Anhad - 16 books and stories free download online pdf in Gujarati

અનહદ.. (16)

"તું મને દુઃખી જોઈ નથી શકતો તો દુઃખ આપે છે સા માટે!"

આશા ના અવાજમાં ભારોભાર દુઃખ રહેલું હતું.

"જવાદેને પાગલ, હું ક્યાં દુઃખી કરું છું તને! તને માત્ર તારો જિદ્દી સ્વભાવ દુઃખી કરે છે." આશાના વાળ માં આંગળીઓ ફેરવતાં મિતેશે કહ્યું અને એક ઊંડો શ્વાસ લીધો, તેના કપાળ સાથે પોતાનું કપાળ લગાવી બોલ્યો, "ગાંડી, હુંતો કદી સપનામાં પણ તને દુઃખી કરવાનું ન વિચારી શકું! તારામાં તો મારો જીવ વસેલો છે એ તને ક્યાં ખબર છે!, એટલા માટે તો તારી બધી બચકાની હરકતો સહન કરતો રહું છું, હું ક્યારેય તને મારાથી દૂર જતી ન જોઈ શકું, મારાં તો મન મસ્તિષ્કમાં તું જ બસ તું છવાયેલી છે, તારા વગરનાં જીવનની કલ્પના પણ ન કરી શકું! બિકોઝ આઈ લવ યુ." કહી તેને પોતાની બાથ માં ભીંસતા તે બોલ્યો, "હાં, આઈ લવ યુ આશુ."

"હાવ રોમેન્ટિક! વાહ વાહ, વાહ વાહ, તું તો શાયર જ બની ગયો ને!" આશાએ પણ મિતેશ ના આશ્લેષમાં સમાઈ જતા કહ્યું, "આઈ લવ યુ ટુ, મિતેશ હું પણ તને મારાથી દૂર નથી જોઈ શકતી, મનમાં એમ જ થયા કરે કે કાશ આપણે બંન્ને ચોવીસે કલાક સાથે જ રહી શકતાં હોત."
તરતજ મિતેશે કહ્યું, "હું પણ એ જ ઈચ્છું છું કે તું હંમેશા મારી સાથે જ રહે."
"હું ક્યાં ના કહું છું, હું તો આજે જ આવી જઉં તારે ઘેર, જો તું કહેતો હોઈ તો." મમ્મી પપ્પા ને હું સમજાવીસ એ તારું ટેન્શન નથી." આશાએ ખુશ થતાં કહ્યું.

"ના, લગ્ન વગર એ શક્ય નથી, અને લગ્ન માટે તું માનતી નથી તો એ કેવી રીતે બની શકે!" કહેતા મિતેશે આશાના માથે હળવી તાપલી મારી.
આશાએ પણ સામી તાપલી મારતાં કહ્યું, "ઓકે આપણે થોડો સમય સાથે રહીશું પછી લગ્ન કરીશું, બોલ હવે તો ખુશ ને! યાર મારે લગ્ન વગરની રોમેન્ટિક જિંદગી માણવી છે, તું કેમ નથી સમજતો! અને હવે તો મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવાનું છે." બોલતાં બોલતાં મિતેશને થોડો વધારે ભીંસ્યો. મિતેશના મોંમાંથી 'આહ' નીકળી ગયું.
"પાગલ, ઓફીસ છે, ઘર નથી." કહેતાં તેને પોતાનાથી દૂર કરી. "હા તો હવે ઘરે જ મળીશું." કહેતાં તે જવાની તૈયારી કરવા લાગી.

"પણ તું કરશે શું? એ તો કહે." મિતેશે પૂછ્યું.
"એ તને સાંજ સુધીમાં ખબર પડી જશે." કહી તે ઓફીસ છોડી જતી રહી.

મિતેશ વિચાર માં પડ્યો કે આ પાગલ હવે શું કરશે, ગઈ કાલની રાત જેવું કશું ન કરે તો સારું!

......

" લગ્ન વગર? તું અને મિતેશ સાથે! ના એ ન બને." આશાને તેના મમ્મી એ સમજાવવા પ્રયત્ન કર્યો. "તું ગાંડી થઈ ગઈ છો કે શું? સમાજ શું કહેશે! તમને અત્યારની પેઢીને સમાજની નથી પડી, પણ અમારે તો સમાજમાં રહેવું છે ને, તને ખબર છે ને કે તારા પપ્પા નું મોટું નામ છે શહેરમાં તારા કારણે એના પર બટ્ટો લાગે એવું ન કરી શકાય."

"પણ મમ્મી બસ થોડો સમય જ પછી તો હું તેની સાથે લગ્ન કરવાની જ છું ને! જમાનો બદલાય ગયો છે, હવે આ બધું સામાન્ય થઈ ગયું છે, કોઈ નોંધ પણ નથી લેતું આવી વાતો ની."
આશાએ પોતાની વાત મનાવવા માટે દલીલો ચલાવી.
તે સમજી ગયાં કે પોતાની દીકરી સામે દલીલ માં ઉતરવું અઘરું છે, "જો આશુ હું તને એ માટે છૂટ ન આપી શકું, તારા પપ્પા સાથે વાત કરીને જ કોઈ નિર્ણય લઇ શકાય." કહી આશાની દલીલો પર પૂર્ણવિરામ લગાડ્યું.
આશાના માતાપિતાએ એ વિષય પર ચર્ચા કરી, તેઓને આશાના જિદ્દી સ્વભાવ ની તો ખબર જ હતી પણ મિતેશ પર પૂરો ભરોશો હતો કે તે બધું સાચવી લેશે. માટે આશાને મિતેશ રાથે લીવ-ઇન માં રહેવા માટે પરવાનગી આપી.

.......

મિતેશ ના મન માં વિચારોનું વમળ ઉત્પન્ન થયેલું છે જે કોઈ રીતે શાંત નથી થતું., "આ છોકરી કેમ કોઈ વાતે નહીં સમજતી હોઇ, હું એને ચાહું છું અને તે પણ મને ચાહે છે, એ સ્વીકારે પણ છે. તો પછી લગ્ન માટે કેમ નથી માનતી, તેના દિમાગમાં શું ચાલતું હોય એ તો એના સિવાય કોઈ ન જાણી શકે. આટલા સમયથી હું તેની નજીક છું છતાં પણ હજુ પુરી રીતે હું તેને ઓળખી ન શક્યો! કદાચ મારો જ પ્રેમ હજુ કાચો હશે, નહીંતો તેને મનાવવા માટે કોઈ ને કોઈ રસ્તો જરૂર મળી જ જાય."
અચાનક જ વાગેલી ડોર બેલના અવાજે મિતેશને વિચાર વમળ માંથી બહાર ખેંચી કાઢ્યો. કોણ હશે અત્યારે એમ વિચારતાં તેણે દરવાજો ખોલ્યો.

દરવાજો ખોલતાં જ તે ચોંકી ગયો, આશા એક મોટી ટ્રોલીબેગ સાથે ત્યાં ઉભી હતી.
"આશા તું! અત્યારે અહીં? બેગમાં શું છે?" મિતેશ આશાને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો
"સાહેબ, તમારા બધા પ્રશ્નો ના જવાબ મળી જશે અત્યારે તો ચોખા નો લોટો અને આરતીની થાળી લાવો મારે ગૃહપ્રવેશ કરવો છે." કહેતી તે મિતેશને વળગી પડી અને તેને ચુંબનોથી નવડાવી નાખ્યો. મિતેશ તેની વાતો અને તેની સામે બની રહેલી ઘટના જોઈ આભો જ બની ગયો.

આશા બેગ ત્યાં જ મૂકી અંદર આવી સોફા પર લંબાઈ ગઈ.

મિતેશ કશું સમજી નથી શકતો.!!


**** ક્રમશઃ ****


નોંધ:- આ વાર્તાના તમામ પાત્ર અને ઘટનાઓ કાલ્પનિક છે.

© ભાવેશ પરમાર


*** આભાર ***


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED