Alag aankho alga pankho books and stories free download online pdf in Gujarati

અલગ આંખો અલગ પાંખો

સુગંધા એક મલ્ટી નેશનલ કંપનીની hr હેડ., લગભગ 2 વર્ષ થયા હશે મુંબઇ શિફ્ટ થયે . ભણવાનું તો ચાલું જ હતું ત્યાં જ આ કંપની એ કેમ્પસ ઇન્ટરવ્યૂથી સુગંધાને પસંદ કરી લીધી હતી અને સુગંધાની ફરી એક વખત પપ્પા મમ્મીને સમજાવવાનું શરૂ કર્યું . પપ્પા ખૂબ સરસ તક છે ,આ કંપનીમાં સામાન્ય જોબ પણ મળવી મુશ્કેલ હોય છે અને મને તો સીધી hr હેડ, સમજો પપ્પા પગાર પણ સારો એવો મળશે અને અનુભવ તો , પણ સુગંધાના પપ્પા સુધીર ભાઈ એક સેમી ગર્વમેન્ટ ના ઓફિસર પોતાની એકની એક દીકરીને દૂર મોકલવા તૈયાર જ ન હતા. રાગીણી તું જ સમજાવ આને મુંબઇ કંઈ મોકલાય એકલી છોકરીની જાતને આપણે હંમેશા એ કહે એ જ તો માન્યું છે તો એક વાત આપણી માને એમાં શું ફેર પડી જાય પણ મમ્મી આ પપ્પાને કહે ને આ ડગલે ને પગલે મારે તમને કન્વીન્સ કરવા એ કંઈ વાત છે. પહેલાં 10માં પછી સાંઇન્સ ન લેવા માટે પછી પપ્પાને તો શિક્ષિકા જ બનાવીતી એટલે માસ્ટર ડીગ્રી માટે સમજાવ્યા ત્યારે એક જ વાત લઈ બેસી ગયેલ કે છોકરીયું માટે શિક્ષક જેવી જોબ એક પણ નહીં વેકેશન મળે ટાઈમ પણ અનુકૂળ ઘર અને વર પણ સચવાય જેવી સાવ પાયા વગરની દલીલ કરતાં ત્યારે માંડ કરી hr માં એડમિશન માટે મનાવ્યાં અને ફી માટે પાર્ટ ટાઈમ જોબ પણ ચાલુ કરી.. પપ્પા મુંબઇ ક્યાં દૂર છે ટ્રેઈન માં એક રાત જ થાય અને પ્લેન માં તો એક થી દોઢ કલાક. રાગિણી આને કે મુંબઇ માં એને નોકરી કરવા મોકલીશ તો છોકરો કયો હા પાડશે. અરે પપ્પા ફરી તમે મને પરણાવવાની વાતો ચાલુ કરી. જો સુગુ સુધીર એની સુગંધા ને પ્રેમ થી સુગુ બોલાવતા,પરણવું તો જરૂરી છે ને તારી ભણવાની જીદ સામે ઝૂકી તને hr માં ભણાવી b.ed કર્યું હોત તો ક્યારની સરકારી નોકરી કરતી હોત. પણ પપ્પા મને ભણવું જ ફાવે આ ભણાવવાનું ગજું નહીં અને શા માટે બીજા બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવા. સુગંધા તને અહીં પણ સુંદર તારા ભણતર લાયક જોબ મળી જ જાશે આપડે અખિલ ભાઈ કેહતા જ હતા કે એની ફેકટરીમાં જગ્યા થવાની જ છે..
રાગીણી તું જ કહે આમ પણ અખિલ ભાઈની તો ઈચ્છા છે જ એના કુટુંબમાં સુગંધા વહુ બનીને જાય. મમ્મી આ પપ્પા ને કે ને પાછી ગાડીને પાટા પર થી ઉતારે છે. હજી 21 તો વર્ષ થયાં બે ત્રણ વર્ષ પછી વિચારીએ ને લગ્નનું ત્યાં સુધી મારું કેરિયર પણ સેટ થઈ જાય હજી તો મારે તમને out of india ટુર કરાવી છે. મને ખબર છે મને ભણાવવા પપ્પા એ લૉન લીધી છે , પપ્પુ સમજો ને મને સરસ સગવડ મળે એટલે તમે હું દીકરી હોવા છતાં બીજું સંતાન ન કર્યું એટલું જ નહીં દરેક શોખ ની તિલાંજલિ આપી મારા સપના સાકાર કર્યા,મને સારા માં સારી શાળા થી લઇ મારી જીદ થી આવડી મોટી કોલેજમાં તગડું ડોનેશન ભરીને એડમિશન પણ અપાવ્યું. હવે એ દરેક ઋણ ચૂકવવાનો મારો વારો આવ્યો એટલે મને તમે આઘી કરવા લાગો છો. એવું કેવું કે ફરજ માતા પિતાની જ હોય સંતાનની ન હોય. જો સુગંધા તારી આ બધી વાતો ચોપડી ટીવી કે મુવી માં શોભે હકીકત એ જ કે દીકરી સાસરે જ શોભે... રાગિણી બોલી . હે ભગવાન કોણ સમજાવે આ લોકો ને કે 2021 માથે છે અને 1970 ની વાતો કરે છે.ત્યાં કુકર ની સીટી વાગી અને રાગિણી ઉભી થઇ રસોડા તરફ ચાલવા લાગી અને બોલી બાપ દીકરી માથું ફોડી લ્યો હું કંઈ નહીં બોલું. (MMO)
સુગંધા.. તારી મમ્મી ને જ જો કેટલું સુંદર રીતે જીવન જીવે છે એ પણ પરણી ને 22 વર્ષે આવી ગઈ હતી..ને અહીં નોકરી પણ કરતી..પછી તારો જન્મ થયો તો કામ થોડું છોડ્યું હા નોકરી છોડી પણ ટ્યુશન કરે જ છે ને જો જોઈ કેવી ખુશ છે....ઘર છોકરી અને વર સાથે પોતાને કંઈક કરવું છે ની જીદ પણ સચવાય...પપ્પુ તમને ખબર છે મમ્મીને તો સુંદર ડાન્સર બનવું હતું...તમે બધા ના પ્રસંગ માં મમ્મી ને મસ્ત ડાન્સ કરતાં જોવો છોત્યારે બધા ના વખાણ થી કેવા પોરસાવ છો એ એની ઓળખ છે આ રસોઈ અને બાળકો ને ભણાવવું નહીં. પણ નાના જી એ શીખવા જ ન દીધું કે આવું આપણને ન શોભે કહીં મમ્મી ની ઈચ્છા ઓ પર પાણી ફેરવી દીધું..મમ્મી ભલે તમારો સાથ આપે પણ મન થી એ પણ ઈચ્છે છે કે હું મુંબઈ જાવ. જમવા નું પીરસુ કે ચર્ચા માં જ પેટ ભરશો.. રાગીણી એ ડાઇનિંગ ટેબલ સજાવતાં કહ્યું..
બસ આજ ની બાપ દીકરી ની ચર્ચા અહીં જ પુરી થઈ ગઈ... અને જમી સુગંધા પોતાના છેલ્લા પેપર ની તૈયારી માટે પોતાના રૂમ માં ચાલી ગઈ......
સુધીર રિમોટ હાથ માં લઇ સાઉથ ની મુવી ની ચેનલો બદલાવવા લાગ્યો.. રાગિણી રસોડા માં ઢાંકો ઢુંબો કરી છોકરાવ ના પેપર લઈ ચેક કરવા બેસી ગઈ પણ.... ન તો સુધીર ને કોઈ સારું પિક્ચર લાગ્યું ન રાગીણી ને ચિત ચોટયું.
રિમોટ થી ટીવી બંધ કરી સુધીર રાગિણી પાસે આવ્યો... રાગિણી પણ લાલ પેન હાથમાં લઇ ક્યાંક વિચાર માં ખોવાયેલ પેપર પર આડા અવડા ઉભા લીટા કરતી હતી, અરે રાગિણી શું કરે છે? ના અવાજથી કંઈક ન કરવા નું કરી રહી નો આભાસ થયો અને સુધીર નજીક આવી ગયાનો અહેસાસ થયો. ચાલ ને મારું ચિત આ ચલચિત્ર પર ચોટતું નથી તને આ પેપર જોવા માં રસ લાગતો નથી તો ચાલ પેલા શાંતિ ભાઈ ની સોડા પીતા આવીએ. પવન માં મજા આવશે. અત્યારે, છેક શાંતિ ભાઈ ની દુકાને ના બાપા ના એટલું મારા થી નહીં ચલાય અને તમે ગાડી અત્યારે કાઢશો નહીં, કહી રાગિણી એ તો બધા પેપર ભેગા કરી કબાટ માં મુક્યા. અરે રાગુ. તને ચલાવીશ નહીં બસ, આપડે સુગંધા ના સ્કૂટર પર જઈએ. યાદ છે પહેલાં તો રોજ સ્કૂટર પર ચક્કર મારવું અને પાન ખાઈ ઘરે આવવું એક આદત હતી. ક્યારે એ આદત જવાબદારી માં ડંટાઈ ગઈ ખબર જ ન પડી ચાલ ને ફરી આપણે એ દિવસો તાજા કરીયે. સૌથી વધુ વાતો પણ આપણે ત્યારે જ શેર કરતાં યાદ છે હવે તો એટલી વાતો પણ નથી થતી. ચાલ ને એવું શું કરે છે. સારું તમારા આગ્રહ માટે જ સાથે આવું છું બાકી હવે ક્યાં પહેલાં જેવી રાતો રહીં કે પહેલાં જેવી વાતો રહીં. રયો તો હું કપડાં બદલી આવું. મને આ જ કંટાળો આવે કહીં રાગિણી કપડાં બદલવા ચાલી ગઈ.
સુધીર પણ સુગંધા ને ડિસ્ટર્બ ન થાય એટલે એને સ્કૂટર અને ઘર બંને ની ચાવી હાથ માં લઇ લીધી અને વિચાર્યું કે કેટલા વર્ષો થયા પહેલાં બા હતા તો રોજ રાત પડે એટલે ચક્કર મારવા જતાં જેથી અમે બંને આખા દિવસ ની વાતો શેર કરતાં. બા ગયા અને વાતો પણ ગઈ, લ્યો ત્યારે ચાલો આ ગેઢે ઘડપણમાં ડોશો ડોશી ચાલ્યા ચક્કર મારવા. કઈ રાગિણી હસી પડી.
સુધીર ને યાદ આવ્યું કે શરૂઆત બજાજ થી કરેલ માણસ જેવું જ હતું બજાજ સ્કૂટર નું પણ કિક લગાડવા માટે આડું કરવું પડે, પછી વેગન R લીધી અને સ્કૂટર ઓછું થયું. કારણ સુગંધા મોટી થઈ ત્રણ જણ સમાય નહીં છતાં 10માં ની પરીક્ષા માટે મુકવા છેલ્લે ત્રણેય એક જ સ્કૂટર માં ગયેલ. બાની પણ તબિયત ને લીધે એક ગાડી ઘર માં જરૂરી ની ચર્ચા સાથે સેકન્ડ ગાડી લેવા વિચાર્યું અને વેગન R આવી હવે તો સ્વીફ્ટ ડિઝાયર પણ લઇ લીધી. અરે ચાલો ક્યાં ખોવાઈ ગયા પાછા આવો કોઈ માધુરી ના સપના માં થી. સુધીરે એકટીવા ને ચાલુ કર્યું ને રાગિણી સાઈડ માં બેઠી. લે ભૂલી ગઈ સ્કૂટર માં પાછળ કેમ બેસાય ઘોડો પલંગ બેસ તો વાતો સંભળાય ને બાકી તો હવા માં પ્રસરી જાશે.
