Tara vinani jindagi books and stories free download online pdf in Gujarati

તારા વિનાની જીંદગી

"નોંધ: સ્ટોરી ની માંગ મુજબ લખવા માં આવ્યું છે... કોમવાદ માં હું પોતે પણ માનતી નથી... દેશમાં રહેતા તમામ નાગરિકો મારી નજર માં સમાન છે.. સ્ટોરી ને ફક્ત મનોરંજન નાં હેતુ થી લખવામાં આવી છે"

* * * * *

"મને એક એવી સ્ટોરી જોઈએ છે જે હું વેલેન્ટાઇન ડે નાં દિવસે "ટાઈમ્સ ઓફ ઈન્ડિયા" નાં મારાં બ્લોગ માં પ્બલિશ કરી શકું... એવી વાર્તા જે વાંચી લોકો ને પ્રેમ નો સાચ્ચો અર્થ સમજાવી શકાય... " મુંબઈ નાં એક કોફી શોપમાં બેસેલા વ્યક્તિ એ તેની સામે બેઠેલી સ્ત્રી ની આંખો ‌મા જોતાં કહ્યું

તે સ્ત્રી એની વાત સાંભળી ને હસી અને એને સમજાવતી હોય એમ કહ્યું...

"મને સમજાતું નથી તને "ટાઈમ્સ ઓફ ઈન્ડિયા" મા નોકરી કેવી રીતે મળી... અરે પાગલ... વાર્તા મા તું ગમે તેવાં પ્રેમ નું ઉદાહરણ આપશે... હશે તો વાર્તા જ ને... લોકો વાંચશે ને ભૂલી જશે..."

"એટલે તું કેહવા શું માંગે છે રીતુ?? બરાબર સમજાવ"

"જો માહિર... તું લવસ્ટોરી લખ પરંતુ એ લખ જે સાચ્ચે બનેલું છે... લોકો લૈલા-મજનુ, રોમિયો-જુલિયેટ, હિર-રાન્ઝા ને આજ સુધી શું કામ યાદ રાખે છે?? કારણ કે તેઓ કોઈ વાર્તા નાં નહીં અસલ જીંદગીના પાત્રો હતાં... પ્રેમ નું ઉદાહરણ એવાં પ્રેમીઓ નું આપ જેઓ એ બધું સાચ્ચે ફીલ કર્યું છે... આપણાં દેશ માં તને એવી હજારો રિયલ સ્ટોરી મળી રહશે... શોધવાની જરૂર છે બસ.." રીતુ એ કહ્યું..

"હા યાર, તારી વાત સાચ્ચી છે.. પણ અઠવાડિયા પછી વેલેન્ટાઇન ડે છે એટલાં ટાઈમ માં ટ્રુ સ્ટોરી શોધવી અને લખવી કઈ રીતે?? તારી નજર માં એવાં કોઈ પ્રેમીઓ હોય કે જે મારી મદદ કરી શકે તો જણાવ..." માહિરે વિચારતા કહ્યું..

"હમમ્... મારી નજર માં એક પ્રેમની કહાની છે જે જમ્મુ-કાશ્મીરમાં બહું ચર્ચામાં રહેલી... તું ત્યાં જઈ ને જાદવભાઈ નામનો ગાઈડ છે એને મળજે... એ તને મદદ કરશે.. હું તને એનો નંબર આપું છું ... તારી પાસે ટાઈમ ઓછો છે તો કાલે જ નીકળી જા કાશ્મીર માટે..." રીતુ એ કહ્યું

"સ્ટોરી અલગ‌ છે ને... મને ખોટો આટો નહીં થાય ને??" માહિરે શંકા સાથે સવાલ કર્યો

"તને હું અમસ્તો ત્યાં સુધી નહીં જ મોકલું એટલો તો વિશ્ર્વાસ રાખ યાર... બેસ્ટ ફ્રેન્ડ છે તું મારો તારી નોકરી જાય એવું થોડી કરવાની હતી..." રીતુ એ કહ્યું

"ચાલ તો તું મને એ ભાઈ નો નંબર સેન્ડ કર... હું હમણાં જ ઓફિસ જઈ ને ટીકીટ બુક કરું છું કાશ્મીર ની...." ઊભાં થતાં માહિરે કહ્યું...

"ઓકે... ટેક કેર ... " રીતુ એ કહ્યું..

* * * * * *

"હેલ્લો સર વેલકમ ટુ કાશ્મીર... આઈ એમ મિ. જાદવ ખાન... " એરપોર્ટ પર ઉતરતાં બાહર આવી જોયું તો માહિર નાં નામનું બોર્ડ લઈ એક વ્યક્તિ ઊભો‌ હતો... માહિર ઓળખી શકયો એ જાદવભાઈ‌ જ હશે ફોન પર વાત થયેલી એ મુજબ પોતાને લેવાં આવ્યાં હશે...

