થાર મરૂસ્થળ (ભાગ-૨) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ (ભાગ-૨)


માનવી તારું મૃત્યુ નક્કી છે.
હા,સમય અને તારીખ નક્કી નથી.

તારામાં જેટલી તાકાત હોઈ એટલું તું લડી લે..
અહીં લોકો બધા વ્યક્તિને યાદ "પણ" નથી કરતા.
લી. કલ્પેશ દિયોરા..

ગાડી ધીમે ધીમે રાજસ્થાન તરફ જઈ રહી હતી.મિલન ધીમે ચલાવ આગળ રસ્તો ખરાબ છે.
હા,કિશન મને દેખાય છે.તું ચિંતાનો કર ભાભીના ખોળામાં માથું મૂકીને નિરાંતે નિંદર કરી લે કાલ તારે જ ગાડી ચલાવાની છે...

ત્યાં જ ગાડીની બહાર ધડાક કરતો અવાજ આવીયો..

શું થયું મિલન...?

**********************

કઈ નહીં આગળ પથર હતો.શાયદ તેના કારણે ગાડીના ટાયરને પંચર પણ પડી ગયું હોઈ એવું મનર લાગી રહ્યું છે,હું જોઈ લવ છું.તમે ગાડીની અંદર જ રહો બહાર અંધારું છે,અને આમ પણ બહાર વિસ્તાર જંગલ જેવો છે.

જીગર ગાડીમાં પંચર છે.આ જગ્યા પર જ બધાને ગાડી માંથી નીચે ઉતરવું પડશે.અહીંથી અમીરગઠ હજુ ઘણું દૂર છે.

અલા આ કિશનને ઉભો કર ભાભીના ખોળામાં માથું મૂકી સૂઈ ગયો છે એને કે ગાડીમાં પંચર પડ્યું છે.

ઉઠ ઓઈ કુંભકર્ણ...!!!!!
અલા સુવા દયોને કાલે મારે ગાડી ચલાવાની છે.
ગાડીમાં પંચર છે મારા ભાઈ..!!!!

જીગરિયા મસ્તીનો કર...!!!!નિંદર કરવા દે
એ ભાભી તમે નીચે ઉતરી જાવ આને ટીંગા ટોળી કરીને જ નીચે ઉતારવો પડશે....

અલા તમે બોવ કરી,રાત્રે નિંદર પણ કરવા દેતા નથી.
તું પહેલા ગાડીની બહાર નીકળ પછી તારે જે બોલવું હોઈ એ બોલજે.અહીં અંધારું છે,અને જંગલ જેવો વિસ્તાર છે.

અલા મિલન મને એમ કે પંચર નથી પડ્યું તમે મસ્તી કરો છો..!!!અલા જીગર આને પંચર કરી ગળામાં ટાયર નાંખશુંને તારે જ ખબર પડશે કે પંચર પડ્યું છે.

કેટલી વાર લાગશે મિલન મને ડર લાગે છે અહીં,બસ બે જ મીનીટ મનિષા.ચાલો તમે ગાડીની અંદર બેસો.

હા,મિલન...!!!

એજ રસ્તા પર ફરી ગાડી ચાલવા લાગી.હવે તો બધાની નિંદર ઉડી ગઈ જીગર.તે ઉડાવી દીધી તારા કરતા તો કુંભકર્ણ નિંદર ઓછી લેતો હશે.ગાડીમાં બધા જ હસવા લાગીયા.

થોડી વાર ગાડીમાં મૌન સવાય ગયું.
કિશન મારા અને સોનલના પ્રેમ લગ્ન છે એ તને ખબર જ હશે.

હા,મહેશ..!!

જયારે આપણી કોલજ પુરી થવામાં હતી અને તે દિવસ લાસ્ટ દિવસ હતો,ત્યારની વાત છે.મને સોનલે કહ્યું..!!!તું જઇ રહ્યો છે કોલેજ પુરી થઇ તો.તારે મને કઇ કેહવું નથી.આપણે ચાર વષઁ સાથે રહિયા.સાથે મોજ મસ્તી કરી ,ઘણા બધા મુવી આપણે સાથે જોયા.એકબીજા સાથે મન ભરીને વાત કરી...

