થાર મરૂસ્થળ (ભાગ-૪) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ (ભાગ-૪)


તમારું મૌન એ કોઈ વ્યક્તિ સામે લડવાની સૌથી મોટી દલીલ હોઈ શકે છે.
લી.કલ્પેશ દિયોરા

બસ બસ અહીં ગાડી ઉભી રાખ કિશન થોડો નાસ્તો કરી લઈએ હવે થાર મરૂસ્થળ અહીંથી બહુ દૂર નથી આઠ થી દસ કિલોમિટર જ હશે.

થાર મરૂસ્થળનો અર્થ થાય છે,મૃત્યુની એક જગ્યા
જ્યાં પાણી વગર માનવી અને જાનવરોને જીવવું મુશ્કેલ છે.થાર મરૂસ્થળ એવું સ્થળ છે જ્યાં ઘણા વર્ષો સુધી એક પાણીનું ટીપું પણ ત્યાં પડતું નથી.

થાર મરૂસ્થળ પાણી ન હોવાને કારણે ત્યાં વસ્તી પણ
એક ગામમાં ૫૦૦થી વધારે નથી.ગરમીમાં રેતી એક જગ્યા પરથી બીજી જગ્યા પર બદલાય છે.એ જગ્યા પર આંધી આવી હોઈ એવું જોવા મળે છે.તે સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે.રેગીસ્તાનનું વાહન ઊંટ છે.ઊંટથી જ રેગીસ્તાનમાં તમે સફર કરી શકો છો.

જો સોનલ સામે દેખાય એ શીલારત્ન હોટલ એ જ હોટલમાં આપડે રહેવાનું છે.કિશન તમે લોકો ગાડી માંથી બધા બેગ નીચે ઉતારી દો.હું હોટલમાં પૂછપરછ કરીને આવું છું.

હા,મિલન...!!!

બેગ લઈને અંદર આવો.આજ આપણી હોટલ છે.અને અહીં જ આપડે રહેવાનું છે.ચાર રૂમ છે.બધા કપલ માટે એક એક રૂમ બુક કરીયો છે.કોઈને અગવડતા પડે તેવું છે,નહીં.અને હા,મહેશ અને સોનલને સારી રૂમ આપવી એને રાજકોટમાં રૂમ મળી નથી માટે તે અહીં આપણી સાથે આવિયા છે.

બધા હસી પડીયા.મિલન તું મઝાક કરવાનું બંધ કર....!!!

આજ રાજસ્થાનની રાત કંઈક અલગ જ હતી.રાત્રે અમે જમવા માટે બહાર નિકળીયા.હોટલની બહાર
નાની એવી જગ્યા વચ્ચે તાપણું કરી લોકો રાજસ્થાની નૃત્યની મોજ લઈ રહિયા હતા.રાજસ્થાની નૃત્ય જોવાની એક અલગ જ મઝા છે.એક રાજસ્થાની છોકરી ગીત પર નૃત્ય કરી રહી હતી..


यूँ ना सताओ म्हारा बालम जी
हिया सू लगाओ म्हारा साजन जी...

थाके लिए ही करू सोलह सिंगार रे
हर दम थाको ही करा इंतज़ार रे

थोड़ा नैन तो मिलाओ म्हारा साजन जी
हिया सू लगाओ म्हारा साजन जी...

वादो अधूरो साजन मत छोड़ दिजो
चड़ती जवानी म्हारी प्रेम रस पीजो

थोड़ा नीडे आजा ओ म्हारा साजन जी
हिया सू लगाओ म्हारा बालम जी...

चाँदनी रात पिया पीड जगावे
था बिन थारी सजनी पिया मर जावे

म्हाने अंग लगाओ म्हारा साजन जी
हिया सू लगाओ म्हारा बालम जी...

શું ગીતના શબ્દો છે.થોડી વાર એ નૃત્યને અમે માણતા રહિયા.અમને જાણ હતી,કે કાલ સવારે અમારે થાર મરૂસ્થળ જોવા જવાનું છે.ઊંટની સવારી કરવાની છે.થાક લાગશે.અમે હોટલ તરફ ગયા.હવે સવાર પડવાની અમે રાહ જોઇ રહીયા હતા.

આજ વાર સોમવાર હતો.નવેમ્બર મહિનાની પહેલી તારીખ હતી.અમે બધા જ સવારમાં થાર મરૂસ્થળ
જવા માટે ત્યાર થઇ ગયા હતા.બધા જ કપલ ખુશ હતા.

કવિતા જિગરને કહી રહી હતી મને ઊંટ પર બેસવું જરાય ગમતું નથી.તું મારી સાથે રહેજે.હા,કવિતા હું તારી સાથે જ રશ તને એકલી નહીં પડવા દવ.

મહેશ હું પહેલી વાર ઊંટ પર બેસીને સફર કરીશ.
મારુ નાનપણનું એક સપનું હતું કે હું ઊંટની સવારી કરું.હા,સોનલ આજ તારું એ સપનું પણ પૂરું થશે.

જો જે મિલન તું મને ગોબરા ઊંટ પર નહીં બેસાડતો
નહીં તો આખો દિવસ મારા કપડામાં વાશ આવશે...
નહીં માધવી અહીં ઊંટ છે ને ધોળા હોઈ છે.એટલે તારા કપડાં નહીં બગડે અને જે ઊંટની સાર સંભાળ અહીં રાખે છે.એ દરરોજ ઊંટને મોગરાનો પર્ફ્યુમ ચાટે છે.તું ચિંતાના કર.

મિલન તું મારી મઝાકનો કર....!!!!

શું મિલન તું પણ ભાભીની મઝાક કરે છો.

કિશન મારા મગજનું દહીં કરે છે....!!

જો આ અવની કઈ બોલે છે.મિલન તું શાંતિ રાખ બધે એવું છે.અવનીને તો ઊંટ પર બેસવું જ નથી.એ ના પાડે છે.એ માનતી જ નથી.

એક સાથે બધા હસી પડીયા...

પણ એ હસી આજ એક દિવસની જ હતી એ પછી એમના કપરા દિવસો શરૂ થવાના હતા.એનો તેમને ખ્યાલ પણ ન હતો.

બે લીટીમાં એક ઉપનિષદ છે !!!

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?
સૂર્યનો તડકો એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !

બસ એટલી જ વાર લાગે.મૃત્યુને કોણ રોકી શકે
કોઈ નહીં.પણ જે મૃત્યુનો ડર છે,એ ભયાનક હોઈ છે.
તમને ખબર હોઈ કે આ જગ્યા પર મારુ મૃત્યુ નિશ્ચિત છે.એ પળ તમારા જીવનની સૌથી ભયાનક પળ હોઈ છે.

પણ,મૃત્યુની જાળમાંથી બહાર નીકળવા આ ચાર કપલ હાર માનતા નથી.જ્યાં સુધી તેનામાં જીવ છે ત્યાં સુધી તે લડે છે.

*************ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ.માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)