"હાય.. માહિર રાઠોડ ... નાઈસ ટુ મીટ યુ... " માહિર એ હાથ મિલાવતા કહ્યું... જાદવભાઈ માહિર ને એ હોટલ માં લઈ ગયાં જ્યાં માહિર એ રૂમ બુક કરાવ્યો હતો.. માહિરે જાદવભાઈ ને સાંજે પાંચ વાગ્યે આવવાં જણાવ્યું અને લંચ લઈ ને થોડીવાર સૂઈ ગયો... થીક પાંચ વાગ્યે જાદવભાઈ આવ્યાં ..અને બંને હોટલ નાં ડાઈનીગ એરિયામાં માં આવી ને બેઠાં અને કોફી ઓડૅર કરી...

"તો... હવે મને જણાવ એ બે પ્રેમીઓ ની વાર્તા જે અહીં દરેક લોકો નાં મોઢે સાંભળવાં મળે છે... શું થયું હતું એવું કે એમની લવ સ્ટોરી આટલી ફેમસ બની ગઈ...?" માહિરે પોતાની ડાયરી અને પેન કાઢતાં કહ્યું..

"પ્રેમ‌તો‌ એલોકો નો જ જોયો સાહેબ... એકબીજા માટે પણ એટલો અને દેશ માટે પણ એટલો જ.. પરંતુ મારી પાસે એ વાત સાંભળવાં કરતાં તમે એ સ્ટોરી જાતે એ પ્રેમીકા પાસે સાંભળો તો તમને જે બનેલું એ બરાબર ખબર પડશે ... બાકી વાત ફરતાં ફરતાં તો લોકો ન બનેલી ઘટના પણ જોડતાં રહે છે.... શું ખોટું શું સાચ્ચું એ સમજવું મુશ્કેલ થઈ જાય.... " જાદવભાઈ એ કહ્યું..

"તો એ છે ક્યાં અને મને મળવા તૈયાર થશે...?" માહિરે પૂછ્યું

"એમ તો એ સરહદ પાસે આવેલાં કસ્બાના છેડે એક નાનકડાં ઘરમાં એનાં દિકરા જોડે રહે છે.. કોઈ સાથે બહું મેળઝોડ નથી... પરંતુ હું તમને એનાં ઘર સુધી લઈ જઈ શકું... આગળ એની જોડે વાત કરવા ની જવાબદારી તમારી જો માની જાય તો તમને એક પરફેક્ટ સ્ટોરી મળી જાય... નહીં તો હું અને અહીં ના બીજા લોકો તો છે જ તમને એ કહાણી જણાવવા..." જાદવભાઈ એ હસતાં કહ્યું...

"ના.. હું આ કહાણી એનાં મોઢે જ સાંભળીશ તમે મને બસ ત્યાં લઈ જાવો....એમ પણ એની પરવાનગી વગર હું એનાં વિશે એમજ કશું છાપી ન શકું.. અને હા.. નામ શું છે એમનુ??...." માહિરે કહ્યું..

"એનું નામ ગઝાલા મેમન‌ છે... કાલે સવારે તૈયાર રહેજો... હું ૧૦ વાગ્યે આવી જઈશ..." કહી ને જાદવભાઈ ઊભાં થયાં અને હોટેલની બાહર નીકળી ગયાં...

* * * * *

બીજા દિવસે સવારે ૧૧:૩૦ વાગ્યે બંને જણા ગઝાલા નાં ઘરની સામે ઊભાં હતાં... માહિર એ જાદવભાઈને કહ્યું કે હવે તે એકાંત માં વાત કરવા ઈચ્છે છે એટલે કામ પતે ને કોલ કરજો એમ કહી જાદવભાઈ ત્યાં થી નીકળી જાય છે.. પહાડી પર સૌથી છેલ્લે લાકડાં થી બનાવાયેલુ એ ઘર દેખાવે ખૂબ સુંદર લાગતું હતું... માહિર દરવાજો ખખડાવે છે.. થોડીવાર માં એક ૪૦ વર્ષ ની સ્ત્રી દરવાજો ખોલે છે... માહિર સામે જોય છે અને ધીમાં અવાજે પૂછે છે...

"બોલો... "

"હું મુંબઈ થી આવ છું મેડમ... મારે ગઝાલા બહેન નું કામ હતું.. એમને મળી શકું??" માહિરે સલુકાઈ થી પૂછ્યું.

"હું જ છું ગઝાલા.. પણ માફ કરજો હું તમને ઓળખતી નથી..." ગઝાલા એ માહિર તરફ ધ્યાન થી‌ જોતા‌ કહ્યું.

"હા મેમ.. પણ હું તમને‌ ઓળખું છું.. તમે મને થોડો સમય આપો હું તમને સમજાવ..." માહિરે બને એટલી નમ્રતાથી કહ્યું.

"આવો..." કહી ને ગઝાલા અંદર જતી રહી... તેની પાછળ માહિર પણ અંદર પ્રવેશ્યો... એણે આજુબાજુ જોયું ... એક દિવાલ પર એક વ્યક્તિ નાં ફોટો સિવાય બીજું કશું નહોતું... એક રૂમ અને રસોડું જરૂરિયાત નો સામાન બસ... એ સિવાય કશું ન હતું એ ઘરમાં...

"બેસો.. હું પાણી લાવ ..." કહેતી ગઝાલા રસોડાં તરફ ગઈ અને પાણી લાવી ... પાણી પીય ને બંને સામસામે બેઠાં હવે બોલવાની વારી માહિર ની હતી... એણે એક વાર ગઝાલા સામે ધ્યાન થી જોયું... ૪૦ વર્ષ ની સ્ત્રી પણ ચહેરો એક દમ સાફ... ચમકદાર ત્વચા... માપ નું કહી શકાય તેવું શરીર ... અને લાંબા વાળા... કથ્થઈ આંખો... પછી એણે કહેવાનું ચાલુ કર્યું...

"મેમ હું મુંબઈ "ટાઈમ્સ ઓફ ઈન્ડિયા" પેપર છે એમાં જોબ કરું છું... અઠવાડિયામાં ૧૪ ફેબ્રુઆરી આવે છે વેલેન્ટાઇન ડે... મારે મારાં બ્લોગ માં લવસ્ટોરી લખવાની છે... પરંતુ મારે રીયલ લવસ્ટોરી લખવી છે જે ખરેખર બે પ્રેમીઓ જીવ્યાં હોય... મારી એક દોસ્ત એ તમારા વિશે જણાવ્યું એ અહીં ફરવા આવી હતી ત્યારે એણે તમારી લવસ્ટોરી સાંભળી હતી એણે જ મને અહીં મોક્લ્યો... તો તમે મને તમારી સ્ટોરી જણાવી ને એને દુનિયા ને જણાવવાની પરમિશન આપી શકો તો મહેરબાની..." માહિર એ શાંતિ થી પોતાની વાત કહી..

"તમને ખબર છે તમે કંઈ સ્ટોરી છાપવાની વાત કરો છો?? લાગે છે તમે એ સ્ટોરી સાંભળી નથી હજી સુધી.. બાકી તમે અહીં સુધી આવ્યાં જ નહોત... આ સ્ટોરી છાપવી એટલે દેશ મા બે કોમ વચ્ચે ઝઘડાઓ ઊભાં કરવાં... જમ્મુ-કાશ્મીરના રહેવાશી ની નજર માં આવી મોતને આમંત્રણ આપવું... અને દેશની આર્મી પર સવાલ ઊઠાવવો..." ગઝાલા એ સમજાવતાં કહ્યું..

"એવું તો શું થયું તમારી સાથે કે આખો‌ દેશ ... લોકો અને કોમ વચ્ચે આવે... તમે મને જણાવો... મને યોગ્ય લાગશે તો હું જરૂર છાપીશ... મને સચ્ચાઈ જણાવવા માટે કોઈ થી ડરવાની જરૂર નથી..." માહિર ની આંખ ‌મા ચમક આવી ગઈ..

"સારું... એ તમારી ઈચ્છા... સાંભળીને નક્કી તમારે કરવાનું કે શું કરવું... બાકી મારાં પ્રેમી રાજવીર ની હકીકત લોકો જાણે ... એ થી વધુ સારું શું હોય શકે મારા માટે??" ગઝાલા એ કહ્યું પછી કોફી મૂકી લાવી અને બંને બેઠાં.. ગઝાલા જાણે વર્ષો પાછળ જતી રહી... એણે કહેવાનું ચાલુ કર્યું...

* * * * *

"વાત ૨૦૦૧ ની છે... હું ત્યારે માત્ર ૧૮ વર્ષ ની હતી... અમ્મી તો મને જન્મ આપતાં જ અલ્લાહ ને પ્યારી થઈ ગયેલી... અબ્બા હતાં... તે સરહદ પર કામ કરતાં જવાનો ની સેવા માં હતાં.... માત્ર રાતે સુવા ઘરે આવતાં તે પણ કોઈ વાર ન આવે... હું ૧૧ સુધી ભણેલી પછી બજારમાં શાકભાજી રોપી ને વેંચવા જતી... અને જે થોડાઘણાં રૂપિયા મળતાં એમાંથી ઘર ચલાવવા માં અબ્બા ને મદદ કરતી.. આખરે અબ્બા ને એક સૈનિક ભાઈ એ કહ્યું કે તમે તમારી છોકરી સાથે મળીને સૈનિકો ને ટીફીન આપવાનું ચાલું કરો... તમારી કમાણી થઇ જશે..દિકરી એ ઘર ની બાહર પણ ન જવું પડે અને અમારાં જેવાં ને ઘર જેવું જમવાનું પણ મળી રહેશે... અહીં જમવાની મજા નથી આવતી... પહેલાં અબ્બા એ ના પાડી કે કોઈ ને ખવડાવવા નાં પૈસા થોડી લેવાય... પરંતુ પછી બધાં નાં સમજાવવા થી એ માની ગયાં... "

"ટીફીન આપવાનું કામ ચાલું કર્યું ને મને ૪‌ મહિના જ થયાં હશે... બધાં માટે હું પ્રેમથી જમવાનું બનાવતી અને બધાં ને ભાવતું પણ ખરું... લગભગ ૩૮ સૈનિકો મારી પાસે ટીફીન મંગાવતા... એક દિવસ એક સૈનિકે કહ્યું કે નવાં ચાર સૈનિકો ટ્રેનિંગ માટે આવેલાં છે.. તેમને પૂછી જોજે ટીફીન માટે... ત્યારે હું એમનાં ટેન્ટ માં ગઈ... "

ગઝાલા ની આંખો માં વાત કરતાં ચમક આવી ગઈ... એ પળ માં જાણે એની આખી જીંદગી સમાય ગઈ હોય... એણે માહિર સામે જોયું માહિર એની સામે જ જોતો હતો... એણે આગળ કહ્યું..

"એ જ એક પળ હતો... જ્યારે મેં એને પહેલી વાર જોયો... સ્પોર્ટ્સ નાં કપડાં માં ટેન્ટ માં સૂતો એ એકલો જ હતો... બેફીકરાઈ એનાં ચહેરા પર સાફ દેખાતી હતી... માસૂમ ચહેરો... અને આરામ થી દુનિયાની પરવા કર્યા વગર સૂતો હતો...હું ત્યાં જ ઊભી રહી એનો ટેન્ટનો દરવાજો ખૂલ્લો જ હોવાથી એને જોય શકી... એને જોય મને પહેલો વિચાર એ આવેલો... કે...

"આ શું દેશ માટે લડવાનો... સૈનિકો ને આવી ઊંઘ આવતી હોય..? આતો ઘર માં સૂતો હોય એમ સૂતો છે ... આને તો ટ્રેનિંગ માંથી જ રવાનાં કરી દેશે..." એમ વિચારતી હું પાછી જવા જ વળી કે પાછળ થી એનો આવાજ સંભળાયો...

"ઓ મેડમ... ટીફીન વાળા છો ને તમે... ? મને ગૌરવભાઈ એ કહ્યું હતું... તમને વાત કરવા મોકલશે.. રાત થી મારું ટીફીન પણ તૈયાર રાખજો... "

હું એની તરફ ફરી અને પૂછ્યું.. "જી થીક છે.. અને તમારી જોડે બીજા ત્રણ ભાઈઓ છે તે??" એની આંખો હજી બંધ જ હતી...

" એલોકો નું એલોકો જાણે..." એણે કહ્યું અને ફરી ને સૂઈ ગયો... સાચું કહું તો તે દિવસે મને એ બહું વિચિત્ર લાગેલો... પરંતુ મને ક્યાં ખબર હતી કે એક દિવસ એ મારી જીંદગી બની જશે.... ગઝાલા એ હસતાં કહ્યું...

* * * * * *

હું રાતે ટીફીન આપવા ગઈ ત્યારે પણ એ બધાં થી જુદો બેસેલો હતો.. મેં એને ટીફીન આપ્યું ત્યારે પહેલી વાર એણે મને જોય.. અને મને જોય ને એની આંખો માં આવેલી ચમક હું જોય રહી... એમ પણ એક સ્ત્રી માટે એ જાણવું બહુ આસાન હોય છે કે કયો પુરુષ એને કઈ નજર થી જોય રહ્યોં છે.. અને એની નજર માં હવસ કે આકર્ષણ નહોતું... કંઈક અલગ એકદમ પવિત્ર... કશુંક એવું જે મને પણ એની તરફ ખેંચી રહ્યું હતું એ પ્રેમ હતો...

ત્યાર પછી અમે જ્યારે મળતાં એકબીજા ને જોતાં... જાણે કહેવા વગર આંખો થી વાતો થતી... ધીરે ધીરે વાતો ચાલું થઈ તો ખબર પડી એનું નામ રાજવીર કૌર હતું... એ પંજાબ હરિયાણા થી આવ્યો હતો... એની હજી ટ્રેનિંગ ચાલતી હતી... એનાં ફાધર આર્મી માં હતાં જે ૧૨ વર્ષ પહેલાં શહીદ થઈ ગયેલાં અને દિકરો એટલે રાજવીર પણ શહીદ થવાનાં સપનાં સાથે જ અહીં આવ્યો હતો... એ બીજા લોકો સાથે કામ વગર વાતો ન કરતો... અમને એકબીજા સાથે રહેવાનું એકબીજા વિશે જાણવાનું ગમવા લાગ્યું... અમે રોજ એની ટ્રેનિંગ પતે એટલે સાંજે ૭ વાગ્યે પહાડી પર આવેલાં એક ખંડર પાસે મળતાં... એ વાત માત્ર એનાં બે દોસ્ત વસિમ અને ધીરજ ને જ ખબર હતી... હા, અમારો પ્રેમ એકદમ પવિત્ર હતો.. અમે એકબીજા નાં માત્ર હાથ પકડી તેનો સ્પર્શ માણતાં વાતો કરતાં લગ્ન કરી સાથે રહેવાનાં સપનાં જોતાં... કોમ ને લઈ ને કદાચ અમારાં પરિવાર લગ્ન માટે ન પણ માને એ વિશે પણ ચર્ચા કરતાં દલિલ કરતાં અને આખરે નક્કી કરતાં એકબીજા નાં ન થવાય તો કુંવારા રહેવું પરંતુ બીજા કોઈનાં ન થવું....

મહિના માં બે દિવસ એને શહેરમાં જવાની ફરવાની રજા મળતી એ આખો દિવસ એ મારી સાથે વિતાવતો... મને ટીફીનો બનાવવા માં મદદ કરતો... ગીત સંભળાવતો... પંજાબ ની વાતો કરતો...

બધું સારું જતું હતું... એની સાથેનાં ૧૨ મહિના ક્યાં વિતી ગયા ખબર જ ના પડી... હવે તો જાણે એનાં વગર રહેવું એ વિચાર માત્ર થી હું ડરી જતી.... ૧૨ મહિને એની ટ્રેનિંગ પૂરી થઈ અને એની પોસ્ટ પંજાબ અમૃતસર વાઘા બોર્ડર પર થઈ... તે જે દિવસે જવાનો હતો એની આગલી રાતે તે મને મળવા આવ્યો... અને મને સાફ સાફ યાદ છે એણે મને જે કહેલું...."

"શું કહેલું??" માહિરે અધિરાય થી પૂછ્યું

એણે કહેલું...
"ગઝાલા દેશપ્રેમ અને તારાં માટે નો મારો પ્રેમ અનહદ્ છે... બે માંથી કોઈ એક ને પંસદ કરવું અશક્ય છે... હું જાવ તો છું પરંતુ તને વચન આપું છું હું જલ્દી પાછો આવીશ... અને હવે આવીશ તો તને પરણી ને જોડે જ લઈ જઈશ... બસ તું હિંમત રાખી ને મારી રાહ જોજે... હું જરૂર થી આવીશ..." ગઝાલા ની આંખો મા હમણાં પણ એ વિરહની ઘડી નું દુ:ખ છલકાઈ રહ્યું હતું...

"તો એ આવ્યો??" માહિર ને હવે આગળ શું બને છે એ જાણવામાં ઘણો‌ રસ હતો..

"એના વગર નાં એ ચાર વર્ષ હું જીવી કંઈ રીતે એ જ ન સમજાયું... પેલું કહેવાય છે ને "ઉમ્મીદ પે તો દુનિયા કાયમ‌ હૈ"... બસ એવું જ હતું ... એ આવશે એ‌ ઉમ્મીદ પર હું ચાર વર્ષ જીવી ગઈ...એણે જવા પહેલાં ચિઠ્ઠી લખા એવું કહેલું પરંતુ એક પણ ચિઠ્ઠી નહતી આવી... તો પણ મેં એનાં પ્રેમ નાં વિશ્ર્વાસે ચાર વર્ષ રાહ જોઈ મન માં કોઈ પણ જાત નાં વિચાર કર્યા વગર... મને વિશ્ર્વાસ હતો એ એક દિવસ જરૂર આવશે... આ ચાર વર્ષો મા એનો એક દોસ્ત વસિમ જ એવો હતો જે મને આશા આપતો... અને મારી સાથે એની વાતો કરતો... અને આખરે મારો વિશ્ર્વાસ જીત્યો... એક દિવસ અચાનક એ બપોરે ૪ વાગ્યે ઘરે આવ્યો... હું તો એને જોતી જ રહી ગઈ... જુવાન છોકરો લાગતો રાજવીર હવે એક પુરૂષ બની ને આવ્યો હતો... દેખાવ તો એવો જ હતો... પરંતુ હવે જરા ગંભીર બની ગયો હતો... સહેજ દાઢી અને મૂછ ઉગી ગયેલી... શરીર કસાયેલુ લાગતું હતું... હું એની તરફ દોડી અને ભેટી પડી... મારાં આંસુ વહેતા રહ્યાં ને એનો શર્ટ ભીંજવતા રહ્યાં... એ પણ મારાં માથા પર હાથ ફેરવતો રહ્યોં.... આખરે એણે ધીરે થી મને પોતાનાં થી દૂર કરી...અને મારાં ગાલ પકડી ચહેરો પોતાનાં તરફ કર્યો... અને આંખો માં જોતાં પૂછ્યું...

"કેવી છે તું... મારાં એક પણ પત્રો નો જવાબ કેમ નહતો આપ્યો?... મને એમ કે ક્યાંક તને કંઈ થઈ તો નથી ગયું ને" એનો સવાલ સાંભળીને મારાં પગ નીચેથી જમીન નીકળી ગઈ જાણે... મેં એની સામે‌ જોતાં એને પૂછ્યું...

"કેવાં પત્રો?? મને તારાં કોઈ પત્રો નથી મળ્યાં... "

"મેં તને દર ૩ મહિને પત્ર મોકલતો... અને તારાં જવાબની રાહ જોતો... પરંતુ આખરે તારો કોઈ જવાબ ન આવતાં બે દિવસ ની રજા લઈ ને હું અહીં આવ્યો તને મળવા.... એ પત્રો તને ન મળ્યાં તો ગયાં ક્યાં??" રાજવીર એ ગંભીરતાથી કહ્યું

"મને પત્ર વિશે કશી જાણ નથી... ભારત ની પોસ્ટ નું એવું જ હોય છે બની શકે વર્ષો પછી મને એ પત્રો મળે પણ ખરાં..." મેં વાત ને ગંભીરતાથી ન લેતાં ફરીથી એની બાહોંમાં સમાઈ ગઈ... અબ્બા તો રાતે જ ઘરે આવતાં એટલે અમે મારાં ઘરે જ બેઠાં.. અને જમ્યા પણ‌ સાથે... ચાર વર્ષો પછી પણ અમારો પ્રેમ એવો જ હતો.. એનું મારા પ્રત્યે નું વર્તન પણ એ જ... અને મને અપાતી ઈજ્જત પણ એ જ... પરંતુ હવે... એકબીજા ને પૂરી રીતે અપનાવવા હતાં.. તન અને મન થી જે માટે લગ્ન કરવાં જરૂરી હતાં.. હવે એકબીજા થી દુર રહેવું અશક્ય હતું અમારાં બંને માટે.."

* * * * * *

બીજા દિવસે હું તેને મૂકવાં ગઈ રેલ્વે સ્ટેશન પર તો એણે મને વચન આપ્યું કે એ જલ્દી થી પોતાની ઘરે વાત કરી ને લગ્ન કરવાં આવશે....

હું ખુશી ખુશી એની રાહ જોતી દિવસ પસાર કરવાં લાગી.. એક દિવસ જ્યારે હું બધાં સૈનિકો ને ટિફીન આપી વસિમ ને મળવા એનાં ટેન્ટ માં ગઈ તો એ તો ત્યાં ન હતો પરંતુ એનું ટિફીન મૂકતી વખતે મારે હાથે રાજવીર એ મોકલેલા દરેક પત્રો લાગ્યાં...

હું સમજી ગઈ કે પત્રો મારાં સુધી કેમ નહતાં પહોંચી શક્યાં પરંતુ એ સવાલે મને વધુ દુ:ખ પહોંચાડ્યું કે જેને હું અને રાજવીર અમારો મિત્ર માનતાં હતાં જેનાં પર વિશ્વાસ કરતાં એણે એવું શું કામ કર્યું... એટલાં મા વસિમ ત્યાં આવ્યો અને મારાં હાથ માં પત્રો જોય ને એ મારી નજીક આવ્યો... અને મારાં હાથ માંથી પત્રો ખેંચી લીધાં... મેં એને પૂછ્યું તો એણે મારો ખભો પકડી ને નજીક આવતાં કહ્યું...

"તું એક મુસલમાન થઈ ને હિન્દુ સાથે લગ્ન નું વિચારી પણ કઈ રીતે શકે?? તને ભાન છે તું શું કરવા જઈ રહી હતી?? તને તારું જીવન પ્યારું નથી લાગતું... હું તને એવું નહીં કરવા દવ.."

એની આંખો માં હિન્દુઓ માટે આટલો ગુસ્સો જોય હું ખરેખર ડરી ગયેલી... અને ત્યારે જ‌ મને શંકા જાગી કે એ આતંકવાદી જ હોય શકે... બાકી હિન્દુસ્તાન નાં સૈનિકો માં આટલી નફરત નથી હોતી... હું ત્યારે ચુપ રહી ત્યાંથી જતી રહી એનો રસ્તો શોધવાનું નકકી કર્યું...

બે મહિના એનાં ઉપર પુરેપુરી નજર રાખી આખરે જાણવાં મળ્યું એ આતંકવાદી ઓ માં જ‌ સામેલ હતો.. અને ભારત માં ચાલતી તમામ વાતો ની દરેક ખબર આતંકવાદી સુધી પહોંચાડતો હતો... પરંતુ મારી પાસે કોઈ સબુત ન હતું એના ખિલાફ... તેમ છતાં મેં બીજા બેત્રણ સૈનિકો ને એનાં વિશે જણાવવાનો પ્રયત્ન પણ કરી જોયો પરંતુ હું એની દોસ્ત હતી એની બધાં ને જાણ હતી અને ઉપરથી મુસલમાન.. તો શક મારાં ઉપર પણ થઈ શકે એ વાત ની બીકે હું ચુપ રહી અને કર્નલ ને એક અનામી પત્ર લખ્યો... જેમાં જણાવ્યું કે વસિમ આતંકવાદી હોવાની શંકા છે ...

પરંતુ ખબર નહીં કોઈએ એ પત્ર પણ બદલી નાખ્યો..અને વસિમ નાં બદલે મારાં અબ્બા નું નામ એમાં લખી નાખ્યું મારા અબ્બા પર ઈન્ક્વાઈરી બેસાડાય એમને જેલ માં પુરી દિવસ રાત કારણ વગર સવાલો કરવાં માં આવતાં.. મારાં ઘર પર પણ ૨૪ કલાક નજર રાખવામાં આવતી... અબ્બા ના ખિલાફ કોઈ સબુત તો હાથ ન લાગ્યો એટલે આખરે કાશ્મીર ની બહાર ન જવું એમ કહી એમને છોડી દેવામાં આવ્યા પરંતુ અહીં નાં લોકો એ એમને આતંકવાદી જ માની લીધાં એમને સંભળાવતાં... દેશદ્રોહી કહેતાં... આટલાં વર્ષો દેશ નાં જવાનો ની સેવા કરી ને આજે આવું સાંભળવાનું એ અબ્બા થી સહન ન થયું .. એમણે ફાંસી ખાય ને આત્મહત્યા કરી નાખી.... "

"વોટ??? " માહિર ઊભો થઈ ગયો...