રાગિણી એમ તો ફિટ હતી કોઈ ટીનેજર જેવી જ સ્ફૂર્તિ પણ ક્યારેક એને ગૃહિણી રાગિણી યાદ આવે અને થાકી જતી. સ્કૂટર ચાલવા લાગ્યું, અને વાતો પણ યાદ છે સુગંધા આવવાની હતી તો ડિલિવરી માટે સ્કૂટર માં આવેલ. પછી તો દિવસો ચાલ્યા જ જાય છે જાણે ઉડતા હોય 21 વર્ષ પહેલાં અને અત્યારે એક પલકારા નો ફેર છે. સાચું બા ને ગયા ને 4 વર્ષ થઈ ગયા. યાદ છે બા જતાં જતાં એક જ વાત કરતાં હતાં કે એક દીકરો તો જોઈએ તમે તમારી જીદ માં તમારું ઘડપણ એકાંત કરી નાખ્યું. પણ સાચું કહું આપણે તો વિચારેલ જ કે સંતાન ગમે તે આવે એક જ બસ એના દરેક સપના સાકાર કરી શકીએ. તો હવે મુંબઇ જવા રોકી એની પાંખો નથી કાપતાં. રાગિણી એ સમય જોઈ વાત કરી. હા તારી વાત સમજવા તો આપણે બહાર આવ્યા છીએ તું ડાન્સર બનવા માંગતી હતી એ વાત તો ક્યારેય કરી જ નથી. લગ્ન ના 23 વર્ષે પણ તારા શોખ કે તારી પસંદ ના પસંદ થી અજાણ છું. અને તું મને સૂકી ભાજી સાથે તુવેર દાળ જ જોઈ જેવી નાની નાની બાબત પણ ધ્યાન માં રાખે છે. જોવો એ વાત પછી ક્યારેક કરશુ અત્યારે તો સુગંધાના સપનાંની જ વાત કરીએ. સારું જો હુકમ મેરે આકા પણ મુંબઈ તું માને છે એટલું સહેલું નથી. ત્યાં એકલી કેમ રાખવી તું ઓળખે છે આપણો સમાજ શું કહેશે? તમને યાદ છે આપણાં રસિક ભાઈની દીકરી પણ સુગંધા જેવડી જ હરિતા કોલેજ પુરી કરી સમાજ ના બીકે પરણાવી દીધી 2 વર્ષ થયાં એક દીકરો છે હવે ફાવતું નથી તો હમણાં પાછી આવી છે. તો સમાજ હવે એનું સમાધાન નહીં કરાવે એ તો ખોટી વાતો કરી ને વાત નું વતેસર કરે છે. સમાજ શુ છે મારા ને તમારા જેવા લોકો નો સમૂહ શા માટે આપણી દીકરી ના સપના ની પતંગ ની દોર એ એવા હાથ માં મુકવી જેનો ખરેખર હાથ ક્યાં છે એ ખબર નથી. સમાજ ને ક્યારેય હાથ હોતા જ નથી એને કાન હોય અને જીભ, મગજ પણ ક્યાં હોય છે જે લાંબુ વિચારી શકે.
કુછ તો લોગ , લોગો કા કામ હેં કહેના.. સોડા સોપ માં ગીત વાગતું હતું, જાણે સુધીર ને સમજાવવું સહેલું બને એટલે વાગતું હતું. બે સોડા ના ઓર્ડર આપી વાત આગળ વધી રાગિણી તમારા બંને ની વાતો સમજું છું મને ક્યારેય સુગંધા દીકરી નથી લાગી પણ હકીકત તો એ જ છે કે એ દીકરી છે અને દીકરી જાતે સંભાળવું જોઈએ. તમે સાચું કહો છો પણ આપણી સુગંધા સાથે આપણે મિત્રતા જ રાખી છે અને ક્યારેય ઊંચ નીચ ન થાય દરેક સમજ પણ આપી છે કે નહીં. તમે મારા કરતાં નજીક છો સુગંધા ના તો એક વખત આ સમાજ ની વાતો પડતી મૂકી વિચારો તો ખરા, એને એકડો શીખવાડવા થી લઈ સાઇકલ, સ્કૂટર કે હવે મોટર પણ તમે જ તો શીખવાડી. પિરિયડ થી પાર્ટી સુધી કોઈ પણ ચર્ચા બાપ દીકરી બની કરી જ નથી તો અચાનક બાપ કેમ બનો છો? તમે એમ ઈચ્છો છો કે દીકરી પોતાના સપના ને મનનાં એક એવા ખૂણામાં રહેલ બકશા માં પુરી દે કે રોજ ચાવી લઈ ખોલી અફસોસ કરી બંધ કરી દે. કાશ પપ્પા એ હા પાડી હોત તો આજે અલગ જિંદગી જીવતી હોત. હું એમ નથી કહેતી કે સુગંધા ને લગ્ન નથી કરાવવા પણ હજી 21 વર્ષ જ થયા છે 25 વર્ષ સુધી ચાલે જ છતાં આપણે એક વખત એની ઈચ્છા ને માન આપવું જોઈ . દીકરી ની જગ્યા એ દીકરો હોત તો તમે સામે થી મુકવા જાત ને. આ મારો હઠાગ્રહ નથી ખાલી મારી સમજ અને ઈચ્છા જાહેર કરું છું કે દીકરી ને જીવન ભર અફસોસનું ભાથું નથી આપવું આત્મવિશ્વાસ થી સપના જોવે અને એટલાં જ વિશ્વાસ અને ધગશ થી પૂરા કરે એ આપવું છે. હજી અંતિમ નિર્ણય તમારો જ રહેશે એવું કહીં રાગિણી સોડાના પેમેન્ટ માટે ચાલી ગઈ. પાછા ફરતાં બંને એક શબ્દ પણ ન બોલ્યા, વિચારો એ વાચાને મૌન કરી દીધી હતી.
સુગંધા સુધીર અને રાગીણીની એક ની એક દીકરી જે હાલ મુંબઇ એક સારી એવી કંપની માં છેલ્લા બે વર્ષ થી hr head હતી પણ અહીં પહોંચવું એના માટે સાવ સહેલું ન હતું. આમ પણ વાત દીકરી ની હોય તો ભલે ને ભણેલ ગણેલ કુટુંબ હોય પણ લડત આપ્યા વગર ક્યારેય કંઈ મળતું નથી . લગ્ન એ દીકરી માટે નું ફાઇનલ ડેસ્ટિનેશન હોય છે જે ફાઇનલ હોવા છતાં સૌથી પહેલાં જ નજરે ચડતું હોય છે અહીં પણ સુગંધા ને એનાં મમ્મી અને ખાસ તો એનાં પપ્પા પરણાવી જવાબદારી મુક્ત થવા માંગતા હતાં. સુગંધાનો આમ તો એના પપ્પા એ ખૂબ લાડકોડ થી ઉછેર કરેલ ત્યાં સુધી કે દીકરી હોવા છતાં ક્યારેય બીજા સંતાન નો વિચાર પણ નથી કરેલ. આટલું જ નહીં બાપ દીકરી વચ્ચે પણ મિત્રતા વધુ હતી એમ જ રાગિણીનું રાગિણીએ જે પોતે નાનપણ અને લગ્ન પહેલાં જે ત્યાગ કે બલિદાન કરેલ તે દીકરીને કરાવવા માંગતી ન હતી. સાથે સાથે પતિ ની વાત નું પણ માન રહે અને દીકરી એના સપના પુરા કરવાં મુંબઇ જાય એ પણ ઇચ્છતી હતી. ડાન્સર બનવાના કોડ ખાલી કોડ જ રહી ગયા એટલે સુગંધા ને હમેંશા જરૂરી સમજ સાથે પૂરતી આઝાદી પણ આપી હતી. આ બાબતે આગલી રાતે જ બહાર ચક્કર મારવાં જતાં સુધીર સાથે પોતાની દલીલ રાખી ને નિર્ણય છતાં સુધીર નો જ રહેશે એ પણ વાત કરી દીધી હતી.(MMO)
