અનહદ.. (17) Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહદ.. (17)

મંગલમ્ ભગવાન વિષ્ણુ:, મંગલમ્ ગરુણધ્વજ: ,,......
એકતા કપૂર ની કોઈ સીરિયલ હોય તો આવો શ્લોક બેકગ્રાઉન્ડમાં વાગતો હોત, પણ માફ કરજો અહીં પ્રતિલિપિ વાળાઓ એ સુવિધા નથી આપી..

"ચોખા નો કળસ અને આરતીની થાળી લાવ, મારે ગૃહપ્રવેશ કરવો છે." કહેતી હસતી હસતી આશા ઘરમાં ચાલી આવે છે.

મિતેશ તો વિચારતો જ રહી ગયો, શું ચાલી રહ્યું છે તેને કશુંજ સમજમાં નથી આવતું, તો પણ આશાની બેગને ઘરમાં લીધી અને દરવાજો બંધ કરી આશા પાસે આવી બેસી ગયો.

"મેડમ, હવે જરા કહેશો કે આ બધું શું ચાલી રહ્યું છે.!? આશ્ચર્ય ભર્યા અવાજે તે આશાને પૂછે છે.
"કંઈ નહીં, બસ હવે આપણે બંન્ને સાથેજ રહીશું." આશાએ આંખો નચાવતાં કહ્યું.
"અરે પણ, એમ થોડું ચાલે, અંકલ-આંટી એ તને અહીં આવવાની મંજુરી કઈ રીતે આપી? કે પૂછ્યા વગર જ આવી ગઈ !" કહેતાં પોતાનો ફોન હાથ માં લઇ કોઈ નંબર ડાયલ કર્યા.
આશા તો બેફિકરાઇ થી આરામથી સોફા પર સૂતી જ છે.

"હા હા, ઓકે, ઓકે." કહી ફોન બાજુ પર મુકતાં બોલ્યો, "કમાલ છે યાર તું, અંકલ ને પણ માનવી લીધા, તું માણસ છે કે મશીન! મિતેશ આશા તરફ આશ્ચર્ય સાથે જોઈ રહ્યો.

"મશીન, અને તું એનું એન્જીન." કહેતી એ હસવા લાગી અને ઉભી થઇ મિતેશને વળગી પડી, મિતેશને સોફા પર બેસાડી તેના ખોળામાં બેસતાં બોલી, "તારી સાથે રહેવા પપ્પાતો શું હું તો ભગવાનની પણ મજૂરી લેવી પડે તો ત્યાંથી પણ લઇ શકું."
"પણ..." મિતેશ કંઈ બોલે તે પહેલાં જ તેના અધરો પર આશાના હોંઠનું તાળું લાગી ગયું...

આશા એકદમ ખુશ હતી, ખુશ તો મિતેશ પણ હતો જ પણ આ જે ચાલી રહ્યું હતું એ પચાવવામાં તેને થોડી મુશ્કેલી પડી રહી છે.

"તને એક વાત કહેવી છે." કહેતાં મિતેશનો હાથ પોતાના હાથમાં લઈ બોલવા લાગી, "મેં જ્યારથી તે ફિલ્મ જોઈ ત્યારથી જ મેં નક્કી કરી લીધેલું કે મારે તારી સાથે એ જ વસ્તુ પ્રેક્ટિકલી કરવી છે, બહુ મજા આવશે."

મિતેશ માથું ખંજવાળતાં બોલ્યો, "કઈ..... ફિલ્મ.....?"

"રહેવા દે બધા વાળ નીકળી જશે." આશા મિતેશનો હાથ તેના માથાં પરથી હટાવતાં બોલી, "અરે બુધ્ધુ તને કહેલું તો ખરું, "ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ ! લો, તેં હજુ જોઈ નથી? મારી સાથે રહીને પણ સુધર્યો નહીં. મારા લેપટોપમાં છે, પછી આપણે બંન્ને સાથે જોઇશું, તેમાં એક છોકરો અને એક છોકરી એકજ ઓફિસમાં કામ કરતાં હોઇ છે, બંન્ને સારાં મિત્ર બની જાય છે. બંન્ને પોતપોતાના ગર્લફ્રેંડ-બોયફ્રેન્ડ ને છોડી ચુક્યા હોઈ છે, એક વખત બંન્ને ને સાથે જ વિચાર આવે છે કે જો પોતે જ બોયફ્રેન્ડ, ગર્લફ્રેંડ ની જેમ સાથે રહેવા લાગે તો?
બસ, પછી શું તરત વિચાર અને તરત અમલ, પોતાના ટેબ્લેટમાં બાઇબલ નો ફોટો રાખી તેના પર હાથ રાખી બંને કસમ ખાય છે કે બંન્ને પતિપત્ની ની જેમ જ રહેશે પણ ક્યારેય એકબીજાને, જાનું, સ્વીટી, હની, લવ યુ એવા ફાલતુ શબ્દો નહીં કહે.
બસ સાથે રહેવાનું મિત્રો ની જેમજ પણ મિત્રતાથી થોડું વધારે એન્જોય કરવાનું !

"આપણે પણ એમજ કરીશું." કહી એકદમ ઉત્સાહમાં આવી પર્સમાંથી પોતાનો ફોન કાઢવા લાગી,
"અરે પણ, પુરી સ્ટોરી તો કહે." કહેતાં મિતેશે તેના હાથમાંથી ફોન ઝુંટવી લીધો.
હવે આખી સ્ટોરી મારી પાસેથી જ સાંભળી લેશે તો ફિલ્મમાં શું જોઈશું." કહેતાં તે લુચ્ચું હસી, આમતો હોલિવૂડનું મુવી છે માટે સ્ટોરી સિવાય પણ ઘણું છે તેમાં જોવાલાયક! કહેતાં મિતેશના ગાલે એક હળવું બચકું ભર્યું."

આશા એકદમ ઉત્સાહિત હતી, પોતાનો અને મિતેશનો ફોન કાઢી કહેવા લાગી, "એ લોકોએ તો ટેબમાં બાઇબલ ની કસમ ખાધી હતી, પણ આપણે થોડું એડવાન્સ કરીશું, ફોન આપણને જીવથી પણ વધારે વ્હાલો હોય છે, માટે આપણે ડાયરેક્ટ ફોન ની જ કસમ ખાઈશું." કહેતાં મિતેશ અને પોતાના ફોનને ટીપોઈ પર મૂકી બંન્ને એ કસમ ખાધી. અને ફ્રેન્ડ્સ માંથી ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ બની ગયા.!

"હાશ! હવે મારાં મન ને શાંતિ મળી, હું ને તું સાથે, આખો દિવસ ને રાતે." આંખ મિચકારી તે મિતેશ સામે લુચ્ચું હસી.
મિતેશ પણ મસ્તી ના મૂડમાં આવી ગયો અને કહેવા લાગ્યો,
"ના, તારે અંદર સુઈ જવાનું હું અહીં સોફા પર સુઈ જઈશ, હું પત્નીવ્રતા પુરુષ છું, પરસ્ત્રી સાથે એક બેડરૂમમાં? એ પણ તારી સાથે! મારાથી ન સુવાય, મારો પત્નીવ્રતા ધર્મ ભ્રષ્ટ થઈ જાય." બોલતાં બોલતાં આશાની કમરે હાથ વીંટાળી તેના ખભા પર બચકું ભર્યું.
"જોજે હોં, ક્યારેય પરસ્ત્રી કહ્યું છે મને તો, તારા જીવનમાં એક જ સ્ત્રી છે, અને એ હું છું." કહી આશાએ મિતેશનો કાન પકડ્યો. મિતેશના મોંમાંથી ચીસ નીકળી ગઈ, "નલાએક તારું નામ આશા કોણે રાખ્યું, તારું નામ તો કાનતાબેન હોવું જોઈએ, જયારે ને ત્યારે મારા કાન પાછળ પડી હોઇ."

આવી જ રીતે હસી મજાક કરતાં બંન્ને સાથે રહેવા લાગ્યાં, પતિપત્ની ની જેમ જ રહેતાં,

બસ સમાજની દ્રષ્ટિએ બંને અવિવાહિત હતાં એટલું જ.


**** ક્રમશઃ ****


ધારાવાહિક વાર્તા હોઇ બધા ભાગ એકપછીએક વાંચશો તો સારી લાગશે.

નોંધ:- આ વાર્તાના તમામ પાત્ર અને ઘટનાઓ કાલ્પનિક છે.

© ભાવેશ પરમાર

*** આભાર ***