અને, બંન્ને એકબીજાંથી દૂર થઈ ગયા.
મિતેશ ફરી એક વખત એકલો થઈ ગયો, આશાની યાદ તેને હર પલ આવતી રહેતી.
આશા પણ મિતેશ વગર પોતાને અધૂરી જ સમજતી.
બંને ફોન પર કલાકો સુધી વાતો કરતાં, આશા પોતે આખા દિવસમાં શું શું કર્યું તેની એક એક નાની નાની વાત પણ મિતેશને કહેતી. તે આશાની વાત પ્રેમથી સાંભળતો અને પોતાની પણ બધી વાત કરતો.
પણ સમય જતાં ધીમે ધીમે ફોન પર વાત કરવાનું ઓછું થતું ગયું.
મિતેશ તો કરતો જ પણ આશા કોઈનુંકોઈ બહાનું કરી વાતને ટૂંક માં પુરી કરવાની કોશિશ કરતી.
મિતેશે એ વાત ની નોંધ પણ લીધી, આશા ને પૂછવાની કોશિશ પણ કરી પરંતુ આશા હંમેશા જવાબ આપવાનું ટાળતી અને બધું બરાબર જ છે એવું કહેતી રહી.
ખરેખર તો આશા મુંબઈ માં આવીને મુંબઇ ના રંગમાં રંગાવા લાગી, હવે તે બદલાઇ રહી હતી, બીજા પૈસાદાર છોકરા છોકરીઓ ની સોબત ની સારી નરસી અસર તેના પર પડવા લાગી.
મોડી રાત ની દારૂ-બિયરની પાર્ટીઓમાં હવે એને મજા આવવા લાગી. રાત રાતભર ઘરથી દૂર રહેવા લાગી, ટૂંકા કપડાં પહેરવા તો તેના માટે સાવ સામાન્ય થઈ ગયું.
ઘણા બોયફ્રેન્ડસ પણ બની ગયા, જે આશા ની માસૂમિયત નો ગેરફાયદો ઉઠાવવા માટે તત્પર રહેતા. જેનાથી અમુક સમય તો આશા બચતી રહી પણ ધીમે ધીમે તેને પણ એ બધું ગમવા લાગ્યું.
આશા હવે એ આશા નહોતી રહી જે મિતેશ ની આગળ પાછળ ફરતી, અને બાળકો જેવી હરકતો કરી તેને પરેશાન કરતી રહેતી.
ટૂંકમાં હવે તે મોટી થઈ ગઈ પણ વાસ્તવ માં તે બગડી રહી હતી.
તેના મમ્મી પપ્પા પણ તેનામાં આવેલ ફેરફાર જોઈ શકતાં હતા. આશામાં આવેલ બદલાવથી બંન્ને તેના ભવિષ્યને લઇ બહુ ચિંતિત હતાં.
તેઓ જાણતા હતા કે એક જ વ્યક્તિ છે જે આશાને કાબુ માં રાખી શકે.
પણ મિતેશ નું ભણવાનું પૂરું ન થાય ત્યાં સુધી કસું ન કરી શકાય.
વચલો રસ્તો કાઢવા તે આશા ને પોતાની કંપનીમાં પોતાની સાથે લઈ જવા લાગ્યા, તેઓ ને લાગ્યું કે ઓફીસ સંભાળશે તો થોડી જવાબદાર બની જશે અને વ્યસ્ત પણ થઈ જશે.
આશા એ પહેલાં તો થોડી આનાકાની કરી પણ પછીથી માની ગઈ, હવે ભણવાની સાથે તે ઓફીસ જવા લાગી જેના કારણે ખરાબ સોબત ની અસર ઓછી થવા લાગી.
સમય સાથે, તેનામાં સુધારો આવતો ગયો, સાથે સાથે થોડી ગંભીરતા પણ આવવા લાગી, ભણવાનું પત્યા પછી તો ઓફીસ માં પણ પોતાનું સ્થાન મજબૂત બનાવી લીધું. પોતાની કંપની ને ઊંચાઈ પર લઈ જવા માટે તે બનતી કોશિશ કરવા લાગી.
હવે તે એક સમજદાર, બિઝનેશ વુમન બનવા લાગી અને સાથે સાથે થોડી સખ્ત પણ.
ઓફીસમાં પોતે તો દરરોજ મોડી જ આવતી પણ તેના સિવાય કોઈ મોડું આવવાની હિંમત ન કરતું.
........
'સાહેબ ચા નો કપ પકડી રાખવાથી ચા પેટમાં નહીં જતી રહે, પીવી પણ પડે, આપી દો ઠંડી થઈ ગઈ.' પટ્ટાવાળા રહીમભાઈ તેના હાથમાંથી કપ લેતાં બોલ્યા અને મિતેશ પાછો ફ્લેશબેક માંથી આજમાં આવી ગયો. 'આ તમારાં મેડમ રોજ મોડાં જ આવે છે કે સું, આવાં મેનેજર હોય તો ચાલી રહી કંપની.' મિતેશે રહીમભાઈને કહ્યું.
'ચૂપચાપ ઉભા રહો સાહેબ તમે મારી નોકરી પણ ખાઈ જશો, મેડમ સાંભળી જશે તો આફત આવી જશે, હવે એમનો આવવાનો સમય થઈ ગયો છે.' કહી રહીમભાઈ ત્યાંથી સરકી ગયા.
મિતેશે દરવાજા પર લાગેલી પ્લેટ વાંચી.
Ms. Asha Patel.
Sr. Manager.
વિચારવા લાગ્યો કે...
એ બાળકો જેવી માશૂમ, ભોળી, રમતિયાળ, નટખટ આશા મેનેજર બનીને કંપનીની જવાબદારીઓ કેવી રીતે ઉઠાવતી હશે.