દિલ હેં છોટા સા છોટી સી આશા
મસ્તી ભરે મન મેં ભોલી સી આશા

સવાર માં 92.3 MY FM પર આ ગીત વાગતું હતું. સુધીર હજી સુતા હતાં, સુગંધા અને રાગિણી ઉઠી એનાં દૈનિક કાર્યોમાં લાગી ગયેલ હતાં. મમ્મી આજે કેમ પપ્પા હજી સુતા છે તબિયત તો સારી છે ને? બાપદીકરી નો સબંધ દુનિયા ના દરેક સબંધ કરતાં સુંદર હોય છે. પપ્પાના દરેક હલન ચલન પર દીકરીની પારખી નજર હોય છે. પપ્પા એક રોટલી ઓછી ખાય કે એક વાક્ય ઓછું બોલે દીકરી ને ખ્યાલ આવી જાય કે બાપા ને તકલીફ છે. એમ જ સુગંધા ને થયું કે અત્યાર સુધી માં તો પપ્પા ઓફીસ જવા નીકળી ગયા હોય ને આજે હજી કેમ જાગ્યા પણ નથી. મમ્મી પપ્પા ને ઠીક તો છે ને ફરી સુગંધા એ પૂછ્યું. હા ઠીક છે આ તો રાત્રે મોડી નીંદર આવી હશે અને આમ પણ આજે એમણે રજા લીધી છે તારી સાથે તને છેલ્લું પેપર છે તો મુકવા આવવાના છે. કેમ મોડી નીંદર મમ્મી પપ્પા ને મારી પર વિશ્વાસ નથી એને એમ તો નથી ને કે હું મુંબઇ જઈ બગડી જઈશ કોઈ ખરાબ સંગત માં પડી જઈશ . હેં મમ્મી પપ્પા ને એ ચિંતા છે. ના સુગંધા રાગિણી એ દૂધ ગરમ કરી સુગંધા ને આપ્યું અને પોતાનો ચા લઈ સુગંધા પાસે બેઠી, બેટા તારે જો બગડવું હોત કે ખરાબ સંગત માં પડવું હોત તો શહેરની થોડી જરૂર હતી એ તો અહીં પણ થઈ જ શકત ને? બેટા કોઈ શહેર કે વ્યક્તિ ખરાબ નથી હોતી એની પરિસ્થિતિ ખરાબ હોય છે અને તારી ઉપર તો મને અને તારા પપ્પા ને પણ પૂરતો વિશ્વાસ છે અને સાચું કહું આ વિશ્વાસ નો તને ભાર લાગે એટલે નહીં પણ તારી સમજણ અને તારા સારા પણા નું તો અમે ગર્વ લઈએ છીએ પણ બેટા તારે અમારી જગ્યા એ જઇ વિચારવું પડશે ને બેટા 21 વર્ષ ની તું થઈ સારું ઘર અને વર એમ સામે તો આવશે નહીં શોધતા શોધતાં ચાર છ મહિના થઈ જશે અને પછી સગાઈ અને લગ્ન વચ્ચે 1 વર્ષ તો ઓછામાં ઓછું રાખીશું ને તો 23 વર્ષ ની તો એમ પણ થઈ જઈશ. સાચું કહું થોડીક નાની ઉંમરે લગ્ન થઈ જાય ને તો બીજા કુટુંબ માં સમાવવું સહેલું પડે. છતાં જો આ દરેક નિર્ણય તારા પપ્પા જ કરતાં આવ્યા છે અને એ જ કરશે જો મુંબઇ જવા દેશે તો પણ હું રાજી છું અને ના પાડશે તો પણ હું એક શબ્દ નહીં કહું. સુધીર આંખો ચોળતા બહાર આવ્યા લે રાગિણી બહુ સૂતો ઉઠાડાય તો ખરું... પાછળ ગીત વાગતું હતું ...

પાપા મેં છોટી સે બડી હો ગઈ કયું...
પાપા કી નિગાહો મેં મમતા કી બાહોં મેં
કુછ દિન ઔર રહેતી તો ક્યાં બીગડ જાતાં

ચાલ ફટાફટ ચા લાઉ આ સુલું ને મૂકી આવું ..ક્યારે જવાનું છે બેટા.. પપ્પા હજી વાર છે તમે નિરાંતે તૈયાર થાવ. 10.30 વાગે જાશું. કહીં સુગંધા પોતાનો કપ સાફ કરવા ચાલી ગઈ, સુગુ બેસ ને આજે મારે તારી સાથે ચા નાસ્તો કરવા છે ઘણાં સમય થી તું વહેલી ચાલી જાય છે તો... ચાલ રાગિણી ગરમ ગરમ પુરી ઉતારી દે હું ને સુગંધા સાથે ચા પુરી નો નાસ્તો કરશું. આમ તો સુગંધા ચા ન પીતી પણ ખારી પુરી એની પ્રિય અને એની સાથે એ મોટો કપ ભરી ચા પી જાય બાપ દીકરી બંને માં આમ તો ઘણી જ સામ્યતા પણ આ એમાંની એક ખરી. સુગંધા બેસ આજે આપણે બંને વાત કરી ને તારા દરેક સવાલ ના જવાબ શોધીએ . તને એમ છે ને કે તું દીકરી છે એટલે તારા મુંબઇ જવા પર હું હા નથી પાડતો,પણ સુગુ એવું નથી ક્યારેય મેં તું જાણે છે દીકરી દીકરા માં ફરક નથી કર્યો અને જો એવું કર્યું હોત તો તારા પછી અમે બાળક માટે ફૂલ સ્ટોપ ન લગાડી દેત. રહી વાત મુંબઇ જવાની તને ના પાડવા પાછળ નું એક જ કારણ હતું તારા લગ્ન એક માતા પિતા તરીકે અમારી એવી ઈચ્છા હોવાની કે અમારી દીકરી ને ખૂબ સમજદાર સાથે વ્યવસ્થિત કમાનાર અને સુખ સંપન્ન ઘર અને વર મળે. કેવલ ભાઈ એ વાત કરી તો થયું આવડું મોટું કુટુંબ છે અને નજર સામે જ એટલે લાલચ જાગી પણ બેટા આ લાલચ ની પટ્ટી કાલે તે તારી મમ્મી ના સપના ની વાત કરી અને પછી તારા મમ્મી એ જે ચર્ચા કરી મારી સાથે એમાં હટી ગઈ છે. મને હવે જરાય વાંધો નથી કે તું મુંબઇ જઈ નોકરી કરે પણ એક નાનકડી શરત છે થોડો વખત તારા મમ્મી સાથે આવી રહેશે એને જો અનુકૂળ લાગશે તો તારી નોકરી ત્યાં ચાલું રાખીશું બરોબર?

ચંદા ને પુછા તારો સે તારો ને પુછા હજારો સે સબસે પ્યારા કોન હૈ
પાપા મેરે પાપા

ગીત fm માં વાગતું હતું અને સુગંધા સુધીર ને ભેટી રડતી હતી. હા ખુશી ના આંસુ તો હતાં આ...
જોત જોતા માં બે વર્ષ વીતી ગયા સુગંધા એ પોતાની ગાડી પણ ખરીદી લીધી અને એ જ ગાડી માં ઓફીસ જતાં આ ગીત ફરી સાંભળ્યું અને ફરી આંખમાં પાણી આવી ગયા આજે પાણી ખુશી ના નહીં પપ્પાની યાદ ના હતાં અને બ્લુ ટૂથ થી પપ્પા ને ફોન જોડ્યો કહેવા કે આ દિવાળી સ્વિટ્ઝર્લેન્ડમાં ઉજવશું.....(MMO)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED