અનહદ.. - (8) Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહદ.. - (8)

આજે આશા અને મિતેશ બન્ને એકબીજાની સાથે હતાં,
બંન્ને ખુશ હતાં, એમાં પણ આશાની ખુશી તો સાતમા આસમાને હતી.

"પપ્પાએ કહેલું કે આજે ઓફીસમાં મારા માટે એક સરપ્રાઈઝ છે! એ સરપ્રાઈઝ તું જ હશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી." આશા એ આંખો પોછતાં કહ્યું. "પણ, મને એ કહે કે તું કેમ આવ્યો અહીં, મને મળવા?" આશાએ ઉમેર્યું.

મિતેશે કહ્યું, "ના, તને મળવા નહી, હવે હું અહીંજ રહેવાનો હંમેશા તારી પાસે જ."
"મને સમાચાર મળ્યા હતા કે તું રસ્તો ભટકી રહી છે!
એ સાંભળીને મારી શુ હાલત થઈ હશે તને અંદાજ પણ ન આવે, એકમાત્ર તો દોસ્ત છે તું મારી, મારા જીવ કરતાં પણ મને તું વધારે વહાલી છે, તને દુઃખી ન જોઈ શકું, તો મારે આવવું જ રહ્યું તારા માટે, અને હા મારા માટે પણ!"

"સોરી મિતેશ, એતો તારાથી દુર થવાનું દુઃખ! મને લાગ્યું કે નવા દોસ્તો બનાવું, કદાચ તારાથી વિખુટા પડયાનું દુઃખ થોડું હળવું થાય, પણ હું ક્યારે મારી જાતને ખોઇ બેઠી મને પણ ન ખબર પડી, મને નહોતી ખબર કે મારું એ પગલું મને અધોગતિ તરફ લઈ જશે, તારા જેવા તો કોઈ દોસ્ત ન મળ્યા, ઉલ્ટાનું બધાએ મારો ફાયદો જ ઉઠાવ્યો " સજળ આંખે આશા બોલી રહી હતી, તે થોડી શરમ અનુભવતી હોઈ એવું લાગ્યું.

મિતેશ એની મનોસ્થિતિ સમજી ગયો,
વાતને ફેરવવા માટે તે બોલ્યો, "આજે તો મને તો લાગ્યું કે તું મને ભૂલી ગઈ કે શું? દરવાજા પર તો મારી સામે જોયું પણ નહી, સીધી અંદર જ આવી ગઈ." મિતેશે બનાવટી ગુસ્સો કરી આશાને પોતાનાથી અલગ કરતાં કહ્યું.

"એવું બની શકે ખરું! તને એવું લાગે છે કે હું તને ભૂલી શકું, શ્વાસ લેવાનું તો કોઈ ભૂલી શકે ખરું?" આશા મિતેશના ખભા પર માથું રાખતાં બોલી, "ત્યાં બધાની વચ્ચે હું તારી સાથે આ રીતે વાત કેમ કરી શકું, મારે તારા ખભા પર માથું રાખી રડવું હતું, ખૂબ રડવું હતું, આટલો સમય જે મેં કાઢ્યો તારા વગર, તને ખબર છે! મારી શુ હાલત હતી? આજે તને જોતાંજ એકવાર તો મન થયું કે તને મારી બાજુઓમાં લઈ ભીંસીને તારું કચુંબર બનાવી નાખું." આશા એ દાંત ભીડતાં કહ્યું, "પણ ઓફીસ સ્ટાફ સામે હું એ ના કરી શકું."
"જો ત્યારેજ તારી પાસે ઉભી રહી ગઈ હોત તો મારી જાતને હું રોકી ન શકી હોત."

"તો ભીંસ્યો કેમ નહી? કરી લે ઈચ્છા પૂરી." કહી મિતેશે પોતાની બંન્ને બાજુઓ ખોલી આંખો બંધ કરી.
એજ ક્ષણે બે હૃદય એક થઇ ગયાં અને તેના ધબકારાઓ વાતો કરી રહ્યા હતા, જેના પડઘા ઓફીસ ની ચારે દીવાલો પર અથડાતા રહ્યા.

હાલ તો મિતેશ આશાના ઘરે જ ઉતર્યો હતો,તેની ઈચ્છા તો ઓફિસની આજુબાજુ માં કોઈ નાનો ફ્લેટ ભાડે રાખી ત્યાંજ રહેવાની હતી, પણ આશા ના માતાપિતા ના આગ્રહવસ તેઓની સાથે જ તેમના ઘેર રોકાઈ ગયો.

આશાને તો ભાવતું હતું ને વૈદ્યે કીધું, એવું થઈ ગયું, હવે મિતેશ પોતાની સાથે જ રહેશે એ જાણીને એ ઊછળી પડી.

આખો દિવસ બંન્ને સાથે જ રહેતાં, ઘરમાં અને ઓફિસમાં પણ.
આશાએ પોતાની કેબીનમાંજ એકબાજુ મિતેશ માટે જગ્યા કરી આપી. થોડું કામ તો થોડી મસ્તી, આશા ના માતાપિતા પણ ખુશ હતાં કે તેમની દીકરી ફરી પહેલાં જેવી જ બની રહી છે, તેઓ મિતેશ નો આભાર માનતા.
મિતેશ પણ ખુશ હતો, માં બાપ ગુજરી ગયા પછી તો તે એકદમ એકલો જ થઈ ગયો હતો. પણ અહીં તેને એક પરિવાર મળી ગયો.

મિતેશ આશા પાસેથી બધું કામ શીખવા લાગ્યો અને ધીમે ધીમે આશાની મદદ કરતો થઈ ગયો.

હવે તો તે નાની મોટી મીટિંગ પણ એકલો સંભાળી લેતો.


***** ક્રમશઃ *****


(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો. અને હા, સારું લાગેતો સૌને કહેજો, સારું ન લાગે તો માત્ર મનેજ કહેજો.)

© ભાવેશ પરમાર


*** આભાર ***