"હા, પરંતુ આતો હજી શરૂઆત હતી... અબ્બા નાં ગયા પછી મારે પણ લોકો નાં જાતજાત ના ટોણાં સાંભળવા પડ્યાં... હવે મારી પાસે રાજવીર ને પત્ર લખી બોલાવવા સિવાય કોઈ રસ્તો ન હતો... મારે બસ એની સાથે લગ્ન કરી અહીં થી દુર જવું હતું... હું જાણતી હતી કે વસિમ ની નજર હજુ પણ અહીં જ હતી અને કોઈ માને કે ન માને પણ અબ્બા ને ફસાવવા માં એનો જ હાથ હતો.. તેથી મેં છુપાય ને રાજવીર ને પત્ર લખ્યો... અને એનાં આવવાની રાહ જોવા લાગી.. હવે તો કોઈ મારી પાસે ટિફીન પણ નહતું લેતું...

અચાનક એક રાતે દરવાજો ખખડયો મને લાગ્યું રાજવીર છે મેં ઝડપથી વિચાર્યા વગર દરવાજો ખોલ્યો... રાજવીર તો નહતો... વસિમ હતો... એ જબરદસ્તી ઘર માં આવી ગયો અને એની સાથે એનાં ત્રણ આતંકવાદી મિત્રો પણ હતાં... બધાં એ મળી ને ચાર કલાક સુધી મારી સાથે... બ..બળાત્કાર કર્યું... જે શરીર માત્ર રાજવીર ને સોંપવાની હતી .. એ શરીર ને એલોકોએ એ લાયક પણ નહતું છોડ્યું... પરંતુ આટલું સહી ને પણ હું એલોકો સામે રડી નહીં... મને એવી નગ્ન હાલત માં છોડી એલોકો ભાગી ગયાં...આ બાજુ એલોકો નાં જતાં જ રાજવીર આવ્યો મને આ હાલતમાં જોય એ જલ્દી થી ચાદર લઈ મને ઓધાળવા જ જતો હતો... કે વસિમ ગામનાં લોકો ને લઈ ને ત્યાં આવ્યો અને બધાં એ માની લીધું કે રાજવીર એ મારી સાથે...." ગઝાલા નો અવાજ પહેલી વાર ધ્રુજયો હોય એવું માહિર ને લાગ્યું એણે ઊઠી ને એને પાણી આપ્યું... અને ધીરેથી કહ્યું..

"તમને તકલીફ થતી હોય તો આ કિસ્સો... "

"ના ના.. હું ઈચ્છું છું કે જો તમે આ છાપો તો એમાં તમામ હકીકતો હોય.. અને અમારાં અસલ નામો પણ હોય... " ગઝાલા એ દ્રઢતા થી કહ્યું...

"હમમ.. તો આગળ શું થયું... ?" માહિરે પાછાં બેસતાં પૂછ્યું

બધાં એ મળી ને રાજવીર ને મારવાં લાગ્યું... હું અને એ બધાં ને સમજાવતાં રહ્યાં પરંતુ કોઈ એ અમારી એક ન સાંભળી... આખરે.. રાજવીરે પોતાની બંદુક કાઢી પહેલાં લોકો સામે તાકી.. એટલે લોકો ગભરાય ને દુર થઇ ગયાં... એણે મારી સામે જોયું અને કહ્યું...

"ગઝાલા.. હું તને હજી પણ એટલો જ પ્રેમ કરુ છું... મેં પ્રેમ તને કર્યો હતો તારાં શરીર ને નહીં... હજી પણ મારે તારી સાથે જ લગ્ન કરવાં છે... અને તારી સાથે જ જીવન જીવવું છે ... પરંતુ આપણે લોકો ને ગમે તેટલું સમજાવીશું એલોકો મને જ તારો ગુનેગાર માનશે અને જો એ વાત આર્મી સુધી પહોંચશેતો હિન્દુસ્તાની આર્મી નાં જવાને આવું કર્યું એવો આરોપ મારી સાથે મારાં દેશ નાં જવાનો પર પણ લાગશે... હું કાયર નથી... પરંતુ દેશ ની નજરો માં ઉતરી ને જીવી શકું એમ પણ નથી... મને માફ કરજે હું તને બચાવી ન શક્યો અને હવે તને આમ એકલી મુકી ને જાવ છું.. પણ આ મારી જાન તારાં અને આ દેશ માટે કુરબાન છે...." અને ગોળી ચાલવાનો અવાજ આવ્યો અને બધુ સુન... જાણે મારી તો આખી દુનિયા એક પળ માં ઉજળી ગઈ હું ત્યાં જ બેહોશ થઈ ને પડી ગઈ... "

"એણે પોતાને ગોળી મારી..?" માહિરે આશ્ર્ચર્ય થી ગઝાલા સામે જોયું .. ગઝાલા ની આંખો માં ગર્વ સાફ દેખાતું હતું..

"હું ચાર દિવસે હોશ માં આવી ત્યારે એની બોડી એનાં ઘરે પહોંચાડી દેવામાં આવી હતી... આર્મી દ્વારા મને સવાલો કરવામાં આવ્યાં જેમાં મેં તમામ હકીકતો જણાવી ..હવે મને વસિમ ની બીક ન હતી... હવે મારી પાસે એનાં થી ડરવાનું કે ભાગવાનું કોઈ કારણ ન હતું... આર્મી એ તપાસ દ્વારા જાણ થઈ કે આતંકવાદી સાથે મળીને દેશ નાં ખિલાફ મોટું સ્ડયંત્ર રચી રહ્યોં હતો.. એનાં તમામ સાથી પણ પકડાઈ ગયાં... અને રાજવીર ... એને લોકો હજું કાયર, દોષી અને જાણે શું શું સમજે છે..... જો તમારી ઈચ્છા હોય આ સ્ટોરી છાપવાની તો મને બહુ ખુશી થશે... રાજવીર એ આપેલી કુરબાની લોકો ને જણાવી ને... "

"હું જરૂર થી આ સ્ટોરી છાપીશ.. વેલેન્ટાઇન ડે પર સાચ્ચા પ્રેમ અને દેશપ્રેમ ની આ રિયલ સ્ટોરી થી સારું હું બીજુ શું છાપી શકું..? રાજવીર ને જરૂર ઈન્સાફ મળશે એ રીતે હું આખી વાત લખીશ.... પણ મેમ એક સવાલ હજી પણ છે... મન માં... પુછી શકું??" માહિરે નમ્રતા થી પૂછ્યું

"હા, પૂછો" ગઝાલા એ જવાબ આપ્યો..

"ગાઈડ કહેતો હતો કે તમારો એક દિકરો છે..તો શું તમે બીજા મેરેજ ..?"

ગઝાલા એ હસતાં મોઢે કહ્યું...

"ના, હું તો મન થી રાજવીર ને પરણી ચૂકી છું... હું નથી જાણતી કે મારો દિકરો વસિમ અને એનાં મિત્રો માંથી કોનું લોહી છે... પરંતુ મેં એને જન્મ આપ્યો.. અને છેલ્લા ૯ મહિના થી એ એની આર્મી ની ટ્રેનીંગ માં છે.... એનું નામ પણ મેં રાજવીર રાખ્યું છે"

"તો તમને એને જોય ને વિચાર નથી આવતો કે એ એક આતંકવાદી ની સંતાન છે" માહિરે આંખો ઝીણી કરતાં પૂછ્યું

"ના... મને એ વાત નો સંતોષ છે કે એક આતંકવાદી કે જે ભારત ને એટલી નફરત કરતો આજે એનું જ લોહી ભારત ની રક્ષા કરવા ની તૈયારી કરે છે... એલોકો સાથે મારો બદલો આજ છે..." ગઝાલા એ ગર્વ થી કહ્યું અને ઉમેર્યું "હવે મારાં પ્રેમને અમર બનાવી એની હકીકત લોકો સુધી પહોંચાડવા નું તે તમારાં હાથ માં છે"

"છેલ્લો સવાલ....રાજવીર વગર ની જીંદગી કેવી વિતી?‌‌તમારી ફિલીંગ જણાવશો તો સ્ટોરી વધુ સારી રીતે લખી શકીશ..." માહિરે પૂછ્યું

"હું એનાં વિના જીવી જ ક્યાં? એ હંમેશાં મારી અંદર મારી સાથે ... મારાં માં જીવતો હતો... "

માહિર ને પોતાનાં બધાં સવાલો નો જવાબ હવે મળી ગયાં હતાં...

* * * * * *

14th ફેબ્રુઆરી

"તારી સ્ટોરી એ તો કમાલ કરી દીધી... ૨૪ કલાક પણ નથી થયાં છપાય ને અને દરેક સોસિયલ મિડીયા, ન્યૂઝ ચેનલ બધે રાજવીર અને ગઝાલા ની ઈન્સાફ ની વાતો થાય છે..‌" 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' નાં ડાયરેક્ટર માહિર સામે બેસતાં ગર્વ થી કહ્યું...

"હવે જોજો... સરકારે મજબુર થઈ ને રાજવીર ને શહીદ ઘોષિત કરી એને પુરસ્કાર આપવું પડશે... એક યા બીજી રીતે એણે જાન તો દેશ નાં જવાનો નું નામ‌ ખરાબ ન થાય એટલે જ આપી હતી ને..."

"લેટ્સ સી.. આગળ શું થાય...."

* * * * * *

દેશ ના લોકો ની માંગણી સામે હારી ને સરકારે રાજવીર ને શહીદ ઘોષિત કરી.. એનાં વર્તી ગઝાલા ને અઠવાડિયા પછી દિલ્હી માં પી.એમ નાં હાથે પુરસ્કાર અને ગઝાલા જીવે ત્યાં સુધી એને દરમહિને નો ખર્ચ સરકાર આપવાનું નકકી કરવામાં આવ્યું.... અને જ્યારે આ ખબર પોતે જાતે ગઝાલા ને આપશે એમ વિચારી માહિર એને મળવા ગયો તો જોયું કે ગઝાલા આરામ ખુરશી પર સરકાર દ્વારા મળેલાં પત્ર ને છાતી પર ચાંપી ને આંખો બંધ કરી ને ચહેરા પર સંતોષ સાથે હંમેશા માટે રાજવીર ની પાસે પહોંચી ચુકી હતી... એ કદાચ આ જ દિવસ માટે જીવતી હતી....


બીજા રસપ્રદ વિકલ્પો