Anhad - 3 books and stories free download online pdf in Gujarati

અનહદ.. - (૩)

હવે તો તે ખરેખર અનાથ થઈ ગયો!
પહેલેથી જ માંબાપનો તો પત્તો નહીં, જો કે રામજી અને સુષ્મા એ ક્યારેય તેને મહેસુસ ન થવા દીધું.
પણ કિસ્મત સામે લડતાં તો તે જન્મથી જ શીખી ગયેલો.

કોલેજ જતો અને બાકીના સમયે રામજીની ગેરેજ સંભાળતો, રાત્રે મોડે સુધી જાગીને સાઇકલ અને સ્કૂટર રિપેર કરતો, સારો કારીગર બની ગયેલો, જે આવક થાય એમાંથી ગુજરાન ચલાવતો.

કપડાં પસંદ કરવાની તેની પોતાની અલગ જ સ્ટાઇલ હતી, થોડાં 'ટપોરી ટાઈપ' ફૂલ ની ડિઝાઇન વાળા શર્ટ અને પગના પંજા પણ ઢંકાઈ જાય તેવા લાંબા પેન્ટ તેને વધારે પસંદ હતા, કોલેજના મિત્રો ઘણી વખત તેને કહેતાં કે તે પોતાની ચોઇસ સુધારે, પણ એને તે મંજુર ન હતું એ કહેતો, 'હું જેવો છું એવો જ દેખાવું મને વધારે પસંદ છે. કપડાંથી કિસ્મત નથી બદલી શકાતી.'

પણ હવે ઉપરવાળાએ તેની ફુટેલી કિસ્મત ને બદલવા માટે ની તૈયારીઓ ચાલુ કરી દીધેલી. જેનાથી તે અજાણ હતો.

આશાનું કિરણ બની આશા આવી રહી હતી તેના જીવનમાં.

અમીર બાપની એકની એક સંતાન, લાડ કોડ થી ઉછરેલી, રહીસીમાં રહી હોવા છતાં પણ શાંત અને સમજદાર. ઘરના નોકરો ને પણ અંકલ કે દાદા કહી બોલાવે એટલી નમ્ર. સુંદરતામાં પણ કોઈ કમી નહી.
પણ આજે તેની બ્રેક ફેઈલ થવાની હતી, મતલબ કે તેની સ્કૂટી ની!

મિતેશ કોલેજ ના ગેટથી ચાલતો આવી રહ્યો હતો ને અચાનક પાછળ થી આવતા હોર્ન ના અવાજ ને કારણે તેને પાછું ફરીને જોયું તો વંટોળ ની જેમ આવી રહેલી સ્કૂટી નજરે પડી, ચલાવનાર એક હાથથી હટી જવાના ઈશારા કરતી હતી, લાગતું હતું કે તેની સ્કુટી પર તેનો કંટ્રોલ નહોતો.
મિતેશ કંઈ વિચારે એ પહેલાં તો એ 'ટક્કર' લાગી ગઈ જે તેનું જીવન બદલવા માટેનુ કારણ બનવાની હતી.

સ્કૂટી એક તરફ, આશા એક તરફ અને વચ્ચે મિતેશ જમીન પર પડેલો હતો.
ફટાફટ ઉભો થઇ આશા પાસે ગયો તે 'સોરી સોરી બોલતી રહી' બાવડું પકડી ઉભી કરતાં કહ્યું, 'ચલાવતા ન આવડતું હોઈ તો સા માટે લઈને નીકળી પડો છો? તમારો જીવ વ્હાલો ન હોઈ તો બીજાનું તો વિચારો!'

તે બોલી, 'સોરી કહ્યું ને, તો સા માટે આટલો ગુસ્સો કરો છો?'
કંઈ થયું તો નથી ને? તેની વાત સાંભળી મિતેશ ને વધારે ગુસ્સો આવ્યો.

'તો કોઈ મરી જશે તો પણ સોરી કહી છૂટી જશો એમને!'
મિતેશ ની આંખો જોઈ તે ડરી ગઈ અને કસું બોલ્યા વગર સ્કૂટી ઉભી કરવાનો પ્રયત્ન કરવા લાગી પણ તેનાથી તે ના થયું.
'સાઈડ માં હટો' કહી મિતેશે સ્કૂટી ઉભી કરી પાર્કિંગ માં લગાવી આપી.
મિતેશે જોયું આશા ના હાથ પર થોડું વાગ્યું હતું.
'ચાલ મારી સાથે.' કહી મિતેશ આશાને સ્ટાફરુમ માં લઇ ગયો અને તેના હાથ પર ફર્સ્ટ એઇડ કરાવડાવ્યું.

'સોરી, તમને મારા કારણે તકલીફ પડી, પણ મારો કોઈ દોષ નહોતો, ખબર નહીં કેમ સ્કૂટી ની બ્રેક જ નહોતી લાગતી. એટલા માટે તો હોર્ન વગાડતી હતી, પણ તમે વચ્ચે આવી ગયા.' આશા મિતેશ સાથે ચાલતાં ચાલતાં બોલી રહી.
'અને હા, થેન્ક્સ ફોર કેરિંગ મી' આશાએ ઉમેર્યું.

'ઇટ્સ ઓકે, બીજી વખત ધ્યાન રાખજો તમને વધારે ચોટ પણ આવી શકે! નીકળતાં પહેલાં હું સ્કૂટીની બ્રેક ચેક કરી આપીશ, મારા માટે થોડી રાહ જોઈ લેજો.' કહી મિતેશ પોતાના ક્લાસમાં જતો રહ્યો.

કોલેજ છૂટવા સમયે આશા પોતાની સ્કૂટી પાસે મિતેશ ની રાહ જોતી ઉભી રહી.
થોડી વારમાં મિતેશે આવી બ્રેક ઠીક કરી આપી અને કહ્યું,
' અત્યારે તો ચાલશે પણ તાર નબળો પડી ગયો છે રિપેરિંગની જરૂર છે.'
'થેંક... યુ..' આશાએ કહ્યું, પણ તેના શબ્દો અથડાઈ ને પાછા આવ્યા કારણ કે મિતેશ તો ચાલતો થઈ ગયેલો.

આશા તેને જતો જોઈ રહી.

"સ્કૂટી ની બ્રેક તો ઠીક થઈ ગઈ પરંતુ પોતાના દિલ ની બ્રેક ફેઈલ થતી લાગી."


**** ક્રમશઃ ****


આ વાર્તા ના પાત્રો, સ્થળ અને પ્રસંગો કાલ્પનિક માત્ર છે.

(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો. અને હા, સારું લાગેતો સૌને કહેજો, સારું ન લાગે તો માત્ર મનેજ કહેજો.)

?વ્યસ્તતા ને કારણે આપના રેટિંગ્સ પર આભાર વ્યક્ત ન થઇ શકે તો માફ કરજો?

© ભાવેશ પરમાર


*** આભાર ***


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED