Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

નફરત સે બની એક કહાની પ્યાર કી - 10

આગળ ના પાર્ટ માં જોયું સમર ના ગુસ્સા ને લીધે પાંખી રડવા લાગે છે...અને આ વાત નો સમર ને ખૂબ જ અફસોસ થાય છે....હવે આગળ...



પાંખી ઘરે આવી ને પૂજા ના કામ માં લાગી જાય છે..તે થોડી વાર માટે સમર નો ગુસ્સો અને ઓફિસ ની બનેલી ઘટના ભૂલી જ જાય છે...પાંખી રાત્રે ફ્રી થાય છે...તે તેના રૂમ માં જઈ ને બેડ પર સુવે છે...અને અચાનક એને ઓફિસ નું બધું યાદ આવે છે...તેને સમર નો ગુસ્સો યાદ આવતા તે વિચાર માં ખોવાય જાય છે...."કોઈ માણસ આટલો ગુસ્સો કેમ કરી શકે....હા મારી પણ ભૂલ હતી કે મેં લેટ કર્યું...પણ એ તો મારું આજે મન જ નહતું અને મમ્મી ની યાદ આવતી હતી એ કારણે....પણ સમર સર તો વાત વાત માં હદ જ કરે છે...."આમ વીચારતા વિચારતા તે ક્યારે ઊંઘી ગઈ ખબર જ ન રહી.....



બીજા દિવસે સમર વહેલો ઓફિસે પહોંચી જાય છે...આજે એને પાંખી પાસે માફી માંગવા નું વિચારી જ લીધુ હોય છે...એ આવીને પાંખી ની રાહ જોવા લાગે છે...




થોડી વાર માં પાંખી ઓફિસે આવે છે...તે તેની જગ્યા એ બેસી ને તેનું કામ કરવા લાગે છે...ત્યાં જ તેને જાણવા મળે છે કે ગઈકાલે સમર જે મિટિંગ માં ગયો હતો એ પ્રોજેક્ટ એને મળ્યો નથી...આ સાંભળીને પાંખી ને નવાઈ લાગે છે..અને ક્યાં કારણ થી આ પ્રોજેક્ટ સમર ને નથી મળ્યો એ જાણવા માટે તે પોતાની એક ઓફિસ ની મિત્ર ને પૂછે છે...ત્યાં જ પાંખી ની મિત્ર પાંખી ને કહે છે કે....કાલ જે file પાંખી બનાવતી હતી....તે file આ પ્રોજેક્ટ ને લગતી જ હતી....અને એનું presentation સારું ન હોવા ને લીધે આ પ્રોજેક્ટ સમર ને મળ્યો નથી....




આ સાંભળીને પાંખી ને ખૂબ જ દુઃખ થાય છે...એને યાદ આવે છે કે ગઈકાલે એનું કામ માં બિલકુલ ધ્યાન નહોતું....અને તેના લીધે જ કાલ સમર ગુસ્સે થયો....અને હવે આજે તો કદાચ એનો છેલ્લો દિવસ જ છે ઓફિસ માં કેમ કે આજ સુધી ક્યારેય સમર નો કોઈ પ્રોજેક્ટ એના હાથ માંથી નથી ગયો ને આજ પહેલી વખત આ પ્રોજેક્ટ એને નથી મળ્યો એ પણ પાંખી ના લીધે....




પાંખી એ મન માં જ વિચારી લીધું કે આજ એનો આ જોબ માં છેલ્લો દિવસ છે...પાંખી ચુપચાપ પોતાનું કામ કરવા લાગી...સાથે સાથે મન માં જ ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગી કે તેને આ જોબ ન છોડવી પડે.....




બીજી બાજુ સમર ને પ્રોજેક્ટ ન મળ્યો એનું જરા પણ દુઃખ નહતું કેમ કે આ ખૂબ જ નાનો એવો પ્રોજેક્ટ હતો...તો એના થી એને કોઈ જ નુકશાન નહતું થવાનું...સમર ને બસ મન માં એક જ વાત ફરતી હતી કે ગમે તે કરી ને પાંખી ની માફી માંગવી...પછી એ માફ કરે કે ન કરે બસ એના મન માંથી એક બોજ ઉતરી જાય....બસ એ અત્યારે એક જ વાત વિચારતો હતો કે કઈ રીતે એ પાંખી ની માફી માંગે....




સમર સવાર નો પાંખી ને કોઈ કામ થી પોતાની કેબીન માં બોલાવવા ના બહાના શોધતો હતો પણ હજી સુધી એને કોઈ જ એવું બહાનું નહોતું મળ્યું જેના લીધે એ પાંખી ને બોલાવી શકે ને માફી માંગી શકે...આમ કરતા કરતા બપોર થઈ ગઈ...


પાંખી પણ આજે સમર ની કેબીન માં જતા ડરતી જ હોઈ છે...કેમ કે એને ખબર જ હોય છે કે આજે તે જેવી જશે કેબીન માં તરત જ એને સમર ના ગુસ્સા નો સામનો કરવો પડશે....આ કારણે સવાર નું એને 2-3 વાર સમર ની કેબીન માં જવાનું ટાળ્યું હતું....પણ હવે બપોર થઈ ગઈ હતી અને હવે પાંખી ને file સબમિટ કરવા લંચ પહેલા સમર પાસે જવાનું જ હતું...



પાંખી હિંમત કરી ને મન માં પાર્થના કરતી સમર ની કેબીન જાય છે.... સમર એનું કામ કરતો હોય છે....

"May i come in sir.... "પાંખી ડરતા ડરતા કહે છે.....


ત્યાં જ સમર નું ધ્યાન જાય છે તેના પર...અને તે પાંખી ને yes કહે છે....પાંખી તો જલ્દી જલ્દી આવે છે...અને file મૂકી ને ફટાફટ ચાલવા લાગે છે...ત્યાં જ સમર એને રોકે છે....અને કહે છે કે....


"Excuse me મિસ પાંખી...મારે તમારી સાથે વાત કરવી છે....."



પાંખી નો ચેહરો તો દરવાજા સાઈડ હોય છે...અને એ ડરતા ડરતા પાછળ ફરે છે.... અને કઈ પણ બોલ્યા વગર ઉભી રહે છે....અને સમર પણ હિંમત ભેગી કરી ને પાંખી ને sorry કહેવા જ જતો હોય છે ત્યાં જ પાર્થ અચાનક એની કેબીન માં આવી જાય છે...અને સમર ચૂપ થઈ જાય છે....



''ચાલ ને સમર લંચ નો સમય થઈ ગયો આપણે લંચ કરી લઈએ..." દરવાજો ખોલતા સીધો જ પાર્થ બોલે છે....ત્યાં જ એ જોવે છે કે પાંખી પણ ત્યાં જ હોય છે...તે પાંખી ને પણ લંચ નું પૂછે છે....
ત્યાં જ સમર કહે છે કે"મારે હજી થોડી વાર છે....પછી લંચ કરીશ...."



પાર્થ સમર ને કહે છે કે "હા ઠીક છે...પણ મને તો ભૂખ લાગી છે તો હું તો જાવ છું... એમ કહી ને એ પાંખી ને કહે છે કે....ચાલો મિસ પાંખી તમારે પણ લંચ બાકી જ હશે તો આપણે સાથે કરી લઈએ..."



પાંખી તો જાણે રાહ જ જોતી હતી સમર ના ગુસ્સા થી બચવાની અને એને મોકો મળી ગયો...તે તો તરત જ હા કહે છે...અને એ બંને બહાર ચાલ્યા જાય છે....



સમર એને જતા જોતો રહે છે....સમર ને આજે પાર્થ નું પાંખી ને આ રીતે ત્યાં થી લઇ જવું ગમતું તો નથી પણ તેમ છતાં તે કંઈ બોલતો નથી....અને પોતાનું કામ કરવા લાગે છે.... અને હવે સાંજે પાંખી સાથે વાત કરી લેશે એવું વિચારી લિયે છે...



પાર્થ,પાંખી અને સાંચી ઘણીવાર જ્યારે સમર લંચ માટે ના કહે ત્યારે સાથે જ લંચ કરતા...પાંખી અને સાંચી નો તો દરરોજ નો આ જ ક્રમ હતો...સાંચી દરરોજ લંચ સમયે પાંખી ની ઓફિસ ની કેન્ટીન માં આવતી અને બંને સાથે જ લંચ કરતી...પણ ઘણી વાર પાર્થ પણ તેમને જોઈન કરતો હતો....કેમ કે એને તો બસ પાંખી સાથે સમય વિતતાવવો હોય... અને આ બહાને તે પાંખી ને વધુ જાણવા ની કોશિશ કરતો....



જો કે પાંખી તો હંમેશા પાર્થ ને એક બોસ અને એક મિત્ર ની રીતે જ જોતી....પણ પાર્થ ના મન માં પાંખી એક મિત્ર થી વધુ હતી....આ વાત થી પાંખી એક દમ અજાણ હતી...તો એક બાજુ એવું કોઈ હતું જેના દિલ માં પાર્થ દિવસે ને દિવસે વધુ જગ્યા બનાવવા લાગ્યો હતો.....જેના થી પાર્થ અને પાંખી અજાણ હતા.....


કોણ હશે એ જેના દિલ માં પાર્થ વસવા લાગ્યો છે??


સમર ક્યારે કરશે પાંખી ને પોતાના મન ની વાત??


જાણવા માટે વાંચતા રહો....'નફરત સે બની એક કહાની પ્યાર કી...'