. અને મારી વાઈફ ધરા ને તો ખબર પણ નહીં હોય કે‌ હું ત્યાં છુ કે નથી..." એ હસ્યો... એનાં જમણા ગાલ પર ખાડા પડતાં હતાં...

"હમમ... લગ્ન જીવન છે ચાલ્યા કરે... " મારી પાસે કહેવા જેવું બીજું કશું નહોતું...

"આપણે ચલાવ્યે છે એટલે ચાલ્યાં કરતું છે... " એ જાણે પોતાને કહેતા હોય એમ બોલ્યાં...

"સાચ્ચી વાત છે... પરંતુ થાય પણ શું... આખી જીંદગી લડીને તો ના કઢાય ને... કોઈ એક એ એડજેસ્ટતો કરવું પડે ને...આ વાત છોડો હવે... શું કામ કપાયેલી જગ્યાએ મીઠું ભભરાવવું??..." મેં કહ્યું અને હસતાં ઉમેર્યું "બાઈ ધ વે મને બહું ભૂખ લાગી છે હવે... "

"તો ચાલો પાર્ટી માં મારી સાથે... હવે તો અવાશે ને??" સમીરે આંખો નચાવતા પૂછ્યું...

"પરંતુ તમને તો પાર્ટી બોરિંગ લાગતી હતી ને??" મેં સામે સવાલ કર્યો...

"હા.. હજુ પણ લાગે જ છે... તો તમે કહો શું કરવું છે??" એણે મને પૂછ્યું... મને વિચાર આવ્યો ઘરે જઈને ને રોજ ની જેમ‌જ મન અને હ્રદયમાં ચાલતાં વિચારમવા... અને એને માફ કરી રોજ ની જેમ એનાં આવવાં પહેલાં સૂઇ જવાનું નાટક કરવું કે ફક્ત એક દિવસ પોતાને ગમતી વસ્તુઓ કરી ખુશ થવું... મેં ખુશ થવાનું નક્કી કર્યું... અને સમીર સામે જોતાં પૂછ્યું..

"ફકત થોડાં સમય માટે ભૂલી શકો કે તમે આટલાં મોટાં બિઝનેસમેન છો??"

"આખી જિંદગી માટે પણ ભૂલી શકું...પણ કરવું શું છે એતો કહો??" સમીરે પૂછ્યું

"ખાસ કંઈ નહીં ... આજે જૂહુ ચોપાટી પર પાઉં ભાજી ખાવી છે... રાતે મોડે સુધી દરિયા કિનારે બેસવું છે... બસ એક દિવસ ની આઝાદી માણવી છે..." ખબર નહીં મારે આ બંધુ શું કામ કરવું હતું અને એ પણ થોડીવાર પહેલાં મળેલાં વ્યક્તિ સાથે... કદાચ એ મને ધીરજ ની જેમ જજ ન કરશે.. એટલે...

"ચાલો તો.. હું ડ્રાઈવર ને બોલાવું છું..." સમીરે કહ્યું...

"નો.. નો.. આપણે ટેક્સી માં જઈએ..." અને અમે ટેક્સી માં બેઠાં એ પહેલાં મેં સમીર પાસે તાજ માંથી વાઈન ની એક બોટલ મંગાવી હતી... આજે મારે મારું પંસદગીનુ કશું કરવું હતું... અમે જૂહુ પર પહોંચ્યા ત્યારે રાતે ૯ વાગ્યાં હતાં...

અમે બંનેએ પેટ ભરીને પાઉંભાજી ખાધી તે પણ લારી પર... વર્ષો પછી... ધીરજ ને હાઈજીન ની બહુ ફીકર રહેતી તે ન પોતે રસ્તા પર ખાતો ન મને ખાવાં દેતો... હું અને સમીર હવે ધણાં ફ્રી થઈ ને એન્જોય કરતાં હતાં .. કદાચ એને એનાં કામ થી અને મને મારી આદર્શ ગૃહિણી ની પદવી થી આજે આઝાદી મળી હતી...

વાઈન ની બોટલ લઈ ને અમે ચાલતાં ચાલતાં વસ્તીથી દુર શાંત જગ્યાએ આવી ને બેઠાં... અને બોટલ ખોલી... વાતો કરતાં વારાફરતી વાઈન ની મજા અને દરિયાઇ પવન નો આનંદ માણતાં અમે બેઠાં હતાં.. અચાનક મેં સમીર ને સવાલ કર્યો...

"કેવું લાગે છે જ્યારે જીવનમાં બધું પરફેક્ટ હોય.. યુ હેવ બિઝનેસ ઓફ યોર ઓન, મની, પાવર, ફેમિલી, રેપ્યુટેશન... ??તમને કોઈ વસ્તુ ની કમી નથી... તારી લાઈફ એકદમ પરફેક્ટ છે દોસ્ત.."

"હા..હા.. પરફેક્ટ.. યસ ... બધું જ છે... કશું બાકી નથી.. તો પણ કશું અધુરું લાગે છે.. ખાલી... જાણે જીવન માં હવે પામવાં માટે કશું નથી રહ્યું.. જીંદગી એક જગ્યાએ આવી ને અટકી ગઈ હોય..." એણે ગંભીર થતાં કહ્યું..

"જેની પાસે કશું નથી એને પણ ઊંધ નથી આવતી.. અને જેની પાસે બધું છે એ પણ સૂઈ નથી શકતો ચૈનથી...એ જ તો જીવન કહેવાય ને" મેં કહ્યું...

"हर तरफ हर जगह बेशुमार आदमी
फिर भी तन्हाइयो का शिकार आदमी
सुबह से शाम तक बोज ढोता हुआ
अपनी ही लाश का खुद मजार आदमी ...." એ આકાશ તરફ જોતાં શાહરી બોલી રહ્યો હતો...

"हर तरफ भागते दौड़ाते रास्ते
हर तरफ आदमी का शिकार आदमी
रोज़ जीता हुआ रोज़ मरता हुआ
हर नये दिन नया इंतज़ार आदमी..." એનાં અવાજ માં નો ખાલીપણું હું સમજી શકી... ખબર નહીં કેમ પરંતુ આગળ ની કવિતા મારે મોઢેથી નીકળવા લાગી...

"ज़िन्दगी का मुक्कदर सफर दर सफर
आखरी सांस तक बेकरार आदमी।।" અને એણે કદાચ મારાં દિલની વાત સાંભળી લીધી... છેલ્લી લાઈન એ બોલ્યો.. અને મારી સામે જોયું...

"નિદા ફાઝિલ... મને વાંચવા નો શોખ છે... " મેં એની તરફ જોય ને હસતાં કહ્યું...

""સેમ હિયર‌... જ્યારે લાઈફ થી કંટાળી જવાય તો કવિતા અને નોવેલ જ સાથી બની સહારો આપે છે..." એણે કહ્યું..

"એટ્લિસ્ટ તમારી પાસે તમારી ફેમિલી છે.. બાળક છે... તમારે ચોપડીઓ માં સહારો શોધવાં ની શું જરૂર??" મેં પૂછયું

"હમમ... તો પણ‌ જાણે કંઈ કમી છે... એક ખાલીપો... મારું છોડ ... તારી ફેમિલી માં કોણ કોણ છે..?" એણે સવાલ કર્યો

"હું .. ધીરજ અને એની બહેન અને મોમ.... બટ નાવ આઈ વોન્ટ બેબી... અને એને હમણાં બાળકો નથી જોઈતાં...."મેં કહ્યું

"વાય... તારે આવી દુનિયામાં બાળક લાવવું છે... અહીં કોઈ ને કોઈ ની પડી નથી... "એણે સમજાવતાં કહ્યું

"યા.. બટ સવાલ દુનિયા નો નથી... સવાલ મારો છે.. કોઈ હોવું જોઈએ જે મને પોતાની જાતથી પણ વધુ પ્રેમ કરે..." મેં કહ્યું...

"હમમ..." એણે કહ્યું અને અચાનક વરસાદ વરસવા લાગ્યો એ ઊઠી ને મારી તરફ હાથ લાંબો કર્યો.. મેં પણ એનો હાથ પકડી ને વરસાદ થી બચવા ભાગી રહી હતી... પરંતુ ત્યારે અમને એ નહતી ખબર કે વરસાદ થી તો બચી જઈશું.. પરંતુ એકબીજા માટે જે લાગણી ની શરૂઆત થઈ હતી.. એનાં થી ક્યાં ભાગીશુ???

અને વરસાદ નાં બંધ થતાં હું ટેક્સી કરીને મારી ઘરે પહોંચી અને એણે‌ પોતાનાં ડ્રાઈવર ને કોલ કરી લેવાં બોલાવ્યો... અમે એકબીજા નો નંબર સુધ્ધાં નહતો લીધો.... હવે નસીબ હશે તો મળીશું... કદાચ બંનેનાં દિલમાં એ જ વાત હશે....

ઘરે આવી તો ધીરજ‌‌, મોમ‌‌ અને એમની નાની બહેન સૂઈ ગયાં હતાં... મને એક વાર માટે થયું કે હું ધીરજ ને ઊઠાડું એને સવાલ કરું કે એને કશી પડી છે કે નહીં હું ક્યાં હતી.. કોની સાથે હતી... પરંતુ રહેવા દિધું.. આ વખતે એમ માની ને ન પૂછ્યું કે કદાચ એ લાયક જ નહતો...

* * * * *

પહેલી વાર એવું થયું મને એટલી શાંતિ થી ઊંધ આવી કે હું સવારે ૯ વાગ્યે પણ ઊઠી ન શકી... ધીરજ એ કોર્ટમાં જતાં પહેલાં મને ઊઠાડી અને પૂછ્યું..

"આઈ નો... કાલને લઈને તું ગુસ્સે છે... બટ આમ સૂઈ રહેવાનું ? ઘરનું કામ ન કરવાનું ? નાના બાળકો જેવું વર્તન શું કામ કરે છે?"

"સિરિયસલી ... તમને એવું લાગે છે કે હું જાણી જોઈને નથી ઉઠી... ધીરજ મને ઊંઘ આવતી હતી અને મારાથી ન ઊઠી શકાયું...અને એક દિવસ લેટ સુધી સૂવાથી શું લુંટાઈ જવાનું હતું ? અને હાં, હું તમારાં થી ગુસ્સે હતી પરંતુ હવે નથી કારણકે મને તમારાં પાસેથી કોઈ આશા નથી" બને એટલી શાંતિ થી જવાબ આપી હું ઊઠી અને બાથરૂમ માં જતી રહી.. ધીરજ ના જવાબ ની રાહ જોયા વગર..
મને નવાઈ લાગી પોતાનાં જ બિહેવ પર... હું પહેલા આ રીતે નહતી બોલી શક્તી...

ત્યાર પછી નાં ૩ મહિના શાંતી થી પહેલાં ની જેમ વિતતા ગયાં...હા, હું જયારે કોઈ‌ નોવેલ વાંચતી કે કવિતા સાંભળતી... મને હંમેશા સમીર ની યાદ આવી જતી... એને ફરી એક વાર મળવાનું એને જાણવા નું મન થઇ આવતું... આવું પહેલા બીજાં કોઈ માટે નહોતું થતું... એ એક મુલાકાતે મારી અંદર ઘણું બદલી નાખ્યું હતું...

* * * * * *

છ મહિના પછી ધીરજ નાં એક દોસ્ત ની પાર્ટી માં અમે ગયાં... હું બહું બોર થતી હતી તો બાહર ગાર્ડન માં ખૂલ્લી હવામાં ગઈ.. ત્યાં એક બેન્ચ પર મેં સમીર ને બેસેલો જોયો... પહેલા તો મને લાગ્યું કે મારો વહેમ છે... હું એનાં વિશે વધારે જ વિચારું છું .. એ અહીં કઈ રીતે હોય શકે... મેં ફરીથી જોયું હવે એ પણ મારી તરફ જ જોઇ રહ્યોં હતો... અમે બંને એકબીજા તરફ વધ્યાં અને સામસામે ઊભી રહ્યાં... બંનેને શું બોલવું કશું સમજ નહતી પડતી... એકબીજા સામે જોઈને બંને હસી પડ્યાં....

સમીર : તું અહીં..?

હું : હા, મારાં હસબન્ડ નાં ફ્રેન્ડ થાય છે રાકેશભાઈ...અને તું... સોરી આઈ મીન તમે??

સમીર :ઈટ્સ ફાઈન....યુ કેન કોલ મી વોટ એવર યુ વોન્ટ.. એન્ડ રાકેશભાઈ મારી કંપનીનાં ડાયરેક્ટર છે... સો... આઈ હેવ ટુ કમ... બટ એઝ યુ નો.. આઈ ડોન્ટ લાઈક પાર્ટીસ... એટલે અહીં બેઠો હતો... આઈ ગેસ તું પણ બોર થતી હશે... એટલે અહીં આવી...

હું : યસ.. ધીરજ ...માય હસબન્ડ ... એ એનાં ફ્રેન્ડસ જોડે બીઝી છે સો... બટ હીયર ફાઈનલી આઈ ફાઈન્ડ યુ... મને લાગ્યું હતું તમે તો મને ભૂલી પણ ગયાં હશો...

સમીર : જેને નિદા ફાઝિલ ની કવિતાઓ મોઢે હોય એવાં વ્યક્તિ સમીર ની જીંદગી માં એક બે જ હોય છે... તને કઈ રીતે ભૂલું?? પણ તું તો યાદ કરતી હતી ને??

હું : હા.. જ્યારે પણ કવિતાઓ કે નોવેલ વાંચતી તને યાદ કરતી...

સમીર : વાવ... ચાલો કોઈતો યાદ કરે છે....

અમે બંને ગાર્ડનમાં ફરતાં ફરતાં.. વાતો કરતાં હતાં... સમીર એ મારો નંબર લીધો.. મેં પણ એનો માંગ્યો... અમને બંને ને એકબીજા ની કંપની ગમતી.... ઘણા સમય પછી હું જાણે ખુશ હતી.... જીંદગી જીવતી હતી.... અને સમીરને જોય ને પણ એવું જ લાગતું હતું....

ત્યારબાદ અમે ફોન પર અને મેસેજ‌ પર વાત કરતાં... અમે બંને જાણે બે જીંદગીઓ જીવતાં... એક જીવન જે અમે જાતે ઊઠાવેલી જવાબદારી હતું અને બીજું જીવન જે જાણેઅજાણે અમને એકબીજા ની નજીક લઈ જઈ રહ્યું હતું પરંતુ એ વાતનો એહસાસ કદાચ થશે તો બહુ મોડું થઈ ગયું હશે... અમે એવાં રસ્તા પર જઈ રહ્યાં હતાં જ્યાં થી પાછુ આવવું અમારાં હાથમાં ન હતું... આકર્ષણ હતો કે આદત કે પ્રેમ... જે હતુ એ અમે વર્ષો પછી ખુશ હતાં... પોતાનું જીવન ગમવા લાગ્યું હતું....

* * * * *

એવી રીતે ૨ મહિના વિતી ગયાં અને દિવાળી આવવાની તૈયારી હતી... ધીરજ એ અમારાં બંને માટે સીમલા નું ૩ દિવસનું ફરવા જવાનું હોટેલ અને પ્લેન ની ટીકીટ નું બુકિંગ
કરાવ્યું હતું... પરંતુ ફ્લાઈટ નાં ત્રણ કલાક પહેલાં એની પાસે કોઈ બહુ મહત્વ નો કેશ આવતાં એણે મને મારી કોઈ ફ્રેન્ડ સાથે ફરવા જવાનું કહ્યું... એ જો મને બરાબર સમજવાની કોશિશ કરતે તો એને ખબર હતે કે મારી કોઈ એટલી ખાસ મિત્ર છે જ નહીં... પરંતુ મને વિચાર આવ્યો સમીરને પૂછી જોવ.. એને પણ હોલીડે ની જરૂર હશે ને... અને મેં એને ફોન કર્યો .... એણે એક મિનિટ નો પણ વિચાર કર્યા વગર હું કલાક માં એરપોર્ટ પર મળું .. એમ કહી ને ફોન મૂકી દિધો.... ખબર નહીં હું ખુશ હતી અને સાથે જ આમ કોઈ પુરુષ સાથે આટલું દુર એકલાં જવું ધીરજને કહ્યાં વગર... મને ઓકવર્ડ લાગતું હતું... બટ મારે જવું હતું... ૩ દિવસ મારી જીંદગી જીવી લેવી હતી....

* * * * *

અમે સીમલા ઉતર્યા અને બૂક કરાવેલી હોટેલ પર પહોંચ્યા સમીરે એનો અલગ રૂમ લીધો... ત્યાર પછી ફ્રેશ થઈને અમે બંને સાઈડ સીન કરવાં નીકળ્યાં... અમે ખૂબ મસ્તી કરી સમય એની સાથે કઈ રીતે પસાર થતો હતો એની જાણ જ ન થઈ..

અમે બજારમાં ફરતાં હતાં ત્યારે અચાનક બરફનો વરસાદ ચાલુ થઈ ગયો.. એ ભાગીને એક બંધ દુકાન પાસે જઈને ઉભો રહી ગયો અને હું એ બરફનો વરસાદ માણતી રસ્તા પર જ બે હાથ ફેલાવીને ઊભી રહી ગઈ... મારું બધું ધ્યાન આકાશમાંથી પડતાં વરસાદ પર હતું.. જ્યારે એનું બધું ધ્યાન મારાં ઉપર હતું... ખબર નહી એને શું થયું... એ ધીમે ધીમે ચાલતો મારાં તરફ આવ્યો અને મારા બે ગાલ પકડીને મારાં હોઠ પર કિસ કરવા લાગ્યો હું પણ ખબર નહીં કયા નશામાં હતી કે બે મિનિટ મેં એને રોકવાની કોશિશ પણ ન કરી પરંતુ જ્યારે હકીકતની સમજણ પડી મેં એને ધક્કો મારી પોતાનાથી દૂર કર્યો અને ભાગીને હોટલ પર મારા રૂમ માં જતી રહી.. ત્યાર પછી મને કશું જ સમજ પડતી નહતી....

એક બાજુ મને જે થયું એ ગમ્યું હતુ અને બીજી તરફ ધીરજની સાથે ખોટું કરી રહેવાનો અહેસાસ મને અંદર થી ખાતો હતો... મારે હવે અહીંથી જ અટકી જવું હતું અને ધીરજ ને ફોન કરી સાચી હકીકત જણાવી હતી... કદાચ એથી જ મને શાંતિ થશે પરંતુ અમારાં નસીબ ને બીજું જ મંજુર હતું..... ફોન કરતાં એણે કહ્યું હું બહુ બીઝી છું પછી કોલ કરીશ અને ફોન મૂકી દીધો મારી વાત સાંભળવાનો પણ એની પાસે સમય ન હતો.... હું બીજો આખો દિવસ પોતાનાં રૂમમાં જ રહી મારે સમીર સાથે વાત કરવી હતી પરંતુ એની સામે જવાની હિંમત ન હતી.. આખરે ત્રીજે દિવસે નીકળવાના અડધો કલાક પહેલા હું એનાં રૂમ પર ગઇ..

હું : વી નીડ ટુ ટોક સમીર.... કાલે જે થયું....

એણે વચ્ચે થી જ વાત કાંપતા કહ્યું

સમીર : લુક કાલે જે કાંઈ થયું... આઈ એમ નોટ સોરી ફોર ધેટ...

હું : વોટ??

સમીર : હા, મેં જે કર્યું એ ખોટું હોવાં છતાં મને ખોટું નથી લાગતું... અત્યારે ભલે આપણે પરણેલાં છે... પણ તારી સાથે હું જે આઝાદી ફીલ કરું છું એ આજ સુધી ધરા સાથે મેં ફીલ નથી કરી... હું તને પ્રેમ કરું છું કાવ્યા અને મને એ વાત નો અફસોસ નથી... પ્યાર કોઈ પણ સાથે ગમે ત્યારે થઈ શકે... હવે તું વિચાર તને શું સાચ્ચું લાગે છે...?

હું પણ એ જ ફીલ કરતી હતી જે એ કરતો હતો... ધીરજ ની સાથે તો દિલની કોઈ વાત કહેવા પહેલાં પણ ૧૦ વાર વિચાર કરવો પડતો... એક સારી પત્ની નું માસ્ક પહેરીને મેં આટલાં વર્ષો જીવી લીધાં.... પરંતુ સમીર એ હું જે છું એ જોઈ ને મને પ્રેમ કર્યો... હા, દુનિયા સામે અમે અમારો પ્યાર સાબિત ન કરી શકયે કદાચ... કોઈ નહીં સમજશે... હું પોતે પણ માનું છું કે આ ખોટું છે... તો પણ કેમ મને બધું સાચું લાગે છે... જીંદગી જીવવા નું મન થાય છે સમીર ની સાથે.... બસ.. કાવ્યા હવે જે દિલ કહે તે જ કર...

મારાં મગજે પણ દલિલ ન કરી ને મને દિલની વાત માનવાનું કહ્યું... અને હું સમીર તરફ આગળ વધી એને હોઠ પર કિસ કરવાં લાગી ‌.. ધીરે ધીરે અમારા શરીર પરથી કપડાં ઉતારતાં ગયાં તેમ તેમ જાણે શરીર પર થી એક એક પરત ઉતરી આત્મા સુધી અમને લઈ જતી રહી.... અમે કયારે તન થી લઈ આત્મા સુધી એકબીજા નાં થઇ ગયાં ખબર જ ના પડી... આટલો સંતોષ ... આટલી શાંતિ.... કયારે પણ આવું ફીલ નહતું કર્યું....
સાંજે ૫ વાગ્યે મારો ફોન વાગ્યો ત્યારે આંખો ખૂલી.. ધીરજ નો કોલ હતો.... હું અને સમીર એકબીજા નાં બાહો માં કપડાં વગર સૂતાં હતાં... ધીરજ નો ફોન જોઈ ને એક વાર મને અપરાધ ભાવ જાગ્યો... સમીર ને પ્રેમ કરું છું એ વાતનો નહીં.. પરંતુ ધીરજ થી એ વાત છુપાવી એ વાત નો... અને મેં નકકી કર્યું હવે જે થાય એ ધીરજ ને બધું સાચ્ચું જણાવી દેવું ઘરે જઈને... અને મેં ફોન ઊંચક્યો....

ધીરજ : હેય, ક્યાં છે તું હું ક્યારનો તારા રૂમની બહાર વેટ કરું છું... કાલે તને કોલ અને મેસેજ પણ કર્યો હતો કે હું આવ છું એટલે તું ફ્લાઇટ ના પકડતી પણ તું તો અહીં જ છે સવાર સવાર થી હું રાહ જોઉં છું

હું શું કહું મને કશી સમજ નાં પડી.... એ અચાનક અહીં આવ્યો... અને હું આવી હાલત માં સમીર નાં રૂમમાં હતી.... પછી હમણાં પૂરતી વાત સાચવી લેવી એવું વિચારીને મેં કહ્યું...

હું : ધીરજ‌ હું બીચ પર ફરવા આવી હતી.. આવ જ છું..

ધીરજ : ઓકે બેબી, હું વેઈટીગ એરિયામાં રાહ જોવ છું...

હું : ઓકે.

ફોન મૂકી ને મેં સમીર તરફ ફરી એ વાત સાંભળતો જ હતો... હું કશું બોલું એ પહેલાં એ મારી નજીક આવી ને મને માથા પર કિસ કરી... અને બોલ્યો...

સમીર : કાવ્યા... આ ખાલી શરીર નાં સંબંધ નથી... મારે તારી સાથે જીવન વિતાવવું છે... આપણે પોતપોતાના લાઈફ પાર્ટનર ને હકીકત જણાવવી જોઈએ ... પરંતુ આ સમયે તું જા... ધીરજ રાહ જોઈ છે અને બીજા પાસેથી એને જાણ થશે તો તું ગુનેગાર સાબિત થશે... શાંતિ થી મોકો જોઈ ને આપણે વાત કરીશું....