હું શું કવ........!!કોલેજ પુરી થઈ તો તું તારા ઘરે હું મારા ઘરે બીજું શું હોય

નહી એમ નહી મહેશ..
તું મને કહી કેહવાનો હતો ને ..?
હા 'એજ કે આજ તું ને હું કેન્ટીનમાં છેલ્લી વાર કોફી સાથે પી લયે.પછી કોને ખબર સાથે ક્યારે મળીયે..
મહેશ તું મારી વાત સમજતો કેમ નથી ..

પણ ,શું સોનલ તારુ મો ખોલીને વાત કર ને!!!!

નથી પીવી કોફી તારે?

નહીં...!!!!

તો ચાલો તું તારા ઘરે હું મારા ઘરે...!!!
પણ મહેશ તું આવુ કેમ કરે છો..?
શું કરુ..!!મેં તારી સાથે ઝઘડો નથી કરીયો.તું ઝઘડવાનું પ્લીઝ અહીં નહી શરુ કરતી અને એમ પણ આજ કોલેજનો છેલ્લો દિવસ છે.હું તારુ મોં એવું જોઇને ઘરે જવા નથી માંગતો.હું એમ કહી રહી છું.મહેશ કે આજે કોલેજ નો છેલ્લો દિવસ છે,તારે સોનલને કઇ કેહવું નથી.

હા,હા' કેમ નહી સોનલ તું એક સારો છોકરો ગોતીને તારું મસ્ત જીવન જીવજે.તારી મને બોવ યાદ આવશે.તું કયારેક ક્યારેક મને મળતી પણ રહેજે.મને ભૂલી નહીં જાતી.

મહેશ.......!!!!!

સોનલ પણ ઊભી તો રહે..!!!કયા જાય છે.
નથી બોલવું તારી સાથે જા.

પણ, કેમ શું થયું ?સોનલને કોઇની જોડે પ્રેમ થઇ ગયો છે.

તારી જોડે....!!!!બીજા કોઈ જોડે નહીં.

હા,તો ગાંડી કે ને એમ કે હું તને પ્રેમ કરુ છુ,એમ..
મેં કયા તને ના પાડી,હું પણ તને પ્રેમ કરું છું.
છોકરાને જ પહેલા કહેવાનું કે હું તને પ્રેમ કરુ છું કયારેક છોકરી ને પણ કેહવાય.

મહેશ.....!!!તું નહીં સુધરે..!

મેં નક્કી કર્યું હતું,સોનલ કે તું મને સામેથી કે તો જ હું
કહેવાનો છું,કે હું તને પ્રેમ કરું છું,નહીં તો નહીં
વાહ,શું તારી સ્ટોરી છે.મહેશ તે દિવસે સોનલ તને આઇ લવ યું કહ્યું જ નો હોત તો?

એ શકય જ નથી કેમ કે મારા પ્રત્યેના પ્રેમને હું સોનલની આંખમાં જોતો હતો,મને ખબર જ હતી કે સોનલ મને કહેશે જ કે મહેશ હું તને પ્રેમ કરું છું.

મહેશ તારેને સોનલને લગ્ન પછી કયારેય ઝઘડો થયો.
હા,મિલન દરરોજ જ્યાં પ્રેમ હોઈ ત્યાં ઝઘડા થાય જ. પણ,સાંજ પડે સોનલ મારી પાસે આવીને કેહતી સોરી હો યાર...!!!હું પણ કયારેક સોરી કેહતો.હા, કયારેક વાંકનો હોઈ તો પણ સોરી કહેવી પડે.

મહેશ હું ને માધવી તો કયારેય એકબીજાને ભુલથી પણ ચોરી તો કહે જ નહીં.

મિલન સબંધમાં એક બીજાને નમવું તો પડે જ આજ તારે તો કાલ માધવીને એકબીજાને નમવું તો પડે જ તો જ સબંધ અને પ્રેમ જળવાય રહે.

હું તો બધાની સામે જ ઘરે પણ કવ.સોનલને હું ખૂબ પ્રેમ કરું છું એમાં ખોટું શું છે...!!પ્રેમ કરું છું તો કરું છું.

વાહ,મહેશ તું તો પ્રેમીઓનો ગ્રુરુ બની ગયો..!!
આ તારા ભાભી સોનલે મને બનાવી દિધો.

મિલન.... મિલન....મિલન ગાડી ઉભી રાખ ,પણ શુ છે જીગર...!!હજી હમણાં તો ઉભી રાખી.એક વાર તું ગાડીની ડાબી બાજુ જોતો ખરા.....


*************ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ.માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)