અનહદ.. - (9) Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહદ.. - (9)

મિતેશ આશા પાસેથી બધું કામ શીખતો ગયો અને બધી જવાબદારીઓ પોતાના પર લેતો રહ્યો. નવરાશ ના સમયે બન્ને ફરવા નીકળી પડતાં.

હવે આશા ફક્ત મોટી પાર્ટી ઓ સાથે ની મિટિંગ માં જ હસ્તક્ષેપ કરતી એ સિવાયનું મોટાભાગનું બધું કામ મિતેશ કરવા લાગ્યો. ઓફીસસ્ટાફમાં પણ મિતેશ ચહિતો થઈ ગયો, બધાની તકલીફ સમજતો અને તે એકદમ સમજદારી પુર્વક બધું સંભાળી લેતો.
આશા પણ ખુશ હતી તે જાણતી હતી કે મિતેશ તેના માટેજ આ બધું કરે છે, તેને હવે પોતે પૂર્ણ થઈ રહી હોય એવું લાગતું હતું.
આશાના પપ્પા પણ મિતેશને લઇ બહુ ખુશ હતા, તે હંમેશા મિતેશનો આભાર માનતા, મીતેશ પણ પોતાનું જ ઘર અને પોતાની જ કંપની હોઈ એવી રીતે જવાબદારી ઉઠાવતો.

એક દિવસ આશા બહુ ખુશ થતી આવી મિતેશની વ્હીલ ચેરને ચકડોળની જેમ ફેરવવા લાગી અને કહેવા લાગી, "ચાલ, ગોવા જવાની તૈયારી કરી લે."
મિતેશ ઉભો થઇ ગયો તેને ચક્કર આવવા લાગ્યાં, તે ટેબલ ના સહારે ઉભો રહી કહેવા લાગ્યો, "પાગલ, અહીંયા આટલું કામ પડ્યું છે ને તને ગોવા જવાની પડી છે?"

"અરે બુધ્ધુ ઓફીસ કામથી જ જવાનું છે, ફરવા નથી જવું." આશાએ તેને પોતાના હાથ વડે ટેકો આપતાં કહ્યું, " એ વાત અલગ છે કે જઇયે જ છીંએ તો થોડું ફરી પણ લઈશું." કહી તે હસવા લાગી.

એક મોટી સેમિનાર માં ભાગ લેવા માટે બંનેનું ગોવા જવાનું થયું. એ પણ ત્રણ દિવસ માટે.
સેમિનાર પતાવી બાકીનો સમય તેઓ આખા ગોવા માં ફરતાં.
ત્રણ દિવસમાં તો તેઓ એ ગોવા ની કોઈ જગ્યા બાકી ન રાખી, દૂધસાગર ધોધ હોઈ કે પાલોલેમ બીચ કે પછી અગૌડા ફોર્ટ હોઈ કે કોઈ ચર્ચ, બધે ફરી વળ્યાં. તેઓએ તો ત્યાની ગુજરી બજાર પણ ન છોડી. બંન્ને ને એકબીજા સાથે બહુ મજા આવતી, જેવો સમય મળે કે બંન્ને નીકળી પડતાં.

પણ ત્રીજા દિવસે જે બન્યું! માફ કરશો, દિવસે નહીં રાત્રે.
આમતો અત્યાર ના સમય પ્રમાણે સામાન્ય કહેવાય પણ ન થવું જોઈએ જે થઈ ગયું.

આશા આગ્રહ કરી મિતેશને ડાન્સ બારમાં લઇ ગઈ, તેઓ ખૂબ નાચ્યાં, ત્યાં સુધી તો બરાબર હતું પણ મિતેશની મનાઈ કરવા છતાં પોતે તો દારૂ પીધોજ પણ મિતેશને પણ પીવડાવ્યો, મિતેશ ના ના કરતો રહ્યો પણ આશાના આગ્રહવસ તેની ના ઉભી ન રહી શકી, બંન્ને નશા માં હતાં.
આશાએ તો એટલો પીધો કે તેને હોટલ પહોંચાડવી પણ બહુ મુશ્કેલ થઈ ગયું. તે બિલકુલ ભાનમાં ન હતી, જેમતેમ કરી મિતેશ આશાને તેના રુમમાં લઇ ગયો, તેને પથારી પર સુવડાવી અને રજાઈ ઓઢાડી.
તે થોડી વાર બેઠો એની પાસે, આશા ના માથાં પર હાથ ફેરવતો રહ્યો અને તેના ચહેરા સામે જોઈ રહ્યો, એકદમ નાના બાળક જેવો લાગતો માસૂમ ચહેરો જેના પરથી નજર હટાવવાનું મન જ થાય.
તે પોતાના રૂમમાં જવા ઉભો થયો ને ચાલવા લાગ્યો, પણ અચાનક આશા એ તેનો હાથ ખેંચ્યો, "મિતુ...., પ્લીઝ...., અહીંજ સુઈજાને મારી પાસે." કહી મિતેશને પોતાના પર ખેંચ્યો.

બસ પછી શું!
બે નશા એકસાથે મળી ગયા શરાબ અને યુવાની.
એ રાત્રે તેઓ દોસ્તી ની બધી હદ ઓળંગી આગળ વધી ગયાં, જેનું બેમાં થી કોઈને ભાન ન હતું.

ગોવાની સાથેસાથે આખી સૃષ્ટિમાં સવાર પડી ગયેલી, સૂર્ય પણ નીકળીને વાતાવરણ ગરમ કરવા લાગ્યો હતો પણ હોટલના એ એર કંડીશનરની ઠંડક વાળા બંધ રુમ માં હજુ સવાર નહોતી પડી.

થોડી વારે મિતેશ સરવળ્યો, આંખો ખોલવા માટે પણ બહુ મહેનત કરવી પડી, તેના માથા પર કોઈ હથોડા પછાડતું હોય એવું લાગી રહ્યું હતું.
આશા નું માથું તેની છાતી પર હતું,
તેને સમજતાં વાર ન લાગી કે રાત્રે શું બન્યું!
આશાનું માથું હટાવી એ બેઠો થયો, અને આશા સામે જોયું, તે હજુ ઊંઘી રહી છે. તેને વ્યવસ્થિત ઓઢાડી પોતે ઉભો થયો અને બારી પાસે ગયો, બહાર નું ચિત્ર જોઈ થોડીવાર એમજ ઉભો રહયો.

આજનો દિવસ તેને કંઇક અલગ લાગતો હતો.


***** ક્રમશઃ *****


(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો. અને હા, સારું લાગેતો સૌને કહેજો, સારું ન લાગે તો માત્ર મનેજ કહેજો.)

© ભાવેશ પરમાર


*** આભાર ***