હું : એટલે જ સમીર હું તને ચાહવા લાગી હતી... તું મારાં કીધાં વગર બધું સમજી લે છે.. આઈ લવ યુ...

સમીર : આઈ લવ યુ ટુ....

* * * * * *

હું જ્યારે વેઈટીગ રૂમમાં પહોંચી ત્યારે ધીરજ ત્યાં મારી રાહ જોતા બેઠાં હતાં... મને જોઈ એ મારી નજીક આવ્યા અને મને ભેટી પડ્યાં... અને કહેવા લાગ્યા..

ધીરજ : આઈ મીસડ યુ સો મચ બેબી.... હું બે દિવસ ની રજા લઈ ને જ આવ્યો છું...‌તારી સાથે રહેવા. એન્ડ યુ નો વોટ ... મને મોમ એ સમજાવ્યું કે હવે આપણે બેબી નું વિચારવું જોઈએ.... તો હવે હું પણ ડેડ બનવા માંગુ છું.... આઈ એમ સોરી મેં પહેલાં તારી વાત ન માની...

અને પછી ખબર નહીં ધીરજ શું બોલતાં રહ્યાં અને મને રૂમ તરફ લઈ જતાં રહ્યાં... મારું મગજ કામ આપતું જ બંધ થઈ ગયું.. જે બાળક માટે હું રોજે સપનાં જોતી આજે ધીરજ એ સપનું પૂરું કરવાની વાત કરતો હતો... અને હું સમીર સાથે ભવિષ્ય જોતી હતી.... ધીરજ ફ્રેશ થઈ ને આવ્યાં એટલે તરત મારાં નજીક આવી ગયા અને મને હગ કરી ને કિસ કરવા લાગ્યાં... ગઈ કાલ પહેલાં ની વાત હોત તો હું ખૂબ ખુશ થઈ હોત એનાં આવું કરવાથી પરંતુ આજે જાણે એ પરાયો પુરુષ બની ગયો હતો મારાં માટે અને સમીર ને હું વફાદાર હતી... મેં એમને ધકકો મારી દુર કરી દીધા પોતાનાં થી... મારે એવું બીલકુલ ન કરવું હતું પણ મારાં થી થઈ ગયુ... એ ગુસ્સામાં બોલ્યા....

ધીરજ : "પોતાની પત્ની ની પાસે જવા પણ હવે વિચારવાનું... હું સ્પેશિયલ કામ છોડી તારાં માટે આવ્યો અને તું... લાગે છે બાળક ની બાબત માં તારા વિચાર બદલાઇ ગયાં છે.."

હું : આઈ ... આઈ એમ સોરી ... બટ વી નીડ ટુ ટોક...

ડરતાં ડરતાં મેં કહ્યું.... એમને પાણી આપી મેં શાંત પાડય... અને મારાં અને સમીર ની આખી વાત જણાવી અને કહ્યું કે મારે ડિવોર્સ જોઈએ છે...

થોડો વખત તો એ મારી સામે આશ્ર્ચર્ય થી જોઈ રહ્યાં... પછી ધુટણ પર બેસી મારાં ખોડામા માથું નાખી રડવા લાગ્યા... અને એક ચાન્સ આપવા કહેવા લાગ્યો...

ધીરજ : તું મને એક ચાન્સ આપ... આપણા વચ્ચે હું બધું થીક કરી દઈશ ... તારી ભૂલ પણ માફ કરી દઈશ.... બધું ભૂલી તને અપનાવી લઈશ.... આઈ લવ યુ..... કાવ્યા...

હું : તું મને અપનાવશે??? ધીરજ, હું તને હકીકત એટલાં માટે નથી કહેતી કે એ મારી ભૂલ છે... નથી હું તારી પાસે માફી માંગતી મને ડિવોર્સ જોઈએ છે.... અને મેં જાતે એટલાં માટે કહ્યું બિકોઝ કોઈ બીજું કહેતે તો હું પોતાને તને ચીટ કર્યા ની ગુનેગાર માનતી રહતે.... મારે તારી સાથે આગળ નું જીવન નથી જીવવું ધીરજ... હું તને પ્રેમ નથી કરતી.... કદાચ પહેલાં પણ નહતી કરતી... તું મારો જીવનસાથી તો છે...પણ સમીર મારો સોલમેટ છે.... ફર્ક બસ એટલો જ કે પહેલાં લાઈફ પાર્ટનર મળ્યો અને‌ પછી સોલમેટ....

ધીરજ : તું શું બોલી રહી છે તને ભાન છે?? આપણી ફેમિલી?? સમાજ તને કોઈ ની પણ‌ ચિંતા નથી..... ???

હું : હા, નથી ..... આજ‌ સુધી લોકો માટે જીવી હવે પોતાની ખુશી માટે જીવીશ...

ધીરજ‌‌ : ખબર છે તને લોકો શું શું બોલશે???

હું : હા, વાંધો નહીં .... મને ખબર છે સમાજ ની નજર માં હું ખોટું કરતી હોવા... પરંતુ તો પણ મને આ બધું જ સાચ્ચું લાગે છે... મારે સમીર‌ સાથે‌ જ જીવવું છે...

ધીરજ : મને છોડતાં પહેલાં એ તો જો કે એ એની વાઈફ ને છોડી શકતો છે કે નહીં...

હું : કોઈ ફર્ક નહીં પડે.... હું એને પ્રેમ કરું છું અને મારાં થી હવે તારી સાથે જુઠ્ઠા બંધન માં નહીં જીવાશે.... હું એની સાથે રહેવા નહીં તારાં થી અલગ‌ થવા ડિવોર્સ માગું છું....

ધીરજ : ભલે... હું વકીલ છું... જબરજસ્તી તો તને ન જ રાખી શકું એ જાણું છું...પણ તું ભૂલ કરી રહી છે....

હું : મારે આ ભૂલ કરવી...છે.....

* * * *‌ *

છ મહિના પછી.....

હું મુંબઈ ના જુહુના દરિયે આવેલાં એક અપાર્ટમેન્ટ માં આવી.... ગોવાથી છૂટા પડતી વખતે... મેં અને સમીર એ નકકી કર્યું હતું.... કે સમીર નું જુનું ઘર છે ત્યાં છ મહિના પછી સેમ તારીકે મળવું... ત્યાં સુધી પોતપોતાની લડાઈ જાતે લડવી.... મને નથી ખબર કે છ મહિના પછી એ આવશે કે નહીં... પરંતુ હું તો એની જ થઈ ને આવી છું.... ધીરજ થી અલગ‌ થઈ ને... કશું આસાન નહતું.... એની ફેમિલી મારી ફેમિલી .... લોકો ..... ને સમજાવવા.... હું ન સમજાવી શકી.... મારો સમીર માટે નો પ્રેમ કેટલો પવિત્ર હતો... કેટલો શુધ્ધ હતો.... આત્મા ને તૃપ્તિ આપનારો હતો... એ હું કોઈ ને ન સમજાવી શકી..... એટલે બધાં સંબંધ તોડી ને આજે એક સોલમેટ ને મળવા આવી પહોંચી...

અચાનક દરવાજો ખૂલ્યો..... સામે સમીર હતો.... એ પણ એનું બધું છોડીને મારી પાસે આવ્યો હતો.....

અમે એક બીજાને ભેટી પડ્યાં..... હવે બસ આઝાદી જ હતી... જે કંઇ અધૂરું હતું... એ પૂરું લાગતું હતું....કોઈ અફસોસ... કોઈ‌ ફીકર નહતી... દિલ અને દિમાગ વચ્ચે ચાલતી દલીલો અટકી ગઈ હતી... અમે ખુશ હતાં... આજે મને મેં વાંચેલા વાક્યો નો મતલબ સમજાયો....

"What if you meet your soul-mate... after you meet your life partner"


બીજા રસપ્રદ વિકલ્પો